હિન્દુ મરણ
કચ્છી લોહાણા
મૂળ ગામ અંજાર હાલ દહિસર (મુંબઈ), સ્વ. ગોદાવરીબેન ગોરધનદાસ ઠક્કરના પુત્ર અનિલકુમાર ઠક્કર (ઉં. વ. ૭૫) તા. ૧૭-૭-૨૪, બુધવારના અક્ષરલોક પામ્યા છે. તે જયશ્રીબેનના પતિ. નિમીષા, માધવી, પરીના, મિતેશના પિતાશ્રી. સ્વ. નવિનચંદ્ર અને ગં. સ્વ. પુષ્પાબેનના ભાઈ. સ્વ. સરસ્વતીબેન તુલસીદાસ રાયમંગિયાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૯-૭-૨૪ના ૪.૩૦ થી ૬. કાંદિવલી હાલાઈ લોહાણા મહાજનવાડી, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી (વે.). (લૌકિક વ્યવહાર બંધ છે.)
દશા સોરઠિયા વણિક
ધોરાજી નિવાસી હાલ ઘાટકોપર ગં. સ્વ. પુષ્પાબેન તે સ્વ. હરકીશનદાસ ભગવાનદાસ વખારીયાના ધર્મપત્ની (ઉં. વ. ૯૨) તા. ૧૭-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. પ્રાણકુવર બેન પુરસોતમદાસ આણંદપરાના પુત્રી. સ્વ.જતીનભાઇ તથા મનીષભાઇના માતુશ્રી. ગં. સ્વ. બીનાબેન તથા શેફાલીબેનના સાસુ. ખુશબુ હાર્દિક શાહ, પ્રતીક, રીશી, હીદાંતના દાદી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મોઢ વણિક
બુરહાનપુર નિવાસી હાલ ચારકોપ કાંદિવલી વિનોદચંદ્ર ગોપાલદાસ શાહ (ઉં. વ. ૮૩) તે માલતીબેનના પતિ. તે નીતાબેન, રૂપલબેન અને માધવીબેનના પિતાશ્રી. તે સ્વ. નિલેશભાઇ, મિનેશભાઇ, હિમાંશુભાઇના સસરા. તે મધુકાંતભાઇ, શશીકાંતભાઇ અને રવિકાંતભાઇના બનેવી. તે હર્ષ, હર્ષિત, ધ્રુવ અને જતનના નાનાજી. તા.૧૭-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુતાર
મહુવા હાલ બોરીવલી કનુભાઇ છગનભાઇ પરમાર (ઉં. વ. ૬૫) તા. ૧૭-૭-૨૪ના બુધવારના રામચરણ પામ્યા છે. તે અ. સૌ.જયશ્રીબહેનના પતિ. નીતીનભાઇ, દિપીકાબેન, ચેતનાબેનના પિતાશ્રી. આરતીબેનના સસરા. જેન્તીભાઇ, હિંમતભાઇના ભાઇ. જૂનાગઢવાલા હિરાભાઇ છગનભાઇ હરસોરાના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૦-૭-૨૪ના શનિવારે ૫થી ૭. ઠે. લુહાર સુતારની વાડી અંબાજી મંદિરની પાસે, કાર્ટર રોડ, નં.૩. બોરીવલી (ઇસ્ટ).
હાલાઇ લોહાણા
મુંબઇ નિવાસી સ્વ. ઘનશ્યામભાઇ તન્નાના ધર્મપત્ની દક્ષાબેન (ઉં. વ. ૬૮) શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. કાંતાબેન ગોરધનદાસ તન્નાના પુત્રવધૂ. તે સ્વ. કમુબેન દામોદરદાસ બારવીયાના પુત્રી. તથા સ્વ. હંસાબેન સ્વ. ચારુબેન ભરતભાઇ તથા શીલાબેન અને લીનાબેનના બહેન. સ્વ. નવીનભાઇ તથા સોનીબેન પ્રવીણકુમાર મહેતા ને કિશોરભાઇના મોટાભાભી. સચીન અને વિકેશના માતાજી. બન્ને પક્ષની સાદડી તા. ૧૯-૭-૨૪ના શુક્રવાર ૫થી ૬.૩૦. ઠે. હાલાઇ લોહાણા મહાજનવાડી, ૧લે માળે, ઠાકોરદ્વાર રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
ચલાલાવાળા હાલ બોરીવલી સ્વ. વસંતભાઇ ત્રિભોવનદાસ પારેખના પત્ની. ગં. સ્વ. શારદાબેન (ઉં. વ. ૮૧) તે સ્વ. પંકજભાઇ, તૃપ્તીબેન, યતીનભાઇના મમ્મી. પ્રજ્ઞા, મીતલ, પ્રકાશકુમારના સાસુ. સ્નેહા રોનકકુમાર વોરા, પ્રણવ, હર્ષના દાદી. પરીના મોટાદાદી સાસુ. પિયર પક્ષે શાંતિલાલ દેવચંદ મહેતાના દીકરી. તા. ૧૭-૭-૨૪ના બુધવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૧-૭-૨૪ના રવિવારના ૫થી ૭. ઠે. શ્રી ગુરુનાનક દરબાર બોરીવલી, સાઇબાબા નગર, બોરીવલી (વેસ્ટ).
કચ્છી પરજીયા પટ્ટણી સોની
કચ્છ-ફરાદીના હાલ મુંબઇ અ. સૌ. અદિતીબેન થલેશ્ર્વર (ઉં. વ. ૪૮) તા. ૧૫-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. હિરેન રમેશચંદ્ર થલેશ્ર્વરના ધર્મપત્ની. માતુશ્રી દેવીબેન રમેશચંદ્ર કાનજી થલેશ્ર્વરના પુત્રવધૂ. સ્તુતિ અને પ્રથમના માતુશ્રી. અલ્પા કીર્તિ ધકાણ, નીલમ જીજ્ઞેશ થલેશ્ર્વરના ભાભી. પિયર પક્ષે માતુશ્રી રસિલાબેન પ્રવિણચંદ્ર સોનીના સુપુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
દશાનિમા વણિક
ઝાલોદ નિવાસી હાલ અંધેરી સ્વ.કાંતિલાલ શેઠના પુત્ર શરદભાઈ શેઠ (ઉં. વ. ૮૫) તે સ્વ.સૂર્યબેનના પતિ. સ્વ.રાજુભાઈ, ચિરાગભાઈના પિતા. અસ્મીતાબેન, કામિનીબેનના સસરા. અર્પિતા, જુગલ, હર્ષિલ, કરિશ્માના દાદા તા. ૧૭-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
પરજીયા સોની
દાઠાવાળા હાલ કાંદિવલી સ્વ.ચીમનલાલ આણંદજી સુરૂ સોનીના ધર્મપત્ની ગં. સ્વ.શારદાબેન સુરૂ (સોની)(ઉં. વ. ૮૦) તે ૧૬/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. ગીતા હરેશ સોનીના માતુશ્રી. સ્વ.જીવીબેન ભાયચંદભાઈ ગોહિલ ગારિયાધારવાળાના દીકરી. લવ તથા વિરલના નાની. સ્વાતિના નાનીસાસુ, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી મોઢ વણિક
મૂળગામ બરવાળાવાળા હાલ કાંદિવલી સ્વ.હરેશભાઇ નાનાલાલ મહેતાના ધર્મપત્ની, ગં. સ્વ. કિરણબેન મહેતા (ઉં. વ. ૭૧) તે ૧૬/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. જીતેશ તથા નીરવના માતુશ્રી. પ્રિતી તથા દીપલના સાસુ. સ્વ. રજનીકાંત તથા મુકેશના ભાઈના પત્ની. પિયરપક્ષે અમદાવાદવાળા સ્વ.શારદાબેન મોહનલાલ શાહ ખડોલના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
મૂળગામ ઓથાવાળા હાલ બોરીવલી સ્વ.સોની રતિભાઈ લોમાભાઈ સાગરના ધર્મપત્ની ગં.સ્વ.નિર્મળાબેન સાગર (ઉં. વ. ૮૦) તે ૧૭/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. નાનજીભાઈ વીરાભાઇ સુરૂના દીકરી. સ્વ. અનિલભાઈ, ધર્મેશભાઈ, ઇલાબેનના માતુશ્રી. ચીમનભાઈ લોમાભાઈ સાગરના ભાભી, બીનાબેન, દક્ષાબેનના સાસુ. પ્રાર્થનાસભા શુક્રવાર ૧૯/૭/૨૪ના ૫ થી ૬. સોનીવાડી, શીમ્પોલી ક્રોસ રોડ, બોરીવલી વેસ્ટ.
દશા નિમા વણિક
ઝાલોદ નિવાસી હાલ મુંબઇ પંકજ શાહ (ઉં. વ. ૭૫) સ્વ. ગોકળીબેન તથા સ્વ. મંગલદાસના સુપુત્ર રાજશ્રીબેનના પતિ. બંદિશ, પાયલ, પ્રાપ્તીના પિતા. સ્વ. રજનીકાંત, સ્વ. શશીકાંત, સ્વ.શરદચંદ્ર તથા સ્વ. અનસુયાબેનના ભાઇ. હસમુખલાલ દેસાઇના જમાઇ. તા. ૧૪-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર તા. ૨૦-૭-૨૪ના અમૃતબાગ, બજાજ રોડ, વિલેપાર્લે (વેસ્ટ), સ્ટેશન પાસે, ૫થી ૭.
કચ્છી લોહાણા
સ્વ. દયાળજી રામજી કતીરા ગામ કચ્છ દુધઇ હાલ મુલુંડના નાનાપુત્ર મોહનલાલ (ઉં. વ. ૮૬) તા. ૧૭-૭-૨૪ના બુધવારે રામશરણ પામેલ છે. તે સ્વ. પુષ્પાબેનના પતિ. તે નીતિન (રાજા) હિના પરેશ બારૂ, બીના મનીષ ઠક્કરના પિતાશ્રી. તે સ્વ. લક્ષ્મીદાસ લાલજી તન્નાના જમાઇ. તે સ્વ. ગોરધનદાસ સ્વ. રણછોડદાસ, સ્વ. જમનાબેન જમનાદાસ પલણ, સ્વ. ભાગીરથીબેન વીરજી સોનેતા, ગં. સ્વ. લીલાવતીબેન કાનજી પલણના ભાઇ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૯-૭-૨૪ના ૫.૩૦થી ૭. ઠે. ગોપુરમ હોલ, ડો. આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ). બૈરાઓએ તે જ દિવસે આવી જવું.
નવગામ વીસા દિશાવાળ વણિક
વિસનગર નિવાસી હાલ મુંબઇ કુસુમબેન શાહ (ઉં. વ. ૮૭) તા. ૧૬-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કંચનલાલનાં ધર્મપત્ની. મયૂરભાઇ, દીપ્તિબહેનના મમ્મી. મનીષાબહેન, જયેશકુમારનાં સાસુ. પ્રથમના દાદી. તથા સંકેત, જેસિકા, રુત્વીના નાની. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૧૯-૭-૨૪ના ૫થી ૭. ઠે. જલારામ હોલ, એન.એસ. રોડ નં-૬, જુહુ સ્કીમ, વિલેપાર્લે (વેસ્ટ),પિયર પક્ષે અંબાલાલ શામળદાસ, સરઢવનું બેસણું પણ એ જ સમયે ઉપરોક્ત સ્થળે રાખવામાં આવ્યું છે.