મરણ નોંધ

હિન્દુ મરણ

ગામ સુવઈના સ્વ.કરસન નાનજી ફરીયાના ધર્મપત્ની પાલઈબેન (ઉ.વ.૯૪) અ.પા. છે. સ્વ.જમણાબેન નાનજીના પુત્રવધુ. સ્વ. ધનજીના ભાભી. સ્વ.તેજીબેનના જેઠાણી. જયંતી, મનસુખ, સ્વ.દિનેશ, રમણીક,વિમળાના માતુશ્રી. ભાનુબેન,જયશ્રી, પુષ્પા,કિર્તી,દેવજીના સાસુ. સ્વ. પુરીબેન સામત જેઠા કારીઆની દીકરી..પ્રાર્થના સ્થળ : યોગી સભાગૃહ, દાદર. પ્રાર્થના સભા : સોમવાર : તા.૦૫-૦૮-૨૦૨૪ સમય : બપોરે ૩ થી ૪.૩૦. જાપ ૪.૩૦ થી ૫. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસ: જયંતીલાલ કરસન,૪૦૧, ફરીયા નિવાસ, ચીરાબજાર, મુંબઈ-૨૫.
કરાંચીવાળા સ્વ. દિનેશભાઇ જાદવજી કોટક (ઉં. વ. ૮૭) હાલ ઘાટકોપર તે સ્વ. જયશ્રીબેનના પતિ. સ્વ. ધરમશીભાઇ નાનજીયાણીના જમાઇ. કેતન કોટક અને જયોત્સના બુદ્ધદેવના પિતા. અશોક બુદ્ધદેવના સસરા તા. ૩-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૬-૮-૨૪ના સિંધુબાગ, એ, સોસાયટી હોલ, તિલક રોડ, ઘાટકોપર (ઇસ્ટ), ૪થી ૬. લૌકિક પ્રથા બંધ છે.
ઝાલાવાડી સઇ સુતાર જ્ઞાતિ
દેવ ચરાડી નિવાસી હાલ વસઇ (મુંબઇ) સ્વ. ચંદ્રિકાબેન ચંદુલાલ પરમારના પુત્ર રાજેશભાઇ (રાજુભાઇ) (ઉં. વ. ૫૫) તા. ૩-૮-૨૪ના શનિવારના પ્રભુચરણ પામ્યા છે. તે જયોતિબેનના પતિ. સંગીતાબેન કરણભાઇ મહેતા, રિમ્પલબેન અને પાયલબેન અને મિહિરભાઇના પિતા. ઇન્દુબેન મહેશભાઇ મકવાણા અને અશોકભાઇ, ગીતાબેન અશ્ર્વિનભાઇ ગોહેલના ભાઇ, નિર્મલાબેનના દિયર. જયોત્સનાબેન કનૈયાલાલ મકવાણાના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૫-૮-૨૪ના સોમવાર સાંજે ૪થી ૬. ઠે. બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, પાર્વતી ટોકીઝની પાછળ, ગોલ્ડન પાર્ક હોસ્પિટલની સામે, સાઇનગર, વસઇ રોડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાવરાઇ ભાટિયા
કિરણકુમાર (ઉં. વ. ૫૫) તે સ્વ. વિરમતી વિરજીભાઇ પાલેજા (ભાટે)ના પૌત્ર તે ગં. સ્વ. પ્રતિમા તથા સ્વ. પ્રદીપભાઇના સુપુત્ર. તે દિપ્તીબેનના પતિ. ભાવીનના પિતા. તે સ્વ. ગીતા ગોકલદાસ સંપટ (માંડવી)ના જમાઇ. તે મનીષભાઇ, પિયુષભાઇ, અ. સૌ. શિલ્પા અશ્ર્વીન નેગાંધીના મોટા ભાઇ. તા. ૩-૮-૨૪ના શનિવારે સાંગલી નિવાસી શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૬-૮-૨૪ના મંગળવારે, ટિળક સ્મારક, દ્વારકાધીશ મંદિરની બાજુમાં, સાંગલી મુકામે રાખેલ છે.
