હિન્દુ મરણ
મૂળ ગામ વેરાવળ, કાંદિવલી, મુંબઈના શ્રી કેશવલાલ જાદવજી ગણાત્રાના પુત્ર શ્રી પ્રવિણકુમાર કેશવલાલ ગણાત્રા, શ્રીમતી હંસાબેન ગણાત્રાના પતિ. ડો.મનીષ ગણાત્રા, અનિશ ગણાત્રાના પિતાશ્રી, ડો.કવિતા ગણાત્રા, ભવ્યમ ગણાત્રા સસરા, ડો. દેવાંશ ગણાત્રા, હર્ષ ગણાત્રાના દાદા અને શ્રી શાંતિલાલ કાછેલા, શ્રીમતી કાશીબેન કાછેલાના જમાઈ તા. ૦૭.૦૯.૨૪ ના રોજ સ્વર્ગસ્થ થયા છે. લોકિક વ્યવહાર બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારશે બ્રાહ્મણ
પાલિતાણા હાલ મહુવા નિવાસી ચંદ્રકાન્તભાઈ દુર્ગાશંકર ભટ્ટ (ઉં. વ. ૮૬) તા. ૬-૯-૨૪ ને શુક્રવારે કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. ચંદ્રિકાબેનના પતિ. સુધીર-હર્ષા, જય-જાગૃતિ, બ્રહ્માકુમારી પ્રીતિબેનના પિતા. ઉસરડ નિવાસી હાલ વડાલા (મુંબઈ) સ્વ. ટપુલાલ માવજી બધેકાના જમાઈ. સ્વ.મનહરભાઈ, કશ્યપભાઈના બનેવી. ધર્મિલ, શૈલજાના દાદા. સ્વ. અનંતરાય મોનજી પંડ્યા તથા સ્વ. જગદીશચંદ્ર નંદલાલ જાનીના વેવાઈ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૯/૯/૨૪ના સમય સાંજે ૪થી ૬. ઠે. ૨૨, વી ટી નગર, મહુવા ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા ધાર્મિક સ્થળે રાખેલ છે.
કચ્છ વાગડ લોહાણા
જાટાવાળા હાલ થાણાના દીપ સુરેશભાઈ ઠક્કર તે શુક્રવાર તારીખ ૬/૦૯/૨૦૨૪ના પરમધામ પામેલ છે. તે મીરાબેન સુરેશભાઈ ઠક્કરના પુત્ર, હીરાબેન વીરજીભાઈ ધારશીભાઈ ઠક્કરના પૌત્ર, પ્રભાબેન અંબાલાલ પાનાચંદ પુજારાના દોહીત્ર, ઉદયના ભાઈ, નયના નટવરલાલ, રેખાબેન શાંતિલાલ, હીનાબેન શંકરલાલ, કાજલ જીતેન્દ્રભાઈ, ચેતના ભરતભાઈ પૂજારા અને ચંદ્રિકા વસંતલાલ ભીંડેના ભત્રીજા. મનીષભાઈ, માધવી હિતેશ ચંદારાણા, મંદાકિની નૌશાદ, ધરતી રવિભાઈ ખટાઉના ભાણેજ. તેમની પ્રાર્થના સભા સોમવાર તારીખ ૯/૦૯/૨૦૨૪ સાંજના ૫:૩૦ થી ૭:૦૦ કલાકે એનકેટી થાણાવાલા કોલેજ સભાગ્રહ, કલેક્ટર કાર્યાલયની પાછળ થાણે (વેસ્ટ) ખાતે રાખેલ છે.
લેઉઆ પટેલ
ગામ અમરાપુર ધનાની નિવાસી હાલ ઘાટકોપર-મુંબઇ ડોકટર હસમુખભાઇ પટેલ (ઉ. વ. ૭૨) તે સ્વ. પદમાબેન અને લવજીભાઇ ગોકુળભાઇ પટેલના સુપુત્ર. દક્ષાબેનના પતિ. નિરવના પિતાશ્રી. અને અ.સૌ. ધર્મિષ્ઠાના સસરાજી તા. ૬-૯-૨૪ શુક્રવારના રોજ દેવલોક પામ્યા છે. તેમનું બેસણું તા. ૯-૯-૨૪ના સોમવાર ૪થી ૬. ઠે. સ્વામીનારાયણ સંસ્કાર કેન્દ્ર, ૯૦ ફીટનો રસ્તો લેવેન્ડર બાગ નજીક, ગરોડિયા નગર, ઘાટકોપર (પૂર્વ).
