મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઇ લોહાણા
મૂળ ગામ કેશોદ હાલ મલાડ નિવાસી ગં.સ્વ. વિમળાબેન વલ્લભદાસ વિઠલાણી (ઉં.વ. ૯૬), તા. ૧૪/૯/૨૪ શનિવારનાં શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. રમેશભાઈ, કિશોરભાઈ, સ્વ. પ્રવિણભાઇ, જીતુભાઈ, રાજુભાઇ તથા ઉષાબેન હરેશકુમાર સોઢાના માતુશ્રી, તે મધુબેન, મનીષાબેન, જલ્પાબેન, વંદનાબેનના સાસુ, તે કૃણાલ, રાહિલ, હર્ષિલ, પ્રાચી તથા બિજલ પંકજકુમાર કોટક, સેજલ શ્યામકુમાર આશર, હેતલ અમરકુમાર શાહ, દિપ્તી સિધ્ધાર્થકુમાર કોરીયાના દાદી તથા દિશાના દાદીસાસુ, તે સ્વ. ગિરધરદાસ સુંદરજી તન્નાના દિકરી. પ્રાર્થનાસભા તા. ૧૬/૯/૨૪, સોમવારના સાંજે ૪.૩૦ થી ૬.૩૦ વાગ્યે વૃંદાવન ગાર્ડન હોલ, ત્રિકમદાસ રોડ, સોના ટોકીઝની બાજુમાં, કાંદિવલી વેસ્ટ.

હાલાઈ લોહાણા
શ્રીમતી હંસાબેન પ્રકાશભાઈ દાસાણી (ઉં.વ. ૬૬) હાલ મુંબઈ, તે પ્રકાશભાઈ વૃજલાલ દાસાણીના ધર્મપત્ની. તે જીજ્ઞેશ અને જયના માતુશ્રી. તે અવની અને નેહલના સાસુ. તે સ્વ. પુષ્પાબેન પરષોત્તમદાસ ઠક્કરના સુપુત્રી. તે સ્વ. ચંદ્રકાન્ત, સ્વ. જયેન્દ્ર, સ્વ. કીરીટ, સ્વ. અશોક, સ્વ. સુધીર, સ્વ. કમલેશ, સ્વ. જ્યોતીના ભાભી. તે કમલેશભાઈ, નીલેશભાઈ, રજનીબેન, માલતીબેન પદમાબેન અને રૂપાબેનના બેન. તે શનિવાર, તા. ૧૪-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા સોમવાર, તા. ૧૬-૯-૨૪ના સાંજે ૫થી ૬.૩૦. ઠેકાણું: હાલાઈ લોહાણા મહાજનવાડી, ૧લે માળે, એસ.વી. રોડ, કાંદિવલી વેસ્ટ, મુંબઈ મુકામે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

ચરોતર રૂખી સમાજ
સ્વ. શ્રી ઝવેરભાઈ ફુલાભાઈ સોલંકી (ઉં.વ. ૮૩) ગામ (કાણીસા) હાલ નાલાસોપારાના રહિશ. તા. ૧૨-૯-૨૪ ગુરુવારના દેવલોક પામ્યા છે. તે શાંતાબેનના પતિ. સુતક-સુવાળા તથા પ્રાર્થનાસભા તા. ૧૬-૯-૨૪ના ૪ વાગ્યાથી ૬.૩૦ વાગ્યે રાખેલ છે. તેમના નિવાસસ્થાને રાખેલ છે. સ્થળ: બી-૪૦૨ પુનમ એમ્પાયર, નાલાસોપારા (વે.).

સંબંધિત લેખો

કપોળ
સિહોર નિવાસી સ્વ. કાન્તીલાલ તાપીદાસ દોશીના ધર્મપત્ની (ઉં.વ. ૯૧) ગં.સ્વ. વસુમતીબેન, તે સ્વ. હર્ષદભાઈ, નયનાબેન, પ્રફુલકુમાર મહેતા, અલકાબેન, કીરીટકુમાર મહેતા, સ્વ. અતુલ તથા સ્વ. જાગૃતિબેનના માતુશ્રી તથા મહેન્દ્રભાઈ, ભરતભાઈ, સ્વ. કૃષ્ણાબેન રમણીકલાલ સંઘવી, સ્વ. લતાબેન ભુપતરાય મહેતાના ભાભી. સ્વ. ભગવાનદાસ લક્ષ્મીદાસ ગોરડીયાની દીકરી. સ્વ. જશવંતભાઈ, રાજેશભાઈ, સ્વ. ધર્મેશભાઈ તથા સ્વ. અરૂણાબેન, રંજનબેનના બેન તા. ૯-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે.

રાઠોડ
ડોમ્બિવલીના રૂપેશ મનોહર રાઠોડ (ઉં.વ. ૩૫) ગુરુવાર, તા. ૫-૯-૨૪ના અવસાન પામ્યા છે. તેઓ નમિતાના પતિ; રિત્વિકના પિતા; દિલીપભાઈના ભાઈ; રાજેશ્રી સંજય તથા પૂજા ગણેશના ભાઈ. તેમની બારમાની વિધિ સોમવાર, તા. ૧૬-૯-૨૪ના બપોરે ૧-૦૦ વાગ્યે રૂમ નંબર-૧૨, ત્રીજે માળે, ઓમ શિવય છાયા બિલ્ડિંગ, ડીએનએસ બૅન્ક પાસે, ડોમ્બિવલી-વેસ્ટમાં રાખેલ છે.

