મરણ નોંધ

હિન્દુ મરણ

નથુ તુલસી ઔદિચ્ય બ્રાહ્મણ
મૂળ ગામ પીઠડ, હાલ મુંબઇ તિલકનગર નિવાસી ગં. સ્વ. જનકબેન રમણિકલાલ જોષી (ઉં. વ. ૮૫) તે સ્વ.શ્રી રમણિકલાલ લાભશંકર જોષીના પત્ની. દિપક, હિરેન, મનિષ તથા મમતા ભટ્ટના માતુશ્રી. અલકા, પ્રતિભા, મનિષા તથા અશ્ર્વીન ભટ્ટના સાસુ. સ્વ. શ્રી. મણિશંકર ભગવાનજી ઉપાધ્યાયના પુત્રી. તા. ૫-૮-૨૪ના કૈલાસવાસ થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૮-૮-૨૪ના ૪થી ૫.૩૦.ઠે. બાલ્કન જી બારી, રાજાવાડી, સન્યાસ આશ્રમની બાજુમાં, ઘાટકોપર (ઇસ્ટ).
દશા સોરઠીયા વણિક
મોટા ઝીઝુંડા નિવાસી હાલ કાંદિવલી, સ્વ. ગુણવંતીબેન ભગવાનદાસ મહેતાના સુપુત્ર ભરતભાઈ (ઉં.વ. ૭૦) તે જયશ્રીબેનના પતિ. હેમાંશુ તથા જીગનાના પિતા. ધરા તથા જયેશકુમાર ભૂપતાણીના સસરા. સ્વ. દિપકભાઇ, સ્વ. મનોજબેન ભરતકુમાર સાંગાણીના ભાઈ. જસવંતિ ચિમનલાલ પારેખના જમાઈ, તા. ૫/૮/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
પુષ્કરણા બ્રાહ્મણ
માંડવી (કચ્છ) હાલ મુંબઇ નિવાસી સ્વ. વિનેશભાઇ લાભશંકર વ્યાસ જેઓ સ્વ. કેસરબેન, સ્વ. રૂક્ષમણીબેન લાભશંકરના સુપુત્ર (ઉં. વ. ૬૬) તા. ૪-૮-૨૪ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કસ્તુરબેન કેશવજીના પૌત્ર. તે સ્વ. સેનતારા શામજી હર્ષના દોહીત્ર. તે સ્વ. ભુવનેશ તથા વૃંદા કિશોર ઢાંકી, વર્ષા-સંગીતા દીલીપના ભાઇ. તે જાનકી, વરૂણના મામા. પ્રાર્થનાસભા તા. ૯-૮-૨૪ના ૫થી ૭. ઠે. માધવબાગ મંદિર હોલ, સી. પી. ટેક, મુંબઇમાં રાખેલ છે.
ઇડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
સ્વ. સુરેશ (વસંતભાઈ) પ્રભાશંકર ત્રિવેદી (ઉં.વ. ૭૭) ગામ કુકડીયા હાલ બોરીવલી, સરોજબેનના પતિ. અવનિ મેહુલ ભટ્ટ અને જીનીતા વિરલ પંડ્યાના પિતા. શારદાબેન રામશંકર દવેના જમાઈ. સ્વ. મધુબેન, જયંતિભાઈ, સ્વ. જનકભાઈ, મહેશભાઈના ભાઈ. પ્રાર્થનાસભા તા. ૮/૮/૨૪ને ગુરુવારે ૫ થી ૭. બંને પક્ષની સભા સાથે જ રાખેલ છે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, યોગી નગર, અજમેરા સ્કૂલની સામે, બોરીવલી (પશ્ર્ચિમ), લૌકિક વ્યવહાર બંધ છે.
લોહાણા
મુળ ગામ અલ્યા બાલા, હાલ થાણા સ્વ. ગુણવંતીબેન (ઉં.વ. ૯૧) સ્વ. છગનલાલ દાવડા (તમાકુવાલા)ના પત્ની તા. ૪/૮/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. શોભાબેન (સ્વામીની અનધાનંદ), આશાબેન, પૂનમ દિલિપકુમાર, હર્ષા હિતેનના માતુશ્રી. સ્વ. ભગવાનદાસ, સ્વ. જગુભાઈ, સ્વ. મથુરાદાસ, સ્વ. ઇન્દુબેન મથુરાદાસના ભાઈના પત્ની. સ્વ. કાકુભાઈ, સ્વ. ચંદુભાઈ, મથુરભાઈ, સ્વ. ગંગાબેન કાન્તિલાલના બેન. નંદિની, યોગેન, દેવાંશી, નૈનીના નાની. પ્રાર્થનાસભા તા. ૭/૮/૨૪ને બુધવારે ૫થી ૬. સ્થળ: ચિન્મયા મિશન થાણે, ૧લા માળ, ઋતુ એન્કલેવ, આનંદનગર, ઘોડબંદર રોડ, થાણે – ૪૦૦૬૧૫.
કપોળ
જાફરાબાદવાળા વ્રજલાલ છગનલાલ વોરાના સુપુત્ર રમેશચંદ્ર વ્રજલાલ વોરાના ધર્મપત્ની દિપ્તીબેન (ઉં.વ. ૫૮) તા. ૫-૮-૨૪ના સોમવાર શ્રીજીચરણ પામેલ છે. રવી અને રિયાના મમ્મી. પ્રતિભા અને કરણના સાસુ. દર્શન અને વિરલના કાકી. મોસાળ પક્ષે મહુવાવાળા બાબુભાઇ ભગવાનદાસ મેહતાના દીકરી. છાયા, આશા, પારૂલ અને ગીતાના બેન. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
વૈષ્ણવ વણિક
પોરબંદરવાળા હાલ મુંબઈ સ્વ. વ્રજલાલ ગોવિંદજી મહેતાના સુપુત્રી વર્ષાબેન (ઉં.વ. ૬૬) શુક્રવાર, ૩/૮/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે વેલાબેન, સ્વ. બિપિન વ્રજલાલ મહેતા, સ્વ. સુધા અનીલ કાનાની, સ્વ. મહેશ વ્રજલાલ મહેતા, સતીશ વ્રજલાલ મહેતાના બેન. જીગર, રોનક, વિશાલ, નિશિથ, કરિશ્મા, નિશા, હેમલકુમાર શાહ, રચના રોનકકુમાર શાહના ફઈ. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker