મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
મહુવાવાળા હાલ ભાયંદર સ્વ. દમયંતીબેન ધીરજલાલ ચિતલીયાના પુત્ર હેમંતભાઈ (ઉં. વ. ૬૦) તે કલ્પનાબેનના પતિ. જીજ્ઞેશ તથા કૌશિકના મોટાભાઈ, ધ્રુવી ગૌતમ ઘોષ તથા તનયના પિતા. નાના માંછીયાવાળા સ્વ. મોહનલાલ જેઠાલાલ મહેતાના જમાઈ તા. ૩૦/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

લુહાર સુથાર
ગામ દીવવાળા હાલ વસઈ સ્વ. નરોત્તમભાઈ શામજીભાઈ પરમાર તથા ગં. સ્વ. તરવેણીબેનના દીકરા મુકેશભાઈ (ઉં. વ.૬૯) તે ૨૮/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. હીનાબેનના પતિ. દીપકભાઈ, મેહુલભાઈ, તૃપ્તિબેનના પિતા. વિનોદભાઈ, પ્રદીપભાઈ, સ્વ.જીતુભાઇ, અતુલભાઈ, રંજનબેનના મોટાભાઈ. સફાળાવાળા સ્વ.છગનભાઇ હરજીવનભાઈ ડોડીયાના જમાઈ. પ્રાર્થનાસભા ૨/૯/૨૪ના ૫ થી ૭. ઠે. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.

લુહાર સુથાર જ્ઞાતિ
ગામ ધારુકાવાળા-હાલ મુંબઈ નિતીનભાઈ ટપૂભાઇ પઢિયારના ધર્મપત્ની અ.સૌ.ચંદ્રિકા પઢિયાર (ઉં. વ. પર) તા-૨૯-૦૮-૨૪ના શ્રીરામચરણ પામ્યા છે. તે પ્રણયભાઇ, સ્વપ્નિલભાઇના માતુશ્રી. કેતન, મેહુલ, બિનલના કાકી. મોનિકા સ્વપ્નિલ પઢિયારના સાસુ. સ્વ. કમળાબેન બાબુભાઈ વિઠ્ઠલભાઈ ડોડિયા (પાલિતાણા હાલ-મુંબઇ)ના દિકરી. રંજનબેન, કોકિલાબેન, દક્ષાબેન, પ્રકાશભાઈ, સ્વ.કિશોરભાઈના બેન. પ્રાર્થનાસભા સોમવાર તા. ૨-૦૯-૨૦૨૪ના ૫ થી ૭. શ્રી લુહાર સુથાર વેલફેર સેન્ટર કાર્ટર રોડ નં- ૩ મોટા અંબાજી મંદિર પાસે બોરીવલી (ઇસ્ટ).

વિસા સોરઠીયા વણિક
મૂળ વતન ઉપલેટા હાલ કાંદિવલી ગં. સ્વ. કંચન શાહ (ઉં. વ. ૭૩) તા.૨૮/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.મણિબહેન મોહનલાલ શાહના પુત્રવધૂ. સ્વ.પ્રવિણ મોહનલાલ શાહના પત્ની. સ્વ.હેમકુંવર રૂપચંદ ગાંધીના સુપુત્રી. પ્રિયંકા પ્રવિણ શાહના માતા. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.

કચ્છી લોહાણા
સ્વ. ગોદાવરીબેન ધનજી નારાણજી ગંધા ભાથકીયા હાલ ભુજવાળાના પુત્ર કનકસિંહ તે પૂર્ણિમાબેનના પતિ. લક્ષ્મીદાસભાઇ, મહેન્દ્રભાઇના ભાઇ. પ્રજ્ઞેશ, મીનલ, કમલના પિતા. તેમ જ સ્વ.બચુભાઇ દેવશી રૂપારેલ ગામ સંઘડવાલાના જમાઇ. ભાવિકા, મીતા, જીત દાવડાના સસરા તા. ૨૪-૮-૨૪ના અક્ષરનિવાસી થયેલ છે. પ્રાર્થના રાખેલ નથી.

હાલાઈ લોહાણા
ભાણવડ નિવાસી, હાલ કાંદિવલી અશ્ર્વિન નરોત્તમદાસ ચંદારાણા (ઉં. વ. ૮૫) તે સ્વ. સરલાબેનના પતિ. તે પ્રજ્ઞા વિનોદ ગાંધી, મંદા નિલેશ પરીખ, નીતા હિતેષ ચોલેરા, વિજય તથા અજયના પિતાશ્રી. છાયા અને રેખાનાં સસરા. ભાવિનાં દાદાજી. ઈશાન, સ્મિત અને શ્રેયાના દાદા. તે વિયાનના પરદાદા ૩૦-૮-૨૪ને શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર ૧-૯-૨૪ના કમલા વિહાર સ્પોર્ટસ ક્લબ, મહાવીર નગર, કાંદિવલી (વેસ્ટ). ૫ થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
સ્વ. રૂક્ષ્મણીબેન ખીમજી માધવજી ચંદન (ઠક્કર) કચ્છ ગામ નલિયા હાલે મુલુંડના પુત્ર કરસનદાસ (ઉં. વ. ૭૩) ૩૧-૮-૨૪ શનિવારે રામશરણ પામેલ છે. તે વિણાબેનના પતિ. તે સ્વ. રેવાગૌરી માધવજી લવજી ગંધાના મોટા જમાઈ. મમતા તુષાર ચંદે તથા નિમિત્તના પિતા. સ્વ. વલ્લભ, ભગવતીબેન મુલરાજ શેઠીયા તથા કલ્પાબેન બિપીનભાઈ કોટકના ભાઈ. તે તુષાર તથા બબિતાના સસરા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા: ગોપુરમ હોલ, આર.પી. રોડ, મુલુંડ (વેસ્ટ), જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં ૧-૯-૨૪ રવિવારે ૫ થી ૭. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

કચ્છી લોહાણા
કચ્છ ગામ પત્રીના સ્વ. ગોદાવરીબેન કરસનદાસ ઠક્કરના પુત્રવધૂ. તે સ્વ. ડો. ગોકળદાસના ધર્મપત્ની (ઉં. વ. ૮૪) ભાનુબેન ૩૧-૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. ડો. જીજ્ઞેશ, ડો. અક્ષયના માતુશ્રી. તે ડો. ભાવના અને ડો. ફાલ્ગુનીના સાસુમા. સ્મિતાબેન અને પ્રતાપભાઈ ઠક્કરના ભાભી. તે રવાપરના સ્વ. રાધાબેન હંસરાજભાઈ પ્રાગજી કારીયાના પુત્રી. પ્રાર્થનાસભા રવિવારે ૧-૯-૨૪ના ૫.૩૦ થી ૭ ધ ક્રાઉન બેન્કવેંટ હોલ, વિકાસ સેન્ટર. એનએસ રોડ, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ત્વચા દાન કરેલ છે.

કચ્છી લોહાણા
સ્વ. કાનજી લક્ષ્મીદાસ અનમના ધર્મપત્ની ગં.સ્વ. હેમલતાબેન (ઉં. વ. ૮૯) કચ્છ ગામ નલિયા હાલે મુલુંડ ૩૦-૮-૨૪ના રામશરણ પામેલ છે. તે નવીન, દિપક, દિનેશ અને મીતા મીતેશભાઈ સોમૈયાના માતા. સ્વ. ખીમજી લીલાધર ચોથાણી ગામ મસ્કાવાળાની પુત્રી. આશા, લક્ષ્મી, ચેતનાના સાસુ. સ્વ. વીરજી, સ્વ. લક્ષ્મીદાસ તથા સ્વ. સરસ્વતી પરશોતમ સચદેના બેન. ભૂમિ તેજસ વોરા, ફોરમ પ્રણવ આથા, હાર્દિક, ખુશીના દાદી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧-૯-૨૪ના રવિવારે સાંજે ૫ થી ૭. સ્થળ: સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, ઝવેર રોડ, મુલુંડ (વે.). (લૌકિક વ્યવહાર બંધ છે.)

દશા શ્રીમાળી સુડતાલિશ જ્ઞાતિ
પાલજ નિવાસી, હાલ સી.પી. ટેન્ક મુંબઈ પ્રભાવતીબેન અમૃતલાલ જેઠાલાલ શાહ (ઘીવાલા) (ઉં. વ. ૯૬) શનિવાર ૩૧-૮-૨૪ને અવસાન પામેલ છે. તે ગિરીશભાઈના માતાશ્રી. સ્વ. તરલાબેનના સાસુ. ભાવિન-ડિમ્પીના દાદી. કિયા-રીવાનના મોટા દાદી. આરતી અને સમીરના વડ સાસુ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

હાલાઈ લોહાણા
અ.સૌ. સ્મીતાબેન કીશન પૂજારા (ઉં. વ. ૬૬) તે સ્વ. હીરાચંદ તથા તારામતીના પુત્રવધૂ. તે સ્વ. જયરાજ તથા ઉષાબેન મર્ચન્ટના પુત્રી. તે ભાઈ સુમુખ, અ.સૌ. સીયા રાજેશ (ચાર્મી) તથા અ.સૌ. રીચા વીસમીતના માતુશ્રી. સ્વ. અરૂણભાઈ, જગદિશભાઈ, હરેશભાઈ, ભરતભાઈ તથા સરોજબેનના ભાભી. અ.સૌ. ભાવના, અમીતા તથા મમતાના બેન. તે ઝીયાનના નાની ગુરુવાર ૨૯-૮-૨૪ના શ્રીજીચણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર ૧-૯-૨૪ના ૫ થી ૬.૩૦ આર્ય સમાજ હૉલ, સેક્ટર નંબર-૧, ચારકોપ, કાંદીવલી (વેસ્ટ).

હાલાઇ લોહાણા
મૂળ ગામ રાજકોટ હાલ માટુંગા નિવાસી સ્વ. ગોદાવરીબેન, સ્વ. બાબુભાઇ જીવરાજ ખખ્ખરના પુત્ર મધુસુદન (કનુભાઇ) (ઉં.વ. ૮૯) ગુરુવાર, તા. ૨૯-૮-૨૪ના રોજ ગોલોકવાસી થયેલ છે. તે મીનાક્ષીબેનના પતિ. સ્વ. નાગજી પ્રેમજી કારીયાના જમાઇ. હીના, જયેશ, ભાવેશ, રૂપલના પિતા. ભાનુબેન ભૂપેન્દ્રભાઇ વસાણી, ભાવનાબેન બકુલેશભાઇ કોટેચાના ભાઇ. ડો. હસમુખભાઇ ઠક્કર, ભદ્રેશભાઇ નથવાણી, જયોતિબેન, હીનાબેનના સસરા. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧-૯-૨૪ના ૪.૩૦થી ૬. ઠે. ક્રિસ્ટલ બેન્કવેટ, શ્રી માનવ સેવા સંઘ, ગાંધી માર્કેટની સામે, સાયન (વેસ્ટ).

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત