હિન્દુ મરણ
વિનયભાઈ નારણદાસ મર્ચન્ટ તા. ૧૪-૯-૨૦૨૪ના સ્વર્ગવાસ પામ્યા છે. કપિલ, શ્રીમતી સ્મૃતિ દલાલના પિતા, વિજય દલાલ અને રાજશ્રી મર્ચન્ટના સસરા. પૌત્ર રાહુલ, વિનીતિ અને નિયતિના દાદા.
કપોળ
મહુવા નિવાસી હાલ સાયન સ્વ. પ્રમિલાબેન પ્રતાપરાય મોદીના સુપુત્ર રાજેશભાઇ (ઉં. વ. ૭૬) તે કવિતાબેનના પતિ. રીતેશભાઇ તથા હેતલબેનના પિતાશ્રી. અલિશાબેન તથા અમિતકુમારના સસરા. ઇવાના દાદા. શિહોરવાળા સ્વ. યશવંતીબેન રમણલાલ દોશીના જમાઇ. શનિવાર, તા. ૧૪-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).
જનોડ એકડા વિશા ખડાયતા
જનોડ નિવાસી હાલ મુંબઇ ગં. સ્વ. તારાબેન કનૈયાલાલ મણિલાલ શાહ (ઉં. વ. ૯૦) તે તા. ૪-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે અશોકકુમાર, પ્રવિણચંદ્ર, વિજયકુમાર તથા કિર્તીકુમારના માતુશ્રી. વર્ષાબેન, પારુલબેન, મમતાબેનના સાસુ. હિમાંશુ, જયશ્રી, દિવ્યા, ધવલ, આશિષ, ખુશ્બુ, હેતલ, જયના દાદી. કિંજલ, રેશમા, જતીનકુમાર, ભાવિનકુમાર, દિશાંતકુમાર, હિરેનકુમારના વડસાસુ. સ્વ. મધુકાન્તા, સ્વ. સૂર્યાબેન, સ્વ. ભાઇલાલભાઇ, સ્વ. મનહરભાઇના બહેન. પ્રાર્થનાસભા તા. ૧૬-૯-૨૪ના સવારે ૧૦થી ૧૧. ઠે. વૈષ્ણવ સમાજ ભવન, વેંકટેશ પાર્ક, એમ. ટી. એન. એલ.ની સામે, ફાટક રોડ, ભાયંદર (વેસ્ટ).
ઘોઘારી દશા પોરવાડ વૈષ્ણવ વણિક
ચિંચણ તારાપુર હાલ કાંદિવલી ચારકોપ નિવાસી ઉપેન્દ્ર મધુસુદન શાહ (ઉં. વ. ૭૧) તા. ૧૨-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે અનિલાબેનના પતિ. મનન, જિગિષાના પિતા. રશ્મિ, રોનકના સસરા. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
મૂળ ગામ-કચ્છ ઢોરી હાલ થાણે રવિના અક્ષય સચદે (ઉં. વ. ૨૮) તે રાજેશ્રી નીતિન કાનજી સચદેના પુત્રવધૂ. રેખા વિનોદ બોરખતારિયા (ગામ-વેરાવળ)ની સુપુત્રી. હેન્સી અને નેન્સીની માતા. વર્ષા પુનિત સચદેના દેરાણી. પૂજા-પ્રિયા અને સ્વ. પાર્થની બેન ૧૩-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૫-૯-૨૪ના ૫ થી ૭. મુક્તેશ્ર્વર મહાદેવ, ડો. આર.પી. રોડ, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે. (બૈરાઓએ તે જ દિવસે આવી જવું.)
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
સુરત નિવાસી, હાલ સાંતાક્રુઝ, ગં.સ્વ. કલ્યાણીબેન (ઉં. વ. ૮૪) તે સ્વ. શરદ ભાનુપ્રસાદ સ્માર્તના ધર્મપત્ની. તે પ્રિયા, નીપા અને હમીરના માતુશ્રી. તે દેવેન, અનિલ અને અર્ચનાના સાસુ. તે શાંતનુના નાની અને માહીના દાદી. તે સ્વ. અરવિંદ વ્યાસ અને સ્વ. ચંદ્રીકાબેનના સુપુત્રી ૧૩-૯-૨૪ને શુક્રવારે દેવલોક પામ્યા છે. સર્વે લૌકિક ક્રિયા બંધ છે.
કચ્છી ભાટિયા
ગં.સ્વ. દેવહુતી (ઉં. વ. ૮૯) તે સ્વ. જયસિંહ હરિદાસ ભાટિયા (પુરેચા)ના ધર્મપત્ની. તે સ્વ. ચંપાબેન તથા સ્વ. હંસરાજ ત્રીકમદાસ સંપટના પુત્રી. અ.સૌ. ગીતા મિલન આશર અને નિલેશના માતુશ્રી. મિલન જયસિંહ આશર અને અ.સૌ. નેહલના સાસુ. ચિ. દીપ, ચિ. રૂષભ અને ચિ. રિધ્ધીના નાની-દાદી શુક્રવાર ૧૩-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર ૧૫-૯-૨૪ના ૪.૩૦ થી ૬. વિશ્ર્વેશ્ર્વર ભવન, ૧લે માળે, સન્યાસ આશ્રમ, વિલેપાર્લે (પશ્ર્ચિમ). લૌકિક વ્યવહાર બંધ છે.
નડીયાદી દશા શ્રીમાળી
મિનિષ ઈન્દ્રવદન પરીખ (ઉં. વ. ૬૩) તે સ્વ. મધુરીબેન ઈન્દ્રવદન પરીખના પુત્ર. તે પુનિતના પતિ. તે પ્રિતેશ-પ્રાચી નિશિથના પિતા. રીહાનાના દાદા. તે અલ્પાબેન કેતનભાઈ પારેખના ભાઈ ૧૩-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર ૧૫-૯-૨૪ના રોજ સાંજે ૫ થી ૬.૩૦. ઠે. એફ.પી.એચ. ગરવારે હોલ, લાલા લજપતરાય રોડ, લાલા કોલેજની બાજુમાં. મુંબઈ-૪૦૦૦૩૪.
ઈડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
ગામ ગોધમજી હાલ કલ્યાણ નિવાસી શ્રી જગદીશ ભુદરલાલ રાવલ (ઉં. વ. ૭૭) તા.૧૩.૦૯.૨૪ ના અક્ષર નિવાસ થયા છે. તે સ્વ હંસાબેનના પતિ. વૈશાલી અને દીપકના પિતાશ્રી. જય અને શીતલના સસરા. નરેન્દ્રભાઈ, સુમિત્રાબેન, ભગવતીબેન, સરોજબેનના ભાઈ. સ્વ.દામોદર મેહતાના જમાઈ. સંસ્કૃતિના દાદા અને હીરના નાના. તેમની લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી લોહાણા
ગામ અમરેલી નિવાસી હાલ બોરીવલી શ્રી શિવલાલ લાલજી માધાણી (ઉં. વ. ૯૦) તે ૧૩/૯/૨૦૨૪ શુક્રવારના અવસાન પામેલ છે. તે સ્વ.સવિતાબેનના પતિ, સમીર, મયૂરી, ભૂપેશના પિતા, વર્ષા, ભાવિની તથા સ્વ.મયુરકુમારના સસરા. બંસરી હાર્દિકકુમાર દૈયા તથા યશસ્વીના દાદા. ઝરણા તથા જીતના નાના. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.