મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઈ ભાટિયા
સ્વ. જયસિંહ રામદાસ સંપટના ધર્મપત્ની યશવંતી જયસિંહ (ઉં.વ. ૮૪) તે સ્વ. વિરમલ રતનશી જેસરાણીના પુત્રી. જયેશ, પંકજ, રાજેશના માતુશ્રી. સંધ્યા, હર્ષા, રીટાના સાસુજી. ધવલ, પ્રણવ, હર્મિષ, કુશલ, દેવાંશીના દાદી. ખૂશ્બુ, પૂજા, અક્ષિતા, સંતોષ વેદના દાદીજી તા. ૬-૧૦-૨૩ના કેનેડા વેંકુવર મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
મહુવા નિવાસી હાલ ઘાટકોપર કલ્પનાબેન (બેની) વિજયભાઈ જગડ (ઉં.વ. ૬૨) તે વિજયભાઈ અમૃતલાલ જગડના પત્ની. સ્વ. અ. સૌ. સરસ્વતીબેન અમૃતલાલ જગડના પુત્રવધૂ. દામનગરવાલા હાલ સાંગલી સ્વ. લીલાધરભાઈ ગિરધરલાલ જાજલના દિકરી તા. ૧૧-૧૦-૨૩, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. હિતેશ, સ્વીટી દિનેશ ચિનુભાઈ જાજલ, રશ્મી ધર્મેશ ખત્રીના ફઈબા. ભારતીબેન સુધીરભાઈ મામતોરા, રેખા જયેશભાઈ મણિયારના ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૬-૧૦-૨૩, સોમવારના ૪ થી ૫.૩૦ લાયન્સ કોમ્યુનિટી હોલ, ગરોડિયા નગર, ઘાટકોપર પૂર્વ. સર્વ લૌકિક પ્રથા બંધ છે.

ઘોઘારી દશા દિશાવળ વણિક
ઘોઘા નિવાસી હાલ મુંબઈ સ્વ. સુરેન્દ્રકુમાર પરમાણંદદાસ શાહના પત્ની નીલાબેન એસ. શાહ (ઉં.વ. ૯૩) વણાકબારવાળા રૂક્ષ્મણીબેન છગનલાલ શેઠની દીકરી તા. ૧૨-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે દક્ષેશ શાહ, સ્વ. કાશ્મીરા જાટકીયાના માતુશ્રી. પ્રીતિબેન શાહ, ધીરસન જાટકીયાના સાસુ. ડો. પ્રિયેશ શાહના દાદી. સ્વ. હરકીશનદાસ, સ્વ. રસીકલાલ, સ્વ. માલતીબેન, રસીલાબેન, સુધાબેનના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
મહુવા નિવાસી, હાલ કાંદિવલી, ગુણવંતરાય ચંદુલાલ શેઠ (ઉં.વ. ૮૪) તે સ્વ: રંજનબેનના પતિ, જૈમીશ, ચેતના અને મનીષના પિતા. તે હિતેષભાઇ મેહતા અને જીગ્નાબેનના સસરા. તે હસમુખભાઈ, દિવ્યાબેન અને હર્ષદભાઈના ભાઈ. તે તળાજા નિવાસી મણિલાલ પ્રભુદાસ દાનીના જમાઈ. તે ક્રિના ઋષિલ સોનાલી અને યશના દાદા-નાના. શનિવાર, ૧૪ ઑક્ટોબર-૨૦૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સાદડી અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ
ગામ બાબાપુર (અમરેલી) હાલ જોગેશ્ર્વરી મુંબઈ, સ્વ. લાભુબેન અને સ્વ. બચુભાઈ ગોપાલભાઈ ગોંડલિયાના સુપુત્ર, બિપિનભાઈ (ઉં.વ.૬૧) તા. ૧૪-૧૦-૨૩, શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તેઓ ગં.સ્વ. હર્ષાબેનના પતિ. શ્રદ્ધા, શ્ર્વેતા અને કરણના પિતા. દીક્ષિત, સંજય અને મોનિકાના સસરા. ભારતીબેન, ગીતાબેન અને રેશ્માબેનના મોટાભાઈ. ગં.સ્વ. લાભુબેન અને સ્વ. પ્રાગજીભાઈ રણછોડભાઈ નાકરાણીના જમાઈ તથા કૃતિક, યુગ, રાધા અને રિશીના દાદા. સાદડી તા. ૧૬-૧૦-૨૩, સોમવારના સાંજે ૪થી ૬, સ્થળ: કોહીર બિલ્ડિંગ, પટેલ એસ્ટેટ રોડ, જોગેશ્ર્વરી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

દેસાઈ સઈ સુતાર જ્ઞાતી
કુંભણ નિવાસી, હાલ મુલુન્ડ અ.સૌ રંભાબેન (ઉં.વ. ૭૯) ગુરુવાર, તા.૧૨-૧૦-૨૩ના રામચરણ પામેલ છે. તે પ્રભુદાસ ગોવિંદભાઇ સોલંકીના ધર્મપત્ની, પરેશભાઈ, બાબુલાલભાઈ, રેખાબેન હરેશકુમાર વાઘેલા, ગં. સ્વ. પ્રફુલ્લાબેન જયેશકુમાર ગોહિલના માતુશ્રી. સ્વ ધનકનુંવરબેન બાલુભાઈ ગોહિલ, ગં.સ્વ. અરુણાબેન હિમ્મતલાલ વાઘેલાના ભાભી. જલ્પાબેન હર્ષકુમાર પૂંજાની, ધ્રુવીબેન આયુષકુમાર શ્રીવાસ્તવ, ફોરમ, વિશાખા, જય, ખુશ, નકુલ, હિતાર્થના દાદી. દિહોર નિવાસી સ્વ. મિસ્ત્રી મુળજીભાઈ હરિભાઈ વાઘેલાની ભાણેજ. પ્રાર્થના સભા: તા. ૧૬-૧૦-૨૩ને સોમવારના ૪થી ૬.૦૦, સમાજ ભવન, દેસાઈ સઈ સુતાર જ્ઞાતીની વાડી, સ્વયંભૂ ગણેશ મંદિરની સામે, અશોક ચક્રવતી રોડ નં-૪, કાંદીવલી (પૂર્વ), (લોકિક પ્રથા બંધ છે)

દશા સોરઠિયા વણિક
બગસરા નિવાસી હાલ દહીસર રમેશભાઇ (ઉં. વ. ૭૪) તા. ૧૩-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કંચનબેન પ્રભુદાસ સાંગાણીના પુત્ર. ભગવાનદાસ હરજીવનદાસ મણિયારના જમાઇ. રૂપાબેનના પતિ. નીપા હેમંત કુરાણી તથા શીતલ વિપુલ ગગલાણીના પિતાશ્રી. સ્વ. કિશોરભાઇ, ગં. સ્વ.હસુબેન હસમુખ પારેખ, ગં. સ્વ. કલાબેન મુકેશ ગગલાણી, કુમુદબેન સુરેશ શેઠ, જયોતિબેન ભૂપેન્દ્ર મહેતા, દક્ષા વિજય કાચલીયાના ભાઇ. તેજ, રિદ્ધિ અને મીરાના નાના. સ્વ. ધનાબેન, સ્વ. પદમાબેન, ઉષાબેન, સ્વ. ભારતીબેન અને ઇલાબેનના બનેવી. પ્રાર્થનાસભા
તા. ૧૭-૧૦-૨૩ના વર્ધમાન સ્થાનકવાસી શ્રાવક સંઘ, એલ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ), સાંજે ૪થી ૬.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત