હિન્દુ મરણ
કચ્છી ભાટીયા
જયા અજીત ભીમાણી (ઉં. વ. ૯૨) ગુરૂવાર તા.૧૮-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે મોતીબાઈ નેણશી ભીમાણીના પુત્રવધૂ. ચત્રભુજ કલ્યાણજી જેસરાણીના સુપુત્રી. મૈત્રેયી નવિન આશર, દિપ્તી અશ્ર્વિન શાહ તથા તુષારના માતુશ્રી. છાયાના સાસુ. કુશ, તપન, કુણાલ, શીતલના દાદી-નાની, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય બ્રાહ્મણ
ગામ દેવલીના હાલ મલાડ તે ગામ દયાળના સ્વ.વાલજીભાઇ મહેતાની પુત્રી ગં.સ્વ.નિર્મલાબેન નટવરલાલ જોશી (ઉં. વ. ૮૭) તે તા. ૧૭/૭/૨૪ના સ્વર્ગવાસી થયેલ છે. નંદિની જોશીના સાસુ. ભરત, મૃદુલા ધર્મેન્દ્ર, મયુરી દિપક, કલ્પનાના માતુશ્રી. સ્નેહા હિરેન કામદાર, રાખી સુજલ પટેલ, ચાંદની ઓમ દવે, શિવાંગી, શિવમના દાદીમા. પ્રાર્થનાસભા રવિવાર તા. ૨૧/૭/૨૪ના ૫ થી ૭. એન.એલ.હાઇસ્કૂલ (ખાંડવાલા કોલેજ) એસ.વી.રોડ, મલાડ વેસ્ટ.
વિશા શ્રીમાળી ૧૦૮ ગોળનું
ચાણસ્મા નિવાસી સુમતિભાઈ મફતલાલ શાહ (ઉં. વ. ૮૬) હાલ મલાડ તે સ્વ.રસીલાબેનના પતિ. ચિમનલાલ ગભરૂચંદના જમાઈ. ધર્મેશભાઈ અને જીતાબેનના પિતાશ્રી. અપૂર્વ, તન્વી, હિયાંશી, દેશના, વિરાંશના દાદા. નિલેશકુમાર, નયનાબેનના સસરા. કાંતાબેન, ઇન્દુબેન, પ્રેમિલાબેન ચંદ્રાબેનબેનના ભાઈ. તા. ૧૯/૭/૨૪, શુક્રવારના અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા તા.૨૧-૭-૨૪ રવિવાર ૧૦ થી ૧૨, સ્થાનકવાસી હોલ બોરીવલી-વેસ્ટ.
ઇડર ઔદિચ્ય સત્યાવીસ બ્રાહ્મણ
ગામ વસઇ હાલ યુએસએ નેહાબેન વિજયભાઇ ઉપાધ્યાયની સુપુત્રી ચક્ષુબેન (ઉં. વ. ૩૩) તે ગં. સ્વ. શારદાબેન જટાશંકર ઉપાધ્યાયની પૌત્રી. સ્વ. નયનાબેન દિનેશચંદ્ર પંડયા, જયશ્રીબેન પંકજભાઇ ત્રિવેદી, બિમલભાઇ ઉપાધ્યાય (ઘાટકોપર)ની ભત્રીજી. કાજલ કરણ પટેલની બહેન. મોસાળપક્ષે પ્રવીણભાઇ મણિલાલ રાવલની દોહિત્રી. ગુરુવાર, તા. ૧૧-૭-૨૪ના રોજ દેવલોક પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
જામ ખંભાળીયા વાળા હાલ દહીંસર ગં. સ્વ. હેમકળાબેન અને સ્વ. લક્ષ્મીદાસ વિઠ્ઠલદાસ મોટાણીનાં સુપુત્ર નરેશભાઇ તે જયોત્સનાબેનના પતિ. વિશાલ, સાગરના પિતા. શ્ર્વેતા, વંદિતાના સસરા. તે કિરીટભાઇ અને સ્વ. દીલીપભાઇના ભાઇ. સ્વ. દમયંતીબેન દ્વારકાદાસ મેઘજી રાયઠઠ્ઠાના જમાઇ. તા. ૧૭-૭-૨૪ના બુધવારના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૦-૭-૨૪ના હાલાઇ લોહાણા મહાજન વાડી, કાંદિવલી (વેસ્ટ),૨જે માળે, ૫થી ૭. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
ચોગઠવાળા હાલ મુંબઇ સ્વ. લીલાવંતીબેન રમણીકલાલ જગજીવનદાસ દેસાઇના પુત્ર મનોજભાઇ (ઉં. વ. ૬૦) તા. ૧૯-૭-૨૪ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે વિનોદભાઇ, રજનીભાઇ, સ્વ. રમેશભાઇ, દિલીપભાઇ, મહેન્દ્રભાઇ, કીર્તિભાઇ, સરોજબહેન તથા દેવયાનીબહેનનાં ભાઇ. તે શીલા, શકુંતલા, જયશ્રી, ગીતા, કાશ્મીરા તથા જયશ્રીના દિયર. મોસાળપક્ષે અમરેલીવાળા સ્વ. રૂગનાથ જવેર પારેખના ભાણેજ. લૌકિક પ્રથા બંધ છે.