મરણ નોંધ

હિન્દુ મરણ

મારવાડી બંસલ
પીલાની (રાજસ્થાન) નિવાસી, હાલ મુંબઈ તે સ્વ. ચિરંજીલાલ લોયલ્કાના પુત્ર રાજકુમાર લોયલ્કા ૨-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. લીનાબેનના પતિ. તે સમીરના પિતાશ્રી. તે શિવાનીના સસરા. તે આરતી અને રીતુના દાદાજી. તે સ્વ. શાંતિકુમાર, સુશીલકુમાર અને સ્વ. શકુંતલાદેવીના ભાઈ. સ્વ. ચિમનલાલ પંડ્યાના જમાઈ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

કચ્છી મચ્છુ કઠિયા સઈ સુતાર
ગામ નાના ભાડિયા (હાલ ભાંડુપ)નાં ગં.સ્વ. લક્ષ્મીબહેન પરમાર (ઉં.વ. ૮૫) તા. ૨-૯-૨૪ના અવસાન પામ્યાં છે. તેઓ સ્વ. ચુનીલાલ દેવજી પરમારનાં ધર્મપત્ની. જિતેન્દ્ર-રમેશનાં માતુશ્રી. બિના, દિપાલીનાં સાસુ. જિનેશ, પ્રણાલી, ધ્વનિનાં દાદી. કાંડાગરાનાં સાકરબહેન રામજીભાઈ પરમારનાં દીકરી. સ્વ. નાનબાઈ રણછોડ મકવાણાનાં ભાભી. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૫-૯-૨૪નાં ૪.૦૦થી ૫.૩૦. સ્થળ: ગીતા હોલ, સ્ટેશન રોડ, ભાંડુપ (વેસ્ટ).

ઈડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ
ગામ ચિત્રોડા (હાલ મુંબઈ) હસમુખલાલ જમીયતરામ વ્યાસ (ઉં.વ.૭૪) રવિવારે શિવલોક પામ્યા છે. તે ચન્દ્રિકાબેનના પતિ. કલ્પેશ, નિહારિકાના પિતા. સ્વ. પ્રકાશભાઈ, જયશ્રી હેમંત જપી, માલતી મિલન ભટ્ટના ભાઈ. ઉદયકુમાર, સેજલ, હીમા વિમલ વ્યાસના સસરા. સ્વ. ભીખાલાલ હરગોવિંદ જાની (જેઝવા)ના જમાઈ. પ્રાર્થનાસભા તા. પાંચમીએ આંગન ક્લાસીક હોલ, પહેલા માળે, કેન્ટ ગાર્ડન, ટીપીએસ રોડ અને ફેક્ટરી લેન જંકશન, એમ. કે. સ્કૂલ પાસે, બોરીવલી (વે.) સાંજે પાંચથી સાત. લૌકિક પ્રથા બંધ છે. શ્ર્વસુર પક્ષની સાદડી સાથે રાખી છે.

સંબંધિત લેખો

કચ્છી બ્રહ્મક્ષત્રિય
ગામ નલિયા હાલ અંધેરી સ્વ. હીરજી ગોવિંદજી સોનેજીના ધર્મપત્ની ગં.સ્વ. લીલાવતી સોનેજી (ઉં.વ. ૮૭) તા. ૨-૯-૨૪ના સોમવારે રામશરણ પામેલ છે. તે સ્વ. ડૉ. જયંત ખત્રી અને ઝવેરબેન ઘેલાના દિકરી. વિભા, સૌનંદ, પૂર્વી આશિષ મૂંગેના માતુશ્રી. નયનાના સાસુમા. સ્વ. રમેશભાઈ, જીતુભાઈ, કીર્તીભાઈ, પંકજભાઈ, સ્વ. યોગેનભાઈના બેન. હર્ષના દાદીમા. પ્રાર્થનાસભા તા. ૫-૯-૨૪ના ગુરૂવારે સાંજે ૪.૦૦ થી ૫.૩૦, પ્રાર્થનાસ્થળ- પાંજીવાડી, રેલ્વે સ્ટેશનની બાજુમાં, કાંજુરમાર્ગ-પૂર્વ.

સુરતી દશા મોઢ વણિક
વાંસદા નિવાસી હાલ કાંદિવલી પૂર્વ, ગં.સ્વ. ઉષાબેન રસિકલાલ ગાંધી (ઉં.વ. ૮૮) તા. ૩-૯-૨૪, મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કમળાબેન વીઠ્ઠલદાસ મોદીના સુપુત્રી. રીટા કિરીટ સંઘવી, વર્ષા મયુર પરીખ તથા પંકજ ગાંધીના માતોશ્રી. હીના પંકજ ગાંધીના સાસુ. પલાશ, મિલી, શમા, હાર્દિક, ખુશ્બુ તથા કસકના દાદી/નાની. હેમલતાબેન સુરેશચંદ્ર ગાંધીના જેઠાણી. લૌકિક ક્રિયા પ્રથા બંધ છે.

કપોળ
ચાવંડવાળા હાલ પુના સ્વ. હસમુખરાય ત્રંબકલાલ કાણકિયાના ધર્મપત્ની ગં.સ્વ. રેખાબેન (ઉં.વ. ૮૫) તા. ૨/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે શૈલેષભાઇના માતુશ્રી. દર્શનાના સાસુ. જાફરાબાદવાળા સ્વ. છોટુભાઈ ત્રિભોવનદાસ મહેતાના દીકરી. રાજ-રુચિ, જય-આશકાના દાદી. મહેન્દ્રભાઈ, સ્વ. ઇન્દુબેન, સ્વ. જશવંતીબેન, સ્વ. નીલાબેન, સ્વ. ગીતાબેન, તરુલતાબેનના ભાભી. પ્રાર્થનાસભા રાખેલ નથી.

શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગ્યારસે બ્રાહ્મણ
મુંબઈ નિવાસી ધર્મિલાબેન ભટ્ટ (ઉં.વ. ૮૬) તે સ્વ. રણછોડભાઈ વિઠ્ઠલભાઈ જોષીના પુત્રી. સ્વ. પ્રબોધભાઈ ભટ્ટના ધર્મપત્ની. સ્વ. માનશંકર મણિશંકર ભટ્ટના પુત્રવધૂ. મિલાપ, કમલેશ, પરાગના માતુશ્રી. ભાવના, મીનલ, કાજલના સાસુ. તા. ૩/૯/૨૪ના શિવધામ પામેલ છે. બંનેપક્ષની સાદડી તા. ૬/૯/૨૪ના ૫ થી ૭. ગોપાલજી હેમરાજ હાઇસ્કૂલના હોલમાં એમ. જી. રોડ, બોરીવલી ઈસ્ટ.

ખડાયતા વૈષ્ણવ
જીતેન્દ્ર હરિકૃષ્ણ કોઠારી (ઉં.વ. ૮૬) તા. ૩-૯-૨૪, મંગળવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે રેખાબેનના પતિ. બીના જરીવાલા, નિકુંજ કોઠારીના પિતાશ્રી. હેમાંગભાઈ જરીવાલાના સસરા. શાશ્ર્વત જરીવાલા, સોનમ ઘીયાના નાના. પ્રાર્થનાસભા તા. ૫-૯-૨૪, ગુરુવારે ૫ થી ૭ હોલ ઓફ કલ્ચર, નહેરુ સેન્ટર, ગ્રાઉન્ડ ફલોર, ડો. એનીબેસન્ટ રોડ, વર્લી, મુંબઈ.

સુરતી વીશા વાયડા વણિક
સુરતના વતની હાલ વિલેપાર્લા અ. સૌ. કોકિલાબેન દલાલ (ઉં.વ. ૮૭) તા. ૩-૯-૨૪ ને મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. તે ગિરીશભાઈના ધર્મપત્ની. નિશીથ, સ્વ. હીનાના માતા. રાજલના સાસુ. કુસુમબેન વિનોદભાઈ દલાલના દેરાણી. નાનુભાઈ, કિરણભાઈ દલાલના બહેન. ફોરમ, વીરલના નાની. પ્રાર્થનાસભા તા. ૬-૯-૨૪ ને શુક્રવારે સાંજે ૫ થી ૭ વિશ્ર્વેશ્ર્વર ભવન, ૧લે માળે, સંન્યાસ આશ્રમ, વિલે પાર્લા વેસ્ટ.

લુહાર-સુતાર
મૂળ ગામ કારોલ (સુરેન્દ્રનગર) હાલ થાણા (મુંબઈ) સ્વ. પ્રભુદાસ હરજીવનદાસ કવૈયા (ઉં.વ. ૮૯) તા. ૩-૯-૨૪, મંગળવારે દેવલોક પામેલ છે. તે ગં. સ્વ. પ્રભાબેનના પતિ. શૈલેષ, વિજય, નીતા, યોગીતાના પિતા. સ્વ. જગજીવનદાસ, સ્વ. પુરુષોત્તમદાસ, ત્રિભોવનદાસના ભાઈ. અ. સૌ. વર્ષા, અ. સૌ. સંધ્યાના સસરા. અંકિત, યેશા, વેદાંત, માનીતના દાદા. પ્રાર્થનાસભા તા. ૫-૯-૨૪, ગુરુવારે ૪ થી ૬. સ્થળ: શ્રી સ્વામિનારાયણ સત્સંગ ભવન, શતરંજ વેફર્સની પાછળ, પાંચપખાડી, થાણા વેસ્ટ.

દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ
બુઢણા નિવાસી હાલ ભાયંદર સ્વ. શામજીભાઈ કાળીદાસભાઈ વાઘેલાના દીકરા કિશોરભાઈ તા ૩-૯-૨૪ મંગળવારના રોજ રામચરણ પામ્યા છે, તે આશાબેનના પતી, તે રીતેશભાઈના પિતા, તે સ્વ. ભરતભાઈ, સ્વ. રસિકભાઈ, સ્વ. રંજનબેન શશીકાંતભાઈ ગોહિલ, વિનોદભાઈ શામજીભાઈ વાઘેલાના મોટા ભાઈ, તે સ્વ. જલ્પાબેન જીતુકુમાર સોલંકી, દિપીકાબેન મેહુલકુમાર વઢેળ, હેમાબેન અતુલકુમાર સોલંકી, પિયુબેન પંકજકુમાર રંકા, ચેતના તથા વિરલભાઈ રસિકભાઈ વાઘેલાના મોટા પપ્પા, પ્રાર્થનાસભા તા ૫-૯-૨૪ ગુરુવારના સાંજે ૪.૦૦ થી ૬.૦૦ રાખેલ છે. સ્થળ: શ્રી દેસાઈ સઈ સુતાર જ્ઞાતિની વાડી (સમાજ ભવન) અશોક ચક્રવર્તી રોડ, ગણેશ સ્વયંભુ મંદિરની સામે કાંદિવલી (પુ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker