હિન્દુ મરણ
મેઘવાળ
ગામ પાલીતાણા હાલમાં ઘાટકોપર સ્વ. ગોવિંદભાઈ રામજી મહિડા, સ્વ. ગંગાબેન મહિડાના સુપુત્ર લલિતભાઈ (ઉં.વ. ૬૫) તા. ૭/૯/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. વિશ્રામભાઈ ગોહિલ, સ્વ. મધુબેનના જમાઈ. રેખાબેનના પતિ. ભરતભાઈ, સ્વ. મહેશભાઈ, દિલીપભાઈ, શાતાબેનના મોટાભાઈ. ધર્મેશ, હર્ષાબેના પિતાશ્રી. હિરેનભાઈ, સુનીલભાઈના સસરા. બારમાની વિધિ તા. ૧૪/૯/૨૪ શનિવારના સાંજે પાંચ, ગુરુકૃપા ઉગમ હા. સો. ટી, બિ. ૬૭,૩૦૨, સુભાષચંદ્ર બોઝ ગાર્ડનની સામે, ઘાટકોપર ઇસ્ટ.
નાઘેર દશા શ્રી માળી વણિક
ઘાટવડ નિવાસી હાલ પુણે જયંતકુમાર જમનાદાસ શાહ (ઉં.વ. ૭૫) તે શ્રીમતી મંજુલાબેન શાહના પતિ. પોપટલાલ લક્ષ્મીચંદ બખાઈના જમાઈ. સ્વ. વિલાસબેન જગદીશચંદ્ર, દીનાબેન યોગેશકુમાર શાહ, જયશ્રીબેન પ્રવીણભાઈ, બીપીનચંદ્ર જમનાદાસ, ભરતભાઈ જમનાદાસ, રાજેશભાઈ જમનાદાસના મોટાભાઈ. કૌશિકભાઈ, દિપાલીબેન રાજેનભાઈ, જસ્મીનાબેન કૌશલભાઈ, હીનાબેન હાર્દિકભાઈના પિતાશ્રી. મિત્તલબેન કૌશિકભાઈ શાહના સસરા. જનવના દાદા. બુધવાર, તા. ૧૧/૯/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુથાર
સાવરકુંડલા નિવાસી હાલ દહિસર વ્રજલાલ હીરજીભાઈ કવા (ઉં.વ. ૬૭) તે ૧૧/૯/૨૪ના રામચરણ પામેલ છે. તે દક્ષાબેનના પતિ. વિક્રમ, વિભા વિશાલકુમાર હરસોરા તથા મોના અજીતકુમાર પંચાલના પિતા. સ્વ. કેશવભાઈ, જવેરભાઈ, સ્વ. શારદાબેન મગનલાલ, મંગળાબેન મનસુખલાલ, સ્વ. રસીલાબેન મનસુખલાલના ભાઈ. સ્વ. હરિલાલ મોતીલાલ પરમાર વઢવાળવાળાના જમાઈ. સ્વ. ટપુભાઈ ગોવિંદભાઇ સોલંકીના ભાણેજ. પ્રાર્થનાસભા ૧૩/૯/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
લુહાર સુથાર
ગામ મહુવા હાલ બોરીવલી લલ્લુભાઈ ભાણજીભાઇ હરસોરાના ધર્મપત્ની અ.સૌ. મમતાબેન (ઉં.વ. ૬૨) ૧૧/૯/૨૪ના રામશરણ પામેલ છે. તે અલ્પા, જીજ્ઞેશ, પ્રિતેશના માતુશ્રી. કાંતિભાઈ કૈલાશબેન, સ્વ. ભાનુબેન, સ્વ. મંગુબેન, સ્વ. જયાબેન, સ્વ. મંજુબેનના ભાઈના પત્ની. રાધિકા, કિંજલ, સન્નીકુમાર પરમારના સાસુ. સ્વ. જમનાબેન હરજીવનભાઈ ચુડાસમા સાવરકુંડલાની દીકરી. પ્રાર્થનાસભા ૧૩/૯/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
હાલાઈ લોહાણા
હરીપર નિવાસી હાલ મલાડના અ.સૌ. અંજલી સુરેશભાઈ કરસનદાસ પાબારી (ઉં.વ. ૬૫ ) તા. ૧૧-૯-૨૪ના બુધવાર શ્રીજીચરણ પામેલ છે. તે સમીર અને અર્જુનના માતુશ્રી. કોમલ અને મનીષાના સાસુ. જીયા, ટીશા અને પ્રિશાના દાદી. હંસાબેન મોહનભાઈ, સ્વ. કુમુદબેન, સ્વ. પુરષોતમભાઈ, ગં.સ્વ. સરોજબેન જગમોહનદાસભાઈ, જયશ્રીબેન જીતેન્દ્રભાઈ, સ્વ. ઉષાબેન હરીશભાઈના દેરાણી. પિયરપક્ષે સ્વ. કમલાબેન મોહનભાઈ નેરૂરકરના દીકરી. પ્રાર્થનાસભા તા. ૧૪-૯-૨૪ના શનિવારે ૫.૦૦ થી ૭.૦૦. હાલાઈ લોહાણા બાળશ્રમ બેન્કવેટ હોલ, મથુરાદાસ એક્ષટેંશન રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
મૂળ ગામ ગોંડલ હાલ ઘાટકોપર સ્વ. પ્રભાબેન જયંતીલાલ મુળજીભાઈ મણિયારના સુપુત્ર સ્વ. મુકુંદભાઈ મણિયાર (ઉં.વ. ૭૫) તા. ૧૨/૯/૨૪ ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે સરોજબેનના પતિ. વિજય, કાર્તિક, હિનાના પિતા. ચંદ્રિકા, પ્રતીક્ષાના સસરા. જીતેશ મચ્છરના સસરા. જગદીશભાઈ, સ્વ. ભરતભાઈ, કિરણભાઈના મોટાભાઈ. નરોત્તમદાસ દેવચંદ છાટબારના જમાઈ. પ્રાર્થનાસભા: બીએપીએસ સ્વામીનારાયણ સંસ્કાર કેન્દ્ર, તા. ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૪, ૪ થી ૫.૩૦. ૯૦ ફીટ રોડ, લવેન્દ્ર બાગ નજીક, જય ગાયત્રી કૉ.ઑ.હા.સો., ગરોડિયા નગર, ઘાટકોપર (ઈસ્ટ).
સુતાર
હલવદ નિવાસી (હાલ મુંબઈ) ગં.સ્વ. સુશીલા મકવાના (ઉં.વ.૮૩) તે સ્વ. મનહરલાલ મકવાણાના પત્ની. સ્વ. સવિતા નરભેરામ ચૌહાણના પુત્રી. ડૉ. નીતા રાજેન્દ્ર સરૈયા, સ્વ. રીટા, સ્વ. હીના અને ચિ. તૃપ્તિના માતા. તે સ્વરા સરૈયાના નાનીમા. બુધવાર, તા. ૧૧-૯-૨૪ના દેવલોક પામ્યા છે. બેસણું અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
મમીબાઈ જેરામ સેજપાલ ગામ ભૂજવાળાના સુપુત્ર હાલે-ભાયંદર વાલજી જેરામ સેજપાલ (ઉં.વ. ૮૧) તા. ૧૦-૯-૨૪ના રામશરણ પામેલ છે. તે હંસરાજ કાનજી કતીરા ગામ મસ્કાના જમાઈ. મંજુલાબેનના પતિ. રાજેશના પિતા. નિશાબેનના સાસરા. સ્વ. દયારામ, સ્વ. હિરાલાલ, છગનલાલ, સ્વ. બબીબેન, સ્વ. જીવાબેન, સ્વ. તુલસાબેનના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી લોહાણા
મુંબઈ નિવાસી, રેખા ઠક્કર (ઉં.વ. ૮૯) તે સ્વ. મહેન્દ્ર વ્રજલાલ ઠક્કરનાં ધર્મપત્ની. સ્વ. પાર્વતી ને સ્વ. પ્રાગજી મકનજી સેજપાલનાં સુપુત્રી. સ્વ. મેહુલ અને મયંકનાં માતુશ્રી. લીના મયંક ઠક્કરનાં સાસુ. યશ અને રિશીનાં દાદી. તા. ૧૦ સપ્ટેમ્બર, ૨૪ના શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તા. ૧૩ સપ્ટેમ્બર, ૨૪ની સાંજે ૫થી ૬.૩૦, શંખ હોલ, ઈસ્કોન, જુહુ, મુંબઈ-૪૦૦૦૪૯.
હાલાઈ લોહાણા
ગં.સ્વ. દેવ્યાનિબેન વિઠ્ઠલદાસ કુંડલિયા (જટનિયા) (ઉં.વ. ૯૨) (દ્વારકા-વરવાળા વાળા) હાલ વિલેપાર્લે તા. ૧૧-૯-૨૪ના અવસાન પામેલ છે. તે અશોકભાઈ, અજીતભાઈ, સ્વ. નીતિનભાઈ, અનિલભાઈના માતુશ્રી. સ્વ. મગનલાલ કુંડલિયાના ભાભી. સ્વ. ગીરધરદાસ ઠક્કરના દીકરી. લૌકિક પ્રથા બંધ છે.