ગોહિલવાડ દશા શ્રીમાળી વણિક
દિહોર નિવાસી હાલ મુલુંડ સ્વ. નર્મદાબેન કુંવરજી વલ્લભદાસ સરવૈયાના પુત્ર. કાંતિલાલ કુંવરજી સરવૈયા (ઉં. વ. ૧૦૪) તા. ૬-૯-૨૪ના અક્ષરધામ પામ્યા છે. તે સ્વ. ભાનુમતીના પતિ. ચિ. કામિની રજનીકાંત પારેખ, વિરેશ, રાજેશ, તથા સ્નેહા કનૈયાલાલ ભટ્ટના પિતા. તે સ્વ. સવિતાબેન તારાચંદ લલ્લુભાઇ દાણીના જમાઇ. તે સ્વ. હરકિશનદાસ, સ્વ. વસંતરાય, સ્વ. જશુમતીબેન, સ્વ. ભૂપેન્દ્રભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ તથા પદમાબેન મહેતાના ભાઇ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. કાન્તાબેન સુંદરજી પૌઆ (ઠક્કર)ના જયેષ્ઠ પુત્ર પ્રભુદાસ (અનુભા) સુંદરજી પૌઆ (ઉં. વ. ૭૮) કચ્છ ગામ વારાપધ્ધર હાલે મુલુંડ તે સ્વ. પુષ્પાબેનના પતિ. તે સ્વ. ગોદાવરીબેન શિવદાસ રૂપારેલ કચ્છ ગામ બરંદા હાલ મુલુંડવાલાના જમાઇ. તે દિવ્યા સંજયભાઇ તન્ના, કાજલ અમિતભાઇ રાજલ, અંજના ઠક્કર, વિભા વિશાલભાઇ બડીયાના પિતાશ્રી. તે સ્વ. મોહનભાઇ, પ્રકાશભાઇ, સ્વ. પ્રદીપભાઇ, ભરતભાઇ, ચેતનભાઇ, મનીષભાઇ, પ્રેમલતા, હેમાબેન, હર્ષાબેન, કોકીલાબેનના ભાઇશ્રી. શુક્રવાર તા. ૬-૯-૨૪ના રામશરણ પામ્યાં છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૯-૯-૨૪ના સાંજે ૫.૩૦થી ૭. ઠે. બ્રહ્માંડેશ્ર્વર ભક્ત મંડળ, નહેરુ રોડ, (આર્ય સમાજ હોલ પાછળ) મુલુંડ (પશ્ર્ચિમ). લૌકિક વ્યવહાર બંધ છે, બહેનોએ તેજ દિવસે આવી જવું.
કચ્છી લોહાણા
સ્વ. રામાબાઇ તુલસીદાસ મુરજી ચંદે ગામ કચ્છ મઊંના સુપુત્ર સ્વ. દામજીભાઇ (ઉં. વ. ૭૭) હાલ કોપરખૈરના. તે સ્વ. પુષ્પાબેનના પતિ. તે ગં. સ્વ. મંજુલાબેન વિઠ્ઠલદાસ કોઠારી સ્વ. સાકરબેન નારાયણજી ઠક્કરના ભાઇ. તે સ્વ. જાદવજી દેવજી ભગદે કોઠારાવાળાના જમાઇ. તે જયેશ, અનીષ, મનીષ, લીનાબેન જનકભાઇ મહીધર, પૂજાબેન અતુલભાઇ સચદેના પિતા. તે કંચન, ચેતના, કરીશ્માબેનના સસરાજી. તે હર્ષલ, ક્રીષ્ણા, જેમીલના દાદાજી. તા. ૫-૯-૨૪ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૯-૯-૨૪ના સોમવારે સાંજે ૫.૩૦થી ૭. ઠે. લોહાણા સમાજ કોપર ખૈરના, સેકટર-૧૦, નવી મુંબઇ, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદિચ્ય સહસ્ત્ર ચીભડિયા બ્રહ્મસમાજ
મુંબઇ (મૂળ ગામ રંગપર) ગુણવંતરાય રતિલાલ જોષી (ઉં. વ. ૭૫) તે સ્વ. રતીલાલ વેલજીભાઇ જોષીના પુત્ર. તે સ્વ. શિવશંકરભાઇ, હસમુખરાય, ધર્મિષ્ઠાબેનનાં ભાઇ તથા મનીષભાઇ, નિતલબેનના પિતાશ્રી. તે પૂનમબેન જોષી, વિપુલકુમાર આચાર્યના સસરા. અશોકભાઇ, મૌલીકભાઇનાં મોટા બાપુજી. તે સ્વ. કાંતિલાલ જમનાદાસ ઠાકર (અમરેલી)ના જમાઇ. તા. ૫-૯-૨૪ના ગુરુવારે અવસાન પામેલ છે. બેસણું તા.૯-૯-૨૪ના સોમવારે સાંજે ૫થી ૭. ઠે. શાંતિધામ, (મુક્તિધામ) પારસી વાડા, ચકાલા હાઇવેની બાજુમાં, અંધેરી (ઇસ્ટ).
