હિન્દુ મરણ
ઝાલાવાડી સઇ સુથાર
લીંબડી નિવાસી હાલ વિલેપાર્લે ચંદનબેન સોલંકી (ઉં. વ. ૮૩) શુક્રવાર તા. ૯-૮-૨૪ને શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ચંદુલાલ વાલજીભાઇ સોલંકીના ધર્મપત્ની. તે જેઠાલાલ વિરજી ગોહિલના સુપુત્રી. તે દિનેશભાઇ, સ્વ. નલિનભાઇ, સ્વ. જયશ્રીબેન ભરતકુમાર, રાજેશભાઇ, કમલેશભાઇ, અશોકભાઇ, કેતનભાઇના માતુશ્રી. તે સ્વ. રીટાબેન, સુનિતાબેન, આરતીબેન, હીનાબેન, સોનલબેન, ભરતભાઇના સાસુ. કુનાલ, હર્ષ, હિતેન, દિવ્યેશ, ઉર્વશી જીગર ગોહિલ, અંકીતા પ્રિયેશ નાથવાની, નિમેષ, ચાર્મી હર્ષ શાહ, તેજસ, નિશાંત, જૈનેષના દાદી. પ્રાર્થનાસભા રવિવાર, તા.૧૧-૮-૨૪ના ૫થી ૭. ઠે. ખડાયતા ભવન, ૩૨, હનુમાન રોડ, લેકમે સલોનની ઉપર, વિલેપાર્લા (પૂર્વ).
ઔદીચ્ય સહસ્ત્ર બસીયા સમાજ
ટીંટોઇ નિવાસી, હાલ બેંગલોર નીલા જયેશ ઠાકર (ઉં. વ. ૫૬) તે શુક્રવાર તા. ૯-૮-૨૪ના બેંગલોર મુકામે સ્વર્ગવાસ થયેલ છે. તે મધુકાંતાબેન અમૃતલાલ ઠક્કરના પુત્રવધૂ. તે નીકુલ, રીના, નીકુલ ઠાકરના માતુશ્રી. તે નીરકના દાદી. તે સ્વ. ઇચ્છાબહેન અમૃતલાલ ત્રિવેદીના પુત્રી. તે સ્વ. અજય, શ્રીજીસા અજય ત્રિવેદી અને હર્ષાબેન અશોકકુમાર પંડયાની બહેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૨-૮-૨૪ના ૫થી ૭. ઠે. ગાયત્રી ભુવન, રાજાજી નગર ખાતે, લૌકિક વ્યવહાર બેંગલોર મુકામે રાખેલ છે.
પુષ્કરના બ્રાહ્મણ
કચ્છના, નારાયણ સરોવર, હાલ કાંદિવલી, હરેશ લક્ષ્મીદાસ જોશી (કેવારિયા) (ઉં. વ. ૮૫) સ્વ.લક્ષ્મીદાસ (મનુ મહારાજ) અને ગં.સ્વ.મમાબાઈના પુત્ર. ગં.સ્વ.જ્યોત્સનાબેનના પતિ. નમ્રતા અને વિનયના પિતા. ખ્યાતિના સસરા. કાશવી અને ખ્રિશાના દાદા. સ્વ.દિવેશ્ર્વર અને હેમકુંવર પંડ્યાના જમાઈ, ૫ ઓગસ્ટ ૨૪, સોમવારના શ્રીજીશરણ પામ્યા છે.
લુહાર સુથાર
ગામ ભાવનગર હાલ મીરા રોડ દિલીપભાઈ શામજી મકવાણાના ધર્મપત્ની સંધ્યાબેન (ઉં. વ. ૬૩) ગુરુવારના તા. ૮.૮.૨૪ના શ્રીજી ચરણ પામ્યા છે. તે કુણાલના માતુશ્રી. જીતેન્દ્રભાઈના નાના ભાઈની ધર્મપત્ની. મનીષના કાકી. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા તા. ૧૨.૮.૨૪ ના સોમવાર સમય સાંજે ૫ થી ૭ માં શ્રી લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર , કાર્ટર રોડ નંબર ૩, વિશ્ર્વકર્મા ચોક, બોરીવલી (ઈસ્ટ).
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારશે બ્રાહ્મણ
ટીમાંણા નિવાસી હાલ દહિસર વિધ્યારામ જીવનરામ દેસાઈના ધર્મપત્ની અ. સૌ. ભાનુમતિબેન (ઉં. વ. ૬૭) તે તા.૯/૮/૨૪ના કૈલાશવાસી પામેલ છે. પ્રાણશંકર, રસિકભાઈ, સ્વ.નવનીતરાય, જશવંતરાય, સ્વ.કાંતાબેન પ્રતાપરાય, સ્વ.પરસનબેન રમાકાંતના ભાભી. સુનીતાબેન જગદીશભાઈ, શીતલ વિજયભાઈ, હેમલતા અશ્ર્વિનભાઇ, મીના વિપુલભાઈ, હીનાબેન નયનકુમાર ભટ્ટના માતુશ્રી. લોયંગા નિવાસી સ્વ.અંબાશંકર ત્રિભોવનદાસ ભટ્ટના દીકરી. સ્વ.ચંદુભાઈ, રમણીકભાઇ, સ્વ.અરવિંદભાઈ, સ્વ. ધનગૌરીબેન, સ્વ. કુંદનબેન, સ્વ.નિર્મળાબેન, સરોજબેનના બહેન. બંને પક્ષની સાદડી તા.૧૨/૮/૨૪ના સોમવાર ૩ થી ૬. સાંઈ મંદિર હોલ, બસ નં. ૨૯૬ સેકેન્ડ લાસ્ટ સ્ટોપ, કરવીર નગર સ્ટોપ, એસ. એન. દુબે રોડ, દહિસર ઈસ્ટ.
કપોળ
શિહોરવાળા હાલ મલાડ સ્વ.ભાણજીભાઇ રતિલાલ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ.મધુકાંતાબેન (ઉં. વ. ૮૬) તે તા.૮/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. રાકેશ, રેખાબેન સુરેશભાઈ દોશી, કાશ્મીરા મહેતા, શર્મિલા બિપીનકુમાર શાહના માતુશ્રી. મનીષાના સાસુ. ક્રીશીતાના દાદી. સ્વ.જમનાદાસ, સ્વ.દોલતરાયના ભાભી. પિયરપક્ષે દુર્લભદાસ રૂપજી દોશી વાવેરાવાળાના દીકરી. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
ડેડાણ નિવાસી હાલ ભાયંદર સ્વ.જયાબેન દેવીદાસ ઠાકરશી ચિતલિયાના પુત્ર દીપકભાઈ (ઉં. વ. ૫૮) તે તા.૧૦/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સ્વ.દિનેશભાઇ, અનિલાબેન અરવિંદભાઈ મોદી, ભારતીબેન રમેશભાઈ મહેતા, નીતિનભાઈ, પ્રકાશભાઈના ભાઈ. સરોજના દિયર, નેહાના જેઠ, ભેરાઇવાળા સ્વ.રણછોડદાસ ગોરડીયાના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
મૂળગામ સિમર હાલ સાંતાક્રુઝ સ્વ.લાભુબેન કમળાશંકર ભીખાલાલ જોષીના પુત્ર પ્રકાશભાઈ (ઉં. વ. ૫૪) તે અનુબેન, ઉર્મિલાબેન, સ્વ.નયનાબેન, જ્યોતિબેન, ઇલાબેન, જયશ્રીબેન, ભરતભાઈ, મિતેષના ભાઈ તા.૭/૮/૨૪ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તા.૧૧/૮/૨૪ રવિવાર ૪ થી ૭. સાંતાક્રુઝ લાઈબ્રેરી કામ્યુનિટી સેન્ટર, ૫૪, બેસન્ટ સ્ટ્રીટ, સાંતાક્રુઝ વેસ્ટ.
મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા
મૂળ ગામ ધનસુરા હાલ મુંબઈ કોકીલાબેન શાહ તે સ્વ.મનહરલાલ દામોદરદાસ શાહના પત્ની ગુરુવાર તા.૮/ ૮/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. ઇના, આશિષ, હિમાંશુના માતુશ્રી, જયેશકુમાર, વૈશાલી, જાસ્મીનના સાસુ. રશ્મિકાંતભાઇ, સુરેન્દ્રભાઇના બેન પ્રાર્થનાસભા રવિવાર તા.૧૧/૮/૨૪ના ૪ થી ૬. પિયરપક્ષે સ્વ.જેઠાલાલ શાહ તરફથી પણ તે જ સમયે રાખેલ છે. પેરેડાઇઝ બેન્કવેટ. દેવીદાસ લેન, અદાણી ઇલેક્ટ્રિસિટી ઓફિસની સામે, બોરીવલી (વેસ્ટ).