મરણ નોંધ

હિન્દુ મરણ

ઘોઘારી મોઢ વણિક
સુરેન્દ્રનગર નિવાસી હાલ ઘાટકોપર ગં. સ્વ. કોકીલાબેન દોશી (ઉં. વ. ૮૧) તે સ્વ. ડો. નંદકિશોર ફૂલચંદ દોશીના ધર્મપત્ની. સ્વ. ફૂલચંદ કાળીદાસ દોશીના પુત્રવધૂ. તે ચિ. મુકુન્દ, મહેશ, મનીષના માતુશ્રી. અ. સૌ. વૈશાલી, રૂપલ, દીપાના સાસુબા. ચિ. આયુષી, વત્સલ, પ્રિયાના દાદીબા. તા. ૧૩-૯-૨૪ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. પિયરપક્ષે સ્વ. હીરાબેન ચુનીલાલ પારેખના સુપુત્રી. પ્રાર્થનાસભા તા. ૧૫-૯-૨૪ના રવિવારે ૫થી ૭. ઠે. પાટીદાર વાડી, એલ. બી. એસ. રોડ, ઘાટકોપર, (વે), લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કપોળ
મહુવાવાળા હાલ ઇન્દોર સ્વ. કંચનબેન વૃજલાલ હરગોવિંદદાસ પારેખના મોટા પુત્ર બળવંતરાય પારેખ (ઉં. વ. ૮૮) તા. ૧૨-૯-૨૪ને ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. શૈલેષ પારેખ, વર્ષા ગોરડિયા, પારૂલ મહેતા, મનીષા સંઘવી, કાજલ મહેતા, મેઘલ અસરાનીના પિતાશ્રી. માયા પારેખ, સ્વ. કિર્તીકુમાર ગોરડીયા, સ્વ. દીપકભાઇ મહેતા, મનીષ સંઘવી, મયંક મહેતા, પરાગ અસરાનીના સસરા. વિનીત, શ્રેયા મોદીના દાદા. જાફરાબાદવાળા સ્વ. કુંવરબેન હરજીવનદાસ કેશુરદાસ મહેતાના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
મુળગામ પડોદર હાલ દહીંસર સ્વ. નરોતમદાસ તુલસીદાસ સિરોદરીયા (ઉં.વ. ૭૫) વિનોદભાઈ સિરોદરીયા, સ્વ. નિતીન સિરોદરીયા, ઈન્દુબેન રોહીતકુમાર વિઠલાણીના ભાઈ. સાગર, રોહન, નમ્રતાના પિતાશ્રી. સારિકાબેન, તનવીબેન, અમરકુમાર ગુણવંતરાય ગોવાણીના સસરા. વેનીસાના નાના. ખુશના દાદા. શ્રીજીચરણ પામેલ છે, તેમનું ટેલીફોનીક બેસણુ શનિવારે ૫ થી ૬.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
રાજુલા નિવાસી હાલ કાંદિવલી સ્વ. વસુમતિબેન ભવાનીદાસ મોદીના પુત્રવધૂ તથા પ્રવીણભાઈ મોદીના ધર્મપત્ની અ.સૌ. પ્રતીક્ષાબેન (ઉં.વ. ૬૯) ૯/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ખુશ્બૂ, હેનાના માતુશ્રી. નીરવકુમાર તથા ચિંતનકુમારના સાસુ. કરદેજ નિવાસી હાલ પાર્લા સ્વ. હિંમતલાલ મોહનલાલ મોદીના દીકરી. મહેન્દ્રભાઈ, હિતેનભાઈ, હર્ષાબેનના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રીમાળી સોની
શિહોર નિવાસી સ્વ. સોની પ્રતાપરાય ઝવેરભાઈ મુંજપરાના મોટાજમાઈ ભાવનગર નિવાસી સોની પ્રદીપકુમાર અનંતરાય ચાંપનેરી (ઉં.વ. ૭૫) ૧૨/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે હસુમતિબેનના પતિ. બિપીનભાઈ, અશોકભાઈ, માલતીબેનના બનેવી. પ્રાર્થનાસભા ૧૪/૯/૨૪ના ૪ થી ૬. જૂનું સ્વામિનારાયણ મંદિર, ૬૦ ફિટ રોડ, અંબાડી રોડ, વસઈ વેસ્ટ.
ગુર્જર ક્ષત્રિય કડિયા
મૂળગામ કચ્છ માંડવી હાલ કાંદિવલી સ્વ. વાલીબેન પોપટલાલ નાનાણીના પુત્રવધૂ ગં.સ્વ. ભાનુમતિબેન કિશોરચંદ્ર નાનાણી (ઉં.વ. ૭૭) તે ૧૦/૯/૨૪ના અક્ષરનિવાસી થયેલ છે. ઉર્મિલા, ચંદ્રકાંત, નયના તથા શોભનાના માતુશ્રી. પૂનમ, ભરત ટાંક, શૈલેષ કાચા, શૈલેષ સાગરના સાસુ. દેવાંશ, યશવી, મયુર, નિહાર, ભૂમિ, દિશા, શુભ, દેવ, હિરના બા. પિયરપક્ષે જામનગરવાળા સ્વ. ચંચળબેન મણિલાલ હીરજીભાઈ લાખાણીના દીકરી. સાદડી ૧૪/૯/૨૪ના ૫ થી ૭. અંશુલ હાઈટ્સ, એ વિંગ, બેન્કવેટ હોલ, પહેલે માળે, વસંત કોમ્પ્લેકસ પાસે, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.
