હિન્દુ મરણ
વિશા સોરઠિયા વણિક
ગં.સ્વ.ધનલક્ષ્મી કપુરચંદ શાહ (ઉં. વ. ૯૬), તા.૮ જુલાઇ ૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. ભરત અને શૈલેષ અને ભારતી હાલ લંડનના માતુશ્રી. નટવરલાલ મોદી, પ્રમિલા ભરત અને સર્યું શૈલેષના સાસુ. મિતાના દાદીસાસુ. નીરેંન, જુલી દકસેશ, શીતલ વિનોદ અને ભક્તિના દાદી. ડિમ્પલ, ટીના અને મીનાના નાની. લોકિક પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. રતિલાલ મોતીરામ પલણ, તુણાવાલા હાલે મુલુંડના પુત્ર વિઠ્ઠલદાસ, (ઉં. વ. ૮૫) સોમવાર તા.૮-૭-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ.સરસ્વતીબેનના પતિ. વલ્લભદાસના મોટાભાઈ. સંજય, ભાવેશ, મેહુલના પિતાશ્રી. હોની, નંદા, રેખાના સસરાજી. સ્વ.વિઠ્ઠલદાસ કુંવરજી રાયચન્ના મોટા ભાડીયાવાળાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.૧૧-૭-૨૪ના ૫.૩૦ થી ૭ ના મહાજનવાડી, ગ્રાઉન્ડ ફ્લોર, મુલુંડ-વેસ્ટ. લોકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
તળાજા નિવાસી હાલ મીરારોડ સ્વ. ધીમતીબેન હષૅદરાય દોશીના સુપુત્ર પ્રદીપભાઈ (ઉં. વ. ૬૪ તે પ્રતિમાના પતિ. અ.સૌ. વિભૂતિ, શ્યામ, કરણના પિતા. અ.સૌ.ધનલ, મિલિન્દના સસરા. સ્વ.ભાસ્કરભાઈ, સ્વ.સુભાષભાઈ, સ્વ. પંકજભાઈ, ગં.સ્વ.કોકિલાબેન, દક્ષાબેન, હર્ષિદાબેન, અમિતાબેનના નાનાભાઈ ૮-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા વણિક
મોટા ખૂંટવડાવાળા હાલ મીરારોડ સ્વ.જમનાદાસ હઠીચંદ ગાંધીના ધર્મપત્ની ગં.સ્વ.શાંતાબેન ગાંધી (ઉં. વ. ૯૫) તે ૬/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ચંદ્રકાંત, હર્ષા, દીપિકા તથા બીનાના માતુશ્રી. ચંદ્રિકા, જલ્પા, કિરણકુમાર પ્રભુદાસ, દિપકકુમાર તુલસીદાસ, પ્રકાશકુમાર છોટાલાલના સાસુ. સ્વ.શાંતાબેન જેઠાલાલ, સ્વ.રમણીકલાલ, સ્વ.મણિલાલ, સ્વ.ભુપતરાય મગનલાલ, સ્વ.મનસુખલાલ ફુલચંદ, સ્વ.રંભાબેન વલ્લભદાસ, સ્વ.વિમળાબેન સૂર્યકાન્ત, ભાભી. સ્વ.પ્રાણજીવનદાસ, સ્વ.જયંતીભાઈ, સ્વ.હસુભાઈ અમૃતલાલ જાધવજી ચુડાસમા મહુવાવાળાના બહેન. સાદડી સર્વ પક્ષની ગુરુવાર તા. ૧૧/૭/૨૪ના ૪ થી ૬. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, સેક્ટર ૧૦, શાંતિ નગર, પહેલે માળે હોલ, મીરારોડ ઈસ્ટ.
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
ઉમેદગઢ નિવાસી હાલ મુંબઈ કૃષ્ણકાંત નાનાલાલ જોષી (ઉં. વ. ૮૧ ) શુક્રવાર તા. ૫/૭/૨૪ને એકલિંગજીશરણ પામ્યા છે. તે દેવબાળાબહેનના પતિ. સ્વ.કુસુમચંદ્ર, સ્વ.ગુણવંતરાય, સ્વ.જશુમતીબહેન, સ્વ.શારદાબેન, ગં.સ્વ.ઉર્મિલાબેનના ભાઈ. છાયાબેન, ગીતાબેન, નિશાબેન તથા હેમંતભાઈના પિતાશ્રી. અતુલકુમાર, જયદત્તકુમાર, જયકુમાર, રૂપલબેનના સસરા. જાદર નિવાસી સ્વ.ભાનુશંકરભાઇ, સ્વ.લક્ષ્મીશંકરભાઇના બનેવી. પ્રાર્થનાસભા તા.૧૪/૦૭/૨૪ને રવિવાર ૪ થી ૬ . શ્રી સ્વામિનારાયણ મંદિર ૧ લે માળે અજમેરા ગ્લોબલ સ્કૂલ ની સામે એકસર રોડ યોગીનગર બોરીવલી વેસ્ટ. પિયરપક્ષની પ્રાર્થના સભા સાથે રાખેલ છે. સાડલા પ્રથા બંધ છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
મૂળ ગામ વલસાડ હાલ મુંબઈ સ્વ.નરેન્દ્રલાલ શ્રોફ અને સ્વ.જનક કાંતાબેન શ્રોફના પુત્ર દિનેશભાઈ શ્રોફ (ઉં. વ. ૭૫) રવિવાર તા. ૭.૭.૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તે નિરૂપાબેનના પતિ. વિનીતના પિતા અને ખુશીના સસરા. પ્રાર્થનાસભા: ગુરૂવાર તા. ૧૧-૭-૨૪ના ૫ થી ૭, મોરાર બાગ, ૩૩, નાથ માધવ રોડ, ૧લી ખત્તર ગલ્લી, સી. પી. ટેંક, મુંબઈ ૪૦૦૦૦૪.
માંગરોળ દશા સોરઠિયા વણિક
વૈશ્ર્વન નિવાસી હાલ અંધેરી, મુંબઈ, શ્રીમતી હીના દિલીપ શાહ, (ઉં. વ. ૬૫) તા. ૯-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ.શ્રીનેમચંદ જયચંદ સાંગાણીના સુપુત્રી. સ્વ. ગોપાલદાસ જમનાદાસના પુત્રવધૂ. દિલીપ ગોપાલદાસ શાહના પત્ની. શ્રી ચિરાગના માતુશ્રી, સુધાબેન, જતીનભાઈના ભાભી. તથા રીમાબેનના સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુથાર
ગામ-ધોકડવાવાળા, હાલ-ઘોડબંદર, થાણા. સ્વ. નરશીભાઈ વિરજીભાઈ પરમાર (ઉં. વ. ૭૨) ૭-૭-૨૪ રવિવારના અક્ષરનિવાસી થયેલ છે. તેઓ ગં.સ્વ. લાભુબેન પરમારના પતિ. તેઓ સ્વ. ભાનુબેન ઓધવજીભાઈ વાઘેલા, સ્વ. નર્મદાબેન દેવજીભા વાઘેલા, સ્વ. સવિતાબેન શામજીભાઈ કવા, વિજુબેન હેમચંદભાઈ કવા, નંદલાલભાઈ વિરજીભાઈ પરમારના ભાઈ. તેઓ સંજયભાઈ, ભરતભાઈ, રાજેશભાઈના પિતાશ્રી. તેઓ વનિતાબેન, સારિકાબેન, નિશાબેનના સસરા. ગામ: વડવિયાવાળા, સ્વ. પ્રેમજીભાઈ ગીગાભાઈ ડોડીયાના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૧-૭-૨૪, ૫ થી ૭. સ્થળ: શ્રી લુહાર સુથાર જ્ઞાતિ વેલ્ફેર સેંટર, દત્ત પાડા રોડ, બોરીવલી ઈસ્ટ.
દશા સોરઠીયા વણિક
બગસરા નિવાસી (હાલ મુંબઈ) દિનેશ ધોળકિયા (ઉં. વ. ૬૯) તે સવિતાબેન હરખચંદ ધોળકિયાના સુપુત્ર. તે દિવ્યાના પતિ. તે હિરલ રવિ અજમેરા અને મિનલ મયંક મહેતાના પિતાશ્રી. તે ઝુબીનના મોટા પપ્પા. તે મનુબેન, તરુબેન, શિતલબેન અને વિરેનના ભાઈ. તે શાંતાબેન ચુનીલાલ વૈદ્યના જમાઈ સોમવાર, ૮ જુલાઈ ૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૧-૭-૨૪ ૫ થી ૭ કેવલ બાગ, કિલાચંદ રોડ, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી ભાટીયા
ગામ – કચ્છ વાયોરના હાલ મુંબઈ માટુંગાના નિવાસી અનિલભાઈ (ઉં. વ. ૬૯) તે સ્વ. માલીનીબેન તથા સ્વ. માધવદાસ ગાજરીયાના પુત્ર. તે ચંદાબેન (બબુડી)ના પતિ. ચિ. શ્રદ્ધા તથા કરણના પિતાશ્રી. તે સૌ. નેહા તથા આતીશના સસરા. કિશોરભાઈ તથા ભરતભાઈના ભાઈ. તે સ્વ. જ્યોત્સના જમનાદાસ ગોપાલદાસ સ્વાલી (મુન્દરાવાળા)ના જમાઈ શનિવાર, ૬-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
ભેરાઈવાળા (હાલ કાંદિવલી) સ્વ. ધીરજલાલ ઠાકરશી ગાંધીના ધર્મપત્ની ભાનુમતી ગાંધી (ઉં. વ. ૮૭) તે રાજેશ, સ્વ. દિપક, ભાવના તથા પૂર્ણિમાના માતુશ્રી. તે અલ્કા, હરીશ, હર્ષાના સાસુજી. તે અંકિત, પ્રિયંકા, જિગર, ખુશ્બૂ તથા જ્યોતિરાદિત્યના દાદી. મોસાળપક્ષે સ્વ. હરિલાલ પ્રભુદાસ મહેતાના પુત્રી. તે સ્વ. મંજુલા, રમા, કાંતા, રેખા, સ્વ. નરેન, બીપીનના બેન ૭-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૧૧-૭-૨૪ ગુરુવાર ૧૦ થી ૧૨ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ.ટી. રોડ, બોરીવલી પશ્ર્ચિમ. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
ઘાંઘળીવાળા (હાલ અહમદનગર) અનંતરાય (બાબુભાઈ) તુલસીદાસ ભગવાનદાસ કાણકીયા (ઉં. ૯૦) તે સુશીલાબેનના પતિ. તે સ્વ. ચુનીલાલ, સ્વ. સાવિત્રીબેન પ્રતાપરાય મહેતા, સ્વ. ચંદુબેન ચીનુભાઈ લક્કડ તથા ગં. સ્વ. કુંદનબેન રસિકલાલ મહેતાના ભાઈ. તે સ્વ. સુરેશભાઈ, મુકેશભાઈ તથા મૃદુલાબેન ભરતભાઈ દેસાઈના કાકા. તે અમરેલીવાળા ઈશ્ર્વરલાલ (નાથાલાલ) ભાઈચંદ પારેખના જમાઈ. તે ખોપાળાવાળા સ્વ. વ્રજલાલ નંદલાલ દેસાઈની પુત્રી. સ્વ. ચંદ્રકાંતાબેનના દિયર તા. ૮-૭-૨૪ સોમવારે અહમદનગર મુકામે શ્રીજીચરણ પામ્યા છે. સર્વ પક્ષની પ્રાર્થનાસભા તેમના નિવાસ સ્થાને પ્લોટ નં. ૪૩, સધ્ધા કોલોની, સ્ટેશન રોડ, હોટલ સુખસાગરની સામે, અહમદનગરમાં ગુરૂવાર તા. ૧૧/૭/૨૪ના ૫ થી ૭.
વિસા સોરઠિયા વણિક
જામજોધપુર (જામનગરવાળા, હાલ નાલાસોપારા) ગં. સ્વ. તારામતી નેમચંદ શાહ (ઉં.વ. ૮૫) તા.૮-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નેમચંદ માણેકચંદના ધર્મપત્ની. અશોક, સ્વ. વિજય, અરુણા, ભારતી, શરદના માતુશ્રી. તે ગીતા, કવિતા, અશોકકુમાર, દિપકકુમારના સાસુ. તે અંજલિ, અક્ષય, ઝીલ, હેતના દાદી. તે જરીયાવાળા દામોદરદાસ વીરજી માવાણીના પુત્રી. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.