હિન્દુ મરણ
રાજગોર બ્રાહ્મણ
ગામ હમલા મંજલના માધવજી હરિરામ ભટ્ટના ધર્મપત્ની અ. સૌ. પ્રેમીલાબેન (ઉં. વ. ૭૭) ગુરુવાર તા.૧૧/૦૭/૨૪ના રામશરણ પામેલ છે. ગં.સ્વ. કુસુમ મહાસુખ પેથાણી, ગં. સ્વ.ભારતી રાજેશ મહેતા, અ.સૌ.સીમા સુનિલ શિણાઇના માતુશ્રી. ગામ કોટડા રોહાના સ્વ. કલ્યાણજી લાલજી માકાણીના સુપુત્રી. સ્વ. મોતીરામ, સ્વ.મુરજી, સ્વ. ભાગેરતિના બેન. સ્વ. કરસનદાસ, ઉમિયાશંકરના નાના ભાઈના ઘરેથી. પ્રિયા પ્રફુલ મોતા, રાખીલ, ધર્મીન, મીરલ, કુશલ, ખુશ્બુના નાની. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
રામાનંદી વૈષ્ણવ
ત્રાપજ નિવાસી હાલ બોરીવલી સ્વ.કંચનબેન તથા સ્વ.ભક્તિપ્રસાદ ગોવિંદરામ અગ્રાવતના પુત્ર બિપીનચંદ્ર અગ્રાવત (ઉં. વ. ૭૨) તે તા. ૧૧/૭/૨૪ના રામચરણ પામેલ છે. બિન્દુબેનના પતિ. કૃપાલી, ચૈતાલી તથા જયનાના પિતાશ્રી. વિજય આચાર્ય, દેવેન્દ્ર વિભાકરના સસરા. સ્વ. રોહિતભાઈ, સ્વ.ડો.પિયુષભાઇ, સ્વ.મીનુભાઈ, સ્વ.ડો.કૌશિકભાઈ તથા સ્વ. રેણુબેન દિનેશકુમાર દેવમુરારીના ભાઈશ્રી. તેમની પ્રાર્થનાસભા ૧૩/૭/૨૪ના શનિવાર, ૪ થી ૬ કલાકે પેરેડાઈઝ હોલ, સ્વામીજી સ્કૂલ, દૌલત નગર રોડ નં. ૧૦, બોરીવલી ઈસ્ટ.
નવગામ ભાટિયા
પિલવાઇ નિવાસી હાલ વિરાર હર્ષાબેન શાહ (ઉં. વ. ૬૮) તે રજનીકાંત કાંતિલાલ શાહના ધર્મપત્ની. ચંપકલાલ, નવનીતભાઈ, સ્વ.બાલમુકુંદભાઈ, કિરીટભાઈ, સ્વ.વાસંતીબેન, સ્નેહલતાબેનના ભાભી. બીજલબેન પારસકુમાર શાહ, નિઘીબેન વિકીકુમારના નાની. ચંદ્રકાન્ત રમણલાલ વૈદ્ય, સ્વ.તારાબેન શાહના બહેન તે ૧૦/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર તા.૧૪/૭/૨૪ના ૪ થી ૬. આબિલ હોલ, હવેલીની સામે, વિરાર વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠિયા વણિક
જામખંભાલીયા નિવાસી હાલ કાંદિવલી સ્વ.નિર્મળાબેન નવનીતલાલ ધ્રુવના પુત્રવધૂ તથા ભરત નવનીતલાલ ધ્રુવના ધર્મપત્ની અ.સૌ.રિના ધ્રુવ (ઉં. વ. ૬૦) ગુરુવાર તા. ૧૧.૭.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સલોની મોહિત ભસીન અને ફોરમના માતુશ્રી. સ્વ. વંદનાબેન હિરેન્દ્રભાઈ શાહ ઉપલેટાવાળાની પુત્રી. પ્રાર્થનાસભા તા.૧૩.૦૭.૨૪ના શનિવાર ૪ થી ૬ . સ્થળ : લોહાણા મહાજનવાડી, ૧લે માળે, શંકરમંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ, લૌકિક પ્રથા બંધ છે.
ગુર્જર વણિક
અંકલેશ્ર્વર નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ.પ્રદીપભાઈ અમરતલાલ દેસાઈના ધર્મપત્ની ગં.સ્વ.સુધાબેન (ઉં. વ. ૮૨) તે ૯/૭/૨૪ના શ્રીનાથજીચરણ પામ્યા છે. નીરવ તથા મનાલીના માતુશ્રી. કૃપાલી તથા જયદેવના સાસુ. આમોદ્ય અને આરયાના દાદી. ભગવતગીતા પારાયણ તા. ૧૪/૭/૨૪ના ૪ થી ૬. હીરાવતી બેન્કવેટ હોલ, સ્ત્રી મંડળ હોલ, ટાગોરે રોડ, પોદાર સ્કૂલ પાસે, સાંતાક્રુઝ વેસ્ટ.
અમદાવાદી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
ગં.સ્વ.કોકિલાબેન (ઉં. વ. ૮૬) તે સ્વ.ભરતભાઈ રતિલાલ જાનીના ધર્મપત્ની. સ્વ. ઉષાબેન તથા સ્વ.પ્રહલાદભાઈ નાગરદાસ જોષીના દીકરી. જય તથા પ્રેમના માતુશ્રી. અવનીના સાસુ. ભૂમિ તથા ભવ્યના દાદી. તે ૧૨/૭/૨૪ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા ૧૪/૭/૨૪ના ૪ થી ૬. રુસ્તમજી પીનેક્લ, કોમ્યૂનિટી હોલ, પહેલે માળે, રાજેન્દ્ર નગર, દત્તપાડા, કોરાકેન્દ્ર ફ્લાય ઓવર પાસે, બોરીવલી પૂર્વ.
દશા ખડાયતા વાણિક
સુરત નિવાસી હાલ કાંદિવલી રજનીકાંત ચંદ્રવદન શાહ (ઉં. વ. ૯૨), તે સંજીવ રજનીકાંત શાહના પિતાશ્રી. નીલમના સસરા. આકાશ અને અવનીના દાદા. સમરના પરદાદા તથા ભાવિકકુમાર અને રિદ્ધિ ના વડસસરા બુધવાર તા. ૧૦/૦૭/૨૪ના શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૧૩/૦૭/૨૪ શનિવારના ૪ થી ૬. બાલાશ્રમ બૅન્ક્વેટ, મથુરાદાસ એક્સટેંશન રોડ, અતુલ ટાવરની સામે, કાંદિવલી વેસ્ટ.
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
જાદર નિવાસી સ્વ. જયંતિલાલ પોપટલાલ જોષી (ઉં. વ. ૭૦) સોમવાર તા. ૮/૭/૨૪ના એકલિંગજીશરણ થયેલ છે. તે અરુણાબેનના પતિ. સ્વ.સૂર્યકાંતભાઈ, અરવિંદભાઈ, મુકેશભાઈ, સ્વ.પરસોત્તમભાઈ, દીપકભાઈ, પ્રફુલભાઈ, ચેતનભાઇ સ્વ.મંજુલાબેન, બીનાબેનના ભાઈ. બ્રિજેશભાઈ, હેતલબેન, અંકિતભાઈના પિતાશ્રી. હાર્દિકકુમાર, નિકિતાબેન, રોશનીબેનના સસરા. દેશોતર નિવાસી ભોગીલાલ દામોદરદાસ જોષીના જમાઈ. નિલેશભાઈ, પ્રણવભાઈના બનેવી. પ્રાર્થનાસભા ૧૪/૦૭/૨૪ના રવિવારે ૧ થી ૪, ડી-૮. /૧૦૨, ન્યૂ પંચમી સોસાયટી, સેક્ટર ૭, શાંતિનગર, મીરારોડ (ઈસ્ટ)(સોસાયટી ગ્રાઉન્ડમાં રાખેલ છે)
દેસાઈ સઇ સુથાર જ્ઞાતિ
પાલીતાણાવાળા હાલ મીરારોડ સ્વ.કાંતાબેન તથા સ્વ.જગજીવનભાઈ ત્રિભોવનભાઈ સોલંકીના પુત્રવધૂ. અ.સૌ.સવિતાબેન હર્ષદભાઈ સોલંકી (ઉં. વ. ૬૩) તે ૧૧/૭/૨૪ના રામશરણ પામેલ છે. હિતેશ, જીજ્ઞેશ તથા મનીષના માતુશ્રી. આરતી, વિશાખા તથા જ્હાન્વીના સાસુ. અનંતરાય, હરેશભાઇ, ગીતા અરવિંદકુમાર, જ્યોતિ જીતેન્દ્રકુમાર, ચેતના યોગેશકુમાર, સોનલ રાજેશકુમાર, હીરાબેન કાંતિલાલના ભાભી. પિયરપક્ષે દામનગરવાળા સ્વ.શાંતાબેન તથા સ્વ.બાલુભાઈ ઉકાભાઇ હિંગુના દીકરી. સાદડી તા. ૧૩/૭/૨૪ના ૩ થી ૫. દેસાઈ સઇ સુથાર વાડી, અશોક ચક્રવર્તી રોડ, સ્વયંભુ ગણપતિ મંદિર સામે, કાંદિવલી વેસ્ટ.
કચ્છી લોહાણા
સ્વ. ધારશી શીવજી ગોકલદાસ માખીસોતા (કચ્છ ગામ લાખાપર) હાલે મુલુંડના ધર્મપત્ની. ગં. સ્વ. શાંતાબેન (ઉ. વ. ૮૬) તે ગુરુવારને તા. ૧૧-૭-૨૪ના વૈકુંઠધામ પામેલ છે. તે જમનાબેન શામજી પારાચા ચંદે કચ્છ ગામ બરંદાવાળાના સુપુત્રી. તે કીરીટભાઇ, કાન્તીભાઇ, જગદીશભાઇ તથા વિનોદભાઇના માતુશ્રી. તે અ. સૌ. તરુલતાબેન, અ. સૌ. વસંતબેન, અ. સૌ. જયશ્રીબેન તથા અ. સૌ. પુષ્પાબેનના સાસુજી. તે સ્વ. ટોપણદાસ, સ્વ. જેઠાલાલ, સ્વ. ભવાનજી, સ્વ.અમીચંદ, સ્વ. નાનબાઇ વિશનજી અનમ અને સ્વ. સાકરબાઇ શામજી નરમના બહેન. તે ખુશી, અમિત, મિતલ પંકજ, કિંજલ, ચિરાગ, સ્વ. હીના, જસ્મીના ભાવીન, સોનલ કલ્પેશ, ભક્તિ નિકુંજ, પૂર્વી મિહીર, રિદ્ધિ નીખીલ, શ્રૃતી નિકુંજના દાદી. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવારે તા. ૧૩-૭-૨૪ના પવાણી હોલ, શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ),૫.૩૦થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મગનલાલ હરગોવિંદદાસ તન્ના (ઉં. વ. ૯૪) મુળગામ હિરોદર (સૌરાષ્ટ્ર), હાલ ખપોલી, તે સ્વ.સવિતાબેનના પતિ. હરેશભાઈ, પ્રિતીબેન હસમુખલાલ, સંગીતાબેન મુકેશકુમાર જાગૃતિબેન નીતેશકુમાર, સોનલબેન રાજેશકુમારના પિતાશ્રી. હર્ષાબેન હરેશભાઈના સસરા. સ્વ.રંભાબેન વિઠ્ઠલદાસ, સ્વ.જસવંતીબેન જમનાદાસ, સ્વ.દિવાળીબેન કાંતિલાલ, પ્રમીલાબેન વિઠ્ઠલદાસના ભાઈ. સ્વ.હંસરાજ ગોકળદાસ વીઠલાણીના જમાઈ. ગુરુવાર તા.૧૧/૦૭/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર તા.૧૩/૦૭/૨૪ના ૩:૩૦ થી ૫. શ્રીરામ મંગલ કાર્યાલય,ચંદ્રવિલાસ લોજ, બજાર પેઠ,ખપોલીમાં રાખેલ છે.
કચ્છી ભાટિયા
મૂળ મુન્દ્રા કચ્છના મુંબઈ નિવાસી હરીશ પુરુષોત્તમ શીનાઈ (ભાટિયા) તે અંજનાના પતિ. નેહા મનોજ જેઠવાની તથા દ્વીજેનના પિતા. અ.સૌ. ગરિમાના સસરા. જયેશના ભાઈ. તે સ્વ. મંજુલા અને સ્વ. લક્ષ્મીદાસ આશરના જમાઈ દુબઈ મુકામે ૯-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૧૩-૭-૨૪ના દુબઈ મુકામે રાખવામાં આવેલ છે.
માંગરોળ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
માંગરોળ નિવાસી હાલ સાયન (એડનવાળા) ગં.સ્વ. માલવિકા મધુસુદન દરબારી (ઉં. વ. ૯૦) ગુરુવાર, ૧૧-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ રુક્ષમણિ જેઠાલાલ લીલાધર દરબારીના પુત્રવધૂ. યજ્ઞેશ, અંજના, અમિતા, બિનાના માતુશ્રી તથા નિલોની, હરનિશ, વિનેશ, પરાગના સાસુ તથા જુહી, વલયના દાદી તથા લતાબેન મહેન્દ્રભાઈ શાહના વેવાણ અને સ્વ. નંદકુંવર નાનાલાલ મોદીના પુત્રીની પ્રાર્થનાસભા રવિવાર ૧૪-૭-૨૪ના ૪.૩૦ થી ૬. સ્થળ: એસ.એન.ડી.ટી. મહિલા કોલેજ, આર.જે.સી. બેન્કવેટસ્ હોલ, અમુલખ અમિચંદ સ્કૂલની બાજુમાં, આર.એ.કીડવાઈ રોડ, માટુંગા (ઈસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. કલાવતી ઠાકરશી રણછોડદાસ દાવડા ગામ લખપત હાલે ઘાટકોપરના સુપુત્ર શશીકાંત દાવડા (ઉં. વ. ૭૪) ૧૧-૭-૨૪ ગુરુવારના રામશરણ પામેલ છે. સરોજબેન (જસી)ના પતિ. ભાવિન અને સંગીતા રાજીવ ભલ્લાના પિતાશ્રી. મમતા અને રાજીવના સસરાજી. સ્વ. દ્વારકાદાસ, સુરેશભાઈ તથા પુષ્પાબેન માધવજી નરમના ભાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૧૩-૭-૨૪ શનિવાર સમય ૫ થી ૭ રાખેલ છે. સરનામું: લાયન્સ કોમ્યુનીટી હોલ, ૯૩ બી, ગારોડીયા નગર, ઘાટકોપર-ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.