દશા નીમા વણિક
બાલાસિનોર નિવાસી હાલ મુંબઈ કનુભાઈ મગનલાલ ધારિયા (સણીયાદવાળા) (ઉં.વ. ૯૨) તે સ્વ. કુમુદબેનના પતિ. ગં.સ્વ. શાંતાબેન તથા ગં.સ્વ. અરુણાબેનના દિયર. ભરત, પંકજ, હરેશ, કલ્પેશ, સંદીપ, નીરેન તથા હિતેષના કાકા. ૧૩/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
મૂળગામ ભાવનગર હાલ કાંદિવલી સ્વ. છગનલાલ મોહનલાલ મંકોડીયાના ધર્મપત્ની હીરાબેન મંકોડીયા (ઉં.વ. ૮૯) ૧૧/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે દિનેશભાઇ, કિશોરભાઈ, મુકેશભાઈ, વનીતાબેન જગડ, સ્વ. ઉષાબેન છાટબાર તથા રંજનબેનના માતુશ્રી. જયશ્રી, હર્ષા તથા દક્ષાના સાસુ. નિશિત, હર્ષલ, ધ્રુમિલના દાદી. સ્વ. પ્રભુદાસ, સ્વ. મોહનભાઇ, ચંપકભાઈ જોગીના બહેન. પ્રાર્થનાસભા ૧૫/૯/૨૪ના ૫ થી ૭. હાલાઇ લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ એક્ષટેનશન રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી વેસ્ટ.
લોહાણા
જેજાદ નિવાસી હાલ કલ્યાણ ગં.સ્વ. કુમુદબેન લાલજીભાઈ સેજપાલ (ઉં.વ. ૯૩) તા. ૧૩/૯/૨૪ના શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. તે અશોકભાઈ, પ્રદીપભાઈ, મીનાબેન પ્રવીણકુમાર રૂખીયાણા, જ્યોતિબેન હેમંતકુમાર ઠક્કરના માતુશ્રી. મીતાબેન તથા રશ્મિબેનના સાસુ. ગોપાલ, હિરલબેન ભાવિક મસરાણી, અંકિત, શ્યામ, પિયુષનાં દાદી. વૈશાલી, સ્વાતિ, પુજા, ચાંદનીનાં દાદીસાસુ. સ્વયમ, ધૂન, હિતાર્થ, અશ્ર્વિની, જેનિકાનાં પરદાદી. પ્રાર્થનાસભા તા. ૧૪/૯/૨૪ના ૪.૦૦ થી ૬.૦૦. માતુશ્રી શ્યામબાઈ લોહાણા મહાજન વાડી, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, કલ્યાણ પશ્ર્ચિમ.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ
ભાવનગર નિવાસી હાલ મુંબઈ સ્વ. અરવિંદભાઈ જેઠાલાલ મકાતીના પત્ની ગં.સ્વ. હંસાબેન (ઉં.વ. ૮૦) તા. ૧૩-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે હેમા, સોનલ, નૈનીશ, વિશાલના માતુશ્રી. મિલનભાઈ, ટ્વિંકલ તથા હેતલના સાસુ. જશ, દેવ, માનસી, મિતેનના દાદી-નાની. ગં.સ્વ. માધવીબેન કિરીટભાઈ તથા કિરણબેન દિપકભાઈના જેઠાણી. સ્વ. વસંતબેન તથા ત્ર્યબંકલાલ કલ્યાણજી શાહ (સુરત)ના સુપુત્રી.
ઝાલાવાડી સઇ સુતાર જ્ઞાતિ
વિંછીયા નિવાસી હાલ ચેમ્બુર મુંબઇ સ્વ. દેવચંદભાઇ વીરજીભાઇ ફોતરિયાના સુપુત્ર સ્વ. ધીરજલાલ ફોતરિયા (ઉં. વ. ૭૮) તે મંજુલાબેનના પતિ. તે જનકભાઇ, અશ્ર્વિનીબેન વિજયકુમાર ઉદેશી તથા મનીષાબેન ફોતરિયાના પિતાશ્રી. વિજય, ઉદેશી અને જાનહવીના સસરા. તે કાંતિભાઇ, મહેન્દ્રભાઇ, મહેશભાઇ, યોગેશભાઇ, પ્રફુલાબેન અશોકકુમાર ગોહિલ, જયશ્રીબેન મહાસુખભાઇ રાઠોડ, ચંદ્રિકાબેન મુકેશકુમાર વાઘેલાના ભાઇ. તે સ્વ. કરસનદાસ અમરશીભાઇ ચૌહાણ (હળવદ)ના જમાઇ તા. ૧૨-૯-૨૪ના ગુરુવારના રામશરણ થયેલ છે. પ્રાર્થનાસભા બન્ને પક્ષ તરફથી તા. ૧૪ સપ્ટેમ્બર ૨૪ના શનિવારના ૪થી ૬. ઠે. લાઇન્સ કલબ ઓફ ઘાટકોપર, ગારોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button