મરણ નોંધ

હિન્દુ મરણ

શ્રીમાળી સોની
અમદાવાદના હાલે ઘાટકોપર નિવાસી પુષ્પાબેન (ઉં. વ. ૮૬) તે સ્વ. પૂનમચંદ્ર લક્ષમણદાસ સોનીના ધર્મપત્ની. સ્વ.અશીત, અમીતના માતુશ્રી. ભાવનાબેન તથા દેવીબેનના સાસુ. ભૂમન, વિધી ઉત્સવ ભાવસાર, ડોલી સ્મિત મહેતા તથા શૈલી ઋષીરાજ નેનુજીના દાદી સોમવાર તા.૧૫/૦૭/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે. ઠે.૩૦૨, આશુતોષ, નિલકંઠ વિહાર, સર્વોદય બુદ્ધવિહાર માર્ગ, ચેમ્બુર ઇસ્ટ.

વિશા સોરઠિયા વણિક
બાલાગામવાળા હાલ કાંદિવલી પ્રફુલચંદ્ર શાહ (ઉં. વ. ૭૨) તા.૧૫/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. તારામતી વલ્લભદાસ શાહના પુત્ર. ધૈર્યબાળાબેનના પતિ. નિકુંજ, અંજલિ હિરેન કોટેચાના પિતા. સ્વ. દેવીબેન દેવચંદ શાહના જમાઈ. સ્વ.માણેકચંદ, સ્વ.હરકિશનભાઈ, સ્વ. ફુલચંદ, મહેન્દ્રભાઈ, હસમુખભાઈ, ભાનુબેન તથા હીનાબેનના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હાલાઇ ભાટિયા
જયસિંહ ભગવાનદાસ કાપડિયા (ઉં. વ. ૮૯) તે સ્વ. વિણાના પતિ. જયેશના પિતા. અ.સૌ. ભાવનાના સસરા. વત્સલ અને આશનાના દાદા. સ્વ. હરેશ, સ્વ. પ્રવીણ, રમેશ, સ્વ. ઇંદુમતી ચરણદાસ કાપડિયા, સ્વ.નલિની મૂળરાજ શિવજિયાની, ગં.સ્વ.શીલા વિજય સંપટના ભાઈ તા.૧૪.૦૭.૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરૂવાર તા.૧૮.૦૭.૨૪ના ૫ થી ૭. શ્રી હાલાઈ લોહાણા બાલાશ્રમ, અતુલ ટાવર પાસે, મંગુભાઇ દત્તની રોડ, કાંદિવલી (વેસ્ટ).

હાલાઈ લોહાણા
મૂળગામ જામસલાયા હાલ વાલકેશ્ર્વર (મુંબઈ) ગં.સ્વ.જયાબેન નારણદાસ નથુભાઈ મજીઠીયા (ઉં. વ. ૯૧) તે ભરતભાઈ, પ્રકાશભાઈ, અરૂણાબેન, પ્રતિમાબેન, મીનાક્ષીબેન તથા ભારતીબેનના માતુશ્રી. ભારતીબેન, જયશ્રીબેન, હરેન્દ્રભાઈ, નવીનભાઈ રૂઘાણી, સુરેશભાઈ તન્નાના સાસુ. ખંભાળિયાવાળા સ્વ.ગોકળદાસ ખેરાજ ગણાત્રાના દીકરી. સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. તુલસીદાસભાઈ, સ્વ.નરોત્તમદાસ તથા સ્વ.રામજીભાઈના બેન. સ્વ.પ્રવીણભાઈ મજીઠીયા, સ્વ.મનોરમાબેન ફૂટમુટીયાના ભાભી સોમવાર તા. ૧૫/૦૭/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

ઘોઘારી મોઢ વણિક
ધ્રાંગધ્રા નિવાસી હાલ ઘાટકોપર ગં. સ્વ. ચંદાબેન પ્રવિણચંદ્ર પારેખ (ઉં. વ. ૭૨) તે ૧૫/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે જસ્મીના હિતેન્દ્રકુમાર, સોનલ વિપુલકુમાર, જીગીષા સંજય, મિત્તલ સુભાષકુમારના માતુશ્રી. હર્ષ, પ્રથમ, પ્રતીક્ષા, અક્ષિતા, ધ્વનિ, વ્યોમના નાની. મંગળાબેન મણિશંકર વાસુંના દીકરી. સ્વ.મુક્તાબેન પ્રાગજીભાઈ, કાંતાબેન હરિશંકરના ભાણેજ મહેશભાઈ, સ્વ.વીરેન્દ્ર, જીતેન્દ્રભાઈના બહેન. મીનાબેન તથા રક્ષાબેનના નણંદ. પ્રાર્થનાસભા ગુરુવાર ૧૮/૭/૨૪ના ૩ થી ૫. વિરેશ્ર્વર મહાદેવ મંદિર, સિંધીવાડીની બાજુમાં, રામમંદિરની સામે, રાજાવાડી, એમ. જી રોડ, ઘાટકોપર ઈસ્ટ.

ઘોઘારી લોહાણા
ઉમરગામવાળા, હાલ વસઈ નૈમિષ (ઉં. વ. ૫૬), સ્વ. સુધાબેન અને સ્વ.ધનસુખલાલ પરમાનંદ ખંધડિયાના સુપુત્ર. તે સંગીતાબેનના પતિ. સુધેય અને ક્રિશ્ર્નાના પિતાશ્રી. વલસાડવાળા સ્વ.રમેશભાઈ ચુનીલાલ કારીયાના જમાઈ. મનોજભાઈ કારીયા, હીનાબેન મનીષભાઈ મસરાણીના બનેવી. વસઈવાળા સ્વ.છબીલદાસ રઘુભાઈ રાજાણીના દોહીત્ર. તા.૧૬ જુલાઈ ૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૧૮ જુલાઈ ૨૪ના ૧૦.૦૦ થી ૧૧.૩૦ ઠે. વિશ્ર્વકર્મા હોલ, કુલ્લુર હોસ્પીટલ પાસે , વિરસાવરકર નગર, વસઈ સ્ટેશન પાસે પશ્ર્ચિમ.

કપોળ
રાજુલાવાળા સ્વ. કાંતિલાલ ભગવાનદાસ મહેતા તથા સ્વ.વસંતીકાની પુત્રી તૃપ્તી (ઉં. વ. ૬૦) તા. ૧૪-૭-૨૪ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે પલ્લવી, સ્વ. સુનીલ, અમીતની બહેન. સંજયની સાળી. બેલાના નણંદ. પ્રતીકના માસી. તથા પ્રીયાશીના ફૂઇ. મોસાળ: શિહોરવાળા સ્વ. દામોદરદાસ કરસનદાસ મહેતા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મેઘવાળ
ગામ મોટા આગરીઆ (રાજુલા) હાલ મહાલક્ષ્મી સ્વ. મીણાબેન અને પીઠા પાલાભાઇ ખુમાણના દીકરા સ્વ. રતિલાલ ખુમાણ (ઉં. વ. ૬૨), તા. ૫-૭-૨૪ના રામશરણ પામ્યા છે. પત્ની સવિતાબેન. પુત્ર દિવેશ, ધર્મેશ, દીકરી વનીતા, જમાઇ કલ્પેશ. તેમના બારમાની વિધિ. તા. ૧૭-૭-૨૪ બુધવારના દિવસે ૫ વાગે. ઠે. બિલ્ડિંગ બી/૨, ૩/ ૩૦૮, મહાલક્ષ્મી વ્યુવ, ઇન્કમ ટેક્સ ઓફિસરની પાસે, રેસકોર્સની સામે, મુંબઇ-૩૪.

કચ્છી લોહાણા
સ્વ. દામજી નારાણજી ચંદન ગામ કચ્છ રવાપર હાલે મુલુંડની ધર્મપત્ની ગં.સ્વ. ભગવતીબેન (ઉં. વ. ૭૪) ૧૫-૭-૨૪ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તુષાર, રાજેશના, બધુબેન મુકેશ ધનસોતાના માતુશ્રી. તરલા, ભક્તિના સાસુમા. ઓમ, હાર્દિક, વિનય, નીરાલીના દાદીમા. કીશન, ડીમ્પલના નાનીમા. સ્વ. નાનજી ધારશી ગણાત્રાની સુપુત્રી. ૧૭-૭-૨૦૨૪ બુધવારના સમય ૫.૩૦ થી ૭ સુધી બન્ને પક્ષની પ્રાર્થનાસભા સ્થળ: શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, મુલુંડ વેસ્ટ, રેલવે સ્ટેશનની બાજુમાં. લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તેજ દિવસે આવી જવું.

કપોળ
પાર્લા રમેશ મનમોહનદાસ કાણકિયા (ઉં. વ. ૭૭) તે કલ્પનાના પતિ. સંગીતા અને કૃપાલના પિતા. અનિલ અને કાનનના સસરા. આર્યનના દાદા અને જીનય તથા રુચિના નાના ૧૨-૭-૨૪ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના: ૨૦-૭-૨૪ સમય સાંજના ૫ થી ૭. જલારામ હોલ, જોગર્સપાર્ક સામે, રોડ નં.૬, જુહુ સ્કીમ, વિલેપાર્લા-પશ્ર્ચિમ.

પરજિયા સોની
ઈંગોરાળાવાળા હાલ મલાડ, અ.સૌ. માલિની હર્ષદ સલ્લા (ઉં. વ. ૫૯) તે સ્વ. જસુબેન રણછોડભાઈ સલ્લાના પૌત્રવધૂ. તે સ્વ. મંજુલાબેન જેન્તીલાલ સલ્લાના પુત્રવધૂ. તે સ્વ. વૈભવ, મિત્તલ પ્રશાંત સલ્લા, કિરણબેન ભાસ્કરભાઈ જગડાના ભાભી. કરણ, રિધ્ધીના મમ્મી. તે અનસુયા, મંથનના મોટા મમ્મી. તે જેતપુરવાળા સ્વ. શાંતાબેન ચમનલાલ ધાણકના દીકરી ૧૨-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર ૧૮-૭-૨૪ના ૪ થી ૬. ઠે. શ્રી સોનીવાડી, શીંપોલી રોડ,
બોરીવલી-વે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button