મરણ નોંધ

હિન્દુ મરણ

તળપદા કોળી પટેલ
સુરત વાલા હાલ મુંબઈ નિવાસી સ્વ કાશીબેન આત્મારામ પ્લાસ્ટરવાલાના પુત્ર મધુસૂદનભાઈ, (ઉં.વ.૭૭) તા.૧૮-૦૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે, તે લલિતાબેનના પતિ, આશિષ, નિકુંજ, કાજલ, કવિતા, અમૃતા, અમરના પિતા, રિશી, હેત અને આરવના દાદા, લૌકીક રિવાજ બંધ છે.

હાલાઇ લોહાણા
દ્વારકા નિવાસી હાલ મુંબઇના મહેન્દ્રભાઇ મોદી (ઉં. વ. ૭૯) તે સ્વ. મથુરાદાસ જમનાદાસ મોદી તથા સ્વ. કમલાબેન મોદીના સુપુત્ર. અને અરુણાબેનના પતિ. ધવલના પિતાશ્રી. પ્રિતી ધવલ મોદીના સસરા. સાગરના મામા. જીયા, દિયાનના દાદા તા. ૧૮-૮-૨૪ના રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી બ્રહ્મક્ષત્રિય
મૂળ ગામ ડુમરા હાલ માંડવીના સ્વ. સુરેશ છાંટબાર (ઉં. વ. ૫૯) તે સ્વ. લાધીબેન પોપટલાલ વેલજી છાંટબારના પુત્ર. તે કુસુમબેનના પતિ. તે સ્વ. લાલજી સવજી જગડ (દ્વારકાવાળા) ના જમાઇ. તે ધ્રુવના પિતા. તે સ્વ. પ્રવીણ (નંદલાલ) જયાબેન શૈલેષ હિતેનના ભાઇ. ગં. સ્વ. પ્રજ્ઞાબેન છાંટબારના દિયર. તા. ૧૬-૮-૨૪ના શુક્રવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૧-૮-૨૪ના બુધવારના ૪થી ૫. ઠે. પાંજીવાડી, રેલવે સ્ટેશનની બાજુમાં, કાંજુર માર્ગ (પૂર્વ).

વાગડ લોહાણા
સામખીયાળી (હાલ ગોરેગાંવ) મંજુલાબેન ઠક્કર સોમવાર, તા. ૧૯-૮-૨૪ના અવસાન પામેલ છે. તે જગજીવનભાઈ ઠક્કરના પત્ની. તે સ્વ. કાનજીભાઈ ભવાનજીભાઈ ગંધા- ઠક્કરના પુત્રવધૂ. તે સ્વ. ઠક્કર અમ્રતલાલ શિવજીભાઈ ચંદેનાં પુત્રી. તે જીગ્નેશભાઈ, પરેશભાઈના માતુશ્રી. તે વિભુતીબેન અને કુંજલબેનના સાસુ. તે મેહુલના દાદી. બંનેય પક્ષની પ્રાર્થનાસભા બુધવાર, ૨૧-૮-૨૪ના ૪ થી ૬. પ્રાર્થનાસભા સ્થળ: જૈન અચલગચ્છ ભવન, હરદેવી સોસાયટી, બેંક ઓફ બરોડાની સામેની ગલીમાં, સ્ટેશન રોડ, જોગેશ્ર્વરી (ઈ.).

સંબંધિત લેખો

હાલાઈ લોહાણા
મૂળ ગામ હદિયાણા હાલ મુલુન્ડ નિવાસી નિર્મળાબેન માણેક (ઉં.વ.૭૬) રવિવાર તા.૧૮/૮/૨૪નાં શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. સૂર્યકાંત વલ્લભદાસ માણેકના ધર્મપત્ની. ગં.સ્વ. રુકમણીબેન વલ્લભદાસ મોહનલાલ માણેકના પુત્રવધૂ. પારુલ, હિતેન, વિરેનના માતુશ્રી. મિતા, અમી, વિનોદકુમાર રતિલાલ કારીયાના સાસુ. સ્વ. ચંપાબેન અને સ્વ.ડાયાલાલ ભીમજી પોબારીની દીકરી. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઈ લોહાણા
મુળ ગામ ઘાટીલા હાલ થાણા નિવાસી કુ. ફાલ્ગુની રજનીકાંત ઠક્કર (ઉં. વ. ૪૯) ગુરુવાર તા.૧૫/૮/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. રંજનબેન અને રજનીકાંત હરજીવનદાસ ઠક્કરની પુત્રી. સૌ. ધર્મિષ્ટા દુર્ગેશ ઠક્કર તથા સ્વ. કિરણની બેન. સ્વ. નવનીતભાઈ અને સ્વ. મહેન્દ્રભાઈ જગજીવન ભગડાઈની ભાણેજ. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ
તૃપેનભાઇ પંડયા (ઉં. વ. ૬૫) ધૂળકોટ નિવાસી હાલ વિલેપાર્લા તે દિવાળીબેન ચત્રભુજ પંડયાના સુપુત્ર. છેલશંકર પંડયા, અરવિંદ પંડયા તથા સ્વ. સુશીલાબેન પંડયા, સ્વ.દયાબેન પંડયા, ગં.સ્વ. નિર્મલાબેન જોષીના ભાઇ. નયનાબેન પંડયાના પતિ. ક્રિષ્ના સોનીના પિતા. પ્રીમલ સોનીના સસરા તારીખ ૧૪-૮-૨૪ના બુધવાર કૈલાસવાસી થયા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

શિહોર સંપ્રદાય ઔ. અગિયારસે
ભાવનગર નિવાસી હાલ મીરારોડ/કાંદિવલી સ્વ. અમુભાઈ ભાનુશંકર દવે તથા સ્વ.પ્રભાબેન દવેના પુત્રવધૂ ગીતા દવે (ઉં. વ. ૬૦) તા.૧૯/૮/૨૪ના કૈલાશવાસી થયેલ છે. તરુણ દવેના પત્ની. જયના માતુશ્રી. દીપલના સાસુ. અ. સૌ રંજનબેન હરીશભાઈ દવે તથા અ.સૌ. ઈલાબેન જયપ્રકાશ જાનીના ભાભી. સ્વ. ચંદ્રિકા જયંતિલાલ મહેતાના નાનાપુત્રી. પ્રાર્થનાસભા તા.૨૨/૮/૨૪ને ગુરુવારે ૫ થી ૭. શ્રી વર્ધમાન સ્થાનવાસી જૈન શ્રાવક સંઘ (મોટો ઉપાશ્રય) એસ વી રોડ, શંકર મંદિરની સામે, કાંદિવલી વેસ્ટ.

ઔદિચ્ય સહસ્ત્ર સાઠા બ્રાહ્મણ જ્ઞાતિ
ટિટોઈ નિવાસી ગં.સ્વ. નિર્મળાબેન સોમાલાલ જોષી (ઉં. વ. ૯૫) તે સ્વ. કિરીટભાઈ, કનુભાઈ, પ્રવીણભાઈ, ભરતભાઈ, દીપકભાઈ તથા સરોજબેન, પ્રેમાબેન, વંદનાબેનનાં માતુશ્રી. સ્વ. બાબુભાઈ પટેલ, નલિનકુમાર વ્યાસ, સંજયકુમાર ઠાકર, સ્વ. હસુમતીબેન, ઉર્મિલાબેન, હેમલતાબેન, આશાબેન, દીનાબેનનાં સાસુજી. સ્વ. આનંદીબેન શંકરલાલ ભટ્ટના દીકરી. સ્વ. મહિપતભાઈ, સ્વ.મનુભાઈ, સુરેશભાઈ શંકરલાલ ભટ્ટ તથા સ્વ ઉર્મિલાબેન કાંતિલાલ વ્યાસનાં બેન તા.૧૬/૮/૨૪ નાં ટિંટોઈ મુકામે દેવલોક પામ્યાં છે. પ્રાર્થનાસભા ૨૨/૮/૨૪ ગુરુવારનાં ૪ થી ૬. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ ટી રોડ, ડાયમંડ ટોકીઝ અને બંઝરા સ્ટોરની સામે બોરીવલી વેસ્ટ.

સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
મહુવા નિવાસી હાલ કાંદિવલી કિશોરભાઈ ધનજીભાઇ યોગી (ઉં. વ. ૭૦) તે વનિતાબેનના પતિ. ભાવિન-સોનલ, નિધિ હિરેશકુમાર ધકાણના પિતા, સ્વ.અનંતરાય, સ્વ.નિર્મલાબેન કાંતિલાલ પડીયા, ભોગીભાઈ, શરદભાઈ, રક્ષા ભૂપેશ પડીયા, શર્મિલા શૈલેષ ચાચા, દીપાલી કલ્પેશ કાપડીયાના ભાઈ. સ્વ. ગુણવંતરાય ભગવાનદાસ છાટબારના જમાઈ. ગીતા વસંતરાય ગરાછ, રેખા અશેષ મચ્છરના કાકા તા.૧૮-૮-૨૪ને રવિવાર શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૨૨-૮-૨૪ને ગુરુવાર ૪ થી ૬. સ્થળ પાવનધામ, પહેલે માળે મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ).

મચ્છુ કઠિયા સઇ સુથાર જ્ઞાતિ
મૂળગામ બાલંભાના નિવાસી હાલ કાંદીવલી (વેસ્ટ)ના સ્વ. ગોપાલભાઈ ધરમશીભાઈ સાંચલાના ધર્મપત્ની વસંતબેન સાંચલા (ઉં.વ. ૮૨) તા.૧૭-૮-૨૪ના શનિવારે શ્રીજીચરણ પામ્યા છે, રાજેશ (રાજુ)ભાઈ, સ્વ.જયેશભાઈ, હિરેનભાઈ અને સ્વ. લીનાબેનના મમ્મી. શોભનાબેન, હર્ષાબેનના સાસુ. ફોરમ મિતેન લખાની, ઈશા અંકિત શાહ, પ્રાચી અને ગોપીના દાદીમાં. સ્વ. રામજીભાઈ સુંદરજીભાઈ રાઠોડ (જામનગર વાળા)ના દીકરી. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઇ ભાટિયા
અ.સૌ. વર્ષા બિપિન વેદ (ઉં. વ. ૬૮) તે સ્વ. ઇન્દુમતી નરોત્તમદાસ વેદ દ્વારકાવાળાના પુત્રવધૂ. કવિત તથા ભક્તિના માતુશ્રી. દીપ્તિના સાસુ. નિર્મલા પ્રાગજીભાઈ આશરના પુત્રી. મીના, વીણા, નરેન્દ્રભાઈ, ચંદાબેન તથા કલ્પનાબેનના બહેન. ૧૯/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૨/૮/૨૪ના ૫ થી ૬.૩૦. એમ સી એફ ક્લબ, પ્રેમ નગર, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પુષ્કર્ણા બ્રાહ્મણ
હીનાબેન કિરીટભાઈ જોષી હાલ વિરાર (ઉં. વ. ૬૭) તે ૧૭/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સ્વ.કિરીટભાઈના ધર્મપત્ની. નિર્મળાબેન જોષીના પુત્રી. સોનલ, કૌશિક જોષીના માતુશ્રી, દીપિકા તથા દીપકભાઈ જોષીના સાસુ. રિશી તથા જાનસીના દાદી. પ્રાર્થનાસભા ૨૧/૮/૨૪ના ૪ થી ૬. સાંઈ આશિષ બંગલો, પહેલે માળે, રૂમ નં ૧૦૧, પરાગ મેડિકલની ગલ્લી, પદ્માવતી હોલની બાજુમાં, બુલેજ રોડ, વિરાર વેસ્ટ.

પરજીયા પટ્ટણી સોની
વિમળાબેન ધકાણ તે અમૃતલાલ કાનજીભાઈ ધકાણ (ગઢડાવાળા)ના પત્ની (ઉં. વ. ૭૫) સ્વ. દેવાયતભાઈ ગોરધનભાઈ સતિકુંવર (ભાણવડવાળા)ના દીકરી, ચાંદની ધકાણના માતા. સ્વ. ત્રિભોવનભાઈ તથા સ્વ. મોહનભાઈના નાનાભાઈના પત્ની. હર્ષા હિતેશ પટેલ, પ્રીતિ પ્રમોદ સાગર, વર્ષા ચેતન સાગર, અતુલ, ધર્મેશ, કેતન, પ્રદીપ અને શરદના કાકી. તા. ૧૮-૮-૨૪ના અક્ષરધામ નિવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

લુહાર સુથાર
ગામ દલખાણીયાવાળા હાલ ભાયંદર ગં.સ્વ મુક્તાબેન ભીખુભાઇ હરસોરાના પુત્ર જયેશભાઇ (ઉં. વ. ૫૨) તે ૧૭/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સોનલબેનના પતિ. હર્ષના પિતા, મુકેશભાઈ, બકુલભાઈના ભાઈ, ગામ બાબરાવાળા મનસુખભાઇ ગાંડાભાઈ સિધ્ધપુરાના જમાઈ. બંનેપક્ષની પ્રાર્થનાસભા ૨૨/૮/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.

પચીસ ગામ ભાટિયા
માછરડાવાળા હાલ બોરીવલી સ્વ.કુસુમબેન તથા સ્વ.તુલસીદાસ મેઘજી આશરના પુત્ર ભરતભાઈ આશર (ઉં.વ.૮૦) તે ૧૯/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. અનુપમાબેન (અન્નપૂર્ણાબેન)ના પતિ. ગોપાલ, ખુશ્બુ તથા તન્વી નિસર્ગકુમાર આમોદવાલાના પિતા. સ્વ.રાજેન્દ્રભાઇ, સુધીરભાઈ, પ્રહલાદભાઈ, ગીરીશભાઈ, સ્વ.વિમળાબેન દયાળજી દુતીયા, સ્વ.સુધાબેન અમૃતલાલ ગાંધી, ગીતાબેન નરેન્દ્રભાઈ ઉદેશીના ભાઈ. સાસરાપક્ષે ગોંડલવાળા સ્વ.વિમળાબેન તથા સ્વ.વલ્લભદાસ ગોરધનદાસ ઉદેશીના જમાઈ. પ્રાર્થનાસભા ૨૧/૮/૨૪ના ૪ થી ૬. ગોપાલ્સ ગાર્ડન સ્કૂલ, ગ્રાઉન્ડ ફ્લોર, કુલુપવાડી રોડ, નેશનલ પાર્કની પાછળ, બોરીવલી ઈસ્ટ.

રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ મુંબઈ
સ્વર્ગસ્થ પ્રાણશંકર તથા કેસરબેનના પુત્ર, વસંતભાઈ જોશી (ખેતીયા) (ઉં.વ.૭૮) તે મુળ ગામ સોડસલા હાલ ઘાટકોપર, મુંબઈ, તારીખ ૧૮/૦૮/૨૪ રવિવારના કૈલાશ વાસ પામેલ છે. તેઓ ઇન્દુમતીબેનના પતિ, સવિતાબેન રતિલાલ જોશી(જામનગર) ના જમાઈ, જયશ્રી,દિપક, ધર્મિષ્ટાના પિતા, કેતન ભટ્ટ,આરતી જોશી, હિતેશ શાહના સસરા, તથા અશોકભાઈ, ભરતભાઈ, ગીરીશભાઈ અને ઉષાબેન ગીરધરલાલ પુંજાણી તથા ચંદ્રિકાબેન મધુસુદન ગોરના ભાઈ, તથા હર્ષિલ, સાર્થકના દાદા, એમની પ્રાર્થના સભા તારીખ ૨૨/૦૮/૨૪ ના ગુરુવારના બપોરના સમય ૪ થી ૬ના. લાયન્સ કોમ્યૂનિટી હોલ,૯૩ -બી, ગરોડીયા નગર, ઘાટકોપર-પૂર્વ, મુંબઈ-૪૦૦૦૭૭ લૌકિક ક્રિયા બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button