હિન્દુ મરણ
મેઘવાળ
ગામ શામપરા હાલ મસ્જિદ બંદર મુંબઈ સ્વ. રૂપાબેન અને સ્વ. કેશવજી કરસન કુંઢડીયાના દીકરા. ઇન્દુબેનના પતિ સ્વ. હીરાલાલ કુંઢડીયા (ઉં.વ. ૭૨) સોમવાર, તા. ૧૨-૮-૨૪ના રામશરણ પામ્યા છે. તે સ્વ. પાલુબેન અને સ્વ. નથુભાઈ કણબીના ભાણેજ. સ્વ. જેઠીબેન અને સ્વ. માવજીભાઈ બોરીચાના જમાઈ. સ્વ. ભાણીબેન ત્રિકમ ભોજ, સ્વ. મીઠીબેન કરસન ગોહિલ, સ્વ. મૂળીબેન કેશવજી કુંઢડીયાના ભાઈ. રણજીત્તાબેન અને કલ્પેશભાઈના પિતાશ્રી. બારમાની વિધિ તા. ૧૭-૮-૨૪ના ૬:૦૦. નિવાસસ્થાન: સરસ્વતી સદન, ૨/૪૨ કેશવજી નાયક માર્ગ, મસ્જિદ બંદર, મુંબઈ ૯.
હાલાઈ લોહાણા
હિંમતભાઈ ચુનીલાલ દવાવાલા (પંજવાણી) (ઉં. વ. ૯૨) તે અનસુયાબેનના પતિ. તે અવની અતુલ તન્ના, અનીષી નિખીલ શેઠના િ૫તા. અંકીત, અનસુલ, વિવા તથા સીયાના નાના. સ્વ. મનજી વાલજી કોટેચાના જમાઈ. સ્વ. નટુભાઈ, સ્વ. લલીતભાઈ, સ્વ. પ્રેમબેન, સ્વ. લતાબેન, નલીનીબેન, હંસાબેન તથા શશીબેનના ભાઈ ૧૩-૮-૨૪, મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
હાલાઈ લોહાણા
મુળ ગામ સીમાણી કારાવડ હાલ નાસીક કિરીટ (કેતન) મોદી (ઉં. વ. ૬૭) તે મંજુલાબેન મુલજીભાઈ મોદીના પુત્ર તે ભારતીબેન, નલીનીબેન, દક્ષાબેન, કિશોરીબેન, પ્રસુનના ભાઈ. બીનાબેનના પતિ. સુચી, કોશા, કુશના પિતાશ્રી. સૌ. નિકીતાના સસરાજી. સ્વ. હર્ષાબેન હસમુખરાય શેઠના જમાઈ ૧૩-૮-૨૪, મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૫-૮-૨૪ના ૫ થી ૬. શ્રી જલારામ મંદિર કેવડીવન તપોવન પંચવટી નાસીક ખાતે રાખેલ છે.
પાવરાઈ ભાટીયા
ગામ મંજલ (કચ્છ) હાલ મુંબઈ ત્રીકમદાસ નારણદાસ ધામાણી (ઉં. વ. ૮૧) ૧૩-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે નારણદાસ ધામાણીના પુત્ર. સ્વ. હંસાબેનના પતિ. સ્વ. નરસીંહ વલ્લભદાસ નેગાંધીના જમાઈ. હેમાંગભાઈના પિતા. અ.સૌ. જયશ્રીબેનના સસરા. યશ, ધ્રુવના દાદા. લૌકિક વ્યવહાર બંધ છે, તેમજ પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી લોહાણા
કચ્છ ગામ તેરા હાલે થાણા તે સ્વ. જમણાબેન કરસનદાસ ગણાત્રાના પુત્રવધૂ ગં.સ્વ. મધુબેન સુરેશભાઈ ગણાત્રા (ઉં. વ. ૭૮) ૧૩-૮-૨૪ના રામશરણ પામેલ છે. તે મિતેશભાઈ, જીગ્નેશભાઈ અને ભાવના ચેતન રૂપારેલના માતુશ્રી. સોનલબેન અને પૂનમબેનના સાસુમા. તારાબેન જમનાદાસ ગણાત્રાના દેરાણી. તે સ્વ. ડુંગરશીભાઈ, સ્વ. કિશાનભાઈ, સ્વ. જયંતીભાઈ, સ્વ. શંકરભાઈ કમાની તથા સ્વ. કમળાબેન, સ્વ. ચંદ્રાબેન, ગં.સ્વ. મંજુલાબેનના બેન. તે ઉર્વી, ત્રિશા, માસૂમી, દર્શ, રાહુલના દાદી. પ્રાર્થનાસભા ૧૫-૮-૨૪ના ૫.૩૦ થી ૭ ગોપુરમ હોલ જ્ઞાન સરિતાના બાજુમાં આર.પી. રોડ, મુલુન્ડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
શિહોરવાળા હાલ ખાર રોહિતભાઈ ધીરજલાલ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. મધુરીબેન (ઉં.વ. ૭૧) તે ૧૩/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ડિમ્પી શોભીતકુમારના માતુશ્રી. નાયશાના નાની. પિયરપક્ષે સ્વ. જયાલક્ષ્મી કાંતિલાલ છોટાલાલ મોદીના દીકરી. સ્વ. ભુપેન્દ્રભાઈ, સ્વ. કિશોરભાઈ, રસીલાબેન રમેશકુમાર મહેતાના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ
સ્વ. ગૌરીબેન જોશી (ઉં.વ. ૯૫) મૂળ ઇસરા હાલ મુંબઈ તે સ્વ. રામજીભાઈ રેવાશંકર જોશીના ધર્મપત્ની. કુકસવાડાવાળા સ્વ. લાભુબેન શિવરામ મેઘજી જોશીના પુત્રી. સ્વ. દયાશંકરભાઈ અને સ્વ. જસુબેન, સ્વ. વિઠ્ઠલભાઈ અને મંજુબેન, સ્વ. જયંતિભાઈ અને સ્વ. મૂર્દુલાબેનના ભાભી. સ્વ. અરવિંદભાઈ, મનહરભાઈ, યોગેશભાઈ, નરેંદ્રભાઈ, હરેશભાઈ અને નયનભાઈ તથા હર્ષા વ્યાસ, ગીતા વ્યાસ, મીના મહેતાના માતુશ્રી. મધુબેન અરવિંદ, સ્વ. હંસાબેન મનહર, માલતી યોગેશ, પુષ્પા નરેન્દ્ર, કવિતા નયન, સનત વ્યાસ, અનિલ વ્યાસ, જયેશ મહેતાના સાસુ, તા. ૧૨/૮/૨૪ના કૈલાશવાશી થયેલ છે. પ્રાર્થનાસભા ૧૫/૮/૨૪ના ગુરુવારે ૪.૦૦ થી ૬.૦૦. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, જ્ઞાનનગર, લોકમાન્ય તિલક રોડ, ડાયમંડ સિનેમાની સામે, બોરીવલી પશ્ર્ચિમ.
હાલાઈ લોહાણા
દ્વારકાવાળા હાલ કાંદિવલી નિવાસી સ્વ. જીતેન્દ્ર દ્વારકાદાસ રાયઠઠ્ઠાના ધર્મપત્ની ગીતાબેન. તે સ્વ. દમયંતી દ્વારકાદાસ રાયઠઠ્ઠાના પુત્રવધૂ. તે સ્વ. રંભાબેન કાંતીલાલ જોબનપુત્રા અકોલાવાળાના દીકરી. તે સ્વ. રમેશભાઈ, સ્વ. કિશોરભાઈ, ભૂપતભાઈ, દિપકભાઈ, દિનેશભાઈ, જયેશભાઈ, ભાનુબેન શશીકાંતભાઈ રાજા, વનિતાબેન વિજયભાઈ ગણાત્રા અને દક્ષાબેન રાજેશભાઈ ગઢીયાના બેન. તે રીતેશના માતા તા. ૧૨-૮-૨૪ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૫-૮-૨૪ના શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, કાંદિવલી પશ્ર્ચિમ મુકામે ૧લે માળે સાંજે ૫થી ૬. લૌકિક પ્રથા બંધ છે.
દશા સોરઠીયા વણિક
ભાડેર નિવાસી હાલ પેણ, સ્વ. સાકળીબેન ગિરિધરલાલ ધ્રુવ મલકાણ (શાહ)ના સુપુત્ર હરખચંદભાઈ (ઉં.વ. ૮૫) તા. ૧૦/૮/૨૪ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જ્યોતિબેનના પતિ. હરેશભાઈ, લીના સુરેશ મૂંજ્યાસરા, મીતા રમેશ મૂંજ્યાસરા, ચેતના અતુલ વૈધના પિતા. વિદ્યાના સસરા. મનસુખભાઈ, મણીભાઈ, સ્વ. રાજેશભાઈ, ગં.સ્વ. જયશ્રી રમેશ કાટકોરિયાના મોટાભાઈ. જગજીવનદાસ રામજીભાઈ કઢી (સંઘાણી)ના જમાઈ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
ગં.સ્વ. સુમતિબેન મુગટલાલ સેજપાલ મૂળ ગામ ચલાળા હાલ બોરીવલી (ઉં.વ. ૮૮) તે તા. ૧૩/૮/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. વિરલ, સુનિલ સેજપાલ, રૂપા શુક્લા, સોના ચંદેના માતૃશ્રી. કીર્તિ અને દર્શનાના સાસુ. કાનન, શ્રિયા અને હર્ષના દાદી. સલોની, મોહનીશ, જય અને જશના નાની. સ્વ. જયાબેન વનમાળીદાસ ખંડેરીયાના દીકરી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.
નવગામ વિશા દિશાવાળ
મહેસાણા નિવાસી હાલ કાંદીવલી-વેસ્ટ ગં.સ્વ. ઉર્મિલાબેન (ઉં.વ. ૮૩) તે સ્વ. હસમુખલાલ શીવલાલ શાહના ધર્મપત્ની. સ્વ. બિમલભાઈ, જયેશભાઇ, મનીષભાઇના મમ્મી. રશ્મિબેન, હીનાબેન, નીતાબેનના સાસુ. કૃપા, ઉર્વિ, આકાશ, વિધિ, હસ્તી તથા સ્વ. શ્યામના દાદી. પીયરપક્ષ સ્વ. નાથાલાલ મગનલાલ ગાંધી (માણસા)ની દિકરી, તા. ૧૩-૮-૨૪ મંગળવારના શ્રીજીચરણ થયા છે. બેસણું તા. ૧૫-૮-૨૪ ગુરુવારના ૫ થી ૭. બાલાશ્રમ હોલ, અતુલ ટાવરની બાજુમાં, મથુરાદાસ એક્સ્ટેન્શન રોડ, કાંદિવલી-વેસ્ટ.
દેસાઈ સઈ સુથાર જ્ઞાતિ
મહુવા નિવાસી હાલ ગોરેગામ સ્વ. ભુપતભાઈ ચકુભાઈ ચાવડાના પુત્રવધૂ સ્વ. રીનાબેન પ્રકાશભાઈ ચાવડા (ઉં.વ. ૫૭) તે શુક્રવાર, તા. ૯/૮/૨૪ના નિધન થયેલ છે. તે યશવી યશકુમાર ભુવા તથા શ્રેયના માતુશ્રી. ગં.સ્વ. ચંદ્રિકાબેન જસવંતભાઈ, ઉર્મિલાબેન કિશોરભાઈ, મીનાબેન કિશોરભાઈ, ભાવનાબેન શાંતિલાલના ભાઈના પત્ની. વિરલ, જય, યશ, જશના કાકી. ગં.સ્વ. લીલાવતીબેન ચંદ્રકાન્તભાઈ પીઠડીયાના દીકરી. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૫/૮/૨૪ના ૪ થી ૬. સરદાર પટેલ હોલ, જવાહર નગર, સીટી સેન્ટરની સામે, એસ વી રોડ, ગોરેગામ વેસ્ટ. બન્ને પક્ષની સાદડી સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
મોઢ વણીક મોદી સમાજ
વડનગર નિવાસી હાલ મલાડ સ્વ. સુરેશચંદ્ર શામળદાસ મોદી (ઉં.વ. ૭૫) તા. ૧૨-૮-૨૪ના અરીહંતશરણ પામ્યા છે. તેમનું પિયરપક્ષનું બેસણું. ૧૫-૮-૨૪ના ૪ થી ૬. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈનશ્રાવક સંઘ, પારેખ લેન કૉર્નર, એસ વી રોડ, કાંદિવલી વેસ્ટ.
શ્રીમાળી બ્રાહ્મણ
દાઠા નિવાસી હાલ-ઘાટકોપર સ્વ. લાભશંકર ઓઝાના પત્ની ગં.સ્વ. રશ્મિબેન (દિનુબહેન) તા. ૧૧-૮-૨૪ના કૈલાશવાસી થયેલ છે. પિયર પક્ષ સ્વ. સુમનબેન ચંપકલાલ કૌશિકના દીકરી.
બ્રહ્મભટ્ટ
સ્વ. શારદાબેન રણજીતસિંહ બારોટ ગામ મહુધા, હાલ ગોરેગાવના પુત્ર રાજન તે હેમાલીબહેનના પતિ. ચિન્મય તથા મિતેશ બારોટના પિતા. સ્વ. રમેશભાઈ તથા સુનીલ, ભારતી, ભાવનાના ભાઈ. સ્વ. નીલાબહેન હર્ષદભાઈ બક્ષીના જમાઈ. હરિતભાઈ બક્ષીના બનેવી તા. ૧૪-૮-૨૪ના દિવસે અક્ષરધામ સીધાવ્યા છે. પ્રાર્થનાસભા સરદાર પટેલ હોલ, એસ.વી. રોડ, સીટી સેન્ટરની સામે, ગોરેગાવ વેસ્ટમાં શનિવાર, તા. ૧૭-૮-૨૪ના સાંજના ૫.૦૦થી ૭.૦૦.
કપોળ
રાજુલા નિવાસી હાલ-મુંબઈ શ્રીજયંત મોહનલાલ સંઘવી (ઉં.વ. ૮૭) તા. ૧૪-૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. રસીકલાલ સંઘવીના ભાઈ. સ્વ. ઈન્દિરાબેન સંઘવીના દેર. તે કુમુદબેન ગોરડિયાના ભાઈ. તે કિરણ-બિના, આરતી-શૈલેષ, સ્વ. તૃપ્તિ, દીપક-ભાવના, સ્વ. નિખિલ-દિવ્યાના કાકા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી વણીક
મૂળગામ પાલીતાણા મુંબઈ નિવાસી હાલ ઘાટકોપર ઈન્દુમતી તે રસીકલાલ દાણીના ધર્મપત્ની. પદ્મનાભ, કુંજબીહારી અને શોભારાસેન્દુના માતુશ્રી. હીનાબેન, પુષ્પાબેન અને ધીરેન્દ્ર વાસાના સાસુ. વિવેક, પાર્થ, હીતાર્થ અને રોહનના દાદીશ્રી. આદી અને નીલના નાની. પ્રેમકોર મગનલાલ શાહના દીકરી ૯-૮-૨૪ના રોજ શ્રીચરણ પામેલ છે.
નાઘેર દશા શ્રીમાળી વણિક
ગરળ નિવાસી હાલ વાશી સ્વ. નારાયણદાસ ધરમશી કોઠારીના ધર્મપત્ની હિરાલક્ષ્મી કોઠારી (ઉં.વ. ૯૫), તે પ્રવિણચંદ્ર, રંજનબેન કીર્તિકુમાર, હંસાબેન મહેન્દ્રકુમાર, ભાવનાબેન કમલેશકુમાર, અરૂણાબેન મહેન્દ્રકુમાર તથા વર્ષાબેન ભરતકુમારના માતુશ્રી. શશીકલાબેન પ્રવિણચંદ્રના સાસુ. ધર્મેશ, મીતેશ, રશ્મિબેનના દાદી. પલ્લવીબેન, વૃત્તીબેન તથા રૂપેશકુમારના દાદી સાસુ. દિપેશ, નિશીતા, ભાવિક, તેજસ, આકાશ, દિપેન, વિધી, ચૈતાલી, હેતલ, રિનલના નાનીમા મંગળવાર, તા. ૧૩-૮-૨૪ના શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠિયા વણિક
સ્વ. હીરાબેન (ઉં.વ. ૭૭) તે કિશોરચંદ તારાચંદ દોશીના ધર્મપત્ની (ભાયાવદર નિવાસી) હાલ ઘાટકોપર તે સ્વ. શાંતાબેન પરશોત્તમદાસ વસાણીના સુપુત્રી. પ્રવિણભાઈ, સ્વ. અશોકભાઈ, તરલાબેન, સ્વ. પુષ્પાબેન, ઈલાબેનના ભાભી. ભાવેશભાઈ, જગદીશભાઈ, અ.સૌ. ભારતીબેન, અ.સૌ. રક્ષાબેનના માતુશ્રી. પરાગ શેઠ, ભરત રાજકોટીયા, અ.સૌ. રાજલના સાસુજી. સ્વ. ચંપકભાઈ વિનોદભાઈ વસાણી, અ.સૌ. ઈન્દુબેન, અ.સૌ. નીરૂબેનના બેન, તા. ૧૩-૮-૨૪ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
ઈડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ
બ્રહ્મપુરી (હાલ મીરા રોડ)ના અ.સૌ. હંસાબેન ૧૩મીએ દેવલોક પામ્યા છે. તે પ્રમોદ રેવાશંકર ઠાકરના પત્ની. લીના, સુનીલ અને સુકેતુના માતા. અનિલ જાની, કિરણ અને રીટાના સાસુ. સ્વ. પુષ્પાબેન, વાસંતીબેન અને સ્વ. મુકુંદભાઈના ભાભી અને જટાશંકર જયશંકર વ્યાસ (ખેડ- ચાંદરણી)ના દીકરી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.