હિન્દુ મરણ
સ્વ. ચંપાબેન હંસરાજ પુજારાના પુત્ર મહેશ હંસરાજ પુજારા કચ્છ ગામ લખપત હાલે મુલુંડના ધર્મપત્ની સ્વ. શ્રી. મીનાબેન (હસતાબેન) તે સ્વ. મણીબેન કેશવજી મજેઠીયાની પુત્રી (ઉં.વ. ૭૦) તા. ૮-૭-૨૪ના રામશરણ પામ્યા છે. તેઓ શ્રી ગં.સ્વ. શિલ્પા જીનેશ, અવની અમિત, પાયલ વિશાલના સાસુ અને નેહલ નરેન્દ્ર ગં.સ્વ. સુનંદા ભરત, ગં.સ્વ. મધુબેન જવાહર, ગં.સ્વ. પુષ્પાબેન રતનશીના ભાભી. તેમજ મોહિત, મોનીષ, યશ, વત્સલ, કેયાંશ, વ્રિહાના દાદીની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૧-૭-૨૪ના ૫.૩૦થી ૭.૦૦ સ્થળ: શ્રી શિવરાજ ભાણજી હોલ, અશોકનગર સોસાયટી, અશોકનગર, મેહુલ સિનેમાની નજીક, મુલુંડ (વેસ્ટ).
કચ્છી લોહાણા
મુળ કચ્છ મુંદ્રા નિવાસી હાલ મુલુંડમાં સ્વ. મણીબેન અને સ્વ. વીસનજીભાઈ ચોથાણીના પુત્ર સ્વ. સુરેન્દ્ર ચોથાણી (ઉં.વ. ૬૧) તા. ૯-૭-૨૪ના શ્રી રામશરણ પામ્યા છે. તેઓ સ્વ. નીતાબેનના પતિ. સ્વ. માવલના પિતા. સ્વ. અરવિંદ, સ્વ. રણજીત, સ્વ. અજિત, મહેન્દ્રભાઈ, કુસુમના ભાઈ. કોશિક, પ્રીતિ, કવિતા, પરિતા, ફોરમના કાકા. સ્વ. શાંતાબેન અને સ્વ. પદમશી ભિંડેના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૧-૭-૨૪ ૪.૩૦થી ૬.૦૦. સ્થળ: ગૌપુરમ હોલ, મુલુંડમાં વેસ્ટમાં લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છ વાગડ લેઉવા પાટીદાર
ગામ આધોઈના સ્વ. હરિલાલ નાનજી વાવીયા (પટેલ)ના ધર્મપત્ની રાજીબેન (ઉં.વ. ૯૧) ૬-૭-૨૪ના મુંબઈ મધ્યે રામશરણ પામેલ છે. ભારતી, દિનેશ, રેખા, વર્ષા, ભરત, જ્યોતિના માતુશ્રી. ગામ આધોઈના ભચુ લખુ સોઢવીયાની દીકરી. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૧-૭-૨૪ના ૪.૦૦થી ૫.૩૦ સ્થળ: સન્યાસ આશ્રમ હોલ, પહેલે માળે, વિલેપાર્લે (વેસ્ટ).
કપોળ
અમરેલી નિવાસી હાલ વિલેપાર્લે કલંધર-સ્વ. કાંતિલાલ જમનાદાસ મહેતા તથા સ્વ. કંચનબેનના પુત્રવધૂ જયશ્રી રમેશચંદ્ર મહેતા (ઉં.વ. ૭૬) તે અમીશ, પૂર્ણિમા, રાકેશના માતુશ્રી. જિજ્ઞાના સાસુ ગુરુવાર, તા. ૨૦-૬-૨૪ના ન્યુયોર્ક (યુ.એસ.એ)ખાતે અવસાન પામેલ છે. તે ચંદ્રવદન -(બટુકભાઈ)-ઈન્દિરા, જીતુભાઈ-મીના, કુમુદબેન-અરવિંદભાઈ શાહ, ધીરેન-સ્વ. અરોરા, હરકાંત-સ્વ. રજની, હેમંત-ભાવનાના ભાભી. પિયર પક્ષે મહુવાવાળા, સ્વ. વૃજલાલ મહેતાની પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
અમરેલી નિવાસી હાલ વિલેપાર્લે કલંધર-સ્વ. કાંતિલાલ જમનાદાસ મહેતા તથા સ્વ. કંચનબેનના પુત્ર રમેશચંદ્ર (ઉં.વ. ૮૮) શનિવાર, તા. ૨૩-૬-૨૪ના ન્યુયોર્ક (યુ.એસ.એ)ખાતે અવસાન પામેલ છે. જયશ્રીબેનના પતિ. અમીશ, પૂર્ણિમા, રાકેશના પિતા. જિજ્ઞાના સસરા. ચંદ્રવદન -(બટુકભાઈ), ઈન્દિરા, જીતુભાઈ-મીના, કુમુદબેન-અરવિંદભાઈ શાહ, ધીરેન-સ્વ. અરોરા, હરકાંત-સ્વ. રજની, હેમંત-ભાવનાના ભાઈ. મહુવાવાળા, સ્વ. વૃજલાલ મહેતાના જમાઈ. ઠે: ૮૦૨, કેશવ એપાર્ટમેન્ટ, (કપોળ સોસાયટી) બાપુભાઈ વશી રોડ, વિલેપાર્લે (વેસ્ટ) પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠિયા વણિક
જલગાવ નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. શ્રી વજ્રદાસ (મનુભાઈ) રણછોડભાઈ રાજકોટિયાના ધર્મપત્ની સરલાબેન (ઉં.વ. ૮૬) તે મંગળવાર, તા. ૯-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે અનિલભાઈ તથા અતુલભાઈના માતુશ્રી. તે હેમાબેન તથા રિનાબેનના સાસુ. સ્વ. ચંદુભાઈ, પ્રભુદાસભાઈ, સ્વ. રૂક્ષ્મણીબેન, ચંદાબેન, પુષ્પાબેન, સ્વ. ભાનુબેનના ભાભી. તે સ્વ. અનંતરાયભાઈ, અમિભાઈ તથા હસમુખભાઈ આનંદપરા, સ્વ. ચંપાબેન, સ્વ. સવિતાબેન તથા ચંદ્રિકાબેનના બેન. તે નેહા, મિતી અને નિયતિના દાદી. પ્રાર્થનાસભા સર્વ પક્ષની શુક્રવાર, તા. ૧૨-૭-૨૪ના પ.૦૦થી ૭.૦૦ સ્થળ: સ્ત્રી મંડળ હિરાવતી હોલ, ટાગોર રોડ, (ગ્રીન સ્ટ્રીટ) સાંતાક્રુઝ (વેસ્ટ).
પાટણવાડા પંચાલ
ગામ-બાલીસણા હાલ-મીરારોડ સ્વ. મનુભાઈ અમૃતલાલ પંચાલ તા. ૭-૭-૨૪ના રવિવારના દેવલોક પામ્યા છે. ધર્મપત્ની મીતાબેન, નીરવ જતીનના પિતાશ્રી. અમીબેનના સસરા. ઋત્વીના દાદાજી. ચંપકભાઈ, પ્રવિણભાઈ, ચંદ્રકાંતભાઈના ભાઈ અને મધુબેનના ભાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૧૧-૭-૨૪ના ગુરુવારના ૪.૦૦થી ૬.૦૦ નીચેના સ્થળે રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે. સ્થળ: શ્રી સાંઈમંદિર હોલ, એસ.એન. દુબે રોડ, કોંકણીપાડા લાસ્ટ બસ સ્ટોપ, દહિંસર (ઈસ્ટ).
કચ્છી બ્રહ્મક્ષત્રિય
ગામ રેહા જાબુડીના શામજી સોનેજી (ઉં.વ. ૮૭) રવિવાર, તા. ૭-૭-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. મંજુલાબેનના પતિ. સ્વ. કલ્યાણજી ખીમજી સોનેજીના પુત્ર. સ્વ. શાંતિલાલ, સ્વ. મુલાબેન, સ્વ. વિજયાબેન, ગં.સ્વ. જયાબેનના ભાઈ. બાલાબેનના જેઠ. પ્રકાશ, રવીશ, જયશ્રી, ક્રિષ્નાના પિતા. બીના, કલ્પના, ગિરિશકુમાર, બકુલકુમારના સસરા. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૧-૭-૨૪ના ૪.૦૦થી ૫.૦૦ સ્થળ: પાંજીવાડી, કાંજુરમાર્ગ (પૂર્વ).
પરજીયા સોની
મૂળગામ મહુવા હાલ મીરા રોડ સોની સ્વ. માધવજીભાઈ મેરામભાઈ કાગદડાના પુત્રવધૂ તથા કિશોરભાઈના ધર્મપત્ની અ.સૌ. તરુણાબેન (ઉં.વ. ૬૮) તે તળાજાવાળા સ્વ. અનંતરાય મગનલાલ સલ્લાના દીકરી. સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. અશોકભાઈના ભાભી. હેતલ તથા દર્શનાના માતુશ્રી તા. ૭/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૧/૭/૨૪ના ૪ થી ૬. સી /૬૦૨, સ્વયં બિલ્ડીંગ, પૂનમ ગાર્ડન કોમ્પ્લેક્સ, એસ કે સ્ટોન બસ સ્ટોપ, મીરા રોડ ઈસ્ટ.
મોઢ ચાતુર્વેદિ રાજગોર બ્રાહ્મણ
નવાગામ ભાવનગર નિવાસી હાલ બોરીવલીના સ્વ. શિવશંકર જટાશંકર રાજગુરૂના ધર્મપત્ની ગં.સ્વ. હીરાબેન રાજગુરૂ (ઉં.વ. ૯૮) તે ૮/૭/૨૪ના દેવલોક પામેલ છે. તે સ્વ. લક્ષ્મીબેન દયાશંકર શુક્લના દીકરી. જ્યોતિ વિપિન ભટ્ટ, સરોજ વિજય દવે, પ્રફુલ્લા હરેન્દ્ર શેઠ, અતુલ, કલ્પના હરેન્દ્ર ત્રિવેદી, કિરણ કમલેશ મહેતાના માતુશ્રી. વંદનાના સાસુ. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
મહુવાવાળા (હાલ દહિસર) સ્વ. પ્રાણકુંવરબેન તથા સ્વ. બાબુલાલ પોપટલાલ મહેતા (શોરા)ના પુત્ર સ્વ. વામનરાયના ધર્મપત્ની ગં.સ્વ. ભાનુમતીબેન (ઉં. વ. ૮૫) તે અતુલ, કૌશિક, અનિલ, સ્વ. શીલાબેનના માતુશ્રી. તે મીના, સંગીતા, માધવી તથા રાજેશકુમારના સાસુ. પિયર પક્ષે રાજુલાવાળા સ્વ. બાબુભાઈ પ્રાગજીભાઈ પારેખના દીકરી. તે સ્વ. જસવંતભાઈ, ચીમનભાઈ, સ્વ. પ્રવીણભાઈ, પ્રમોદભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. શાંતાબેન, સ્વ. જયાબેન, સ્વ. પદમાબેન, ઈન્દિરાબેન તથા સરોજબેનના ભાભી ૮-૭-૨૪ને સોમવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૨-૭-૨૪ને શુક્રવારના રોજ રાખેલ છે, સમય સાંજના ૪.૩૦થી ૬.૩૦ સ્થળ: વર્ધમાન હોલ, એલ.ટી. રોડ, રાધા કૃષ્ણ હોટેલ પાસે, રેલવે સ્ટેશન પાસે, બોરીવલી (વેસ્ટ).
દશા શ્રીમાળી, વૈષ્ણવ વણિક
પાપડી વસઈ નિવાસી, હિતેન્દ્ર હર્ષકાન્ત પ્રતાપ, (ઉં. વ. ૪૩) સ્વ. હર્ષકાન્ત જગમોહનદાસ પ્રતાપના પુત્ર. કૌશિક, બિજલ ઉમેશ સુરતી, સ્વ. જતિન, નૈનેશ, ધર્મેશ, શ્રેયસના ભાઈ. સુર્યકાન્તભાઈ, સ્વ. બાબૂભાઈ, સ્વ. વિરકાન્ત, સ્વ. રજનિકાન્ત, સ્વ. વિજયકાન્તના ભત્રીજા. દ્રુતિ, જય, તેજસ, હાર્દિક, પ્રતિકના કાકા. રિયા, વંશના મામા ૮-૭-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની સાદડી ૧૧-૭-૨૪ ગુરુવારના રોજ તેમના નિવાસસ્થાને સાંજે ૫ થી ૬ રાખેલ છે.
ઔદીચ્ય ગોરવાલ બ્રાહ્મણ
બામનેરા નિવાસી શંકરલાલજી વરદીશંકરજી ત્રિવેદી (ઉં.વ. ૮૬), હાલ વિલેપાર્લે તે સ્વ. કમલાબેનના પતિ. નંદકિશોર, સ્વ. દીપિકા, ડીમ્પલના પિતા. મીનાક્ષી, રોહિતજી, મનિષના સસરા. સ્વ. ભીખીબેન, સ્વ. ધરમદત્તજી, સ્વ. ભવરલાલજી, દયાશંકરજી, સ્વ. કુંતાબેન, સ્વ. ઝુમરલાલજી અને હંજારીમલજીના ભાઈ. ગોલ નિવાસી સ્વ. શંકરલાલજી દોલતરામજી દવે (ધ્યાની)ના જમાઈ ૮ જુલાઈ, ૨૦૨૪ સોમવારના અવસાન થયું છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૧ જુલાઇ, ૨૦૨૪ના ૫ થી ૭. સ્થાન- બ્રહ્મા મહેશ્ર્વર ભવન, પહેલો માળ, સંન્યાસ આશ્રમ, સંન્યાસ આશ્રમ રોડ, વિલેપારલે (પશ્ર્ચિમ), લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ ભાટીયા
શ્રીમતી ઉષાબેન હરજીવનદાસ ચીખલ (ઉં.વ. ૮૦) જયેશ તથા ભાવનાબેનના માતુશ્રી. સપના જયેશના સાસુ. કિશોર તથા ધર્મેન્દ્રના ભાભી. છોટાલાલ ખીમજી ગગવાણી દીકરી. રીયાના દાદી અદીતીના નાની ગોવા મુકામે તા. ૯/૭/૨૪ના શ્રીજીચરણ પામેલ છે.
કપોળ
ઉગલવાણવાળા હાલ પાર્લા સ્વ. કાશીબેન અમૃતલાલ મહેતાના સુપુત્ર લક્ષ્મીદાસ (લખુભાઈ)ના ધર્મપત્ની અ.સૌ. મૃદુલા (મધુબેન) (ઉં.વ. ૭૬), તે સ્વ. ઉમેશ, રાજુ અને અ.સૌ. રૂપલ તુષારભાઈ મહેતાના માતુશ્રી. સ્વાતિ, ધ્રુતિના સાસુ. અભિ-અમી-આયરા, નિર્મિતિ, અનમોલ-ક્રિશ્ર્ના, અમૃત, અલિશા અને જયનીલના દાદી. પિયરપક્ષે સ્વ. ચંદ્રપ્રભાબેન ગોકળદાસ મોદીની દિકરી તા. ૯-૭-૨૪ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૧-૭-૨૪ ગુરુવારે ૫ થી ૭, જલારામ હોલ, રોડ નં-૬, જુહુ, વિલે પારલે વેસ્ટ.
નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ
ડૂંગર (નીંગાળા) નિવાસી હાલ કાંદિવલી ગં.સ્વ. મોંઘીબેન ઓઝા (ઉં.વ. ૧૦૫) તા. ૮-૭-૨૪ને સોમવાર કૈલાશવાસી થયેલ છે. તે સ્વ. જટાશંકર રામજી ઓઝાના ધર્મપત્ની. સ્વ. શાંતિલાલ, ચંપકલાલ, હર્ષદરાય, રસીલાબેન ઉદયકુમાર ઠાકર, હંસાબેન ગૌતમરાય પાઠકના માતુશ્રી. સ્વ. વસુમતી, ગુણવંતી, ગીતા, ઉદયકુમાર, ગૌતમરાયના સાસુ. રાજેશભાઈ, સ્વ. મનીષ, પિયુષ, ઉર્વેશ, મીનાબેન, હર્ષાબેન, જસ્મીનાબેન, આરતીબેનના દાદીમા. સ્વ. છગનલાલ ઓધવજી જોષી રીંગણીયાવાળાના દિકરી.
હાલાઈ ભાટિયા
શ્રીમતી મીરાબેન સંપત (ઉં.વ. ૯૧) હાલ મુંબઈ તા. ૯/૭/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. કૃષ્ણદાસ વલ્લભદાસ સંપતના ધર્મપત્ની. જમનાદાસ ડુંગરશી ભક્તાના સુપુત્રી. સ્વ. અનિલભાઈ, સુનિલભાઈ, રાજેશભાઈના માતુશ્રી. કૌમુદીબેન, તૃપ્તિબેન, વૈજંતિબેનના સાસુજી. મિનોતી, પૂજા, કરણ, મિહિકા, ધનંજય અને સૌમ્યાના દાદી. સ્વ. તરલાબેન, સ્વ. સુમનબેન, ભાનુબેન, મીનાબેન, રેખાબેન, મધુભાઈ, સ્વ. જગદીશભાઈના બહેન. પ્રાર્થનાસભા તા. ૧૩/૭/૨૪ના ૫ થી ૬:૩૦ જલારામ હોલ, જુહૂ સ્કીમ, વિલેપાર્લે વેસ્ટ.