હિન્દુ મરણ
ગામ સુવઇના સ્વ. મોંઘીબેન શીવજી લખમશી ફરીયાના પુત્રવધૂ. સ્વ. દેવચંદના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. ૭૩) રવિવાર, તા. ૪-૮-૨૪ના અવસાન પામેલ છે. ડો. વૈશાલી, જીગિતા, હેતલ, સાગરના માતુશ્રી. ડો. જયેશ, મનસુખ, વિજયના સાસુ. ગં.સ્વ. દિવાળીબેન, કંકુબેન, મંજુલાબેનના દેરાણી, શારદાબેન, સ્વ. ગુણવંતીબેન, રમીલાબેન, રીટાબેનનાં જેઠાણી. લાકડીયાના સ્વ. મીણાબેન પદમશી રવજી શાહના દીકરી. લૌકિક વ્યવહાર બંધ છેે.
કોડીનાર મોઢ વણિક
ધીરેન્દ્ર હરકીશનદાસ શાહ (ઉં. વ. ૬૩) તે દિનતાના પતિ. પ્રજ્ઞેશના ભાઈ. વિભાના જેઠ. વિશાખના પિતા. શ્રધ્ધાના સસરા. વિરજ અને હૂષીકના કાકા. તા. ૧/૮/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સુરતી દશા પોરવાળ
મુંબઈ નિવાસી હાલ ચિંચવડ પુનિતકુમાર ઇન્દ્રવદન મોદી તે સ્વ. કુસુમબેન ઇન્દ્રવદન મોદીના પુત્ર. પ્રતિભાના પતિ. સ્વ. ચિરાગ તથા આનંદના પિતા. અવની તથા કનકના સસરા. યશ તથા સાર્થકના દાદા તા.૪/૮/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
હાલાઇ લોહાણા
હાલ કાંદિવલી નિવાસી હરીશભાઈ ત્રિભુવનદાસ મદલાણી (ઉં. વ. ૭૯), સ્વ. પન્નાબેનના પતિ. સ્વ. વ્રજલાલ, સ્વ. ભાનુબેન ગોરધનદાસ, કલાબેન ગોરધનદાસના ભાઈ. સ્વ. જસ્મિન તથા જેસલના પિતા. વર્ષા તથા શીતલના સસરા. ધ્રુવ તથા ક્રિષ્નાના દાદા તા. ૫/૮/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા.૬/૮/૨૪ના ૫ થી ૬.૩૦. હાલાઇ લોહાણા, મહાજન વાડી, પહેલા માળે, એસ. વી. રોડ, કાંદિવલી (પશ્ર્ચિમ).
કચ્છી લોહાણા
સ્વ. અમૃતબેન વિશનજી ગણાત્રા તથા સ્વ. સરસ્વતીબેન વિશનજી ગણાત્રાના સુપુત્ર નટવરલાલ (ઉં. વ. ૭૭) ગામ કુંભારીયા તા. અંજાર હાલ મુલુન્ડ નિવાસી તા. ૩/૮/૨૪ના શ્રીરામશરણ પામેલ છે. તે સાવિત્રીબેનના પતિ. હસમુખ, કૌશિક, ફાલ્ગુનીના પિતા. ગં. સ્વ. અનુબેન વિનોદભાઈ, જ્યોત્સનાબેન, પ્રતાપભાઈ, રમેશભાઈ, દિલીપભાઈ, મહેશભાઈના ભાઈ. સ્વ.લાલજી વિઠ્ઠલદાસ રાણાના જમાઈ. શીવપ્રસાદ, ગં.સ્વ. જયશ્રીબેન જીતેન્દ્રભાઈ, કલ્પના શૈલેષ, સુલોચના કીર્તિભાઇ, ગીતા સંજયના બનેવી. પ્રાર્થનાસભા તા. ૬/૮/૨૪ના મંગળવાર ૫:૦૦ થી ૭:૦૦. ગોપુરમ હોલ, આર. પી. રોડ, મુલુન્ડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
મેઘવાળ
વાલપખાડી, મુંબઈના સ્વ. કેસરબાઈ અને સ્વ. માલજી ગાંડાભાઈ સુમરાના પુત્ર પ્રાગજીભાઈ (ઉં. વ. ૭૯) તા.૨૬/૭/૨૪ના રામશરણ પામ્યા છે. હીરાબેનના પતિ. ગીતાબેન, જયાબેન, હિતેન્દ્ર, રમીલાબેન, લીલાબેન, સ્વ. ઉષાબેન અને મનીષના પિતા. મંજુલાબેન, મધુકર ઠાકુર, જયંતીલાલ રાઠોડ, સ્વ. ગણેશ ચારણીયા, દિપક હેલિયાના સસરા. ક્રિષ્નાના દાદાજી. કૃતિકા, હર્ષા, હિરલ, પારસ, વૈષ્ણવીના નાનાજી. તેમના બારમાની વિધિ તા.૭/૮/૨૪ના સાંજે ૫ કલાકે, ૧૧૩, સરસ્વતી સદન, ૩/૬૨, કેશવજી નાયક માર્ગ, મહાજનવાડી પાસે, ભાતબજાર, મુંબઈ-૯.
નવગામ ભાટીયા
મોરબી નિવાસી હાલ મુંબઇ અશ્ર્વિન રતિલાલ સંપટ (ઉં. વ. ૬૬) તે રાગીનીબેનના પતિ. મેઘા, મીતુલના પિતા. અંકિતાના સસરા. તે સ્વ. શાંતાબેન રતિલાલ સંપટના સુપુત્ર. તે સ્વ. મનહરબેન જયસુખલાલ હરિલાલ પારેખના જમાઇ તા. ૩-૮-૨૪ના શનિવારે અક્ષરનિવાસી પામ્યા છે. સાદડી તથા લૌકિક પ્રથા બંધ છે.
સુરતી વિશા દિશાવળ વણિક
મુંબઇ નિવાસી સ્વ. મહેશચંદ્ર બાલુભાઇ શેઠના ધર્મપત્ની વિદ્યાબેન (ઉં. વ. ૮૮) તે સ્વ. ઇન્દ્રજીતભાઇ, સ્વ. કોકિલાબેનના ભાભી. અમરભાઇ, સપનાબેન તથા મિલનભાઇના માતુશ્રી. હિમાબેન, અમિતકુમાર તથા મેઘાબેનના સાસુ. હેમંત-ઉર્વશી, અમિત-જાગૃતિ, રાજેશ-સ્વાતિના કાકી. હર્ષ-પ્રતિષ્ઠા, હાર્દિક-ગ્રીષ્મા, આદિત્ય, દીપ, મિત્ર, ભવ્ય, પ્રિયાંશના દાદી. પિયરપક્ષે સ્વ. ગોદાવરીબેન અંબાલાલ શાહની દીકરી. શુક્રવાર, તા. ૨-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. રતિલાલ હંસરાજ રૂપારેલ કચ્છ ગામ બીટા, નાસિક નિવાસી હાલ અંધેરી (ઉં.વ.૯૨) તા. ૪-૮-૨૪ના રવિવારના શ્રીરામશરણ પામેલ છે. તે સ્વ. રમાબેનના પતિ. તે સ્વ. દમયંતીબેન વાઘજી રેલન, મુલરાજ, સ્વ. વસંત, સ્વ. વિઠ્ઠલદાસ અશોકના ભાઇ. તે પ્રફુલ્લા પોપટલાલ માણેક, હિના મુકુંદ અનમ, જીતેન રતિલાલ રૂપારેલ, મિતા જયંતીલાલ ઠક્કરના પિતાશ્રી. તે કપિલા જિતેન રૂપારેલના સસરા. તે દીપિકા સુમિત મૂથાના દાદા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
પીવળવાવાળા હાલ ઘાટકોપર સ્વ. વિઠ્ઠલદાસ ગોરધનદાસ કરવતના પુત્ર. અશોકના ધર્મપત્ની. પ્રીતીબેન (ઉં. વ. ૫૬) રવિવાર, તા. ૪-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ગોપીના માતુશ્રી. નવનીતભાઇ, ઇલાબેન પ્રમોદભાઇ દોશીના ભાભી. સ્વ. નયનાબેન ચુનીલાલ ધ્રુવના સુપુત્રી. નિલેશભાઇના બેન. સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
સાવરકુંડલા નિવાસી હાલ વિલેપાર્લે સ્વ. લતાબેન ગાંધી (ઉં. વ. ૭૮) તે સ્વ. જયોતિનભાઇ અનંતરાય ગાંધીના ધર્મપત્ની. સ્વ. યશુબેન વોરા, સ્વ. વીણાબેન શાહ, સ્વ. માલતીબેન ગાંધી, પન્નાબેન શાહ, કલ્પનાબેન વોરાના ભાભી. શારદાબેન મનસુખલાલ વોરાના દીકરી. અશિતા, અમિત, હેતલના માતુશ્રી. નિરાલી, રાજીવ શેઠ, રશેષ જુઠાણીના સાસુ. કેવિન એની જેનીના દાદી તા. ૩-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૬-૮-૨૪ના મંગળવારે શ્રી વિશ્ર્વેશ્ર્વર ભવન, સન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, સન્યાસ આશ્રમમાર્ગ, વિલેપાર્લે (પશ્ર્ચિમ), સાંજે ૫થી ૭.
હાલાઇ લોહાણા
મુંબઇ નાગપુર નિવાસી સ્વ. વલ્લભદાસ જીવરાજ પંચમતીયા તથા સ્વ. હિરાબેન પંચમતીયાના પુત્ર તુલસીદાસ (ઉં. વ. ૯૧) તા. ૩૧-૭-૨૪ના બુધવારના નાગપુર મુકામે શ્રીજીચરણ પામેલ છે. પત્ની: તરંગીનીબેન (તાનીબેન), પુત્ર: જયેશ , રોમલ, પુત્રવધૂ: વિનાબી જયેશ પંચમતીયા, ભાઇઓ : સ્વ. કેશવજીભાઇ , સ્વ. અમૃતલાલ , ભૂપેન્દ્રભાઇ. બહેનો : સ્વ. ધનલક્ષ્મીબેન મથુરાદાસ, સ્વ. મંજુલાબેન ગીરધરભાઇ, મેનાબેન જયોતિપ્રકાશ, સસરા : સ્વ.અનિલભાઇ રામજી રાચ્છ, તથા સ્વ. મેનાબેન અનિલભાઇ રાચ્છ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.