મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
કચ્છ ગામ કોટેશ્ર્વર સ્વ. વસંતબેન ઝવેરીલાલ કેશવજી તન્નાના વચેટ પુત્ર સ્વ. મહેન્દ્ર (મહેશ) (ઉં. વ. ૬૬) રવિવાર, તા. ૨૫-૮-૨૪ના રામશરણ પામ્યા છે. તે ગં.સ્વ. વિમળાબેન મુલજીભાઈ, મધુબેન મગનલાલ, ગં.સ્વ. સુશિલાબેન ત્રિકમજીભાઈ, અશોક, ગં.સ્વ. પુર્ણિમાબેન જયકરભાઈ, ગં.સ્વ. ચંદ્રીકાબેન ભરતભાઈ, હરીશ અને શોભનાબેન નરેશભાઈના ભાઈ. અંજના અશોકના દિયર. વંદના હરીશના જેઠ. હિમાંશુ, મિહિર, વરૂણ, હિતાક્ષીના કાકા. અમી અને ફોરમના કાકા સસરા. પ્રાર્થનાસભા ૩૧-૮-૨૪ને શનિવાર ૫.૩૦ થી ૭. પવાણી હોલ, પહેલે માળે, કચ્છી લોહાણા મહાજન વાડી, રામ રતન ત્રીવેદી રોડ, મુંલુન્ડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓ તે જ દિવસે આવી જવું.
ઝાલાવાડી સઈ-સુથાર
સુરેન્દ્રનગર નિવાસી હાલ મુંબઈ સેન્ટ્રલ તારદેવ હિરાબેન સોલંકી (ઉં. વ. ૮૪) મંગળવાર ૨૭-૮-૨૪ના ગો-લોકવાશી થયા છે. તે મૂળ ગામ ચોકડી જગજીવનદાસ હરિભાઈ સોલંકીના દીકરી. તે પ્રવિણચંદ્ર ગગજીભાઈ સોલંકીના પત્ની. મહેશ ભરત, સ્વ. શૈલેસ, ભાવનાબેન સુરેશકુમાર ચૌહાણ, છાયાબેન જીતેન્દ્રકુમાર મકવાણાના માતુશ્રી. ઈન્દિરાબેન, સ્વ. જયાબેન, ગ.સ્વ. દિનાબેનના સાસુ. રામ, ભક્તિ જતિનકુમાર ગાલિયા, જયશ્રી વૈભવકુમાર ગદાણીના દાદી. સ્વ. નટુભાઈ ગગજીભાઈ સોલંકી, અ.સૌ. ચંદ્રિકાબેન ચંદ્રકાંતભાઈ સોલંકીના ભાભી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૩૧-૮-૨૪ને શનિવાર ૪ થી ૬. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
હાલાઈ લોહાણા
માલેગાંવ નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. જયાવંતી જમનાદાસ દેવજી રાયચુરા (ભાટે)ના સુપુત્ર સ્વ. જયંતિલાલ તે અરૂણાબેનના પતિ. તે ચેતના રાજેશ કોટક, મીના દિલીપ જોબનપુત્રા, દીપિકા પંકજ સોમૈયા, નયના કિશોર કારીયા, સ્વ. દીના ઉદય ઠક્કર, સ્વ. પ્રદીપના પિતા. યોગીતાના સસરા. કેજલ સ્મિત ભાયાણી અને વરુણના દાદા. સ્વ. વેલાબેન હરિદાસ ચંદારાણાના જમાઈ ૨૯-૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૩૧-૮-૨૪ શનિવારના ૪.૩૦ થી ૬. ભાનુશાલી સભાગૃહ, શ્રી હનુમાન કૉ-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, પ્લોટ નંબર ૧૬, પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, ભાનુશાલી માર્ગ, નાંદિવલી રોડ, ડોમ્બિવલી પૂર્વ.
કચ્છી લોહાણા
મૂળ ગામ વરસામેડી હાલ મુલુંડ ચેકનાકાના સ્વ. છોટાલાલ હરીલાલ કારીયાના ધર્મપત્ની હસુમતિબેન (ઉં. વ. ૮૨) ટોપણદાસ શામજી સોમૈયાના ગામ દૂધઇવાળાની પુત્રી. સ્વ. નરભેરાયભાઈ, સ્વ. લક્ષ્મીદાસભાઈ, સ્વ. લાલજીભાઈ તથા ધનજીભાઈના બહેન. અનિતા અતુલ કારીયા, સ્વ. હિતેશ, ચંદ્રિકા નરેન્દ્ર ઠક્કર તથા હિના કિરીટ ચોથાણીના માતુશ્રી. મીત, ચિરાગના દાદીમા. ભાવિક, વત્સલ, હનિષા, ભૂમીના નાનીમા ૨૮-૮-૨૪ બુધવારના શ્રીરામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૩૧-૮-૨૪ શનિવારે ૫.૩૦ થી ૭. શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, આરઆરટી રોડ, ગ્રાઉન્ડ ફ્લોર, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ એજ દિવસ આવી જવા વિનંતી.
કપોળ
સથરાવાળા હાલ બોરીવલી શ્રીમતી ચેતના મથુરીયા (ઉં. વ. ૬૩) ભરત ચંદ્રકાન્ત મથુરીયાના પત્ની. બંસી નીકુંજ મહેતા તથા ગોપી અર્પિત બથીયાના માતુશ્રી. ધર્મિષ્ઠા અરવિંદકુમાર, પિનાક નયના મથુરીયાના ભાઈના પત્ની. સ્વ.નલીનીબેન મનહરલાલ ઈશ્ર્વરદાસ મોદીના સુપુત્રી. દક્ષાબેન અવિનાશભાઈ વોરા, ઇલાબેન શૈલેષભાઇ કાણકિયા, કાર્તિક ભાવેશા મોદીના બહેન. પ્રાર્થનાસભા તા.૦૧.૦૯.૨૪ રવિવાર ૫ થી ૭, ફ્રેન્ડસ બેન્કવેટ, એચ. ટી. દેસાઈ કમ્પાઉંડ, રૂસ્તમજી ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે, દહીસર (વેસ્ટ).
કપોળ
શિહોરવાળા હાલ કાંદિવલી સ્વ.મહેન્દ્રભાઈ પ્રાણલાલ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ.અંજનાબેન (અરૂણાબેન) (ઉં. વ. ૭૭) તે કાર્તિક, સેજલ, ધીમંતના માતુશ્રી. મીનલ, નિશા, અજય શાંતિલાલ ભુવાના સાસુ. સ્વ.હીરાલક્ષ્મી મહેતા, સ્વ. શશીકલા ભુતાના ભાભી. પિયરપક્ષે અમરેલીવાળા સ્વ.રામજી કુરજી સંઘવીના દીકરી. ૨૯/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧/૯/૨૪ના ૫ થી ૭. હાલાઇ લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકરમંદિર પાસે, એસ. વી રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.
મોડાસા એકડા વિશા ખડાયતા મોદી
જગમોહનદાસ શંકરલાલ શાહ (ઉં. વ. ૮૨) રણાસણ નિવાસી હાલ મલાડ તે ગં.સ્વ.કોકીલાબેનના પતિ. અમરીશભાઈ, ઉરેશભાઈ તથા બીનાબેન શાહના પિતાશ્રી. મમતાબેન, કલ્પીતાબેન, હરેનકુમારના સસરા. સ્વ.કાન્તીલાલ, સ્વ.રમણલાલ, સ્વ.જયંતીલાલ, સ્વ.વાડિલાલ, સ્વ.જશોદાબેન, સ્વ.કપિલાબેનના ભાઈ, શ્રી શંકરલાલ હીરાચંદ શાહ, મગનલાલ હીરાચંદ ધુવાડના જમાઈ. તા.૨૮-૦૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. ૩૧-૦૮-૨૪ના ૫થી૭. ઠે. એન.એલ. શાળા, સ્વામી વિવેકાનંદ રોડ, મલાડ પશ્ર્ચિમ.
મેવાડા સુથાર
લુણાવાડા નિવાસી હાલ મુંબઈ સ્વ.અંબાલાલ ઈશ્ર્વરલાલ મિસ્ત્રીના પુત્ર અરૂણભાઈ મિસ્ત્રી અને હિના મિસ્ત્રીના પતિ, રેણુકાબેન, સ્વ. મનોરમાબેન, સ્વ. સુરેશભાઈ, સ્વ. તરૂણભાઈના ભાઈ, રિદ્ધી મયંક રાઠોડના પિતા, મયંક રાઠોડના સસરા, સ્વ. મહેન્દ્રભાઈ વિઠ્ઠલદાસના જમાઈ, તા.૨૮-૮-૨૪ના દેવલોક પામ્યા છે. લોકિક ક્રિયા રાખેલ નથી, – રાજદીપ બિલ્ડીંગ, ૩જે માળે, રૂમ નં-૩૦૭, તુકારામ જીવાજી લેન, ભાટીયા હોસ્પીટલની બાજુમાં ગ્રાંટરોડ.
લેઉઆ પટેલ
ગામ ડભાણ નિવાસી હાલ મુંબઈના સ્વ. વિઠ્ઠલભાઈ પુરૂષોત્તમદાસ પટેલ તા. ૨૫-૮-૨૪, રવિવારના દેવલોક પામેલ છે. તે જૈમિનભાઈ ત્થા જીગ્નેશભાઈના પિતાશ્રી, બેસણું તા. ૦૧-૦૯-૨૪ને રવિવારના ૫થી ૭. ઠે. જી.ઈ.એસ. એક્ટીવિટી હોલ, આઇ.બી.પટેલ સ્કુલ, પ્લોટ નં-૨૨૦, રોડ નં-૧૪, જવાહરનગર ગોરેગાંવ વેસ્ટ.
કપોળ
પાલીતાણા નિવાસી સ્વ.વસંતરારાય પ્રતાપરાય હકાણીના ધર્મપત્ની જ્યોત્સનાબેન હકાણી (ઉં. વ. ૮૨) તે નિમિષ, સ્વ.હેતલ તથા નિશા મહેતાના માતુશ્રી, સ્વાતિ, દીપા તથા દીપક મહેતાના સાસુ, નીશાંગ, શ્રેય, જશ તથા વિશેષના દાદી, કુણાલ અને રોનકના નાની. પિયર પક્ષે સાવરકુંડલા નિવાસી સ્વ.લક્ષ્મીદાસ ચત્રભુજ મોદી (સોપારી વાળા)ના પુત્રી. તા.૨૯/૦૮/૨૦૨૪ને ગુરુવાર મુંબઈ મુકામે શ્રીજીચરણ પામેલ છે. લોકિક પ્રથા બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker