હિન્દુ મરણ
ઈડર ઔદિચ્ય સત્તાવીસ જ્ઞાતિ બ્રાહ્મણ
ગામ ભદ્રેસર નિવાસી, હાલ-મુંબઈ અ.સૌ. દક્ષાબેન (ઉં.વ. ૫૭) તે હર્ષદભાઈ ભટ્ટના પત્ની, તે ગં.સ્વ. ભગવતીબેન શંકરલાલ ભટ્ટના પુત્રવધૂ અને ગામ મેસણ નિવાસી સ્વ. મુળશંકર પ્રભાશંકર ભટ્ટના સુપુત્રી. તે ઈન્દુબેન, ભગવતીબેન, પ્રવિણાબેન, ભાલચંદ્રભાઈ, હિતેશભાઈના બહેન. કમલેશભાઈ, ભારતીબેનના ભાભી. મેઘાના જેઠાણી. તા. ૨૨-૭-૨૪ને સોમવારે દેવલોક પામ્યા છે. સાદડી તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી વૈષ્ણવ વણિક
મોટા લીલીયા નિવાસી, હાલ મુંબઈ, બળવંતરાય વલ્લભદાસ વોરા (ઉં. વ. ૮૫) તે સ્વ. નિર્મળાબેનના પતિ. તે સ્વ. નવનીતભાઈ, સ્વ. પ્રવીણભાઈ તથા સ્વ. પદ્માબેન જમનાદાસ અજમેરાના નાના ભાઈ. તે ધર્મેન્દ્રભાઈ, રાજેશભાઈ અને જોયબેન નિપુણભાઈ મહેતા તથા ડૉલીબેન નિલેશભાઈ કામદારના પિતાશ્રી. અ.સૌ. નીતાબેન તથા રૂપાબેનના સસરાજી. સ્વ. જયસુખલાલ જીવરાજભાઈ શાહના જમાઈ ૨૩-૭-૨૪ના વૈકુંઠવાસી થયેલ છે. પ્રાર્થનાસભા ૨૫-૭-૨૪ને ગુરુવારે ૫ થી ૭ આજીવસન હૉલ, જુહુતારા રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સારસ્વત બ્રાહ્મણ
મુંબઈ નિવાસી હાલ-વિરાર સ્વ. મહેશભાઈ રેવાશંકર એન (જોષી)ના ધર્મપત્ની રમાબેન જોષી તે રવિવાર ૨૧-૭-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે અભયભાઈ, જયશ્રી (નમ્રતા) નિતીનકુમાર સાતા, પન્ના રાજેશકુમાર ગાંધી અને રાજુભાઈના માતુશ્રી. સ્વ. નિતીનકુમાર ઈશ્ર્વરલાલ સાતા, રાજેશકુમાર કિશોરચંદ્ર ગાંધી, કિરણ અભય જોષી તથા જીજ્ઞા રાજેશ જોષીના સાસુ. તે અક્ષય, પૂનમ, ઉમા, અમી, હર્ષના દાદી. તે વાંકાનેર નિવાસી નાનાલાલ છગનલાલ પાંધીના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે. ટેલિફોનીક ઉઠમણું ગુરુવારે ૫ થી ૬, રૂસ્તમજી ગ્લોબલ સીટી, જે-એવેન્યુ બિલ્ડીંગ નં. ૫, ફ્લેટ નં. ૭૦૨, બછરાજ લેન્ડમાર્કની સામે, વિરાર (વેસ્ટ).
હાલાઈ લોહાણા
મુળ ગામ ખંભાળિયા હાલ મુંબઈ કાંદિવલી નિવાસી વીજયભાઈ પંચમતીયા તે સ્વ. ખેરાજભાઈ પંચમતીયા અને સ્વ. વીજયાબેન પંચમતીયાના પુત્ર. સ્વ. આશાબેનના પતિ. નિકિતા અમરિશકુમાર ઠાકરના િ૫તા. કિરિટભાઈ ભરતભાઈ રમેશભાઈ, બકુલા હરીવલભ લાખાણી, કોકિલા જયંતિલાલ ગણાતરા, પલ્લવી ચંદ્રકાંત ઠોભાણીના ભાઈ. સ્વ. રતિલાલ છોટાલાલ ઠક્કરના જમાઈ. તે આર્યન, સાહિલના નાના ૨૨-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. દેવજી નરશી જોબનપુત્રા કચ્છ ગામ અટડાવાળાના પુત્રવધૂ. તે સ્વ. વસંતકુમારના ધર્મપત્ની. ગં.સ્વ. કમળાબેન (ઉં. વ. ૬૫) તે નેહલના માતુશ્રી. તે વિજય કેશવભાઈ ગોહિલના સાસુમા. હર્ષના નાનીમા. સ્વ. કાશીબેન જાદવજી પલણના સુપુત્રી રવિવાર ને ૨૧-૭-૨૪ના પરમધામ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૫-૭-૨૪ શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી (પવાણી હૉલમાં) મુલુન્ડ વેસ્ટ, ૫ થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
મોઢ બ્રાહ્મણ
મૂળગામ કપડવંજ નિવાસી, હાલ બોરીવલી સ્વ. દેવલક્ષ્મીબેન બલદેવલાલ ત્રિવેદીના પુત્રવધૂ તથા સોહનલાલ ત્રિવેદીના ધર્મપત્ની અ.સૌ. ફાલ્ગુનીબેન ત્રિવેદી (ઉં.વ. ૬૪) તે ૨૩/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. અમરીશ તથા રેશ્મા શક્તિ વ્યાસના માતુશ્રી. આદિઅનંત, શિવીના તથા રિવાનના બા. પિયરપક્ષે બાલાસિનોરવાળા સ્વ. રમાગૌરીબેન તથા સ્વ. સુરેશચંદ્ર લક્ષ્મીશંકર ત્રિવેદીના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૬/૭/૨૪ના ૪ થી ૬. શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ, સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
પરજીયા સોની
નવાગામવાળા, હાલ દહિસર સ્વ. પુરીબેન તથા સ્વ. પરમાનંદદાસ ગોકુળદાસ ઘઘડા સોનીના પુત્ર પ્રવીણભાઈ સોની (ઉં.વ. ૬૯) તે ૨૩/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. મીનાક્ષીબેનના પતિ. અમિત-દીપિકા, પ્રેમ-રિદ્ધિના પિતાશ્રી. સ્વ. હીરાલાલભાઈ, સ્વ. રમણીકભાઇ, સ્વ. ગોરધનભાઈ, ગં.સ્વ. ઇન્દુબેન વાયા, મંજુબેન સાગર, ગીતાબેન ધકાણ, કુસુમબેન ધોરડાના ભાઈ. સાસરાપક્ષે દાઠાવાળા સ્વ. દિવાળીબેન તથા સ્વ. પ્રભુદાસ વિઠ્ઠલદાસ સાગરના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૫/૭/૨૪ના ૫ થી ૬. સોનીવાડી, શીમ્પોલી સિગ્નલ, બોરીવલી વેસ્ટ.
હાલાઇ ભાટિયા
અ.સૌ. ભારતી દિનેશ ભગતા (ઉં.વ. ૭૨) મંગળવાર, ૨૩-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. વિઠ્ઠલદાસ મથુરાદાસ ભગતાના પુત્રવધૂ. સ્વ. હિમાંશુ, અ.સૌ. ફાલ્ગુની(ધરા) હિતેન નેગાંધીના માતુશ્રી. સ્વ. ઇન્દુમતી પ્રતાપસિંહ દ્વારકાદાસ જેરાજાણીના પુત્રી. ગં.સ્વ. નિરંજના (પન્ના) પ્રવીણ ઉદેશીના ભાભી. અ.સૌ. રશમીબેન, હિનાબેન, ગં.સ્વ. જયશ્રીબેન, જયેશભાઈના બેન. પ્રાર્થનાસભા તા. ૨૬-૭-૨૪ના ૫:૦૦-૬:૦૦. સોની વાડી, શિમ્પોલી ક્રૉસ રોડ, એસ. વી. રોડ, બોરીવલી (પશ્ર્ચિમ). લૌકિક વ્યવહાર બંધ છે.
મોડાસા એકડા દશા ખડાયતા
શીનાવાડ નિવાસી, હાલ બોરીવલી આશિષ શાહ (ઉં.વ. ૪૯) હસમુખલાલ પીતાંબરદાસ શાહ અને હસુમતીબેનના સુપુત્ર. રાધાબેનના પતિ. દિયાન અને તનીશના પિતાશ્રી. બીજલ તથા ચિન્મયીના મોટાભાઈ. સાસરાપક્ષે સ્વ. દશરથલાલ હિરાલાલ શાહ (અમદાવાદ)ના જમાઈ. તા. ૨૦/૭/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષનું બેસણું તા. ૨૫/૭/૨૪ના ૪ થી ૬. સ્વામિનારાયણ મંદિર હૉલ, અજમેરા ગ્લોબલ સ્કૂલની સામે, યોગીનગર, બોરીવલી (વેસ્ટ).
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
તળાજા નિવાસી (હાલ વાપી) અ.સૌ. સ્મિતાબેન (ઉં.વ. ૬૧) મંગળવાર, તા. ૨૩/૭/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ભોગીલાલ અમૃતલાલ મહેતા (દાણી)ના સુપુત્ર યોગેશકુમાર મહેતાના ધર્મપત્ની. ચિ. સાગરના માતુશ્રી. જયવદનભાઈ તથા સ્વ. નવનીતરાયના નાનાભાઈના પત્ની. સ્વ. સરલાબેન, સ્વ. નીરૂબેન, ગં.સ્વ. હંસાબેન, ગં.સ્વ. ચંદ્રિકાબેન, ગં.સ્વ. ભારતીબેન, ગં.સ્વ. નીતાબેન, અ.સૌ. દક્ષાબેન અને અ.સૌ. ગીતાબેનના ભાભી તથા સ્વ. ગંભીરદાસ નારણદાસ મહેતલિયાના સુપુત્રી. પિયરપક્ષ અને શ્ર્વસુરપક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫/૭/૨૪ ગુરુવારના ઉપાસના સ્કુલ, ગુંજન, વાપી (ઈસ્ટ). ૩.૦૦ થી ૫.૦૦.
પાટણવાડા પંચાલ (લોહાર)
ગામ બાલીસણા નિવાસી, હાલ જોગેશ્ર્વરી સ્વ. પ્રવિણભાઇ કસ્તુરલાલ પંચાલના ધર્મપત્ની ગં.સ્વ. લીલાબેન પંચાલ (ઉં.વ. ૫૯) મંગળવાર, તા. ૨૩/૭/૨૪ના શ્રી રામશરણ થયા છે. તેમનું બેસણું શુક્રવાર, તા. ૨૬/૭/૨૪ના ૪ થી ૬, પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે, અસ્મિતા ભવન ટ્રોમા હોસ્પિટલની બાજુમાં, રાહેજા ટાઇટેનિયમ, મેટ્રો સ્ટેશનની સામે, જોગેશ્ર્વરી પૂર્વ.
ઘોઘારી લોહાણા
મૂળ ગામ ભાવનગર, હાલ કલ્યાણ પંકજભાઈ નટવરલાલ ઠક્કર રૈયા (ઉં.વ. ૬૪) તા. ૨૨/૭/૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે પ્રીતિબેનના પતિ. તે મેહુલ અને પ્રતીકના પિતાશ્રી. તે સોનલના સસરા. તે સ્વ. શાંતાબેન નટવરલાલ ઠક્કરના પુત્ર. તે સ્વ. સુરેશભાઈ અને ગં.સ્વ. રંજનબેન કૃષ્ણકાંત પૌદાના ભાઈ. તે ગં.સ્વ. જસુમતીબેન પ્રભુદાસ છગ (વસઈ)ના જમાઈ. પ્રાર્થનાસભા ૨૫/૭/૨૪ ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૬.૩૦ના સમયે જલારામ હોલ, મહાજન વાડીની બાજુમાં, એસ.વી.પી. રોડ (આગ્રા રોડ), કલ્યાણ પશ્ર્ચિમ ખાતે રાખેલ છે.
કપોળ
નાના આંકડીયાવાળા નટવરલાલ હરગોવિંદદાસ મહેતાના પુત્ર ઘનશ્યામભાઈ મહેતા (ઉં.વ. ૭૩) તા. ૨૨-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે વાસંતીબેનના પતિ. મંજુલાબેન મણિલાલ દોશી, મધુબેન રમેશભાઈ વોરાના ભાઈ. અભિસાર, ઉર્વશીના પિતા. મેઘા, નિરવના સસરા. પિયરપક્ષે સ્વ. જયંતિલાલ ગોવિંદજી મહેતાના જમાઈ. લૌકીક પ્રથા બંધ રાખેલ છે.