દશા સોરઠિયા વૈષ્ણવ વણિક
સડોદર નિવાસી હાલ ઘાટકોપર મુંબઇ સ્વ. જડાવબેન ઝવેરચંદ નાનજી સાંગાણીના સુપુત્ર ચી. જયંતીલાલ સાંગાણી (ઉં. વ. ૮૪) તા. ૬-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મધુબેનના પતિ. દર્શના ધર્મેશ શેઠના પિતાશ્રી. ચી. કુજ, હર્ષલના નાના. સ્વ. નવનીતભાઇ, સ્વ. અમૃતલાલ, સ્વ. કેશવલાલ, સ્વ. રમેશભાઇ, વસંતભાઇ, પ્રવીણભાઇના ભાઇ. ગુલાબબેન પ્રભુદાસ ભુપતાણીના જમાઇ. સાદડી અને લોકિક પ્રથા બંધ રાખેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
મહુવા નિવાસી હાલ ચેમ્બુર (મુંબઇ) પ્રભાબેન (ઉં. વ. ૯૦), તે સ્વ. મનસુખલાલ બાલુભાઇ શેઠના ધર્મપત્ની. મહેશ, નીલા, મુકુલના માતુશ્રી. હર્ષ, જયશ્રી, બીપીનભાઇ મોદીના સાસુ. સ્વ. વલ્લભદાસ ઓધવજી પારેખના દીકરી. રાહુલ, ફોરમ, હેતલ, સેજલ, બીજલના દાદી. નિશા, જતીનભાઇ દોશી અને પ્રણવના નાની. તા. ૫-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી વણિક
હાંસોટ નિવાસી હાલ બોરીવલી કલાવતી શેઠ (ઉં. વ ૯૪) તે સ્વ. બાબુલાલ ચુનીલાલ શેઠના ધર્મપત્ની. હર્ષદા, બંકિમ, સુધીર તથા નીતીનના માતુશ્રી. હર્ષા, કલ્પના અને વર્ષાના સાસુ. ઉર્વશી, શિવાનીના દાદી. સ્વ. રમણલાલ ચં. દેસાઇના બેન. તા. ૬-૯-૨૪ના શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી લોહાણા
ગં. સ્વ. મુકતાબેન કારીયા, તે સ્વ. કેશવલાલ કારીયાના પત્ની. દિલીપ, માયા તથા રેખાના માતા. અ. સૌ. કૈલાશ, શૈલેષભાઇ તથા રોહિતભાઇના સાસુ. સેજલ રાજીવ ઠકકર, કુશલ, ફાલ્ગુનીના દાદી. તથા સોરિન, વિભૂતી, હર્ષના નાની. સ્વ. દામજીભાઇ તન્નાની પુત્રી તા. ૫-૯-૨૪ના ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા હરી મહાદેવ વૈદયા હોલ, શિવાજી પાર્ક, દાદર સાંજે ૪.૩૦થી ૬, સોમવાર તા. ૯-૯-૨૪ના રાખેલ છે.
કચ્છી ભાટીયા
માધવસિંહ ઠાકરશી આશર (બાબુભાઇ) તે સ્વ. ઠાકરશી લક્ષ્મીદાસ કચરાણી (કચ્છ-માંડવી)નાં પુત્ર. ગં. સ્વ. વનલીલાનાં પતિ. સ્વ. વાલજી, ભીમજી જેસરાણીનાં જમાઇ. તથા જયેશ, પ્રીતિ અને અમિતનાં પિતા. તા. ૫-૯-૨૪ના ગુરુવારના દિને લંડન મુકામે શ્રીજીનાં ચરણ
પામેલ છે.
હાલાઈ લોહાણા
સ્વ.હેમલતાબેન કાંતિલાલ ડાયાલાલ જોબનપુત્રા (રાજકોટ) ના સુપુત્ર હરીશભાઈ ( ઉંમર વર્ષ ૬૪ )તે ભાવનાબેન ના પતિ, ચી. સ્મિત ,ચી. આશિતાના પિતા તા. ૬ સપ્ટેમ્બર ૨૦૨૪ શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે તે પ્રફુલ્લાબેન તરુણકુમાર પલાણ, પ્રકાશભાઈ, સ્વ. ભૂષણભાઈ તથા ભાવેશભાઈના ભાઈ તે સ્વ.લલીતાબેન વલ્લભભાઈ મૂળજીભાઈ તન્નાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા બંને પક્ષની તા. ૯/ ૯/ ૨૦૨૪ ના સોમવારના રોજ સાંજે ચાર થી છ દરમિયાન રાખેલ છે. ઠે. હાલાઈ લોહાણા મહાજન વાડી, શંકર મંદિરની બાજુમાં, કાંદીવલી પશ્ર્ચિમ, મુંબઈ ૪૦૦૦૬૭. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા વિશાવળ વણિક
ઘોઘા નિવાસી હાલ મીરારોડના સ્વ. નિર્મલાબેન તથા વ્રજલાલ મણિલાલ મહેતાના પુત્રવધુ દક્ષા સંજય મહેતા (ઉં.વ.૫૮) તા. ૪/૯/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે જીલ અશ્ર્વિનકુમાર જૈન, યેશા ઝુબેરકુમાર શેખ તથા ભાવિના માતુશ્રી, શારદાબેન તથા પોપટલાલ ત્રિવેદીના સુપુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નવગામ ભાટીયા
ધ્રોળ નિવાસી, હાલ બોરીવલી , ગં.સ્વ. તારાબેન, ઉંમર વર્ષ ૯૧, તે સ્વ. ચુનીલાલ મોરારજી ગોકળગાંધીના ધર્મપત્ની, તે સ્વ. મહેન્દ્રભાઈ, શ્યામભાઈ , શૈલેષભાઈ, આનંદ, વિક્રમ, અ.સૌ. નિરંજના હર્ષદ નેગાંધી, સ્વ. નયના રાજેશ રાયગગલા, રીટા શૈલેષભાઈ ઉદેશી અને તૃૃષા પરાગભાઈ વેદના માતુશ્રી, તે સ્વ. રતનબેન નાનાલાલ તથા ગં. સ્વ. ઇન્દુબેન કાંતિલાલ ગોકળગાંધીના બંધુપત્ની, તે સ્વ. કુમનદાસ , સ્વ . કૃષ્ણકાંત વેદ, ગં. સ્વ. મંજુલાબેન સુજનલાલ સંપટના બહેન, તે સ્વ. પદમાબેન, સુષ્માબેન, નયનાબેન, મીતાબેન તથા પ્રીતિબેનના સાસુ, તે સ્વ.કલ્પેશ, સ્વ. ચિરાગ , પ્રણવ , શીલ, રચના ,ખુશ્બુ ,દેવેશ, દ્રષ્ટી, ખુશાલી, દર્શન, સ્વ. ખ્યાતિ, ઉત્સવ, સંકેત, ધારા અને પાર્થના દાદી /નાની, શનિવાર તારીખ ૦૭/૦૯/ ૨૪ ના રોજ શ્રીજીનાચરણ પામ્યા છે. દેહદાન તથા ત્વચાદાન કરેલ છે. પ્રાર્થનાસભા સોમવાર તારીખ ૦૯/૦૯/ ૨૪ ના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૩૦ સ્વામિનારાયણ બીએપીએસ મંદિર હોલ, અજમેરા સ્કૂલની સામે, યોગીનગર, બોરીવલી વેસ્ટ, લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ રાજકોટના ડોમ્બિવલી રહેવાસી હાલ અમદાવાદ, સ્વ.રમેશભાઈ પ્રાણજીવનદાસ સેજપાલ (ઉંવ ૭૩) તા.૭.૯.૨૪ ને શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તે સ્વ.કસ્તુરબેન પ્રાણજીવનદાસ ના પુત્ર. તે આશાબેન ના પતિ. તે સ્વ.મીનાબેન, નીતિનભાઈ ના મોટાભાઈ. તે કમળાબેન હરિલાલ તન્ના (કલ્યાણ) વાળા ના જમાઈ. તે હેતલબેન સોઢા, બંટીભાઈ ના પિતાશ્રી. તે સંજય કુમાર સોઢા તથા પુત્રવધૂ ગીતાબેનના સસરા અને સાર્થક રાજના નાના. તેમની લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ
ખાંભા નિવાસી સ્વ. શશીકાંતભાઈ અજમેરાના નાના ભાઈ અનિલ બાવચંદ અજમેરાના ધર્મપત્ની ભારતીબેન (ઉ.વ. ૬૪) તા.૬-૯-૨૪ ના શ્રીજી ચરણ પામેલ છે ભાવિક તથા નેહલ મોદીના કાકી. ચંદ્રિકા મહેતા તથા સ્વ. રેખાબેન પારેખના ભાભી, સાસરા પક્ષે દીનાબેન જયંતીલાલ કામદારના પુત્રી, બીનાબેન ,શૈલાબેન ,રશ્મિબેન, નીતાબેનના મોટા બેન, લૌકિક વ્યવહાર બંધ છે
કચ્છ કડવા પાટીદાર
સ્વ.અરવિંદ નારાયણ કાનજી જબુઆણી, (ઘણસોલી – નવી મુંબઈ, થાણા (કચ્છ ગામ-દોલતપર) ઉંમર વર્ષ ૫૨, જે શુક્રવારે રાત્રે ૧૧ વાગ્યે રામશરણ પામેલ છે. રંજનાબેનના પતિ, નારાયણ કાનજી જબુઆણી ના પુત્ર, ધિરજભાઈ અને સંગીતાબેનના ભાઈ, જે જીત અને કાજલના પિતા, જે ડાહ્યાભાઈ,રવજીભાઈ, હરેશભાઈ અને કીર્તિભાઈના ભત્રીજા.તેમની પ્રાર્થનાસભા તા.૧૦/૯/૨૦૨૪ ને મંગળવારે બપોરે ૩.૩૦ થી ૫ વાગ્યે રાખેલ છે. સ્થળ: શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજવાડી, લેવીનો કપુર કમ્પાઉન્ડ, કેસર મિલ, થાણા વેસ્ટ
લુહાર સુથાર
ગામ મહુવાવાળા હાલ વિલેપાર્લા વેસ્ટ, પ્રભાવતીબેન અમૃતલાલ સોલંકી, તે સ્વ. અમૃતલાલ ચકુભાઈ સોલંકીના ધર્મપત્ની, (ઉ.વ. ૮૪) તા. ૦૬-૦૯-૨૦૨૪ના અક્ષરનિવાસી થયા છે. ત્થા સ્વ. ચન્દ્રકાન્તભાઈ, સ્વ. હસમુખભાઈ, અશોકભાઈ, પ્રદિપભાઈ, કોકિલાબેન ધીરજલાલ હરસોરાના મોટાભાભી. પ્રતિકભાઈ, ધર્મેશભાઈ , સ્વ. મનિષભાઈ, જીગ્નેશભાઈ, જ્યોતિબેન મુકેશકુમાર હરસોરાના મોટાબા તથા નીતાબેન, ભારતીબેનના સાસુ, ત્થા જયસુખભાઈ ત્રીભોવનભાઈ, ગીરધરભાઈ, હિમ્મતભાઈ, છગનભાઈ પરના મોટાબેન.
કપોળ
રાજુલાવાળા હાલ કાંદિવલી સ્વ. મહેન્દ્રભાઈ નરસીદાસ દોશીના ધમપત્ની ગં.સ્વ. ભારતીબેન, (ઉં.વ. ૭૫, તા. ૦૬-૦૯-૨૦૨૪ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જતિન, સચીન, પૂર્વીના માતુશ્રી ત્થા બીના-કીન્નરી વિપુલકુમાર ગોરડીયાના સાસુ ત્થા સ્વ. જયાબેન નગીનદાસ સંઘવી (ઠાણાવાળા)ની દિકરી ત્થા સ્વ. પદ્માબેન વીઠ્ઠલદાસ શાયર, ગં.સ્વ. ધીરજબેન મધુકાન્ત સંઘવીના ભાભી ત્થા હર્ષવી, હેત, મીત, દિવીશાના દાદી ત્થા સ્વ. બાલકીસનભાઈ નગીનદાસ સંઘવી, જ્યોતિબેન અજીતભાઈ ઠક્કર, ગં.સ્વ. કુસુમબેન અશોકકુમાર પારેખ, દેવયાનીબેન હેમંતકુમાર મહેતા, અલકાબેન રાજેશકુમાર ભુતાના બેન ત્થા મોસાળપક્ષે કાનજી દયાળજી ગોરડિયાના ભાણેજ, પ્રાર્થનાસભા ત્થા લૌકિક પ્રથા બંધ છે.