મરણ નોંધ

હિન્દુ મરણ

રાજુલાવાળા હાલ સાયન રહેવાસી મંજુલાબેન મહેન્દ્રકુમાર ભુતાના પુત્ર ડો. ચિતરંજન (ઉં. વ. ૬૩) તે બીનાબેનના પતિ. તે ડિમ્પલ અને પાર્થના પિતાશ્રી. અને સૃષ્ટિના સસરા. તે સ્વ. દિગન્તભાઇ, સ્વ. ચેતનભાઇના મોટાભાઇ અને બરોડાવાળા મગનભાઇ મિસ્ત્રીના જમાઇ. તા.૧૦-૮-૨૪ના શનિવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.

કપોળ
મહુવાવાળા સ્વ. પ્રતાપરાય બાલુભાઇ પારેખ વાડીવાળાના પુત્ર સ્વ. લાલદાસના ધર્મપત્ની પુષ્પાબેન (ઉં. વ. ૮૨) તે કિરીટ, મનોજ, મીતા, દીશાના માતા. તે અ. સૌ. સ્વ. શિલ્પા, હરીણી, મેહુલના સાસુ. ધરા, યશ, ઇશીતા, કીયારાના દાદી. કરન, હેલીના નાની. તે બાલકીશનભાઇ, ગુણવંતભાઇ, સ્વ. પ્રભાબેન, દેવયાનીબેન, સ્વ. જયોતીબેન, ચંદ્રિકાબેનના ભાભી. નીલાબેન, ભાવનાબેનના જેઠાણી. પીયર પક્ષે બાબરીયાધારવાળા ઓધવજી મોહનલાલ સંઘવીના દિકરી. શુક્રવાર, તા. ૯-૮-૨૪ના મહુવા મુકામે શ્રીજીચરણ પામેલ છે.

મેઘવાળ
ગામ: સાવરકુંડલા હાલ તુલસીવાડી મુંબઈ સ્વર્ગીય શ્યામજી મોહન વેગડા (ઉમર ૬૭ ) તેવો સ્વ. અતુબેન અને મોહન વેગડાના પુત્ર ગ. સ્વ. દેવુબેનના પતિ ગ. સ્વ. જીવીબેન અને સ્વ.ભીખાભાઈ ચાવડાના જમાઈ કિશનના મોટાભાઈ માનસી સચીન અને જયોતીના પિતા હેતેશ પીંકી તુષારના સસરાનું નિધન તા: ૨/૮/૨૪ શુક્રવારના દિવસે થયુ હતું વિધિ: ૧૩/૮/૨૪ મંગળવારે સાંજે ૫ : વાગ્યે તેમના ૭૧૦ – અ૪ મહાલક્ષ્મી હાઈટસ હા.સો. ના હોલ સંતશ્રી વીરમેઘમાયા માર્ગ તુલસીવાડીમા રાખવામાં આવેલ છે.

કચ્છી લોહાણા
હર્ષદ (રાજા) લોહાણા (ઉં. વ. ૮૩) સ્વ. રમાબાઇ અને સ્વ. કમલાકાંત ગોપાલજી લોહાણાના પુત્ર. સ્વ. અનસુયા અને સ્વ. રામચંદ્ર શિવદાસ ચાપસીના જમાઇ. ઇલાના પતિ. બ્રિજેશ, સ્વ. કેતકીના પિતા. અનુપમાના સસરા. સ્વ. કુલિન, સ્વ. નંદિની રત્નાકર, સ્વ. જયશ્રી રસિકલાલ અને અરુણના ભાઇ તા. ૯-૮-૨૪ના મુંબઇમાં અક્ષરવાસી થયા છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૮-૨૪ના ૫થી ૭. ઠે. હોલ ઓફ કલ્ચર, ગ્રાઉન્ડ ફલોર, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા બિલ્ડિંગ, નહેરુ સેન્ટર, વરલી, મુંબઇ-૪૦૦૦૧૮.

સંબંધિત લેખો

સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
ભાવનગર નિવાસી હાલ મુંબઇ સ્વ. ભૂપેન્દ્ર બાબુલાલ છાટબારના ધર્મપત્ની ગં. સ્વ. જયોત્સનાબેન (ઉં. વ. ૭૦) તે દિનકર અને લક્ષિતના માતુશ્રી. તે અ. સૌ. અંજલીના સાસુ. અનાયાના દાદી. તથા અ. સૌ. હર્ષદા હસમુખલાલ છાટબારના દેરાણી. પ્રવીણભાઇ, ભરતભાઇ, વિરેન્દ્રભાઇ શૈલેષભાઇ, રાજુભાઇના ભાભી. તે સ્વ. ભાણજી સુંદરજી પડીયાના પુત્રી તા. ૯-૮-૨૪ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૨-૮-૨૪ના ૪થી ૬. ઠે. હરિચંદ રૂપચંદ ટ્રસ્ટ વાડી, ૪૩/૩જી પાંજરાપોળ લેન, સી. પી. ટેન્ક. મુંબઇ-૪૦૦૦૦૪.

ચરોતર રૂખી સમાજ
ગામ વડોદરાના હાલ મુંબઇના કૈલાષભાઇ જેઠા ચૌહાણ તેમ જ સ્વ. નંદાબેન કૈલાષના જેષ્ઠપુત્ર. અનિશ (ઉં. વ. ૩૫) તેઓ તા. ૭-૮-૨૪ના રોજ દેવલોક પામ્યા છે. તેમના સ્વજનો દાદા-દાદી. સ્વ. જેઠાભાઇ ટીલ્લુ, સ્વ. હિરાબેન, સ્વ. ચુનીલાલ ટીલ્લુ, ગં. સ્વ. ભાનુબેન, પુરષોતમ ટીલ્લુ, જમનાબેન, કાકા-કાકી. ગં. સ્વ. જશોદા કિશન વાઘેલા, ગં. સ્વ. ધનશાબેન ડાયાલાલ. કાકા-કાકી. રાજેશ જેઠા ચૌહાણ, વિનોદભાઇ જેઠા ચૌહાણા, હંસાબેન. ભાઇ-ભાભી કલ્પેશભાઇ કૈલાષ ચૌહાણ, સૌ. નેહાબેન. ભાઇ- રોહન વિનોદ ચૌહાણ, રમેશ અંબાલાલ વાઘેલા. બેન-બનેવી: ભરત રામજી સોલંકી, ભારતી કમલેશ રતિલાલ સોલંકી-આરતી પ્રાર્થનાસભા (સુતક) તા. ૧૨-૮-૨૪ના સાંજે ૫.૦૦ નિવાસસ્થાને: સેન્ટ જોર્જ હોસ્પિટલ, કમ્પાઉન્ડ, ચાલ નં.૨૨, મુંબઇ-૪૦૦૦૦૧.

નાઘેર દશા શ્રીમાળી વણિક
ઉના નિવાસી હાલ વાશી નવી મુંબઇ ચીમનલાલ પ્રાણજીવનદાસ રાણાના ધર્મપત્ની અ.સૌ. હંસાબેન (ઉં. વ. ૭૮) રવિવાર, તા. ૧૧-૮-૨૪ના અક્ષરનિવાસી પામ્યા છે. તે હિતેન, સમીર, સનત, અ. સૌ. રક્ષાના માતુશ્રી. ભારતી, દિશા, શીતલ તથા મનીષભાઇ મગનલાલના સાસુ. તથા સ્વ. લક્ષ્મીકાંત, પ્રવીણભાઇ, સ્વ. તારાબેન જયંતીલાલ, હંસાબેન મધુકર લોઢવીયા, હસ્મિતાબેન જીતેન્દ્ર શાહના ભાભી. તથા સ્વ. સુરેન્દ્રભાઇ, સ્વ. ભૂપેન્દ્રભાઇ, પ્રફુલભાઇ, ધનલક્ષ્મીબેન, સ્વ. અશ્રુબેન, ભાનુબહેનના બહેન. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૨-૮-૨૪ના ૪.૩૦થી ૬. ઠે. બીએપીએસ સ્વામિનારાયણ કલાકેન્દ્ર, સેકટર ૧૦/૧૨ એ, મીની સી શોર રોડ, વાશી, નવી મુંબઇ-૪૦૦૭૦૩.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button