હિન્દુ મરણ
કચ્છી લોહાણા
સ્વ. સોમકાંત હરીરામ પરળીયા (ગામ અંજાર) હાલે મુંબઈ સ્વ. ભારતીબેનના નાના પુત્ર દીવ્યેશ (ઉં. વ. ૫૦) તે જંખનાના પતિ. તે ધુવલ, ધીરના પિતાશ્રી. તે સૌ. બીનીતાના સસરા. તે સ્વ. ચંદ્રાબેન શિરીષકુમાર ચીમનલાલ મહેતાના જમાઈ. તે દીપકના નાના ભાઈ. તે સ્વ. પરેશ તથા અ.સૌ. ધર્મિષ્ઠા અશોકકુમાર શેઠના બનેવી ૨૪-૭-૨૪ ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
વેરાવળ વિશા ઓસવાળ
વેરાવળ નિવાસી હાલ બોરીવલી મહેન્દ્ર રતનજી શાહ (ઉં. વ. ૭૭) તા.૨૫/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે લીનાબેન (લીલમ)ના પતિ. શિલ્પેશ, નેહલ (પિંકી)ના પિતા. અવની, પ્રિતેશકુમારના સસરા. સૌમ્યના દાદા, કાંતિલાલ મેંઘજી શાહ વેરાવળવાળાના જમાઈ. ફેનિલ, પંક્તિ માનવકુમારના નાના. પ્રાર્થનાસભા ૨૭/૭/૨૪ના ૩ થી ૫. વર્ધમાન સ્થા. જૈન સંઘ, સર્વોદય હોલ, એલ ટી રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ.
પરજીયા સોની
ગામ ભીગરાડ નિવાસી હાલ દહિસર સોની સ્વ.પીતાંબરદાસ નારણદાસ થડેશ્ર્વરના દીકરા પ્રવીણભાઈ થડેશ્ર્વર (ઉં. વ. ૭૩) ૨૪/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.સુધાબેનના પતિ. અમિત, યોગેશ, જેસલ કલ્પેશકુમાર ધકાણના પિતા. દેરડીકુંભાનું સ્વ.હરિભાઈ રણછોડભાઈ સાગરના જમાઈ. વૈશાલી તથા નીલમના સસરા. તેમનું ટેલિફોનિક બેસણું ૨૭/૭/૨૪ના ૫ થી ૬.
દશા લાડ વણિક
ભરૂચ નિવાસી, હાલ પાર્લા હર્ષવદન શાંતિલાલ કાપડિયા (ઉં. વ..૮૬) ગુરુવાર તા.૨૫-૦૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે વાસંતીબેનના પતિ. કેતના, ધર્મેશ એને બીજલના પિતા, સમીરભાઈ સુરા, તપનભાઈ થાણાવાળા અને કવિતાના સસરા, પ્રમેયના દાદા, નિકુંજ, નિકેત અને પરાના નાના. ૫૦૧, બજાજ સોસાયટી, બજાજ રોડ, વિલે પાર્લે વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠીયા બ્રમ્હક્ષત્રિય
બનારસ હાલ મુંબઈ અ.સૌ.કનકલત્તા મેર (ઉં. વ. ૭૩) તા.૨૪-૦૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે લલિતભાઈ નાગજીભાઈ મેરના ધર્મપત્ની, દેવાંગી અને શશાંકના માતૃશ્રી. નરોત્તમદાસ છગનલાલ દુબલના દીકરી. પ્રિતુલ વલેરા અને વૃંદાવની મેરના સાસુમા, લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
મોડાસા એકડા વિશા ખડાયતા કોવડિયા
હસમુખલાલ ચંદુલાલ શાહ (ઉં. વ. ૭૯) ગાબટ (હાલ મુંબઈ) વ્રજબાલાબેનના પતિ. કલ્પેશ અને દીપ્તિના પિતાશ્રી. અંજના અને ભાવેશકુમારના સસરા, ભરતભાઈ, પુષ્પાબેન, જશોદાબેન અને ઇન્દિરાબેનના ભાઇ, ચુનીલાલ કાળીદાસ શાહ ( શાઠંબા )ના જમાઈ. તા.૨૬-૦૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા.૨૮-૦૭-૨૪ના ૫ થી ૭. બીજે માળે શ્રી લોહાણા મહાજનવાડી, એસ વી રોડ, શંકરમંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
મેઘવાળ
ગામ સાંગણીયું-મહુવા હાલ મુંબઈ શામજીભાઈ ગાંગજીભાઈ કાતરિયાના પત્ની નિર્મળાબાઈ (નીરૂબેન) (ઉં. વ. ૬૭) તા.૨૨/૭/૨૪ના દેવલોક પામ્યા છે. સ્વ.લક્ષ્મી,મુકેશ, સ્વ.જ્યોતિ,ગીતા અને ભરતના માતા. જયસિંગભાઈ, માવજીભાઈ, વાલજીભાઈ, સ્વ.કેશવભાઈના ભાભી. જયાબેન, મીનાબેન, સ્વ.જ્યોત્સનાબેનના જેઠાણી, જસવંતી, હર્ષદ,જયેશ, ભાવેશ, મનીષ,અશ્ર્વિન, પ્રિતેશ, કેતનના મોટામમ્મી. અનિતા, હેમાલી, સેજલ, ગોરલ, પુજા, સ્વાતી, મેઘા, એસ્ટર, મુકેશ, મનીષના સાસુ. બારમાની (કારજ) વિધી રવિવાર તા.૨૮/૭/૨૪ના ૬. રામદેવ નગર, જે. આર. બોરીચા માર્ગ, ચીંચપોકલી.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારશે બ્રાહ્મણ
ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર અ.સૌ. મીતાબેન ચૈતન્ય ભટ્ટ (ઉં. વ.૬૩)બુધવાર તા. ૨૪/૭/૨૪ નાં રોજ કૈલાસવાસી થયેલ છે. તે ચૈતન્ય પ્રતાપરાય ભટ્ટ નાં ધર્મ પત્ની. શ્યામ અને અવનીનાં માતુશ્રી, વરૂણ અને નિકિતા નાં સાસુમા, હ્રિદાંશનાં દાદીમા અને પેહેલ-પેહેરનાં નાનીમા, ધારી નિવાસી સ્વ.ધીરજલાલ મણિશંકર ઠાકર નાં સુપુત્રી. પ્રાર્થનાસભા – શનિવાર તા. – ૨૭/૭/૨૪ નાં , સમય : – સાંજે ૪ થી ૬. શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, પહેલા માળે, જોષી લેન, ઘાટકોપર (પૂર્વ).
મચ્છુ કાઠીયા સાઇ સુતાર જ્ઞાતિ
ગામ કુંદરોડી સ્વ. હીરાબેન અવિચળભાઇ ડાભીના સુપુત્ર લક્ષમીચંદભાઇ ડાભી (ઘાટકોપર) (ઉં. વ. ૬૨) તા. ૨૫-૭-૨૪ના ગુરુવારના અક્ષરનિવાસી થયેલ છે. તા. ૨૭-૭-૨૪ના શનિવારના ૪થી ૬, પ્રાર્થનાસભા રાખેલ છે. તે નયનાબેનના પતિ. સ્વ. સરસ્વતિબેન રામજીભાઇ પીઠડીયાના જમાઇ. ધવલભાઇ, રોહનભાઇ, કિંજલબેનના પિતાશ્રી. જીજ્ઞાબેન, ખ્યાતિબેન અને દર્શભાઇના સસરા. વંશીના દાદા. ઠે. સ્વામિનારાયણ મંદિર હોલ, ૯૦ ફીટ રોડ, લવંડર બાગ પાસે, જયગાયત્રી હાઉસિંગ કો-ઓપરેટિવ સોસાયટી, ગરોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).
સારસ્વત બ્રાહ્મણ
અ. સૌ. મોહનાબેન (ઉં. વ. ૬૧) તે અજયભાઇ રમેશચંદ્ર પુરખા (કેશવાણી)નાં ધર્મપત્ની. અ. સૌ. પ્રેરણા અમ્રિત ઐયર, કુ. હેલેનાનાં માતુશ્રી. અરુનિકા, પ્રેયાંકાનાં નાની. ગં. સ્વ. રમાબેન રમેશચંદ્ર નવલરામ પુરખા (કેશવાણી)નાં પુત્રવધૂ. તે ગં. સ્વ. બાલાબેન વિશ્ર્વનાથનનાં સુપુત્રી. દેવેનભાઇ, અ. સૌ. ભારતીબેન કૌશિકભાઇ, સરલાબેન, રાજુભાઇના જોશીના ભાભી તા. ૨૪-૭-૨૪નાં બુધવારના હરિઓમ શરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૭-૭-૨૪ને શનિવારનાં ૫થી ૭. ઠે. પરમેશ્ર્વરી સેન્ટર, ૧લે માળે, નંદનવન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સામે, અચીજા હોટેલની બાજુમાં, ઓફ મદન મોહન માલવિયા રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
મોરબી નિવાસી હાલ ઘાટકોપર વસંતલાલ પારેખ (ઉં. વ. ૮૦) બુધવાર તા. ૨૪-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મંગળાબેન તથા સ્વ. કરસનજી ખેતશી પારેખના સુપુત્ર તથા ગૌતમીબેનના પતિ. તે સ્વ. ગુલાબબેન, સ્વ. વિઠલદાસ ભવાનીદાસ શાહના જમાઇ. યજ્ઞેશ તથા હિનાના પિતાશ્રી. સ્વ. જગમોહનદાસ, સ્વ. ચીમનભાઇ, સ્વ. તારાબેન તથા રંજનબેનના ભાઇ. તે સ્વ. રમણિકભાઇ, વસંતભાઇ, સ્વ. પ્રકાશભાઇ, સુભાષભાઇ, સ્વ. મંજુલાબેન, સ્વ. મનહરબેન, ઇન્દિરાબેન, નલીનીબેન, કુંદનબેન તથા પ્રમોદિનીબેનના બનેવી. સાદડી તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
વિરપુર દશાનીમા વણિક
વિરપુર નિવાસી હાલ કાંદિવલી દેસાઇ પ્રફુલાબેન (ઉં. વ. ૮૧) તે સ્વ. છબીલદાસ, સ્વ. મધુકાંતા મહેતાનાં સુપુત્રી. તા. ૨૫-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ.કનૈયાલાલ ચં. દેસાઇના પત્ની. તે સ્વ. નિલેશભાઇ, હિનાબેન, હિતેશભાઇ, સ્નેહાક્ષીબેનનાં માતુશ્રી. તે નિપૃણાબેન, કમલેશકુમાર, વિપુલકુમારનાં સાસુ. તે ધારા, જગતકુમાર, નીલ, અરપિતા, જશ, કિંજલ, તૃષ્ણા, તુષાર, શાલિની, વિધી, તનય, હિત, રાહીના દાદી. પ્રાર્થનાસભા ૫થી ૭, તા. ૨૭-૭-૨૪ના શનિવાર કાંદિવલી હાલાઇ લોહાણા મહાજન ટ્રસ્ટ, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ), લૌકિક ક્રિયા પાણી મુંબઇ મુકામે રાખેલ છે.
હાલાઇ લોહાણા
સ્વ. અનસુયાબેન, સ્વ. કિશોરલાલ કોટક ગામ પડધરીનાં જયેષ્ઠ પુત્ર પ્રદીપભાઇ (ઉં. વ. ૫૭) હાલ સાયન તે રેખાબેન, રાજેશભાઇના ભાઇ. તથા જગદીશભાઇના સાળા તથા જીગરનાં મામા તા. ૨૫-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. ચત્રભુજ લાલજી પૌંવા કચ્છ મોટી બેર હાલ પૂના નિવાસીના મોટા પુત્ર ડોકટર મુલજી ચત્રભુજ પૌંવા (ઉં. વ. ૮૮) તે સ્વ. સોનીયાબેનના પતિ. તે સ્વ. ચંદ્રકાંતભાઇ, સ્વ. કિશોરભાઇ, સ્વ. નિર્મલાબેન રામજી, સ્વ. અમિબેન વિઠ્ઠલદાસ, સ્વ. ચંદ્રાબેન કલ્યાણજી, સ્વ. બબીબેન મુલજી, લક્ષ્મીબેન છોટાલાલ, દિવ્યાબેન દિલીપકુમારના મોટાભાઇ. તે સુનિલના પિતાશ્રી. એનીના સસરાજી. તા. ૨૨-૭-૨૪ના સોમવારના શિકાગોમાં રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૭-૨૪ના શનિવારે ક્રાઉન બેકવેટ હોલ, ૭મે માળે, વિકાસ સેન્ટર, એન.એસ. રોડ, મુલુંડ (વેસ્ટ), સાંજે: ૫થી ૭, પુના મધ્યે રવિવાર, તા. ૨૮-૭-૨૪ના રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.