મરણ નોંધ

હિન્દુ મરણ

પ્રદિપભાઈ ચંપકલાલ પારેખ (ઉં. વ. 78) તે સ્વ. હંસાબેનના પતિ અને સ્વ. હરકિસનભાઈ, સ્વ. ભાનુબેન, દિનેશભાઈ, સુમનભાઈ, મહેશભાઈ અને રશ્મિકાંતના ભાઈ. પ્રમિલા, વીણા, મનીષા અને લતાના જેઠ. જસ્મીના, કૃપા અને હેતલના પિતા. લોમેશ મહેતા, સંજય શેઠ, નિમેષ શેઠના સસરા. શામજી ગિરધર શેઠના જમાઈ 9-9-24ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે.બી-402 શુભમ કોપરેટીવ હાઉસિંગ સોસાયટી, બિહાઈન્ડ દિવ્યા ગુંજન સોસાયટી, ચારકોપ, કાંદીવલી વેસ્ટ.
ગામ ચૂડા, હાલ કાંદિવલી ચારકોપ સ્વ.દેવજીભાઈ પરમાર (ઉં. વ. 68) તા. 7-9-24ના રામચરણ પામ્યા છે. રામજીભાઈ શામજી પરમાર અને સ્વ.વાલીબેન પરમારના પુત્ર. સ્વ. રાઘવભાઈ ઉકા સોલંકી અને સ્વ લક્ષ્મીબેન સોલંકીના જમાઈ. મંજુલાબેનના પતિ. સ્મિતા, હિતેશ, જ્યોતિ અને ઉર્મિલાના પપ્પા. તા.11/9/24 શ્રી તથા ભાટિયા પંચાયત હોલ, કાંદિવલી (પશ્ચિમ), બારમાની વિધિ
રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ લખપત (કોટેશ્વર)વાળા સ્વ. દીનદયાલ ડુંગરશી કારીયા (લખપતીયા)ના મોટા પુત્ર વિક્રમભાઈ (ઉં. વ. 72) 7-9-24ના રામશરણ પામેલ છે. (હાલે વિરાર) તે પ્રેમાબહેનના પતિ. ગાયત્રી વિપુલ કોટક તથા કેતનના પિતા. ધવલ તથા વિશાલના નાના. માધવજી વેલજી રાયચના (મોટા સાડિયા)વાળાના જમાઈ. સ્વ. જયશ્રી કિર્તી કાપડીયા, સ્વ. વિનયના ભાઈ. સાદડી રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
પુષ્કર્ણા બ્રાહ્મણ
પોરબંદર નિવાસી હાલે ઘાટકોપર-મુંબઈ, રેખાબેન જોશી તે કિશોર નરોતમ જોશી (વ્યાસ)ના ધર્મપત્ની. સ્વ. કંચનબેન શાંતિલાલ દોશીના દીકરી. નિકુંજ અને હિમાંશુના માતુશ્રી. ધ્વનિ અને કૃતિના સાસુ. શોભા મહેન્દ્ર દેલીવાલાના બેન. મીસ્ટી, માયરાના દાદી. પ્રાર્થનાસભા 10-9-24ના 4 થી 5.30 સ્વામી નારાયણ મંદિર, 90 ફિટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ).
કચ્છી રાજગોર
ગં. દેવમણી જોશી ગામ લાખીયાર વીરા હાલ થાણા નિવાસી (ઉં. વ. 95) તે સ્વ. લીલાધર જોશીના ધર્મપત્ની. તે સનત અને હેમંતના માતુશ્રી. કસતુર અને લતાના સાસુજી. સ્વ. મમુ લધા જોશી ગામ ભાડરાના પુત્રી. સ્વ. પરસોતમભાઈ, સુરજીભાઈ અને કાનજીભાઈના બેન 6-9-24ના સ્વર્ગવાસ થયેલ છે. પ્રાર્થનાસભા 11-9-24ના 4 થી 6. ઠે.શ્રી કચ્છી રાજગોર મિત્ર મંડળ, રૂમ નં.6, 2જો માળો, લવકુસ બિલ્ડીંગ, એમ.બી. રોડ, મુલુન્ડ (વેસ્ટ).
હાલાઈ ભાટિયા
ગં.સ્વ. ભાનુબેન વેદ (ઉં. વ. 82) 6-9-24ના શ્રીજીના ચરણ પામેલ છે. તે સ્વ. મથુરાદાસ મોરારજી વેદની પુત્રવધૂ. સ્વ. રતનબાઈ રણછોડદાસ આશરની પુત્રી. સ્વ. નવીનકાંતના ધર્મપત્ની. અ.સૌ. અમીતા, મહેન્દ્ર સંપટ, અ.સૌ. ધર્મિષ્ઠા હરેશ આશર, અ.સૌ. મનીષા મનોજ આશર તથા અ.સૌ. અર્ચના વિજય આરેકરના માતુશ્રી તથા હાર્દિક, કિંજલ, વિરલ, રીમા, વર્ષા, ગાયત્રીના નાની. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
હાલાઈ ભાટિયા
પારૂલ (પન્ના), નરેન્દ્ર કાપડિયાના પત્ની. સ્વ. જયાબેન (લીલીબેન) જયસિંહ કાપડિયાના પુત્રવધૂ. સ્વ. નીલુબેન લક્ષ્મીદાસ (કાકુભાઈ) નેગાંધીના પુત્રી. મહેન્દ્ર નેગાંધીના બેન. માલતી દિલીપ ભાટિયા, શકુંતલા અજીત આશર, ભરતભાઈ, ઉષા મહેન્દ્ર નેગાંધી, નલિની કિરણ વેદના ભાભી 8-9-24ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નાધેર દશાશ્રીમાળી વણિક
ગાંગડા નિવાસી હાલ વિલેપાર્લા કાંતાબેન (ઉં. વ. 87) તે સ્વ. ચુનીલાલ માલજી શાહના ધર્મપત્ની. તે ગાંગડાવાળા સ્વ. વ્રજલાલ મોહનલાલ, સ્વ. ઠાકોરભાઈ, સ્વ. નર્મદાબેન લાલદાસ, સ્વ. અજવાળીબેન જયચંદ મહેતા, સ્વ. હંસાબેન હરખલાલ ગાંધીના નાના બેન 7-9-24 શનિવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
સ્વ. સુધાબેન લક્ષ્મીદાસ મોદીના જયેષ્ઠ પુત્ર નરેશ મોદી માટુંગા નિવાસી (ઉં.વ.66) તે અલકાબેનના પતિ. અર્જુનના પિતા. તે વિરાલીના સસરા. તે સ્વ. બેહચરદાસ ઠક્કર (અમદાવાદ)ના જમાઇ. તે પ્રવીણાબેન બિપીનભાઇ માણેક. શીલાબેન પંકજભાઇ જસાણી. સ્મિતાબેન ગુલામભાઇ મઢિયાના ભાઇ. રવિવાર તા. 8-9-24ના મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. ઠા. ગુલાબરાય કાનજી રામજી અનમ ગામ ગુંદાલા હાલ માટુંગાના ધર્મપત્ની ગં. સ્વ. પ્રભાવતીબેન (ઉં. વ 92) તે સ્વ. પાર્વતી દયારામ રાચ્છ ગામ કુકમાના પુત્રી. તે પ્રતિમા, હર્ષા મુકેશ, નંદિની કિરણ, માલિની કિશોર, પૂર્ણિમા નીતિન, ભાવેશ ને જીજ્ઞાના માતુશ્રી. ફાલ્ગુનીના સાસુ. સ્વ. ભગવાનદાસ, નટવરલાલ, મહેશભાઇ, પ્રફુલ્લાબેન, અર્જુન, ઇન્દિરાબેન દલીચંદ, પુષ્પાબેન ધીરજલાલ, ચંદ્રિકાબેન ડુંગરશીના ભાભી. સ્વ. નરસીદાસ, નવીનભાઇ, લીલાવતી મુળજીભાઇ, શાંતાબેન જમનાદાસ, સાકરબેન દેવજી, પ્રેમાબેન શીવજી, ગં. સ્વ. રતનબેન લવજીભાઇના બેન. તા. 4-9-24ના બુધવારે શ્રીરામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ ભાટીયા
મુંબઇ નિવાસી હિતેશ કિરીટભાઇ વેદ (ઉં. વ.47) તા. 8-9-24ના શ્રીજીચરણ પામેલ છે. તે ગં. સ્વ. મીનાબેનના પુત્ર. તે બીજલ પ્રકાશ ગાંધીના ભાઇ. તે સ્વ. કનુભાઇ, રમેશભાઇ, હરેશભાઇ, વાસંતિ અરવિંદ આશરના ભત્રીજા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
નાગપુર નિવાસી, હાલ મીરા રોડ ગં.સ્વ.ઈન્દીરાબેન રાજા (ઉં. વ. 76) તે સ્વ.વસંતરાય છબીલદાસ રાજાના પત્ની. પિયરપક્ષે સ્વ.રમણીકલાલ તન્નાના સુપુત્રી. મનોજ, દિપાલી અને ધર્મેશના માતુશ્રી. ઉપેશકુમાર લાખાણી, મમતા, મીનાના સાસુ. ધ્રુવ તથા દિશિતાના દાદી. વૈભવ, વૈભીવીના નાની તા.5/9/24ના શ્રીજીચરણ પામેલા છે. પ્રાર્થનાસભા તા.10/9/24 મંગળવાર 5થી 7. ઠે. શ્રી સ્વામી નારાયણ મંદિર વડતાલ, ફેઝ – 3, પૂનમ નગર, શાંતિ પાર્ક, એચ.ડી.એફ.સી. બેંકની નજીક. મીરા રોડ (ઈસ્ટ).
હાલાઇ લોહાણા
વલ્લભદાસ જમનાદાસ રાજાણી (ઉં. વ. 97) મૂળગામ વાંસજાળીયા હાલ મલાડ 8/9/24 રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ.રાધાબેનના પતિ. સ્વ.મોરારજીભાઈ, સ્વ.ગોવિદજીભાઈ, ઓધવજીભાઈ, ત્રિભોવનભાઈ, સ્વ.પ્રભુદાસભાઈ અને દયાળજીભાઈના મોટાભાઈ. નિર્મલાબેન ધનસુખલાલ, ગોપાલભાઈ, ચંદ્રિકાબેન વિનોદરાય, ઉષાબેન રાજેન્દ્ર, અનિલભાઈ, અતુલભાઈના પિતા. ગીતાબેન, જ્યોતિબેન, આરતીબેનના સસરા. તેજસ, કૃણાલ, અર્જુન, પ્રીત, ક્રિષ્ના, રચના, પ્રણાલી, મનાલી, બિનલ અને રાજવી ના દાદા. પ્રાર્થનાસભા 10/9/24 મંગળવાર 5 થી 7. લોહાણા મહાજનવાડી, પહેલે માળે, એસ.વી. રોડ, શંકર મંદિર પાસે, કાંદિવલી (વેસ્ટ).
હાલાઇ ભાટિયા વૈદવાળા
જયસિંહ રામદાસ ઉદેશી (ઉં. વ. 69) તે રામદાસ જેઠાભાઇ ઉદેશીના પુત્ર. કીર્તિના પતિ. સ્વ.વિજયસિંહ, કુંદનબેન, કિશોરીબેનના ભાઈ. માધવ તથા અનેરીના પિતા. ખટાઉ મનુભાઈ વૈદના જમાઈ. 6/9/24ના કાંદિવલી મુકામે શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા મોઢ માંડલીયા વણીક
વાંકાનેર નિવાસી હાલ મુંબઈ દિલીપ મોદી (ઉં. વ. 78) ધનકુંવરબેન તથા મથુરાદાસ ભાઈચંદ મોદીના સુપુત્ર તા. 8-9-24ના શ્રીજીચરણ પામેલ છે. તે રેખાબેન, પ્રજ્ઞાબેન તથા મુકેશભાઈના મોટાભાઈ. રૂપાબેનના જેઠ, બાબુલ, સ્મ્રીતી, રીકેન અને અદીતીના કાકા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Related Articles

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker