મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
સ્વ. ચંદ્રબાલા પુરુષોત્તમ સોમૈયા, ગામ ભદ્રેશ્ર્વર, હાલે મુલુંડના સુપુત્ર ગિરીશ સોમૈયા (ઉં. વ. ૬૨) તે જીનીશાના પતિશ્રી. ચિરાગ, મિતના પિતાશ્રી. પ્રકાશ, કીર્તિ, રંજનબેન કીર્તિ ઠક્કર, દીપ્તિ ધીરેન સેજપાલ, સ્વ. જગદીશના ભાઈ. દિલીપભાઈ નારણજી ઠક્કરના જમાઈ. જયેશ, મનીષાબેન નરેશકુમાર માધવાણીના બનેવી તે ૧૫-૭-૨૪ સોમવારના રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૬-૭-૨૪ મંગળવારના પ્રાર્થના સ્થળ- શ્રી બ્રહમાંડેશ્ર્વર મહાદેવ ભક્તમંડળ હૉલ સમય ૪ થી ૬. (લૌકિક વ્યવહાર બંધ છે).

કચ્છી લોહાણા
સ્વ હરિભાઈ રતનશી સચદે કચ્છ ગામ સુમરી રોહા હાલે પૂનાના પુત્ર રાજેશ સચદે (ઉં. વ. ૭૨) તે તક્ષશિલાબેનના પતિ રવિવાર તા.૧૪/૭/૨૪ના રામશરણ પામેલ છે. ડો.જીવરાજ રતનશી ઠક્કરના ભત્રીજા. કાર્તિક ત્રિકમદાસ સચદે, યોગેશ જીવરાજ ઠક્કર, ડો.હેમંત જીવરાજ ઠક્કરના મોટાભાઈ. નિખિલ, પ્રતીક અને હર્ષલના પિતાજી. સ્વ. દમયંતીબેન પ્રાગજીભાઈ બાવળના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર ૧૬/૭/૨૪ના ૪ થી ૫. શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, ૧૭૨, ભવાની પેઠ, પૂના.

કપોળ
અમરેલીવાળા કનૈયાલાલ ગુલાબરાય સંઘવી (ઉં. વ. ૮૯) તા. ૧૩-૭-૨૪ શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે નિપુણ અને નેહા પરેશ મેહતાના પપ્પા. ટ્વિંકલના સસરા. પ્રિતના દાદા. મૌલિક અને ધ્રુવિલના નાના. હર્ષદભાઈ ગુલાબરાય સંઘવી અને કુંદનબેન પ્રવિણચંદ્ર પારેખના ભાઈ. શ્ર્વસુરપક્ષે શ્રી ઈજજતરાય નંદલાલ મેહતાના જમાઈ. લૌકિક ક્રિયા બંધ છે.

માધવપુર ગિરિનારાયણ બ્રાહ્મણ
સુધાબેન સેવક (ઉં. વ. ૮૨)હાલ અંધેરી તે સ્વ. વિનોદરાય જયંતીલાલ સેવકના ધર્મપત્ની. સ્વ. પદમાવતી વસંતરાય જાનીનાં પુત્રી. મહેશભાઇ તથા હર્ષદાબેનના મોટાબેન. પ્રજ્ઞા, ગુંજન સેવકના ભાભી. મનીષ તથા ફાલ્ગુનીના માતુશ્રી. મોનાના સાસુ, કેયા તેમ જ નિષ્ઠાના દાદી. રવિવાર તા. ૧૪-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

કચ્છી લોહાણા
સ્વ. ભગવાનદાસ પ્રેમજી પંડીતપોત્રા ગામ ગઢશીશા (શેરડી) હાલ મુલુંડના ધર્મપત્ની ગં. સ્વ. નિર્મળાબેન તે (ઉં. વ. ૭૦) રવિવાર તા. ૧૪-૭-૨૪ના રામશરણ પામેલ છે. તે ગં.સ્વ. સરસ્વતીબેન શંકરલાલ પુંજાણી ગામ ગઢશીશાના પુત્રી. તે દિપાના માતુશ્રી. તે જયેશભાઇ હેમરાજ જોબનપુત્રાના સાસુમા. તે અ. સૌ. વસંતબાલા શંભુભાઇ અને અ. સૌ. દમયંતીબેન કાકુભાઇના દેરાણી. તે સ્વ. કાંતાબેન, જયાબેન, મહાલક્ષ્મીબેન, પ્રફુલ્લાબેનના ભાભી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૫.૩૦થી ૭. મંગળવાર, તા. ૧૬-૭-૨૪ના પવાણી હોલ, મહાજન વાડી, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
સ્વ. ભીમજી આણંદજી બારૂ કચ્છ ગામ નરા હાલ નખત્રાણાના પુત્ર અમૃતલાલ (ઉં. વ. ૭૨) તા. ૧૪-૭-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. કુસુમબેન તથા જયોતીબેનના પતિ. મધુબેન કલ્પેશભાઇ પલણ તથા કવિતા વિશાલના પિતા. સ્વ. વલ્લભજી વિશ્રામ મજેઠીઆના જમાઇ. શંકરલાલ ભીમજીભાઇ બારૂ, ચંદુભાઇ ભીમજીભાઇ બારૂ (મુંબઇ) ઝવેરબેન મેઘજીભાઇ ચંદારાણા, ગોદાવરીબેન બાબુલાલ પલણ (નખત્રાણા)ના ભાઇ જગદીશ, મહેન્દ્રના કાકા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૬-૭-૨૪ના મંગળવારે સાંજે ૫.૩૦થી ૭. ઠે. કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફલોર, આર.આર.ટી, રોડ મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઇ ભાટીયા
ચંદન ચંદ્રસેન કાપડીયા (ચંદ્રિકા) (ઉં.વ. ૭૩) તે સ્વ. જીવણદાસ ભક્તા તથા સ્વ. મધુરી જીવણદાસ ભકતાના પુત્રવધૂ. તે સ્વ. જમનાદાસ આસર તથા સ્વ. દેવકાબેન જમનાદાસ આસરના પુત્રી. પ્રણય કાપડીયા અને ચૌલા સરૈયાના માતુશ્રી. સેજલ કાપડીયા અને વિરલ સરૈયાના સાસુજી. તે સ્વ. રામદાસ આસર, સ્વ. સુરેશ આસર, વિજય આસર, સ્વ. હેમલતા, અ. સૌ. કુસુમબેન પાલેજાના બેન. શનિવાર, તા. ૧૩-૭-૨૪ના દિવસે શ્રીજીના ચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૬-૭-૨૪ના મંગળવારે ૫થી ૬.૩૦. રનનુ બંધ હોલ, ગ્રાઉન્ડ ફલોર, વાય. બી. ચવ્હાણ સેન્ટર, જનરલ જગન્નાથ ભોસલે માર્ગ, મંત્રાલય પાસે, નરીમાન પોઇન્ટ, મુંબઇ-૨૧, લૌકિક વ્યવહાર બંધ છે.

નવગામ ભાટીયા
અમરેલી નિવાસી હાલ બોરીવલી ગં. સ્વ. નિર્મળાબેન આશર (ઉં. વ. ૮૮) તે સ્વ. જસવંતલાલ ગોરધનદાસ આશરના ધર્મપત્ની. તે અશ્ર્વિનભાઇ, કુમારભાઇ, નયના, દેવયાની, દીનતા, કાલીન્દીના માતુશ્રી. દક્ષા, વાસુદેવ, ભરત, શૈલેષ, ધર્મેશના સાસુ. સ્વ. ચંદાબેન, કરસનદાસ ગોકળગાંધીના બેન. સ્વ. પુષ્પાબેન, સુધાબેન, સ્વ. ભાનુબેનના ભાભી. હેમા, મીતલ, રોમીલ, સુકેશ, રોહનના નાનીમા. તા. ૧૪-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧૬-૭-૨૪ના ૫થી ૭. ઠે. લુહાર સુથાર જ્ઞાતિ વાડી, વિશ્ર્વકર્મા ચોક, અંબાજી મંદિર પાસે, કાર્ટર રોડ, નં-૩. બોરીવલી (ઇસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button