મરણ નોંધ

હિન્દુ મરણ

ગણદેવી વિશા લાડ વણિક
માલીની ઉમેશ શાહ (ઉં. વ. ૬૭) હાલ મુંબઇ કાંદિવલી તે સ્વ. વૃજલાલ નાનુભાઇ ચોકસીના પુત્રી. તે રીતેશ અને જલ્પાના માતુશ્રી. તે ભૂમિકા, રીતેશકુમારના સાસુ. તે મિસ્ટીના દાદી. તે સ્વ. ભારતી મનહરલાલ દલાલ, કુમુદ કંચનલાલ શ્રોફ, સ્વ. કોકીલા કિરણકુમાર તલાટી, સ્વ. મનીષા સતીશ શાહ, વર્ષા જીતેન્દ્ર શાહના ભાભી તે ૩૧-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨-૯-૨૪ના સોમવારના ૫થી ૭. ઠે. સનરાઇઝ પાર્ટી હોલ, શ્રીજીમહલ બિલ્ડિંગ, આનંદીબાઇ કોલેજની સામે, બોરીવલી (પ.).

ખંભાત દશા મોઢ અડાલજા વણિક
ખંભાતવાળા હાલ મીરારોડ સ્વ. જયાબેન કૃષ્ણકાંત ગાંધીના પુત્ર હેમંત કૃષ્ણકાંત ગાંધી (ઉં. વ. ૫૫) તે કામીનીબેનના પતિ. દીપકભાઇ તથા સ્વ.ધર્મેન્દ્રભાઇનાં ભાઇ. દિશા ભૂષણ મેંદન તથા જાનવી ગૌરવ ધાબલીયાના પિતા. સ્વ. કલ્પનાબેન રામદાસ પરીખનાં જમાઇ તા. ૨૯-૮-૨૪ના શ્રીજીશરણ પામેલ છે.લૌકિક પ્રથા બંધ છે.

કચ્છી લોહાણા
સ્વ. રૂક્ષ્મણીબેન વિઠ્ઠલદાસ રામજી ભીંડે કચ્છ ગામ મોટા આસંબીયા હાલ મુલુંડવાળાના પૌત્ર. નયનાબેન દિલીપભાઇ ભીડેના પુત્ર વિશાલ (ઉં. વ. ૪૩) તા. ૩૧-૮-૨૪ના શનિવારે રામશરણ પામેલ છે. દિપાલીના પતિ. સુનંદા રવીન્દ્ર કડવેના જમાઇ. ચીરાગ-ફાલ્ગુનીબેન મનીષ ઠક્કરના ભાઇ. વંશના કાકા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફલોર, તા. ૨-૯-૨૪ના આર.આર.ટી. રોડ, મુલુંડ (વેસ્ટ), સાંજે ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા માંડલિયા મોઢ વણિક
કિલ્લા પારડી નિવાસી હાલ સાયન મુંબઇ ડો. પ્રકાશભાઇ શાહ તે સ્વ. નવમાલિકાબહેન તથા સ્વ. સુંદરભાઇ શાહના સુપુત્ર. અમીના પતિ. અશ્મી અંકિત નાણાવટી અને ઉર્વિ દેવલ શાહના પિતાશ્રી. છાયાબહેન-શૈલેશભાઇ, શ્રેયસ-અંજલિ, નિલીમા-રષેશભાઇના ભાઇ. નીતિનભાઇ જયંતિલાલ મહેતાના બનેવી રવિવાર, તા. ૧-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર તા. ૩-૯-૨૪ના બપોરના ૨.૩૦થી ૪. ઠે. મલ્ટીપરપઝ હોલ, ટાવર એ/પી૫, બ્યુમોન્ટ, રૂપમ સિનેમાની બાજુમાં, સાયન સર્કલ, મુંબઇ-૪૦૦૦૨૨.

સંબંધિત લેખો

કચ્છી મોઢ વણિક
સૂર્યકાન્ત પ્રબોધન મહેતા મુંબઇ નિવાસી (હાલ સુરત) તા. ૩૧-૮-૨૪ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે નિયંતિકાબેનના પતિ. દર્પણ અને રૂપલના પિતાશ્રી. મૃદુલાબેન, સરલાબેન તથા અશ્ર્વિનભાઇના મોટાભાઇ. કિશોરભાઇ અને રમેશભાઇના બનેવી. નયન અને દક્ષાના સસરા, ઇંદુબેન અને ગુલાબચંદ ગોવિંદજી દામાણીના જમાઇ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

મોઢ વણિક
ગામ સાવરકુંડલાના શશીકાંતભાઇ દલસુખરાય મહેતા (ઉં. વ. ૭૬) તે સ્વ. દલસુખરાય નંદલાલ મહેતાના સુપુત્ર. ગં. સ્વ. પુષ્પાબેન શશીકાંત મહેતાના પતિ તા. ૩૦-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નીપાબેન, રૂપલબેન, ચેલના, ગાયત્રી, રાખી અને પૂજાના પિતા અને રાજીવકુમાર, દીપકકુમાર, ચાલ્સકુમાર, સંજયકુમાર, ચિરાગકુમારના સસરા. પ્રાર્થનાસભા તા. ૩-૯-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. સ્વામીનારાયણ મંદિર, લવંડર બાગની બાજુમાં, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ). લૌકિક પ્રથા બંધ છે.

હાલાઈ લોહાણા
મૂળ ગામ ભાટિયા (સૌરાષ્ટ્ર) હાલ કાંદીવલી, મુંબઈ નિવાસી સ્વ. કંચનબેન તથા સ્વ. લીલાધર રૂગનાથ સામાણીના સુપુત્ર તે ઉષાબેનના પતિ શ્રી મહેશભાઈ સામાણી (ઉં.વ. ૭૨) તે અ.સૌ. બિનિતા નિલકુમાર ઠક્કર, અ.સો. સેજલ પંકજ કુમાર સાગરના પિતાશ્રી. તે સ્વ. રમેશભાઈ, સ્વ. વિનુભાઈ, સ્વ. હસુબેન પ્રતાપ કુમાર દતાણી તથા કલુબેન પોપટના ભાઈ. તે સ્વ. માધવજી ઓધવજી કોટકના જમાઈ. તે અનન્યા, ધ્રુવ તથા યુગના નાનાજી તા.૩૦. ૮. ૨૪ શુકવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર તારીખ ૨. ૯. ૨૪ ના રોજ સાંજના ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. સ્થળ: હાલાઈ લોહાણા મહાજન વાડી, (પહેલા માળે) એસ.વી. રોડ, શંકરના મંદિરની બાજુમાં, કાંદીવલી (વેસ્ટ).

મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિ સમાજ
કુતિયાણા વાળા હાલ બોરીવલી ગોરાઇ નિવાસી સ્વ. જેન્તીલાલ પુરુષોત્તમ મકવાણા તથા ગં. સ્વ સવિતાબેનના પુત્ર દીપક (ઉં. વ.૬૦) તા. ૩૧-૮-૨૪ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ દક્ષાબેનના પતિ, રમેશ ભાઈ, ભાવનાબેન જયંતિલાલ લીંબડ, હરેશ ભાઈ, રાજુભાઈ અને રેખાબેન રાજેશ શાહના ભાઈ, ધૃતિના પપ્પા .તેઓ આણંદ વાળા સ્વ. રમણીકલાલ પોપટલાલ સોલંકીના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨- ૯-૨૪ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, પારેખ લેન, એસવી રોડ કાંદીવલી વેસ્ટ મુંબઈ – ૬૭. સાસરી પક્ષની સાદડી સાથે રાખેલ છે.

દશા પોરવાડ
દાભોળ નિવાસી હાલ ચર્નીરોડ જમનાદાસ શાહના પુત્ર. સ્વ. વૈશાલીબેનના પતિ. ડો. અરવિંદભાઈ જમનાદાસ શાહ (ઉં.વ.૭૭) તા. ૩૦/૮/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વપ્નિલ, સ્વરૂપ તથા શિલ્પા ના પિતા, આશા તથા ભાવેશકુમાર ગોહિલના સસરા, રીત્વી, તસ્વી, રીયા તથા રેયાંશના બાપુજી. પ્રાર્થનાસભા તા. ૩/૯/૨૪ ના રોજ ૫ થી ૭ કલાકે નિવાસ સ્થાને: ૨૮૧, જે, એસ એસ રોડ, ભીમારો હાઉસ, ચોથા માળે, ફ્લેટ, નં .૧૮, બેંક ઓફ ઇન્ડિયા ગીરગામ બ્રાન્ચની ઉપર, ઠાકુરદ્વાર મુંબઈ રાખેલ છે.

કચ્છી લોહાણા
સ્વ. અમીચંદ ભાણજી ગંધા તથા સ્વ. શાંતાબેનના પુત્ર અશોકભાઈ (ઉં.વ.૮૨) હાલ ભાયંદર, તા. ૩૦-૮-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ગોપિબેન તથા સ્વ.હંસાબેનના પતિ. તે સ્વ. દૈવેશ, સોનલ શાહ, રૂપલ મીરાણી, સોનલ ઠક્કરના પિતાશ્રી. તે મનીષા, કમલેશ શાહ, કિરીટ મીરાણી, હેમંત ઠક્કરના સસરા. તે સ્વ.જમનાદાસ, સ્વ.ચંદુલાલ, સ્વ. અરુણભાઇ, સ્વ. રમેશ ભાઈ. સ્વ. વિનોદભાઈ, સ્વ. અજીતભાઈ, સ્વ. સુરેશભાઈ, સ્વ. ભરતભાઈ, સ્વ. બેબીબેન તથા સ્વ. મંજુબેનના ભાઈ. એ પ્રાચી તથા વંશના દાદા. તેમની પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button