મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
વાઘનગરવાળા હાલ મુંબઇ માટુંગા ખુશમનભાઇ (ઉં. વ. ૮૩) નારણદાસ વાલિયાના પુત્ર. નારણદાસ ગોરડિયાના જમાઇ. તે ક્રિષ્ણાબેનના પતિ. અમરીશ (રાજા) કવિતાના પિતા. સોનાલીના સસરા. રાહીલ, નયનના દાદાજી. તા. ૨૯-૮-૨૪ના ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૩૧-૮-૨૪ના ૫થી ૭. ઠે. એસ.એન.ડી.ટી. હોલ, વડાલા.

દશા સોરઠીયા વણિક
સડોદર નિવાસી હાલ કાંદિવલી સ્વ. જગતરાઈ પ્રભુદાસ સાંગાણી (ઉં.વ. ૭૭) તા. ૨૮/૮/૨૪ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે, તે રંજનબેનના પતિ. દિનેશ, કૃણાલના પિતાશ્રી. સ્વ. પ્રાણલાલભાઈ, સ્વ. ચંદ્રકાન્ત પ્રભુદાસ સાંગાણી, સ્વ. ચંપાબેન રવિચંદ મેહતાના ભાઈ. નગીનભાઈ, ભરતભાઈ, જ્યોત્સનાબેન શાંતિલાલ મોદી, નિર્મળાબેન કાંતિલાલ સંગાણીના બનેવી. શોભાબેન કિરીટકુમાર કાચલિયા, ભરત, દિલીપ, રાજેશ સાંગાણી, હર્ષા કિરીટકુમાર ઘીયાના કાકા. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ચીખલી મોંઢ વણિક
ચીખલી નિવાસી હાલ કાંદિવલી કિશોરભાઈ નગીનદાસ શેઠ (ઉં.વ. ૯૭) તે સ્વ. ચંદ્રિકાબેનનાં પતિ. મનીષા, રાજન અને અનીશનાં પિતા. મુકેશભાઈ, બેલા, પ્રતિમાનાં સસરા. રોહન, કૃપાલી, સાગર, નિતિકા, અભિમન્યુ, નિકિતાનાં દાદા, તા. ૨૯-૮-૨૪ને ગુરુવાર શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સોરઠિયા પ્રજાપતિ કુંભાર જ્ઞાતિ
મુંબઇ કુંભારવાડા નિવાસી સ્વ. સવિતાબેન ધોકિયા (ઉં.વ. ૭૫) તા. ૨૮-૮-૨૪ બુધવારના શ્રીરામશરણ પામ્યા છે. તે વાડીલાલ દામોદર ધોકિયાના ધર્મપત્ની. સ્વ. ધનલક્ષ્મીબેન માવજીભાઈ માવદિયાના દિકરી. સ્વ. દેવીદાસભાઈ, સ્વ. જયંતીલાલભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. પુષ્પાબેન ભાણજીભાઈના બેન. ગં.સ્વ. રમાબેન દામોદરના ભાભી. જયેશભાઈ, ભારતીબેન હરીશભાઈ, નીતાબેન મયુરભાઈના માતોશ્રી. કાજલબેનના સાસુમા, કસુંબો ૩૦-૮-૨૪ શુક્રવારના ૩ થી ૫. શ્રી સોરઠિયા પ્રજાપતી જ્ઞાતિની વાડી મુંબઈ કુંભારવાડા રાખેલ છે.

સંબંધિત લેખો

કચ્છી માહેશ્ર્વરી વણિક
પ્રદીપ માંડણ, ડોમ્બીવલી (ઉં.વ. ૫૮) જે જયંતીલાલ હીરજી માંડણના પુત્ર. ભારતીબેનના પતિ. મયંક તથા ક્રિષ્નાના પિતાશ્રી. દિલીપભાઈ, ગીતાબેન તથા કલ્પનાબેનના ભાઈ. છગનલાલ પુરુષોત્તમ ભુતડા, જામનગરવાળાના જમાઈ, તા. ૨૭-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષે પ્રાર્થનાસભા, તા. ૩૦-૮-૨૪ના સ્વામી નારાયણ મંદિર, રાજાજી પથ રોડ, ડોમ્બીવલી ઇસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઈ લોહાણા
મૂળ ગામ પડધરી હાલ ડોમ્બીવલી નિવાસી રમેશભાઈ ગોરધનદાસ જીવરાજાણી (ઠક્કર)ના ધર્મપત્ની અ. સૌ. ભારતીબેન (ઉંં.વ.૬૬) તે રાજેશ, બીપીન, અ. સૌ. બીજલ વિકી બલિયા, નિકિતાના માતૃશ્રી. તે સ્વ. રતનબેન છગનલાલ મીરાણીના દીકરી. તે કાંતિલાલ, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. નવીનભાઈ, સ્વ. અનિલભાઈના ભાભી તારીખ ૨૯.૮.૨૪ના શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button