હિન્દુ મરણ
હાલાઈ લોહાણા
મૂળ ગામ કેશોદ, હાલ મલાડ નિવાસી ગં.સ્વ.વિમળાબેન વલ્લભદાસ વિઠલાણીના પુત્ર રમેશભાઈ વિઠલાણી (ઉં. વ. ૭૩) તા.૭/૮/૨૦૨૪ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે મધુબેન વિઠલાણીના પતિ. તે કિશોરભાઈ, સ્વ.પ્રવિણભાઇ, જીતેન્દ્રભાઈ, રાજેશભાઈના મોટાભાઈ. બિજલ પંકજ કોટક, સેજલ શ્યામ આશર, હેતલ અમર શાહ, દિપ્તી સિધ્ધાર્થ કોરીયાના પિતા. નારણદાસ મકંજી સામાનીના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર તા.૯/૮/૨૦૨૪ના ૪.૩૦ થી ૬.૩૦ વૃન્દાવન ગાર્ડન, ત્રિકમદાસ રૉડ, સોના ટૉકીઝની બાજુમાં, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
ગં. સ્વ. ગીતાબેન જોગી (ઉં. વ. ૬૪) સ્વ. દીપકભાઈ ગોકળદાસ જોગીના ધર્મપત્ની. કેતન તથા વિશાલના માતુશ્રી. શોભના દવે, કુંદન કોઠારી, મીના ભુછડા તથા નલીની બગરિયા, બીપીન જોગીના ભાભી. સ્વ. નરબદા રૂગનાથ લાલજી મર્થકના દીકરી. સ્વ. ચંદ્રકાંત રૂગનાથ મર્થક તથા વિમળા દુબળ, જયશ્રી પડિયા, ભાવના વાઢૈરના બેન ૮-૮-૨૪, ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. મુળ ગામ શિહોર, હાલ ઘાટકોપર. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી રાજગોર
અ. સૌ. ઉર્મિલાબેન જેસરેગોર (ઉં. વ. ૬૩) ગામ ભોરારા હાલ નાલાસોપારા તે હસમુખલાલ વિસનજી જેસરેગોરના ધર્મપત્ની. કાશીબેન વિશનજી જેસરેગોરના પુત્રવધૂ. રાહુલ, રાજેશના માતૃશ્રી. શીતલબેન, ભાવનાબેનના સાસુ. રુદ્ર, મોક્ષ, વૈશ્વીના દાદી. નિર્મળાબેન છગનલાલ કેશવાણીના પુત્રી. પ્રાર્થનાસભા ૯-૮-૨૪, શુક્રવાર ૩ થી ૫. ઠે. કરસન લધુ નિસર હોલ, તુલીંજ ચાર રસ્તા, નાલાસોપારા (પૂર્વ).
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ડુંગર નિવાસી હાલ બોરીવલી, ચીમનલાલ તુલસીદાસ મહેતાના પત્ની અ.સૌ.ચંદ્રાબેન (ઉં. વ. ૮૫) ૭.૮.૨૪ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે રાજેન્દ્ર, ચેતન, કેતન, દક્ષા, કમલેશના માતુશ્રી. ફાલ્ગુનીબેન, દર્શનાબેન, ભાવનાબેન, અનિલકુમાર, નિશિતાના સાસુ. સ્વ.લાભુબેન, સ્વ.રમાબેન, અનિલભાઈ, કિરણબેન, હિનાબેનના ભાભી. પિયરપક્ષે સ્વ.નગીનદાસ વાલજીભાઈ શાહ ભાવનગરવાળાની દીકરી. સ્વ.કાંતિભાઈ, અરવિંદભાઈ, અશોકભાઈ, હંસાબેન, રાજેશભાઇના બેન. સંયુક્ત પ્રાર્થનાસભા ૯.૮.૨૪ને શુક્રવાર ૪થી ૬, સર્વોદય હોલ, ૨જે માળે, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ.
કપોળ
ચોગઠવાળા સ્વ. મોહનલાલ મગનલાલ દેસાઈના ધર્મપત્ની જયાબેન (ઉં. વ. ૮૪) તે ૬/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સ્વ.ઉજમબેન મગનલાલ દેસાઈના પુત્રવધૂ. સ્વ. શાંતાબેન અમૃતલાલ મહેતા, ગીરજાબેન કેશવલાલ મહેતા, કીર્તિબેન નટવરલાલ સંઘવીના ભાભી. શિહોરવાળા ગીરધરલાલ નાથુભાઈ મુનીના દીકરી. સ્વ.અરવિંદભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, કિરીટભાઈ, પ્રવીણભાઈના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટિયા
મુળરાજ નારાયણદાસ ભાટીયા (ઉં. વ. ૯૦) તા.૦૮/૦૮/૨૪ ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.પૂરીબાઈ (કસ્તુરભાઈ) નારણદાસના પુત્ર. સ્વ.કુસુમબેનના પતિ. સ્વ.જીવણદાસ, સ્વ. જયરાજ, સ્વ.માધુરીબેન, ગં.સ્વ.મંજુલાબેનના ભાઈ. કેતન, રીટાના પિતા. પ્રણય, સલોની અને ક્રિશાના દાદા – નાના. વિજયા ભાટિયા તથા કિશોરભાઈ પાલેજાના સસરા. પ્રાર્થનાસભા શનિવાર તા.૧૦.૮.૨૪ના ચાર થી પાંચ. ઠેકાણું કાનજી ખેતસીવાડી, કબુતરખાના પાસે, મીન્ટ રોડ, ફોર્ટ, મુંબઈ-૧ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નવગામ ભાટીયા
સ્વ. કલ્પના આશર તે ૬ ઓગસ્ટ, ૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. ગિરીશ ધીરજલાલ આશરના ધર્મપત્ની. સ્વ.ઉર્મિલાબેન અને સ્વ.મધુસુદન આશેરના પુત્રી. સ્વ.મધુબેન અને સ્વ.ધીરજલાલના પુત્રવધૂ. ધર્મેન્દ્ર, જયેશ અને કમલેશના નાનીબેન. યશ, વૈશાલી, પ્રીતિ, ધર્મેશ અને ભક્તિના કાકી. શોકસભા ૯ ઓગસ્ટ, ૨૦૨૪ના ભાટિયા ભગીરથ, ચિરાબજાર, મુંબઈ સાંજે ૪ – ૫.
દશા સોરઠીયા વણિક
સુશીલા (ઉં. વ. ૭૪) તે મનસુખલાલ મોહનલાલ કાચલીયા રાણાવાવ નિવાસી હાલ મુંબઈના ધર્મપત્ની તા. ૭/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે મનીષ તથા નિશાના માતુશ્રી. ક્રીમાના સાસુ. ધનસુખભાઇ તથા હંસાબેન જયસુખલાલ શેઠના ભાભી. શશીકાંત, ભરત, બિપિન નાથાલાલ સાંગાણી તથા નયના રજનીકાંત મદાણીના બહેન. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગં. સ્વ. લાભુબેન ડોડીયા (ઉં. વ. ૮૨) તે ગામ લાલપુર હાલ દહિસર તા. ૬/૮/૨૪ના રામશરણ પામેલ છે. સ્વ. અમૃતલાલ પોપટલાલ ડોડીયાના ધર્મપત્ની. દિનેશભાઇ, હસમુખભાઈના માતુશ્રી. સ્વ. નયનાબેન તથા દક્ષાબેનના સાસુ. સ્વ.રતિલાલભાઈ, સ્વ. ડાહીબેન હરજીવનભાઈ ઝીલ્કા તથા સ્વ.મણીબેન પ્રેમજીભાઈ મકવાણાના ભાભી. સ્વ. દેવરાજભાઇ લક્ષમણભાઇ વાળાના દીકરી. પ્રાર્થનાસભા ૧૦/૮/૨૪ શનિવાર ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
કચ્છી લોહાણા
અમુભાઇ ઠક્કર તે સ્વ. માણેકબેન ઓધવજી ઠકકર ધારાણીના પુત્ર. તે સ્વ. ચંપાબેન ચંદ્રકાન્ત લોહાણાના જમાઇ. મુંબઇ નિવાસી હાલ બેંગલોર (ઉં. વ. ૮૬) તા. ૪-૮-૨૪ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તે રસીલાબેનના પતિ. સ્વ. જમનાદાસ, જયાબેન પ્રવીણભાઇ માણેકના ભાઇ. નિર્મલ, કીન્નરીના પિતા. કિરણ નામ્બિયાર, ધ્વનીના સસરા. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
મુળ ટોડિયા (કચ્છ) હાલે ડોમ્બિવલી ગં.સ્વ. જયોતિબેન (ઉં. વ. ૫૯) સ્વ. હરેશભાઇ ગૌરીશંકર કાકુઆના પત્ની. સ્વ. મઠાબાઇ ગૌરીશંકર કાકુઆના પુત્રવધુ. ગં. સ્વ. લીલાવંતીબેન બાલકૃષ્ણ ચઠ્ઠમંધરા (વાંકુ હાલ ડોમ્બિવલી)ની પુત્રી. જીજ્ઞેશ તથા પ્રિયંકાના માતુશ્રી. અકશા, સુશાંક, (શનિ) પિયુષભાઇ શિવ (વસઇ)ના સાસુ. ઝવેરબેન તથા સ્વ. મધુબેનના ભાભી. તા. ૪-૮-૨૪ના અવસાન થયેલ છે.
વીશા લાડ વણિક
ગં. સ્વ. હર્ષા ધનસુખલાલ શાહ (ઉં. વ. ૮૭) તા. ૬-૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. કૌશિક, કલ્પના, હીનાના માતુશ્રી. શીલ્પા, રજનીકાન્ત, રાજીવના સાસુ. રોનક, પાર્થના દાદી. સાહિલ, પ્રિયાનાં નાની. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી બ્રહ્મક્ષત્રિય
ગામ માંડવી (કચ્છ) હાલ કાંદિવલી સ્વ. સાવિત્રી લક્ષ્મીદાસ લાલજી દાંધડાના પુત્રી કુસુમબેન (ઉં. વ. ૭૬) તા. ૭-૮-૨૪ બુધવારના રામશરણ પામેલ છે. તે પ્રધાનજી, નરોતમ, કલ્યાણજીભાઇ લીયાની ભાણેજ. તનસુખલાલ દાંધડાની બહેન. ઇન્દિરા દાંધડાની નણંદ. અમરદીપ, કલ્પના, ઉમંગ, નેહાના ફઇબા, ઝલક, નેત્રા, પરીની ફદી દાદીમાં. પ્રાર્થનાસભા તા. ૯-૮-૨૪ના શુક્રવારે સાંજે ૪થી ૫.૩૦. ઠે. લોહાણા મહાજન વાડી, કાંદિવલી (વેસ્ટ), શંકરમંદિરની બાજુમાં.