મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઇ ભાટિયા
પ્રિતી ઉં. વ. ૩૦) તે સ્વ.ધીરેન તથા ગં.સ્વ.હર્ષાની પુત્રી. સ્વ.કલ્પના કિશોર સંપટના પૌત્રી. ગં.સ્વ.વીણા વિજયિંસહ (કાકુભાઈ) આશરની દૌહિત્રી, અલ્પના મુકેશ ઉદેશીની તથા બીના મયુર સંપટની ભત્રીજી. અજય આશરની ભાણેજ, કિંજલ, નતાશા, હેનાની બહેન, તા.૦૧.૦૮.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર તા.૦૫.૦૮.૨૪ના ૫.૦૦ થી ૬.૩૦. ઠઠ્ઠાઇ ભાટિયાવાડી, શંકરગલી, ગેટ નંબર ૫, હોલ નંબર ૩, પહલે માળે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ). લોકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી દશા શ્રીમાળી વણિક વૈષ્ણવ
મહુવા નિવાસી હાલ પારલા સ્વ. અંજવાળીબા શાંતિલાલ શીવલાલ પારેખના પુત્ર દિલીપભાઇ (ઉં. વ. ૮૦) તા. ૩-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કનકબેનના પતિ. યશ, કેતન, નેહાબેનના પિતા. ગોપી, પમી તથા બકુલભાઇ નટવરલાલ ભગતના શ્ર્વસુર. સ્વ. મધુબેન, પુષ્પાબેન, સ્વ. સુશીલાબેન તથા સ્વ. નલીનીબેનના ભાઇ. સાસરા પક્ષ વામનરાવ હરીવલ્લભદાસ મોદીના જમાઇ. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.

ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ
વતન ધ્રાંગધ્રા હાલ વાપી અરવિંદ હિરાલાલ મહેતા (ઉં. વ. ૮૬) બુધવાર, તા. ૩૧-૭-૨૪ના દેવલોક પામ્યા છે. પ્રતિમાબેનના પતિ. ભાવના, મંજરી, ભાવેશના પિતાશ્રી. પરેશકુમાર, હેમાંગકુમાર, શિવાનીના સસરા. મૌલીના દાદા. ધર્મી, ક્રિષ્ણા, પૂર્વના નાના. પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

સંબંધિત લેખો

લુહાર સુતાર જ્ઞાતિ
ગામ બામણાસા (ધેડ) વાળા હાલ કાંદિવલી સ્વ. કાંતાબેન મનસુખલાલ દેવચંદભાઇ ડોડિયાના સુપુત્ર સ્વ. કિશોરભાઇ ડોડિયા (ઉં. વ.૫૩) તા. ૧-૮-૨૪ના ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. તે હેતલબેનના પતિ. મિતાલી મનીષકુમાર ચિત્રોડાના પિતાશ્રી. તે સ્વ. અશોકભાઇ, સ્વ. ભરતભાઇ, સ્વ. વનીતાબેન જયંતીલાલ પઢાર, વર્ષાબેન મનુભાઇ પટેલના નાના ભાઇ. મગનભાઇ ડોડિયા તથા ગોરધનભાઇ ડોડિયાના ભત્રીજી. મનોજભાઇ અમૃતલાલ શાહના બનેવી. પ્રાર્થનાસભા તા. ૫-૮-૨૪ના સોમવારના ૫થી ૭. ઠે. લુહાર સુતાર વેલફેર સેન્ટર, કાર્ટર રોડ, નં.૩, વિશ્ર્વકર્મા ચોક, બોરીવલી (ઇસ્ટ).

કચ્છ વાગડ લોહાણા
ગામ આંબરડી હાલે થાણા નિવાસી મનોજ દક્ષિણી ઠક્કર (ઉં. વ. ૫૬) શુક્રવાર તા. ૨-૮-૨૪ના દેવલોક પામ્યા છે. તે સ્વ. મણીબેન શંભુલાલ દક્ષિણીના પુત્ર. મીનાના પતિ. ધીરુભાઇ, સુરેશભાઇ દક્ષિણી (ચેન્નાઇ) આશાબેન જયેન્દ્રભાઇ રાડિયા (સેલમ)ના ભાઇ. સ્વ. નિર્મળાબેન નેણશીભાઇ મીરાણીના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૪-૮-૨૪ના ૪.૩૦થી ૬. ઠે. એન. કે. ટી. બેન્કવેટ હોલ, ખારકલી અલી, કોર્ટ નાકાની બાજુમાં, થાણા-વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ
અમરેલીવાળા હાલ વડોદરા, સ્વ. ગુણવંતરાય નાગરદાસ દેસાઈના ધર્મપત્ની ગં.સ્વ. વસંતબેન (ઉં. વ. ૮૬) શુક્રવાર તા. ૨-૦૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. વિપુલ-આશા, વર્ષા દિપક ગાંધી, છાયા હરેશ મહેતા, ગીતા મનોજ ભુવાના માતુશ્રી. સ્વ. દુલેરાય પર શોત્તમદાસ પારેખના દિકરી, લૌકિક પ્રથા બંધ છે.

શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ક્મળેજ નિવાસી હાલ અંધેરી વિષ્ણુપ્રસાદ કનાડા (ઉં. વ. ૮૫) તે સ્વ.ઊજમબેન અને સ્વ.ભાઇશંકર જયશંકર કનાડાના સુપુત્ર. સ્વ.મધુબેનના પતિ. કમલેશભાઈ અને અ.સૌ.હીનાબેન જયેન્દ્ર કવાના પિતા. અ.સૌ.પ્રીતિબેન અને જયેન્દ્રકુમારના સસરા. સ્વ.દલપતરામ, સ્વ.ચીમનલાલ, સ્વ.ચંદ્રકાંતભાઈ, બાળકૃષ્ણભાઈ, અરુણભાઈ, સ્વ.ચંદ્રપ્રભા, સ્વ.વિજયાબેન, અ.સૌ. દમયંતીબેનના ભાઈ. દયાલ નિવાસી સ્વ.શાંતાબેન અને સ્વ.દયાશંકર ધનજી ભટ્ટના જમાઈ, તા.૧-૦૮-૨૪ ગુરુવારના અંધેરી અક્ષરધામ પામ્યા છે. પ્રાર્થનાસભા બન્ને પક્ષ તરફથી તા.૦૫-૦૮-૨૪ સોમવારના ૪ થી ૬. સન્યાસ આશ્રમ દેવસ્થાન ટ્રસ્ટ, બ્રહ્મા મહેશ્ર્વર ભવન, વિલે પાર્લે વેસ્ટ.

કપોળ
શિહોરવાળા હાલ મુંબઇ મંગળદાસભાઈ મોહનલાલ સંઘવી ઉં. વ. ૯૪) તે બુધવાર તા. ૩૧/૦૭/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ.ક્રિષ્ણાબેનના પતિ. ભરત તથા ભારતીના પિતા, છાયા તથા અભયં રસિકલાલ ગોરડીયાના સસરા, સ્વ.ઇશ્ર્વરદાસ, સ્વ.જશંવતીબેન છગનલાલ શેઠ, સ્વ.હરકિશનભાઇ, સ્વ.રમણીકલાલ તથા અજીતભાઇના ભાઇ, સાસરાપક્ષે સ્વ.સાકળીબેન દ્વારકાદાસ ગાંધીના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker