હિન્દુ મરણ
કોળી પટેલ
ગામ સોનવાડી, હાલ મલાડ, સ્વ. ઠાકોરભાઈ નારણભાઈ તથા સ્વ. શાંતિબેનના પુત્ર દિલીપભાઈના ધર્મપત્ની મનિષાબેન (ઉં. વ. ૪૭) ગુરુવાર, ૨૫-૭-૨૪ના દેવલોક પામ્યા છે. તે દિવ્યેશ અને આશિષના માતુશ્રી. તે સ્વ. મોહનભાઈ તથા સ્વ. સવિતાબેનની સુપુત્રી. તે રાજેશભાઈ-કલ્પનાબેનના ભાભી. તે અદિતી, દિપેશના કાકી. તેમનું બેસણું સોમવાર, ૨૯-૭-૨૪ના ૨ થી ૫ ધીરજ સરસ્વતી હોલ, જી-વિંગ, કાવેરી એકની સામે, મલાડ-વેસ્ટ તેમ જ પુચ્છપાણીની ક્રિયા સોમવાર, ૫-૮-૨૪ના ૩ થી ૪ નિવાસસ્થાને ભગવતી મકનજી ચાલ, ચિંચોલી બંદર રોડ, આકાંક્ષા મેડિકલની બાજુમાં, મલાડ-વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
મુંબઈ નિવાસી હાલ વલસાડ મૂળ ગામ વાકું સ્વ. મીઠાબેન હંસરાજ વેલજી રૂપારેલના પુત્ર અરવિંદ (ઉં. વ. ૭૬) તે સ. દમયંતી લક્ષ્મીદાસ વોરાણીના જમાઈ ગુરુવાર, ૨૫-૭-૨૪ના રામચરણ પામેલ છે. રેણુકા રૂપારેલના પતિ. વિકાસ અને આશિષના પિતા. નીકી આશિષ રૂપારેલના સસરા. સ્વ. દિલીપભાઈ સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. હરીશભાઈ, સ્વ. ચંદ્રબાલાબેન, સ્વ. લક્ષ્મીબેન, મણીબેનના ભાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
રાજગોર
ગામ ગુંદિયાલી, હાલે મુલુંડ સ્વ. રંજનબેન તે ભગવાનજી રવિશંકર મોતાના પત્ની (ઉં. વ. ૭૮) તે સેજબાઈ રવિશંકર મોનજીના પુત્રવધૂ. સ્વ. રમાબેન સુંદરજી જોષી ગામ ફરાદીના પુત્રી. સ્વ. રમેશચંદ્ર, ચંદ્રિકાબેનના બેન. રાધાબેન મંગળદાસ પેથાણી, સ્વ. દમયંતીબેન વિઠ્ઠલદાસ પેથાણી. ગોદાવરીબેન ભાઈલાલ માકાણી, જયાબેન માધવજી માકાણી, ઉષાબેન દયાશંકર બોડા, કાંતિલાલ રવિશંકરના ભાભી. સ્વ. રિટાબેન, ત્રીતિબેનના માતુશ્રી ૨૫-૭-૨૪ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા (સાદડી) રાખેલ નથી.
નથુતુલસી ઔદિચ્ય બ્રાહ્મણ
મૂળ લતિપર હાલ મુંબઈ ઘાટકોપર નિવાસી સ્વ. પ્રતાપભાઈ મણિશંકર ઉપાધ્યાયના પુત્ર નિષિતભાઈ (ઉં. વ. ૫૯) તે અમીષીબેનના પતિ. હિલોની હર્ષ ગણાત્રાના પિતા. શૈલેષભાઈ, સુનિલભાઈના નાનાભાઈ. સ્વ. નવિનભાઈ દવેના જમાઈ અને કહાનના નાના ૨૪-૭-૨૪ના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા ૨૯-૭-૨૪ના સોમવારે સાંજે ૪ થી ૬. સ્થળ: પરમ કેશવબાગ, પહેલો માળ, નવરોજી લેન, ઘાટકોપર વેસ્ટ.
કચ્છી લોહાણા
સ્વ. લીલાબેન રમેશભાઈ સોમૈયાની સુપુત્રી હર્ષા રમેશભાઈ ભાણજીભાઈ સોમૈયા કચ્છગામ કલ્યાણપુર વાલા, હાલે રાજાવાડી, ઘાટકોપર (ઉં. વ. ૫૯) તે કચ્છ ગામ અંજારવાળા સ્વ. માધવજી કુંવરજીની દોહિત્રી. ગીતા કોઠારી, ચંદા બીયારા, કીર્તી સોમૈયાના બેન. તેજસ, કૌશલના ફઈ. શીતલ, મનીષ, જીગીષા, બીમલના માસી ૨૫-૭-૨૪, ગુરુવારના રોજ રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
થાણા નિવાસી રતિલાલ જેરામ ઠક્કર, સરલાબેનના પતિ. તેજસ, કમલેશ, રેખા, નીલુ અને સ્વ. ચત્રભુજના કાકા. માધવી, શીતલ, સ્મિતાના સસરા. ઓમ્ની, દીયા, અંશના દાદા. સ્વ. દ્વારકાદાસ ભગવાનદાસ કારીયાના જમાઈ ૨૬-૭-૨૪ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા રાખેલ નથી.
ઘોઘારી લોહાણા
રાજીવ નથવાણી (ઉં. વ. ૫૭) હાલ મીરા રોડ, તે તારાબેન ભીખાલાલ નથવાણીના સુપુત્ર. જાગૃતિના પતિ. આસ્થાના પિતા. સંધ્યા કિરિટકુમાર અઢીઆ, વર્ષા મયંક શાહ તથા મનિષના ભાઈ. બોરીવલી નિવાસી જ્યોતિબેન યોગેન્દ્રભાઈ બદીયાણીના જમાઈ ૨૬-૭-૨૪, શુક્રવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૮-૭-૨૪ના સ્વામિનારાયણ મંદિર હોલ, સેક્ટર નં. ૧૦, મીરા રોડ (ઈસ્ટ) ૪ થી ૫.૩૦.
લાડ વણિક
મુંબઇ નિવાસી રજનીકાન્ત મુળજીભાઇ શાહ (ઉં. વ. ૮૫) તા. ૨૬-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે નિરંજનાબેનના પતિ. આશીષ, અલ્પાના પિતા. રૂપલના સસરા. અને નિયતીના દાદા. સ્વ. રવિન્દ્રભાઇ, પ્રમોદભાઇ, દિલીપભાઇ, સુશીલભાઇ, સ્વ. ધર્મિષ્ઠાબેન, પ્રતિમાબેન, ગં. સ્વ. સુમિત્રાબેન અને કાશ્મીરાબેનના ભાઇ.પિયર પક્ષ સ્વ. વાડીલાલ દલાલના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટીયા
વલ્લુજયરામવાળા સ્વ. જયશ્રીબેન સુરેન્દ્રભાઇ મર્ચંટ (ઉં. વ. ૮૩) તા. ૨૭-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સુરેન્દ્રભાઇના ધર્મપત્ની. સ્વ. મણીબેન માધવદાસ વલ્લભદાસના પુત્રવધુ. ગુલાબબેન હરીદાસ દલાલના સુપુત્રી. સ્વ. હમીરભાઇ-સ્વ, સુરભીભાભી, હેમંતભાઇ પૂર્ણિમાભાભી, હર્ષા, હીનુ, હંસીના કાકી. અ. સૌ. ભૈરવી અમીત, કાનન જીજ્ઞેશ તથા ઉર્વી કરણના માતુશ્રી. ગૌરવ, રીશીત, રાહુલ, સમીધાના નાની. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
દિલીપ રાડિયા (ઉં. વ. ૭૭) ગામ કચ્છ નારાયણસરોવર હાલ ઠાકુર્લી નિવાસી તા.૨૬/૦૭/૨૦૨૪નાં હરિૐ શરણ પામ્યા છે. તે સ્વ.કરુણાશંકર ગોકળદાસ રાડિયાના પુત્ર. પ્રતિમાબેનના પતિ. ધર્મેશ અને પ્રજ્ઞેશના પિતા. અ.સૌ.નમિતાબેન અને અ.સૌ.ફાલ્ગુનીબેનના સસરાજી. સ્વ.કલાવંતીબેન, વિજયભાઈ, રમેશભાઈ, સ્વ.મધુબેનના નાનાભાઈ, સ્વ.વિશનજી દયારામ ચઠ્ઠમંધરાના મોટા જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર ૨૯/૦૭/૨૦૨૪ના ૫.૦૦થી ૭.૦૦, સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડમાં.
સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ
જાત્રુડા નિવાસી હાલ મુંબઈ સમજુબેન હરિલાલ પટેલ (દામોડિયા) (ઉં. વ. ૮૮) તે શુક્રવાર ૨૬/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે શૈલેષભાઇ, નિમેષભાઈ, કલ્પનાબેનના માતુશ્રી. અલ્કાબેન, રેખાબેન, હર્ષદભાઈ ભાવસારના સાસુ. દેવાંશુ, મીતાંશુ, પ્રિયંકા, જુહી, ક્રિષ્નાબેન, સપનાબેન, જેહાન, દ્રષ્ટિ, ધ્વજાના બા, માનસીબેનના દાદીસાસુ. પ્રાર્થનાસભા ૨૮/૭/૨૪ના ૫ થી ૭. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ, હનુમાન ટેકડી રોડ, અશોકવન, દહિસર ઈસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ઘાટકોપર નિવાસી હિમાંશુભાઈ પારેખ (ઉં. વ. ૬૪) તે સ્વ.કુસુમબેન તથા સ્વ.નવીનચંદ્ર જેઠાલાલ પારેખના પુત્ર. હીનાબેનના પતિ. મયંકના પિતા. ધ્રુવીના સસરા. ભારતી અનિલ ડેલીવાલા, ભાવના શૈલેષ પરીખના ભાઈ. સ્વ.સુશીલાબેન તથા સ્વ.હસમુખરાય વેનીલાલ રાઠોડના જમાઈ. ગુરુવાર ૨૫/૭/૨ ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રપ ગામ ભાટીયા
જુનાગઢવાલા સ્વ.રમણીકલાલ લિલાઘર પાલેજા (ઉં. વ. ૮૩) હાલ મુંબઈ તે સ્વ.જયાબેનના પતિ. સ્વ.દ્વારકાદાસ ભાણજી વેદના જમાઈ. સ્વ.જયાબેન, સ્વ.મગનભાઈ, સ્વ.છગનભાઈના ભાઈ, મનોજભાઈ, મનીષભાઈ, ચેતનભાઈ, મેહુલભાઈ, હિનાબેન, સ્વ.ધનીબેન, સોનલબેનના પિતા. રક્ષા, સંગીતા, મહેન્દ્ર ઉદેશી, વિનોદ ગાંધી, કિશોર આસરના સસરા ૨૪-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.