કપોળ
અમરેલી નિવાસી હાલ નવી મુંબઈ સ્વ. ભાનુબેન ચુનીલાલ લવજીભાઈ પારેખના પુત્ર જીતેન્દ્રભાઈ ( (ઉં.વ.૮૧) તે કલ્પનાબેનના પતિ, તે ચેતન પારેખ તથા મનીષા દુગ્ગલના પિતાશ્રી. મીનું ચેતન પારેખના સસરા. દેવ પારેખના દાદા. તથા પરેશ પારેખના ભાઈ શનિવાર, તા. ૧૪-૯-૨૪ ના શ્રીજીચરણ પામેલ છે. સર્વલૌકિક પ્રથા તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

નાઘેર દશા શ્રીમાળી
સીમર નિવાસી હાલ વાશી નવી મુંબઈ, શશીકાંત ભાઈચંદભાઈ વેણી (ઉં.વ. ૮૪) જે સ્વ જડાવબેન ભાઈચંદભાઈના પુત્ર, તે ભાનુબેનના પતિ. જે ગં સ્વ સાધના જીતેશ કામદાર, પીયૂષ, કેતનના પિતાશ્રી. માલા તથા ધ્રુતીના સસરા. સ્વ. વિમળાબેન છોટાલાલ મહેતા, ગં. સ્વ. મંજુલાબેન ચુનીલાલ શાહ, સ્વ. ચંદ્રકાંતભાઈ, ગં. સ્વ. કુસુમબેન વિઠ્ઠલદાસ શાહ, ગં. સ્વ. જસુબેન રમેશભાઈ જુઠ્ઠાણી, જયંત અને પંકજના ભાઈ, સ્વ. લાલદાસ વલ્લભદાસ શાહના જમાઇ. રવિવારના તા. ૧૫.૦૯.૨૪ ના શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વહેવાર બંધ છે.

ઘોઘારી દશા દિશાવળ વણિક
કોળીયાક નિવાસી (હાલ બોરીવલી) મધુકરદાસજી મહેતા(મધુભાઇ) (ઉં.વ.૭૩) શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. દિનુબેન અને સ્વ.વલ્લભદાસ મહેતાના સુપુત્ર, જયોત્સનાબેનના પતિ, ડો.ભાવિશા રવિ ગુગરેના પિતાશ્રી. પ્રેયાના નાનાશ્રી. સ્વ.ઇન્દુબેન ભીખાલાલ મહેતાના જમાઇ. અશ્ર્વિનભાઇ, સ્વ. કિરીટભાઈ, ભામિની પંકજ દોશીના મોટાભાઈ શનિવાર તા. ૧૪/૯/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૧૬/૯/૨૪ સોમવાર ૪ થી ૬ કલાકે કોરાકેન્દ્ર હોલ, કોરાકેન્દ્ર ગ્રાઉન્ડની સામે, આર એમ ભટ્ટડ રોડ બોરીવલી વેસ્ટ રાખેલ છે.

હાલાઈ લોહાણા
શ્રીમતી હીરાલક્ષ્મી જયંતીલાલ ઠક્કર, (ઉં.વ. ૮૭) મૂળ ગામ પોરબંદર, હાલ અંધેરી – મુંબઈ શનિવાર તા. ૧૪/૯/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જયંતીલાલ પ્રભુદાસ ઠક્કરના પત્ની. સુનીલ ઠક્કરના મમ્મી. રશ્મિ ઠક્કરના સાસુ. શુચી હર્ષ મોદી, ક્રિષ્ના શામલ શાહ, ધવલ (મિકી) સુધીર ઠક્કરના દાદી. સ્વ. મૂળરાજ દેવચંદ ચોલેરા, કમલાવતી પ્રવિણચંદ્ર મજીઠીયા, સ્વ. જસવંતી હરેશ ઠક્કરના બહેન. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર બંધ છે.

પચ્ચીસ ગામ ભાટિયા
દિલીપભાઈ હરિલાલ પારેખ, (ઉં.વ.૭૬), તે સ્વ. સરલાબેન હરિલાલ પારેખ (નેગાંધી)નાં પુત્ર. તે સ્વ. જયપ્રકાશ, સ્વ. જયંત, ગં. સ્વ. જયશ્રી શરદ ચાડ, ગં. સ્વ. મીના ભરત ડોસાનાં ભાઈ. નીતા સંજય ખારા, ગં. સ્વ. ગીતા સતીશ જાનીનાં પિતા. સ્વ. જ્યોત્સનાબેન, ગં. સ્વ. બીનાબેનનાં જેઠ-દેર. હર્ષ, ક્રિષ્ના, સ્મિત, દક્ષ, પ્રિયાંક, દર્શન, પરીનાં દાદા. શનિવાર ૧૪-૯-૨૪નાં વિરાર મુકામે શ્રીજીચરણ પામ્યાં છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker