મરણ નોંધ

હિન્દુ મરણ

ગામ- લીંબડી, ગુજરાત હાલ સાંતાક્રુઝ સ્વ. કિશોરભાઈ સવજીભાઈ રાઠોડ (ઉં.વ. ૫૭) શનિવાર, તા. ૩-૮-૨૪ના અવસાન પામ્યા છે. સ્વ. દેવલબેન અને સ્વ. સવજીભાઈ પાલજીભાઈ રાઠોડના દીકરા. ગીતાબેનના પતિ. મકવાણાના ભાણેજ. ગં.સ્વ. રતનબેન અને સ્વ. ત્રિકમલાલ રત્ના ગોહિલના જમાઈ. આનંદના સસરા. અનિતા, ઉર્વશી, રિમા અને ભાવિકના પપ્પા. તેમના બારમાની વિધી (કારજ) તા. ૯/૮/૨૪ના શુક્રવારે ૫.૦૦ વાગે. નિવાસસ્થાન: રૂમ નંબર ૪, બિલ્ડીંગ નંબર ડી-૨૦, પી એન્ડ ટી કોલોની, મીલેટરી કેમ્પ પાસે, નહેરુ રોડ, સાંતાક્રુઝ (પૂર્વ).
કોળી પટેલ
ગામ ખરસાડ-હરી ફળિયાના નિવાસી (હાલ કાંદિવલી) પ્રવિણભાઈ કરસનભાઈ પટેલના પત્ની કલ્પનાબહેન (ઉં. વ. ૫૪) સોમવાર, ૫-૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે વિજયાબહેન કરસનભાઈ પટેલના વહુ. યસ અને શ્ર્વેતાના માતા. અંજુ, અલ્કા, હર્ષદભાઈના ભાભી. હેમલતાબહેનના જેઠાણી. પ્રાર્થનાસભા શુક્રવાર, ૯-૮-૨૪ના ૪ થી ૬ સ્થળ: શ્રી લોહાણા મહાજન વાડી, પહેલા માળે, એસ.વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી (પશ્ર્ચિમ). અને પુષ્પાણી શુક્રવાર, ૧૬-૮-૨૪ના ૩ થી ૫ સ્થળ: ૫૦૩ પુષ્પ વતિકા કો.ઓ. હાઉસિંગ સોસાયટી, જીવન આશા કોમ્પલેક્ષ, પટેલ નગર, એમ.જી. રોડ નંબર ૪, અછિજા હોટેલની પાછળ, કાંદિવલી (વેસ્ટ).
હાલાઈ ભાટિયા
દ્વારકાદાસ સંપટ (ઉં.વ. ૮૫) તે સ્વ. શાંતિબાઈ રામદાસ સંપટના પુત્ર. ચંદાબેનના પતિ. અ.સૌ. અલ્પા દીપક, અ.સૌ. પ્રીતિ સમીર, ચિ. નેહાના પિતા. માધવદાસ નારાયણદાસ સંપટના બનેવી. સ્વ. પ્રતાપસિંહભાઈ, સ્વ. ધરમસિંહભાઈ, સ્વ. જયસિંહભાઈ, સ્વ. ઘનશ્યામસિંહભાઈ, સ્વ. વિજયસિંહભાઈ, સ્વ. પ્રવિણકુમાર, સ્વ. ચંપુબેન તથા ગં.સ્વ. શકુંતલાબેનના ભાઈ. તે ચિ. ચિરાગ, ચિ. હીરલ, ચિ. રીપભ, ચિ. આર્યના નાના. તા. ૬-૮-૨૪ને શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૯-૮-૨૪ના જલારામ હોલ, એન.એસ.રોડ નંબર-૬, હાટકેશ સોસાયટી, જે.વી.પી.ડી. સ્કીમ વિલેપાર્લે (વેસ્ટ). ૫.૦૦થી ૬.૩૦ (લૌકિક વ્યવહાર બંધ છે.)
દશા સોરઠિયા વણિક
મેંદરડા નિવાસી, હાલ બોરીવલી ગં.સ્વ. હીનાબેન (ઉં. વ. ૭૦) તે સુરેશ ભીખાલાલ પારેખના ધર્મપત્ની. તે નિર્મલાબેન શાંતિભાઈ વખારીયાના દીકરી ૬-૮-૨૪, મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે દીપા, રાખી, દીપકના મમ્મી. તે ગં.સ્વ. ઈંદુમતી ગુણવંતભાઈ, અ.સૌ. વીણા ઈન્દ્રવદન, ગં.સ્વ. પુષ્પાબેન, જશીબેન, પ્રેમીલાબેનના ભાભી. કોકીલા, કવિતા, પ્રફુલ, રાજેશ, દીલીપ, અતુલના બેન. પ્રશાંત, સિદ્ધાર્થ, કિંજલના સાસુ. પ્રાર્થનાસભા ૯-૮-૨૪, શુક્રવારના ૫ થી ૭. શ્રી હાલાઈ લોહાણા બાલાશ્રમ હોલ, અતુલ ટાવરની બાજુમાં, કાંદિવલી (પ).
ખંભાતી મોઢ વણિક સમાજ
નીરુપમા ચંપકલાલ શાહ (વ્હાલા), (ઉં. વ. ૮૬) ચંપકલાલના ધર્મપત્ની. હસુમતીબેનના દેરાણી. તરુલત્તાબેન, જ્યોત્સનાબેનના ભાભી. દીનેશચંદ્ર ઠાકોરલાલ મેશ્રીના બહેન. સ્વ. ઉમેશ, ડૉ. કિરણ, જતીનના માતુશ્રી. સૌ. ભારતી, જાગૃતિ, પ્રિતીના સાસુ સોમવાર, ૫-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૮-૮-૨૪, ગુરુવાર પ થી ૭. સ્થળ: લાયન્સ કોમ્યુનીટી હોલ, ગરોડીયા નગર, ઘાટકોપર (ઈસ્ટ).
દશા શ્રીમાળી વણિક
સાવરકુંડલા નિવાસી, હાલ વિલેપાર્લે નટવરલાલ દલીચંદ મહેતાના ધર્મપત્ની અ.સૌ. ચારૂબેન (ઉં. વ. ૮૨) મંગળવાર, ૬-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે પારૂલબેન, વિમિષભાઈના માતુશ્રી. વિક્રમભાઈ દેસાઈના સાસુ. સમિદ્ય-કૈઈશાના દાદી. પિયરપક્ષે સ્વ. ચતુરબેન કરસનદાસ મહેતાની દીકરી. નરેન્દ્રભાઈ, ભરતભાઈ, નલિનીબેન, હર્ષાબેન, મીનાબેનના ભાભી. (પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે)
ભાવનગરી મોચી
ગામ ખાંભડા હાલ મલાડ ડાયાભાઈ જીવણભાઈ રાઠોડ (ઉં. વ. ૮૬) ૪-૮-૨૪ના રવિવારે રામચરણ પામ્યા છે. તે સુશિલાબેનના પતિ. મહેન્દ્રભાઈ, અરુણાબેન, હિનાબેન, મીનાબેન, વાસંતીબેનના પિતાશ્રી. પુજાબેન, રાજેશકુમાર, જગદિશકુમાર, સુનિલકુમાર, રાજુભાઈના સસરા. મિતાલી, અર્પિતા, માહીના દાદા. તેમનું બેસણું શંકર મંદિરમાં રાખેલ છે. ૯-૮-૨૪ને શુક્રવાર ૫ થી ૭. રૂમ નં. ૧, રૂખાસિંગ ચાલ, ઈન્દિરા કોલોની, હનુમાન નગર, કુરારવિલેજ, લેન્ડમાર્ક આદર્શ નગર ગેટ, મલાડ (ઈસ્ટ).
દેસાઈ સઈ સુતાર
તરસરા નિવાસી હાલ માલાડ સ્વ. મગનલાલ કુબેરદાસ ચાવડાના પુત્ર કાંતીલાલ ચાવડા (ઉં. વ. ૮૭) ૬-૮-૨૪, મંગળવારના ગોલોકવાસ પામ્યા છે. તે મધુબેનના પતિ. ભાવેશ, દક્ષા ભરતભાઈ મકવાણા, રશ્મિ, હેતલ રસિક ગોહિલના પિતાશ્રી. સ્વ. જયાબેન જયસુખભાઈ ગોહિલના ભાઈ. ત્રાપજ નિવાસી ભરતભાઈ બાબુભાઈ વાઘેલા, ધનસુખભાઈ, સ્વ. શરદભાઈ, સ્વ. ભાનુબેન નારણદાસ જેઠવા, ભારતીબેન વ્રજલાલ રાઠોડ, શીલાબેન રમેશભાઈ સોલંકીના બનેવી. બંને પક્ષની સાદડી શનિવાર, ૧૦-૮-૨૪ના ૪ થી ૬ સ્થળ: દેસાઈ સઈ સુતારની વાડી, અશોક ચક્રવતી રોડ નં. ૩, સ્વયંભુ ગણપતિ મંદિરની સામે, કાંદીવલી ઈસ્ટ. ધાર્મિક વિધિ નાશિકમાં રાખેલ છે.
ભરૂચના વિશા વાયડા વણીક
સ્વ. શિરીષ (ઉં. વ. ૮૭) સ્વ. અનંતલાલ ત્રી. શાહ, સ્વ. લીલાવતીબેનના સુપુત્ર. પ્રીતીના પતિ. સંજય, કિશન, ક્ધિનરીના પિતાશ્રી. સ્વ. ચિત્તરંજન, પ્રફુલ, સ્વ. નિરંજન, હરીશના બંધુ. સ્વ. મધુરિકા, સૌ. હંસા, નીતા, સૌ. નયનાના દિયર. સ્વ. મંજુલા, સ્વ. હંસા, સૌ. દેવિકા, કિર્તિદા, દક્ષા, સૌ. પુર્ણિમાના બંધુ, સ્વ. નવિનચંદ્ર પારેખ, સ્વ. અરવિંદભાઈ ભુતવાલા, કિધરભાઈ કાપડિયા, સ્વ. શૈલેન્દ્ર શાહ, સ્વ. શૈલેષ મર્ચંટ, શ્રી દિલિપભાઈ પારેખના સાળા તા. ૧૮-૬-૨૪ના અમેરિકામાં શ્રીજીચરણ પામ્યા છે. (રિત રિવાજ નથી રાખ્યા).
કપોળ
રાજુલાવાળા હાલ મુંબઈ સ્વ. મથુરદાસ હરજીવનદાસ મહેતાની પૌત્રી મૃદુલાબેન પ્રદિપકુમાર મહેતાની સુપુત્રી કાનનબેન (ઉં. વ. ૫૫) ૪-૮-૨૪ને રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે વરૂણના મમ્મી. હેમલના બેન. ભરતભાઈ, અસ્મીતાબેન (બેનાબેન), અશોકભાઈ (લાલુભાઈ)ની ભત્રીજી. શીબાનીની નણંદ. સર્વો પક્ષની પ્રાર્થનાસભા ૮-૮-૨૪ને ગુરુવારના જયહીંદ કોલેજ ઓડીટોરીયમ, એ રોડ ચર્ચટેગ સાંજના ૫ થી ૭. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
મહુવાવાળા હાલ કાંદિવલી સ્વ. મંગળાબેન જગજીવનદાસ હરજીવનદાસ મહેતાના સુપુત્ર સ્વ. ચંદ્રકાંતભાઈના ધર્મપત્ની ચંદ્રિકાબેન (ઉં.વ. ૭૪) ભાવિન, અમિતાબેન રાહુલકુમાર શાહ, જલ્પાબેન પરેશકુમાર કાણકિયાના માતુશ્રી. ફાલ્ગુનીના સાસુ. પિયરપક્ષે અમરેલીવાળા સ્વ. હીરાલાલ જીવરાજ મહેતાની સુપુત્રી. કલાવતીબેન – જીતેન્દ્રભાઈ, દીનતાબેન કિરીટકુમાર મહેતા, ભાવનાબેન ધીરેનકુમાર મહેતા, મીનાબેન – મહેશભાઈ, ઉષાબેન – ઉપેન્દ્રભાઈ, જોસ્મિતાબેન – દીપકભાઈના ભાભી. તા. ૭/૮/૨૪ બુધવારના શ્રીજી ચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ ભાવનગર, હાલ મલાડ સ્વ. વ્રજલાલ લાલજી દાવડા તથા સ્વ. ચંદ્રીકા દાવડાના સુપુત્ર કેતન દાવડા (ઉં.વ. ૪૩) નીમેશ દાવડા, સ્વાતી ધર્મેશ સાવાણી, જ્યોતિ લક્ષ્મણ શીંદેના ભાઈ. ધર્મેશ સાવાણી અને લક્ષ્મણ શીંદેના સાળા. મંગળવાર, તા. ૬-૮-૨૪ને શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ ભાટીયા
અ.સૌ. ભાવનાબેન, તે ગોપાલદાસ પાલેજાના ધર્મપત્ની. રજનીબેન શાંતીકુમાર આશરના સુપુત્રી. રૂપેશ, અ.સૌ. નેહા દિપક સંપટના મમ્મી. અ.સૌ. ખ્યાતીના સાસુ. ચિ. કાવ્યા, ક્રીશના નાની. તા. ૬-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૮-૮-૨૪ના ૪૫, વિઠ્ઠલદાસ રોડ, જી.કે. ભાટીયા નિવાસ, લુહાર ચાલ, ૨જે માળે, ૫.૦૦ થી ૬.૩૦. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટિયા
ગં.સ્વ. જયા રતનસિંહ ભીમાણી (ઉં.વ. ૮૫) તે સ્વ. રતનસિંહ (આનંદભાઈ) પ્રાગજી ભીમાણીના પત્ની. વિનય તથા જેશીકાના માતુશ્રી. સૌ. નિતા તથા કિરીટ શાન્તીકુમાર કાપડિયાના સાસુ. હેમલ તથા જૈનીના દાદી-નાની. સ્વ. ચત્રભુજ મુરારજી જેશરાણીના પુત્રી. સ્વ. પ્રાગજી જમનાદાસ ભીમાણીના પુત્રવધૂ. ચેન્નાઈ મુકામે તા. ૬-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ચેનાની મુકામે તા. ૮-૮-૨૪ના રાખેલ છે.
દશા લાડ વૈષ્ણવ વણિક
અશોક રસિકલાલ વકીલ (ઉં.વ. ૮૩) તે સ્વ. રસિકલાલ ચીમનલાલ વકીલના પુત્ર. અ.સૌ. હંસાબેનના પતિ. સ્વ. રમેશ રસિકલાલ વકીલના ભાઈ. મનીષ રમેશ વકીલ, પ્રીતિ હિતેશ મહેતા, જૈમિની હેતલ શાહના કાકા. સ્વ. ફકીરભાઈ ભાઈલાલભાઈ શાહના જમાઈ ૬/૮/૨૪ મંગળવારને શ્રીજી ચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા સોરઠિયા વણિક
શીલવાળા હાલ મુંબઈ નિવાસી હેમંતભાઈ (ઉં.વ. ૬૬) સ્વ. પ્રભાવતી નવીનચંદ્ર આણંદજી શાહના સુપુત્ર. જીતાબેનનાં પતિ. યોગેશભાઈના ભાઈ. પુજા બંકીમ ભાલરીયા અને બંસરી નિશીત શાહના પિતા. સ્વ. ધીરજલાલ ત્રિકમદાસ શાહના જમાઈ તા. ૬-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૮-૮-૨૪ના ૫થી ૭, સ્થળ: હિરાવતી હોલ, (સ્ત્રી મંડળ), પોદાર સ્કૂલની બાજુમાં, સાંતાક્રુઝ (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. રતનબેન મેઘજીભાઈ રામજી આથા કચ્છ ગામ ભદ્રેશ્ર્વર હાલે પુના નિવાસીના પુત્ર તે પ્રતિમાબેનના પતિ. વસંત આથા (ઉં.વ. ૭૧) મંગળવાર, તા. ૬-૮-૨૪ના પુના મુકામે રામશરણ પામેલ છે. તે ભાવેશના પિતા. ક્રિતિકા આથાના સસરા. સ્વ. મણીબેન દયાલજી શામજી મજેઠિયાના જમાઈ. જયસિંહભાઈ, વિજયભાઈ, સ્વ. પુષ્પાબેન ધનજી, લતાબેન કુલીન, ગીતાબેન હરિ, આશાબેન જયસિંહ, પ્રતિભાબેન હસમુખના ભાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૮-૮-૨૪ના ૪થી ૫.૩૦ સ્થળ: કલબ હાઉસ, ૨૧૨, રિવરવોક, કલાઉડ નાઈન હોસ્પિટલની પાસે, રોડ નંબર ૩, કલ્યાણી નગર, પુના લૌકિક વ્યવહાર બંધ છે.
ઠાસરા દશાનાગર વણિક
ઠાસરા નિવાસી શ્રી સુમંતલાલ છોટાલાલ શાહ (ઉં.વ. ૮૬), હાલ બોરીવલી તેઓ ગં.સ્વ. મંદાબેનના પતિ. તુષારભાઈના પિતા. ધનિષાબેનના સસરા અને પ્રથમના દાદા. મંગળવાર, તા. ૬-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૮-૮-૨૪ના ૪.૩૦થી ૬.૩૦ વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ હોલ, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકીઝ સામે, બોરીવલી (વેસ્ટ).
મેઘવાળ
ગામ-રંઘોળા, હાલ મુંબઈ વિક્રોલીના ગં.સ્વ. ગંગાબેન અને સ્વ. રમેશભાઈ નાનજી કોળીના પુત્ર અમૃતભાઈ (ઉં.વ. ૪૮) તા. ૫-૮-૨૪ના દેવલોક પામ્યા છે. તે દક્ષાબેનના પતિ. પ્રતિક, રીયાના પિતા. કંચન, ઉમેશ, રમીલા, ધીરજના ભાઈ. ગં.સ્વ. મણીબેન અને સ્વ. હરજીભાઈ આલાભાઈ ગોહિલના જમાઈ-ભાણેજ. ગં.સ્વ. મંજુલાબેન અને સ્વ. લક્ષ્મણભાઈ નાનજી કોળીના ભત્રીજા. તેમના બારમાની વિધિ તા. ૮-૮-૨૪ના ગુરુવારે ૫.૦૦ કલાકે નિવાસસ્થાન: બિલ્ડિંગ નં. ૧૯૯, એ-વિંગ, ક્ધનમવાર નગર-૧, બુદ્ધવિહાર પાસે, વિક્રોલી (પૂર્વ).
ઝાલાવાડી સઈ સુથાર
સુરેન્દ્રનગર નિવાસી હાલ મુલુંડ સ્વ. વૃજલાલ ગોપાલજી સોલંકીના પુત્ર પ્રવિણ સોલંકી (ઉં.વ. ૭૫) તે ગીતાના પતિ. તે કલ્પા ઠક્કર અને યશના પપ્પા. જહાનવીના સસરા. દેવના નાના અને વિહાનના દાદા. તે તા. ૬-૮-૨૪ના અક્ષરધામ થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ જામજોધપુર, હાલ પુના ગં.સ્વ. શાંતાબેન તથા સ્વ. હરિદાસ ભાણજી કાનાબારના સુપુત્ર મહેન્દ્રભાઇ (ઉં.વ. ૭૬) ગીતાબેન કાનાબારના પતિ. ઝંખના ચેતનભાઈ રાયચુરા તથા શ્રેયાના પિતા. સ્વ. ડો. સુલોચનભાઈ જોબનપુત્રાના જમાઈ. સીમરણ અને વંશીકાના નાના. કલ્પનાબેન અરવિંદભાઈ ગણાત્રા, પૂર્ણિમાબેન કિરણભાઈ કાપડિયા, નયનાબેન અરવિંદભાઈ સવજાણી, સ્વ. રાજેશભાઇના મોટાભાઇ તા. ૬-૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૮-૮-૨૪ના ગુરુવારે ૫.૦૦ થી ૬.૩૦. પરમાર હોલ, આર.સી.એમ. ગુજરાતી હાઈસ્કૂલ, ૧૪૩૬, કસ્બા પેઠ, પુણે -૧૧.
હાલાઈ લોહાણા
ધ્રાંગધ્રા નિવાસી હાલ (કાંદીવલી) લલીતચંદ્ર પુજારા (ઉં.વ. ૮૯) તા. ૬/૮/૨૪ના શ્રીજીચરણ પામેલ છે, જે સ્વ. કેશવલાલ અને સ્વ. ચંપાબેનના પુત્ર. મૃદુલાબેનના પતિ. સ્વ. ત્રંબકલાલ, સ્વ. નવીનભાઈ અને જસવંતભાઈના ભાઈ. બીના સંજય ચિતલિયા, હેમા હરેશ કોટક અને ભાવના દીપક ગરીબાના પિતા. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૮/૮/૨૪નાં ગુરુવારે ૫ થી ૭. લોહાણા મહાજનવાડી, બીજે માળે, કાંદિવલી (વેસ્ટ).
હાલાઈ લોહાણા
ગામ પોરબંદર હાલ નિવાસી ભાયંદર હરીશભાઈ શાંતિલાલ લાખાણી (ઉં.વ. ૭૪) સોમવાર, તા. ૫-૮-૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે નિર્મળાબેન લાખાણીના પતિ. હિતેશભાઈ હેમેનભાઈના પપ્પા. જીજ્ઞાબેનના સસરા. વૈભવ, યશ્ર્વીના દાદા. હસમુખભાઈ અને મુકેશભાઈના મોટાભાઈ. જયાબેન વ્રજલાલ ગણાત્રાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા ગોરાળા વણિક
ધિણોજ (મહેસાણા) નિવાસી હાલ કલ્યાણના સ્વ. વિરેન્દ્રકુમાર ચૂનીલાલ શાહનાં ધર્મપત્ની રંજનબેન (ઉં.વ. ૮૫) તે મંગળવાર, તા. ૬-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે મુંબઈ નિવાસી સ્વ. કાન્તિલાલ ડાયાભાઈ મહેતાનાં દિકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. – પરદેશી બિલ્ડિંગ, ત્રીજા માળે, રૂમ નં-૦૩, જરીમરી મંદિર પાસે, સ્ટેશન રોડ, કલ્યાણ (પ).
હાલાઇ લોહાણા
મૂળગામ સલાયા હાલ કાંદિવલી ગં.સ્વ. ધીરજબેન મજીઠીયા (ઉં.વ. ૯૨) તે સ્વ. બાલકૃષ્ણ શામજી મજીઠીયાના ધર્મપત્ની. સ્વ. લાલજી રામજી બદિયાણીના બહેન. દિલીપ, વિનોદ, પ્રફુલ, શોભા પ્રદીપ શાહના માતુશ્રી. પ્રજ્ઞા, ઉમાં, ગીતાના સાસુ. માનસી હિતેન ઠક્કર, ઝીલ વિરલ માસ્તર, ફોરમ, નિકુંજ, સુમિલ, વૈભવ, વત્સલના દાદી. કિંજલના નાની. ૪/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જર સુથાર
ગામ સાવરકુંડલા નિવાસી હાલ મલાડ ચંદુભાઈ મોહનભાઇ સોંડાગરના પૌત્ર તથા હર્ષાબેન હસમુખભાઈ સોંડાગરના પુત્ર જતીનભાઈ (ઉં.વ. ૩૪) ૬/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. હરીશના મોટાભાઈ. પરેશભાઈ, સુરેશભાઈ, બિપીનભાઈના ભત્રીજા. ભરતભાઈ વિનુભાઈ સોનિગ્રા તથા હરકિશનભાઈ સોનિગ્રાના ભાણેજ. પ્રાર્થનાસભા ૮/૮/૨૪ના ૪ થી ૬. લક્ષ્મીનારાયણ મંદિર, કાઠિયાવાડી ચોક, કેડી હાઈટ બિલ્ડીંગની સામે, મલાડ ઈસ્ટ.
હાલાઇ લોહાણા
ગામ મેંદરડા નિવાસી હાલ પણજી ગોવા અ.સૌ. લલીતાબેન ચંપકલાલ વૃજલાલ અઢિયા (ઉં.વ. ૬૮) નિખિલ તથા મનનના માતુશ્રી. વિમલચંદ્ર, શિરીષચંદ્ર, અરુણકુમાર, મુકેશચંદ્ર, ગં.સ્વ. જયશ્રીબેન કૃષ્ણકાંત નથવાણી, સ્વ. રશ્મિબેન હરેશકુમાર તન્ના, અ.સૌ. પ્રેમિલાબેન જયેન્દ્રકુમાર ઠક્કરના મોટાભાભી. નૂપુર તથા અંકિતાના સાસુ. ગામ માધવપુર ઘેડવાળા સ્વ. જસવંતીબેન તથા સ્વ. ગીરધરલાલ નાનજી રૂપારેલિયાના દીકરી. ૬/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૮/૮/૨૪ના ૫ થી ૬.૩૦. લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
મો ચા. ચુ.સમાવાય.
મુળ દામનગર હાલ કાંદિવલી ચિ. અક્ષય રાવલ (ઉં.વ. ૩૫) ૪/૮/૨૪ કૈલાસવાસ થયેલ છે. તેઓ મહેન્દ્રભાઈ વેણીરામ રાવલ તથા નયનાબેન (બેનાબેન)નાં સુપુત્ર. મહેશ, મુકેશ, પ્રજ્ઞા (નાનકી) ગીરજાશંકર ત્રિવેદીનાં ભાણેજ. લૌકિક વ્યવહાર તથા સાદડી પ્રથા બંધ રહેશે.
પરજીયા સોની
ગામ ચારણીયા વાળા હાલ કાંદીવલી અનુપભાઈ મેરામભાઇ ધકાણ (ઉં.વ. ૭૬) તા. ૬/૮/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. મધુબેનના પતિ. સ્વ. હિંમતભાઈ, સ્વ. રણછોડભાઈ, સ્વ. ત્રીભોવનભાઇના નાનાભાઈ. બોબીભાઇ, મિનેશભાઇ, નિતેશભાઈ, રીનાબેન નલીનકુમાર કાગદડા, બીનાબેન દિપકકુમાર વાયાના પિતાજી. બીજલબેનના સસરા. સરસીયાવાળા જમનાદાસ દેસાભાઇ સલ્લાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૮/૮/૨૪ને ગુરુવાર, ૫.૦૦ થી ૬.૦૦. સોનીવાડી, સિમ્પૉલી, બોરીવલી વેસ્ટ.
ગુર્જર સુથાર
મૂળગામ કરેણી હાલ વિરાર કમળાબેન તથા જમનાદાસ ભાણજી સંચાણીયાના પુત્ર ધર્મેશભાઈ (ઉં.વ. ૪૫) દિવ્યેશ તથા પિયુષના ભાઈ. સુનિતાના પતિ. પ્રિતીના પિતા. સવિતાબેન ઠાકોરભાઈના જમાઈ. બેસણું ૮/૮/૨૪ના ૪ થી ૬. ગીતા સ્મૃતિ અચલગચ્છ જૈન ભવન, જૈન મંદિર રોડ, આંયબિલ ભવનની સામે, શિવમંદિર સામે, વિરાર રેલવે સ્ટેશન નજીક, વિરાર વેસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button