હિન્દુ મરણ
ગુર્જર ક્ષત્રિય
નારણભાઈ દેવજીભાઈ ચોટલિયા મૂળગામ મુંબઈ (રાજુલા) હાલ પૂના નિવાસી તા.૧૬/૯/૨૪નાં શ્રીજીશરણ પામ્યાં છે, તેઓનું બેસણું તા.૨૧/૯/૨૪નાં શનિવારે ૪:૦૦ થી ૬:૦૦, સ્થળ : મામલતદારવાડી, મલાડ વેસ્ટ.
દશા મોઢ વણિક
સુક્ધયાબેન પરીખ (ઉં. વ. ૯૯) હાલ સાંતાક્રુઝ, મંગળવાર, તા. ૧૭-૯-૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. શાંતિલાલ રતીલાલ પરીખના ધર્મપત્ની. શ્રીમતી અમીના માતુશ્રી. સ્વ. ઉદીત નારાયણ ચૌધરીના સાસુ તથા સ્વ. નટવરલાલ માણેકલાલ સુરતી તથા સ્વ. શાંતાબેન નટવરલાલ સુરતીના સુપુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
પંચાલ સમાજ
ગામ મરોલીવાળા હાલ મુંબઈ સ્વ. નર્મદાબેન મોહનલાલ પંચાલના પૌત્ર હિમાંશુભાઈ (સોનુ), (ઉં. વ. ૩૪) તા. ૧૫-૯-૨૦૨૪ના શ્રી રામચરણ પામેલ છે. તે પન્નાબેન ભરતભાઈ પંચાલના પુત્ર. ભારતીબેન શાંતીલાલ, મધુરીબેન મહેશભાઈ, સ્વ. મંજુલાબેન રમેશચંદ્રભાઈના ભત્રીજા. દર્શનાબેન, કિર્તીદાબેન, રાજશ્રીબેન, કોમલબેન, દિવ્યાબેન, કુનાલભાઈના ભાઈ. મિનાક્ષીબેન ચેતનભાઈ પંચાલના ભાણેજની પ્રાર્થનાસભા તા. ૨૧-૯-૨૦૨૪ના શનિવારે ૪.૦૦ થી ૬.૦૦. પુષ્ટીકર કલ્યાણ કેન્દ્ર હોલ, પુષ્ટીકર કો.ઓ.રોડ, જોગેશ્ર્વરી રેલ્વે સ્ટેશન પાસે, જોગેશ્ર્વરી વેસ્ટ.
ગોભાવા મોઢ વણીક
મુકુલ મણીયાર (ઉં. વ. ૭૧), તે ગીરધરભાઈ ત્થા શારદાબેનના પુત્ર. કલ્પના મણીયારના પતિ. પાયલ તથા ચિંતનના પિતાશ્રી. ગૌરવકુમાર ત્થા અર્પિતાના સસરા. સ્વ. કાંતિલાલ જરીવાલાના જમાઈ તા. ૧૮-૯-૨૦૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કપોળ
અમરેલીવાળા હાલ કાંદિવલી રમેશચંદ્ર કેશુરદાસ મોદી (ઉં.વ. ૯૧) તે તા. ૧૭-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે અરુણાબેનના પતિ. નિલેશ-નીપા, બિના (હીના) અમિતકુમાર ચિતલીયાના પિતાશ્રી. હાર્દિક-સિમરન, હર્ષ-દિગીશા, અનવીના દાદા-નાના, સ્વ. વસંતરાય, સ્વ. અમૃતલાલ, સ્વ. ગંગાદાસભાઈ, કુમુદબેન, સ્વ. નિર્મળાબેન, હેમલતાબેનના ભાઈ. સિહોરવાળા સ્વ. નંદલાલ વલ્લભદાસ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૧-૯-૨૪ના શનિવારે ૫થી ૭ સ્થળ: કેવળબાગ, કીલાચંદ રોડ, કાંદિવલી ફ્લાય ઓવરની નીચે, કાંદિવલી (વેસ્ટ). લૌકિક પ્રથા બંધ છે.
મોઢ વણિક
હળવદ નિવાસી હાલ બોરીવલી સ્વ. પ્રભાબેન નંદલાલ ફુલચંદ પરીખનાં પુત્રવધૂ. અ.સૌ. સુનિતાબેન (ઉં.વ. ૬૨) તા. ૧૭-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે જયંતભાઈના ધર્મપત્ની. ગં.સ્વ. પ્રફુલ્લાબેન મહાસુખલાલ શાહનાં સુપુત્રી. જિનીતનાં માતુશ્રી. અમિતા નેમચંદભાઈ ગાલાનાં સાસુ. મિરોનાં દાદી. ઠે: ૨૦૦૪, હાર્મની સોસાયટી, એ-વિંગ, પાવનધામ પાસે, મહાવીર નગર, કાંદિવલી (વે). પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
વૈષ્ણવ વણિક વાયડા
કચ્છ માંડવી નિવાસી હાલે મુંબઈ ગં.સ્વ. રમીલાબેન શાહ (ઉં.વ. ૭૧) તે સ્વ. ભોગીલાલ ભગવાનદાસ શાહના ધર્મપત્ની. ગં.સ્વ. રૂક્ષ્મણીબેન ખેંગારના પુત્રવધૂ. શૈલેષભાઈ, સમીરભાઈ અને અ.સૌ. દિપાલીબેનના માતુશ્રી. અ.સૌ. સપનાબેન, અ.સૌ. બંસરીબેન અને મનીષભાઈના સાસુ. અભિક અને મિહિરના દાદી. દિનેશભાઈ અને પ્રફુલભાઈના ભાભી તા. ૧૭-૯-૨૪નાં મુંબઈ મધ્યે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૦-૯-૨૪ (શુક્રવાર) ૫થી ૬ સ્થળ: સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (પશ્ર્ચિમ).
કચ્છી લોહાણા
સ્વર્ગીય શ્રી નરોતમભાઈ વેલજી જોબનપુત્રા (ઉં. વ. ૯૧) ગામ કચ્છ તુણા હાલ સાંતાક્રુઝ તે રમાબેનના પતિ. સ્વ. કેશવકાંત ભાઈના નાના ભાઈ. સ્વ. પ્રદીપભાઈ પંકજભાઈ. વસંતબેન પુષ્પાબેનના ભાઈ. અરૂણ અને મીનાના પિતા. જયશ્રીના સસરા. પરશોતમ તુલસીદાસ બડીયા ગામ સુમેરી રોહા (નાગરેચા)ના જમાઈ. તા. ૧૭/૯/૨૪ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થના સભા રાખેલ નથી.
કંઠી ભયટિયા
ગામ જામનગર હાલમાં અંધેરી નવિનચંદ્ર રણછોડદાસ આશર (ઉં. વ. ૮૬) તે સ્વ. મંજુલાબેનના પતિ. તે સ્વ. પ્રતાપ આશર, દેવેન્દ્ર તથા રજનીબેનના મોટાભાઈ. તે રાજીવ, શ્રીમતી મનીષા તથા તેજસના પિતા તા. ૧૭.૯.૨૪ મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે). ટેલિફોન કોન્ટેક સમય ૪ થી ૫.
ઝાલાવાડી સઈ-સુતાર
મૂળ ગામ મૂળી હાલ સાયન, મુંબઈ શ્રી કિશોર ચાનપુરા (ઉં. વ. ૫૫) તે ગં. સ્વ. કંચનબેન ઝવેરદાસ ચાનપુરાના પુત્ર. ભાવીનીના પતિ. ગં. સ્વ. નિર્મળાબેન નંદલાલ સોલંકીના જમાઈ. સંજય, સુનીતા દિપક ચૌહાણ, જીજ્ઞાના ભાઈ. હેમાલીના જેઠ ગુરુવાર તા. ૧૯/૯/૨૪ના અક્ષરનિવાસી થયેલ છે. પ્રાર્થનાસભા શનિવાર તા. ૨૧/૯/૨૪ના ૫થી ૭. પ્રાર્થના સ્થળ: મુરલીધર હોલ, ૨જે માળે, પ્લોટ નં. ૨૦૨, રામ મિલન શુકલા માર્ગ, સાયન (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
દશાશ્રીમાળી વણિક
ગોધરા નિવાસી હાલ પાર્લા નલિનીબેન દેસાઈ (ઉં. વ. ૭૪) મંગળવાર, તા.૧૭/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. કિરણભાઈના પત્ની. વિશાલ- બિન્દ્રાના માતા. જીજ્ઞાબેનના સાસુ. જશ તથા વિયાનના દાદી, તનયાના નાની. લૌકીક વ્યવહાર બંધ છે.
લુહાર સુથાર
ગામ મહુવાવાળા, હાલ કાંદિવલી, જયંતિભાઈ પીઠવા (ઉં. વ. ૮૨) તા.૧૭/૯/૨૪ મંગળવારના સ્વર્ગવાસ પામ્યા છે. તે સ્વ.કાશીબેન કુવરજીભાઈ પીઠવાના દિકરા. સ્વ.લાભુબેન તથા ભાનુબેનના પતિ. નીરજ, હર્ષીલ, વૃષભના પિતાશ્રી. રશ્મિ તથા વિક્તીના સસરા. તે રામભાઈ જીવાભાઈ સોલંકી, પરસોતમભાઈ માલાભાઈ વાઘેલાના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા.૨૦/૯/૨૪ના ૫ થી ૭, લુહાર સુથાર જ્ઞાતિ મંડળ, વિશ્ર્વકર્મા ચોક, કાર્ટર રોડ નંબર ૩, બોરીવલી (ઈસ્ટ).
અનાવિલ
ગામ મોરાભાગડા, જિલ્લો વલસાડ, હાલ વિરાર નિવાસી દિપક દેસાઇ (ઉં. વ. ૬૨) તે સ્વ. ઠાકોરભાઈ ફકીરભાઈ, સ્વ. નિર્મળાબેન ઠાકોરભાઈના પુત્ર. શોભા ધનસુખ દેસાઇ, આશા મહાદેવ દેસાઇ, ચેતના અતુલ દેસાઇના ભાઈ. માલેસભાઈ અને હર્ષાના પિતરાઇ ભાઈ. હર્ષ, વિરલ, નેહલ, પૂનમ હિતેશ દેસાઇ, નિશાંત, નિરાલી, અમીના મામા તા.૧૭/૯/૨૪ના અવસાન પામ્યા છે. લૌકીક રિવાજ બંધ છે.
લુહાર સુથાર જ્ઞાતિ
ગામ કાંઘી હાલ મલાડ બાલુભાઈ અરજણભાઈ પરમારના ધર્મપત્ની અ.સૌ. મંજુલાબેન (ઉં. વ. ૭૬) મંગળવાર, તા.૧૭/૯/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે જીતેન, સ્વ.પ્રવિણ, ઉર્મિલાબેન ચુનીલાલ મામણીયા, તૃપ્તીબેન રાજેશ ડોડીયાના માતુશ્રી. રેખાબેન, ગં.સ્વ. દક્ષાબેનના સાસુ. લલીતભાઈ, પ્રાણભાઈ, રમેશભાઈ, રઘુનાથભાઈ કવા ઉનાવાળાના બેન, કૃણાલ, મયુર, ધ્રુવ, જયના દાદી. પ્રાર્થનાસભા શનિવાર તા.૨૧/૯/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર જ્ઞાતિ વેલફેર સેન્ટર, કાર્ટર રોડ નં. ૩, અંબાજી મંદિર પાસે, બોરીવલી (પૂર્વ).
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
શિહોર નિવાસી હાલ કાંદિવલી, સ્વ. શાંતાબેન દ્વારકાદાસ જાજલના સુપુત્ર, દુર્લભભાઈ જાજલ (ઉં. વ. ૮૬) તા.૧૭/૯/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે નટુભાઈ, નિરંજનભાઈ જાજલ તથા જુગલભાઈ પરમાણંદદાસ જાજલના મોટાભાઈ. વિઠ્ઠલભાઈ, અરવિંદભાઈ, મનસુખભાઇ દેવચંદ જગડના ભાણેજ. નયનાબેન, ઉષાબેનના જેઠ, કિરણબેન મીતેષકુમાર શાહ તથા રચના મેહુલ જાજલના મોટા બાપા. પ્રાર્થનાસભા તા.૨૦/૯/૨૪ને શુક્રવાર ૪ થી ૬. લોહાણા મહાજન વાડી, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ) લૌકીક પ્રથા બંધ છે.
દશા શ્રીમાળી વણિક
વેરાવળ નિવાસી હાલ બોરીવલી જ્યોત્સનાબેન લોઢવિયા (ઉં. વ. ૮૧), તે સ્વ.હેમેન્દ્રભાઈ જેઠાલાલના ધર્મપત્ની. કેતન, ધર્મેશ, કવિતાના માતુશ્રી. પ્રીતી, શીતલ અને પંકજકુમારના સાસુજી. નિશીતા અને હર્ષના દાદી. ચંદનબેન રેવાશંકર દોશીના સુપુત્રી તા.૧૮/૯/૨૪ ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ
સિહોર નિવાસી હાલ ભાયંદર (ઈસ્ટ), મનહરલાલ કેશવલાલ દવેના પત્ની નિરંજનાબેન (ઉં. વ. ૬૩) તે મયુરી, અલ્પેશના માતા. સ્વ. રમાબેન અનંતરાય પંડ્યાના દીકરી. સ્વ. પ્રવીણાબેન જીતેન્દ્ર, અ.સૌ. સંગીતાબેન અનિલકુમાર, અ.સૌ. ભાવના રાજીવ, અ.સૌ. હેમા રમેશભાઈના બેન, સ્વ. દિનકરલાલ દવે, સ્વ. કનૈયાલાલ દવે, સ્વ. રામશંકરભાઈ દવે, ગુણવંતભાઈ દવે, સુરેશભાઈ દવે, અ.સૌ. નિર્મળાબેન કિશોરભાઈ અને અ.સૌ. કોકિલાબેન મહેન્દ્રભાઈના ભાભી મંગળવાર, તા.૧૭/૯/૨૪ના કૈલાશવાસ થયેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી લોહાણા
કચ્છ ગામ ગઢશીશા હાલ ભાંડુપ સ્વ. કિશોરભાઇ મોતીવાલા (ચોથાણી) (ઉં. વ. ૮૨) તા. ૧૮-૯-૨૪ને બુધવારે રામશરણ પામેલ છે. સ્વ. ચંદ્રિકાબેનના પતિ. સ્વ. પાર્વતીબેન, પ્રેમજી લાલજી મોતીવાલા (ચોથાણી)ના વચેટ પુત્ર. મનોજ, ભરત, સ્મિતા પુનીતભાઇ અનમના પિતાશ્રી. તે વિનિતા અને એકતાના સસરા. સ્વ. મોઘીબાઇ અને સ્વ. હરિરામ દેવજી રુખાણા ગામ: તેરાના વચેટ જમાઇ. સ્વ. જયસિંહ, સ્વ. નરોત્તમદાસ, સ્વ. હરિદાસ, સુભાષ, ભગવાન અને નલિની સુંદરજી તન્નાના ભાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૦-૯-૨૪ના શુક્રવાર જૈનમ બેન્કવેટ હોલ, ૫.૩૦થી ૭. ઠે. ૧લે માળે, પ્લેટીનમ હોલ, બી. ટી. એમ. કમ્પાઉન્ડ, સી બિલ્ડિંગ, ૧૦૦, એલ. બી. એસ. માર્ગ, ભાંડુપ (વેસ્ટ), લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
જુઠાણી દશા શ્રીમાળી વણિક
માળીયા હાટીના નિવાસી હાલ ચેમ્બુર (મુંબઇ) કમલેશ જુઠાણી (ઉં. વ. ૬૪) તે સ્વ. ભાનુમતી અનિલકાંત જુઠાણીના સુપુત્ર તે સ્વ. પ્રીતિના પતિ. તે રોનકના પિતાશ્રી. સ્વ. બિમલ, વિનય તથા હર્ષદા વિનોદ તલાજીયાના ભાઇ. તે સ્વ. જયંતીલાલ અમૃતલાલ જાગાણીના જમાઇ. તા. ૧૮-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૧-૯-૨૪ના શનિવાર ૪થી ૬. ઠે. સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).
હાલાઇ લોહાણા
સ્વ. રસીકભાઈ છગનભાઇ પટેલીયા (ઉં. વ. ૭૭) મૂળ ગામ ખીજડીયા (ગીર) હાલ દહિસર ગં.સ્વ. નિર્મળાબેનના પતિ. તે પરેશ, રાજુ, પિયુશ તથા હિના સંજયકુમાર ચોટાઈ, જાગૃતિ રાજુકુમાર, શીતલ યોગેશકુમાર, મિત્તલ મયંકકુમારના પિતા. સ્વ. ધર્મેશભાઈ, મનસુખભાઇ, ભરતભાઈ, ગં.સ્વ. તારાબેન કેશવજી કોટકના ભાઈ. હરિદાસ મંગળજી ચંદારાણાના જમાઈ. જાગૃતિ, સ્વ. રેણુકાબેનના સસરા. તા.૧૮/૯/૨૪ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૨૦/૯/૨૪ શુક્રવારના ૫ થી ૭. હાલાઇ લોહાણા મહાજન વાડી, પહેલા માળે, એસ. વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી વેસ્ટ.
હાલાઈ લોહાણા
બળેજ નિવાસી હાલ કાંદિવલી ગં.સ્વ. સુશીલાબેન (ઉં. વ. ૭૬) તે સ્વ.જયંતીલાલ શામજી કોટેચાના ધર્મપત્ની. અશોક,અશ્ર્વિન, સૌ ભારતીબેન સુરેશકુમાર ઠક્કર,ગિરીશ, અ.સૌ.પ્રતિભાબેન પરેશકુમાર રતનઘાયરાના માતુશ્રી. રાજશ્રી, અલ્પા, હેતલના સાસુમા. વીઠલદાસ રવજી હિંડોચાના પુત્રી. ધૈર્ય, મૈત્રી, ધૃતી, હાર્દિક, ખુશીનાં દાદીમા,સ્વ.જમનાદાસ, સ્વ.પ્રભુદાસનાં ભાઈના પત્ની ૧૬/૯/૨૪ સોમવારનાં શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર રાખેલ નથી.