લોહાણા
મૂળ આમરણ બેલા હાલ માહિમના સ્વ. કીર્તિભાઈ (ઉં.વ. ૬૬) તા. ૦૩-૦૮-૨૪ ના અવસાન થયેલ છે. તે સ્વ. ડાહ્યાલાલ સેજપાલ તથા સ્વ. જયાદેવીના સુપુત્ર, તે જયેશાબેનના પતિ, તે સાગર અને ભૂમિતાના પિતા, સ્વ. મનસુખભાઈ, સ્વ. સુખરામભાઈ, સ્વ. નર્મદાબેન, સ્વ. ગીતાબેન, સ્વ. વીણાબેન, હંસાબેન, લતાબેન, વસંતભાઇના ભાઈ. પૂજા તથા નીરવકુમાર ત્રિવેદીના સસરા, સ્વ. ગુણવંતભાઈ સેદાણીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૫-૮-૨૪ ના રોજ ૪.૩૦ થી૬. ઠે. મહાલક્ષ્મી હોલ, બિલ્ડિંગ નો. ૧, ગ્રાઉન્ડ ફ્લોર, ૧૨૦, મનમાળા ટેન્ક રોડ, સ્ટારસિટી સિનેમા પાસે, માહિમ, મુંબઈ .
લુહાર સુથાર
મનસુખલાલ જીવણભાઈ મકવાણા (ઉમર:૮૦) તે તા. ૨/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે, તે ઇન્દુબેનના પતિ, છાયા, વીણા, રેખાબેન, કિરણભાઈ, મનીષાના પિતા, નિમિત્ત તથા પૂર્વી ના દાદા, સુરેશ, ગિરીશ, જગદીશના કાકા, ભરત ચિત્રોડા તથા જગદીશ ચિત્રોડાના બનેવી તેમની પ્રાર્થનાસભા તા. ૫/૮/૨૪ ના ૫થી ૭ કલાકે લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબા માતાજી મંદિર પાસે, બોરીવલી ઇસ્ટ.
હાલાઇ લોહાણા
હાલ કાંદિવલીના ગં. સ્વ સુશીલાબેન દ્વારકાદાસ ગીરધરલાલ ગણાત્રા (ઉમર:૯૨) તે ૩/૮/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. નંદુબેન પુરષોત્તમદાસ દેવાણી આંત્રોટીના દીકરી, રમેશ તથા કનકના માતુશ્રી, ભક્તિના સાસુ. વિનય, ચિરાગ, શ્રદ્ધા, ઋતુના દાદી, સ્વ. અનિલભાઈ, સ્વ. રણજીતભાઇ, જગદીશભાઈના ભાભી. તેમની પ્રાર્થનાસભા તા. ૫/૮/૨૪ ના રોજ ૪ થી ૫. ૩૦ કલાકે લોહાણા મહાજનવાડી, એસ વી રોડ, કાંદિવલી વેસ્ટ.
વિશા શ્રીમાળી ૧૦૮ સમાજ
જગુદન હાલ વાલકેશ્વર,સ્વ. માણેકલાલ ધરમચંદ શાહના ધર્મપત્ની વિમળાબેન (ઉં.વ.૯૧) બકુલાબેન શૈલેષભાઈ, હરેશભાઈ અને પરેશાબેનના માતૃશ્રી, હીરેનકુમાર, મીતાબેન, લતાબેન અને સ્વ. મિનેષકુમાર ના સાસુ, અમી દાનેશકુમાર, કીંજલ હર્ષકુમાર, હર્ષ, વિવેક આર્ચી, રોમા રીકેનકુમાર, સૈયંમ, વિરલ, કીલ્પાબેન રૂષભકુમાર, પૂજાબેન પ્રતિકકુમારના દાદી. પિયર પક્ષે સ્વ. શકરીબેન હેમચંદ કરમચંદ શાહ (સાલડી) ના દીકરી તા. ૦૪/૦૮/૨૪ ને રવિવારના અરિહંત શરણ પામેલ છે. નિવાસ સ્થાન:-હરેશભાઈ માણેકલાલ શાહ, ૪૦૨/એ, શ્રીપાલ નગર,નેપયંશી રોડ, વાલકેશ્વર, મુંબઈ – ૪૦૦૦૦૬, લૌકિક વ્યવહાર રાખેલ નથી.
રાજય પુરોહિત બ્રાહ્મણ
રક્ષાબેન મહેતા (ઉં. વ. ૬૬) હાલ મીરારોડ તે નયનભાઇ મહેતાના ધર્મપત્ની સ્વ. પુષ્પાબેન લક્ષ્મીશંકર મહેતાના પુત્રવધૂ. સ્વ. વસુમતીબેન નરહરિલાલ વોરાના દીકરી. રીમા વિક્રમભાઇ શારદા, સીમા જીતેન્દ્રભાઇ ખોતના માતુશ્રી. સ્વ. ચંદ્રકાન્તભાઇ, સ્વ. ભૂપતભાઇ, સ્વ. અંજનાબેન ભટ્ટ, સ્વ. હર્ષદભાઇ તથા આશાબેન મુનસીફના ભાભી. તા. ૩-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૫-૮-૨૪ના ૪થી ૬. ઠે. અંબર પ્લાઝા બેનક્વેટ, વિજય પાર્કની બાજુમાં, શાંતિ પાર્ક, મીરા રોડ (ઇસ્ટ).
હાલાઇ લોહાણા
જામનગરવાળા હાલ મુંબઇ સ્વ. અનુભાઇ ઠક્કરના ધર્મપત્ની સ્વ. હંસાબેન (ઉં. વ. ૮૩) શુક્રવાર, તા. ૨-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે વેલાબેન બચુભાઇ શામજીભાઇના પુત્રવધૂ, સ્વ. હીરાબેન હરિદાસ બદિયાણીનાં પુત્રી. સ્વ. હેતલ જીતેન્દ્ર ઠક્કરના સાસુ. તે સ્વ. લીલાબેન ધીરેન્દ્ર કોટક, ઇન્દુબેન રમેશભાઇ ત્રિવેદી, દિનેશભાઇ અને ભારતીબેનના ભાભી. મીતાબેન દીપકભાઇ કારિયા, રીટાબહેન શૈલેશભાઇ ગોકલ, જીતેન્દ્ર અનુભાઇ ઠક્કર અને બિંદુ ભાવેશભાઇ પરીખનાં માતુશ્રી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સઈ સુથાર
વાંકાનેર હાલ ગોરેગંવ સ્વ. મહેન્દ્રભાઈ બાલુભાઈ સોલંકી (અયલો), (ઉં.વ. ૬૦), તા. ૩-૮-૨૪ને શનિવારના સ્વર્ગવાસ થયા છે. ભાનુબેન બાલુભાઈ સોલંકીના પુત્ર, શશીકાંત, સ્વ. મુકેશભાઈ, સ્વ. ભારતીબેન બિપીનભાઈ સોલંકી, ગં.સ્વ. કોકિલાબેન ભરતભાઈ મીસ્ત્રીના ભાઈ, રાહુલ, વિશાલ, હેતલ, આશીષ, સોનલના કાકા તથા કુંદનબેન, સ્વ. ઉર્મીલાબેનના દિયર, હીનાબેન રાહુલના કાકાજી. પ્રાર્થનાસભા તા. ૫-૮-૨૪ને સોમવારના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ હોલ, એસ, વી.રોડ, ગોરેગાવ વેસ્ટ, બપોરે ૫થી ૭, કલાકે રાખેલ છે.
કચ્છી લોહાણા
કલ્યાણપુર હાલ ડોમ્બીવલી નિલેષ (જયંત) (ઉં.વ.૮૧) સ્વ. માણેકબાઈ દામજી ભીમજી ચંદેના પુત્ર, તે આશાબેન (ભાનુબેન)ના પતિ, સ્વ. શિવજી વીશનજી જોબનપુત્રાના જમાઈ, નિમેષ, સંજય, મનિષા નિતીન કોઠારીના પિતા, અંજના, જાસ્મીનાના સસરા. સ્વ. કાનજીભાઈ, સ્વ. લાલજીભાઈ, સ્વ. જશોદાબેન જમનાદાસ, સ્વ. સરયુ જયંતકુમાર, સ્વ. પુષ્પા પરેશકુમારના ભાઈ તા. ૧-૮-૨૪ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લોકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor… આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં?