હિન્દુ મરણ
કોળી પટેલ
ગામ કોલવા હાલ વિલેપાર્લે સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ. હરકિશનદાસ ભીખાભાઇ પટેલના પુત્ર દૌલતભાઇ (ઉં.વ.૭૪) રવિવાર, તા. ૩૦-૬-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તે ઉર્મિલાબેનનાં પતિ. તે દક્ષા, ધનસુખના પિતાશ્રી. મહેન્દ્રભાઇના સસરા. તે ધીરુભાઇ, બિપીનભાઇ, કાંતિભાઇ, પુષ્પાબેન, નિરુબેનનાં ભાઇ. તે વૈષ્ણવી, પ્રાપ્તીના નાના. બન્ને પક્ષનું બેસણું સોમવાર, તા. ૮-૭-૨૪ના બપોરે ૨થી ૫, પુચ્છપાણી ગુરુવાર, તા. ૧૧-૭-૨૪ના ૩થી ૫. ઠે. રૂમ નં.૧, આંબાવાડી, છગન મંછુ ચાલ, એરલિંક હોટેલની બાજુમાં, નેહરુ રોડ, વિલેપાર્લે (પૂર્વ). લૌકિક રિવાજ બંધ છે.
કોળી પટેલ
ગામ હાથીયાવાડી મલાડ નિવાસી નરેન્દ્રભાઇ મગનભાઇ પટેલ (ઉં. વ. ૭૫) મંગળવાર તા. ૨-૭-૨૪ના દેવલોક પામ્યા છે. તે કાંતાબેનના પતિ. તે રાજેશ, અશ્ર્વિન, ગૌરાંગના પિતા. તે કરુણા, રંજની, જીગીશાના સસરા. તે જયનમ, આયુશ, નિયતી, નવીમના દાદા. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૮-૭-૨૪ના બપોરે ૩થી ૫. પુચ્છપાણી તા. ૧૩-૭-૨૪ના બપોરે ૪.૦૦. નિવાસ સ્થાને: નવી સુકલાની ચાલ, રૂમ,નં.૩, સાઇબાબા મંદિરની સામે, કુરાર વિલેજ, મલાડ (ઇસ્ટ).
કોળી પટેલ
ગામ બીલીમોરા, હાલ ભુલેશ્ર્વર છોટુભાઇ લાલજી પટેલ (ઉં. વ ૭૫) મંગળવાર તા. ૨-૭-૨૪ના અવસાન પામેલ છે. તે કંચનબેનના પતિ. રાકેશ, પપ્પુ, મનિષાના પિતા. હેમાના સસરા. ગુંજન, રોનકના દાદા. બેસણું સોમવાર તા. ૮-૭-૨૪ના ૪થી ૬. કાશી વિશ્ર્વનાથ મંદિર, દાદીશેઠ અગિયારી લેનમાં રાખેલ છે. બારમું પુષ્પપાણી વિધિ શનિવાર, તા. ૧૩-૭-૨૪ના ૩ વાગે નિવાસસ્થાને છે. ઠે. ૪ ખંડેરાવ વાડી, રૂમ. નં. ૪, દાદીશેઠ અગિયારી લેન, કાલબાદેવી રોડ, મુંબઇ-૨.
લેઉવા પટેલ
ગામ મોટા કરાળા તલોધ બીલીમોરા હાલ કાંદિવલી નિવાસી સ્વ. નરેન્દ્ર ઇશ્ર્વરભાઇ પટેલ (ઉં. વ. ૮૨) શનિવાર તા. ૬-૭-૨૪ના રોજ અવસાન પામ્યા છે. તે સ્નેહલ તથા અનુજાના પિતા. પૂજા, નિશીથકુમારના સસરા. તથા જીજ્ઞાના નાના અને સ્વ. ભૂપેન્દ્ર અશોક, ભરત, મુકેશ અને ભારતીના ભાઇ. હરિશભાઇ અમીનના સાળા તેમ જ સ્વ. સોમાભાઇ મધુરભાઇ પટેલ ચાણાસદના જમાઇ. તેમની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૭-૭-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. જવાહરનગર હોલ, સરદાર પટેલ હોલ, ગોરેગામ (વેસ્ટ), લૌકિક વ્યવહાર
બંધ છે.
કપોળ
ચલાલાવાળા (હાલ ઘાટકોપર) સ્વ. મણીલાલ માધવજી મહેતાના ધર્મપત્ની ઉર્મિલાગૌરી (ઉં. વ. ૮૨) તે પરેશ-દિપ્તી, સ્વ. દિનેશ- મનીષાના માતા-સાસુ. તે સ્વ. રમણિકભાઇ, સ્વ. અનંતરાય, સ્વ. વિદ્યાબેનના ભાભી. તે સ્વ. હિંમતભાઇ, તેમ જ બાબુલાલ મગનલાલ પારેખના બેન. હિમાંશુ, હેતલ, હિરલના દાદી. શનિવાર, તા. ૬-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળ ગામ દ્વારકા હાલ મુંબઇ ગં. સ્વ. મંજુલાબેન (ઉં. વ. ૭૯) તે સ્વ. હરકિસનદાસ કાનજી થોભાણી (ઠક્કર)ના ધર્મપત્ની. તે સ્વ. સંતોકબેન કાનજીભાઇ થોભાણીના પુત્રવધૂ. તે મહેન્દ્ર (ટીનુ), જસ્મીના નિલેશભાઇ પોપટ, હર્ષદા હિરેનભાઇ હિંડોચાના માતુશ્રી. તે શ્રેયા શુભમ નાવકરના નાનીમા. તે સ્વ. ગુણવંતીબેન વલ્લભદાસ દાવડા, અ. સૌ. ચંદનબેન અમૃતલાલ દત્તાણી, સ્વ. યશોમતીબેન નરેન્દ્રભાઇ રૂઘાણી, ગં. સ્વ. દમયંતીબેન ચંદુલાલ દત્તાણીના ભાભી ગુરુવાર, તા. ૪-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે, લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
ભાવનગર હાલ કાંદિવલી સ્વ. દીલીપભાઇ શાંતિલાલ બુસાના પત્ની ગં. સ્વ. મંજુલાબેન (ઉં. વ. ૮૪) તા. ૫-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે રાજુભાઇ, રીટા જીતેન્દ્ર કોઠારી, મયુરી મનોજ આહુજાના માતાજી. સોનલ તથા અવનીના સાસુ. જય, કીઆનના દાદી. સ્વ. મોહનલાલ મુળજી મહેતાના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ ભાટીયા
ચંદ્રસેન જમનાદાસ મોરપરિયા (ઉં. વ. ૮૪), તે વિજયાના પતિ. નિલેશના પિતા. પૂર્વીના સસરા. સ્વ. પ્રતાપસિંહ, સ્વ.રણજીતસિંહ, સ્વ.પૃથ્વીરાજ, સ્વ.રત્નસિંહ, સ્વ.કૃષ્ણરાજ, સ્વ.અજીત, સ્વ.લક્ષ્મીબેન, સ્વ. નલીનીબેનના ભાઈ. સ્વ. દામોદર પારેખના જમાઈ. ૫-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવારે તા. ૮-૭-૨૪ના ૪.૩૦ થી ૬. રાહેજા જૂનું કલબ હાઉસ, રાહેજા એસ્ટેટ કુલુપવાડી, બોરીવલી પૂર્વ.
ઔ સ. ઝા સાડાચારસો બ્રાહ્મણ
વિલેપાર્લે નિવાસી સિદ્ધાર્થ (સતીશ) (ઉં. વ. ૬૧) તે ૫/૭/૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. મંગળાબેન તથા સ્વ.વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીના સુપુત્ર, સ્વ. નૈષેધ તથા શૈલેષના નાનાભાઈ. મીતા તથા મીનાના દિયર. તૃપ્તિના મોટાભાઈ. નેહા તથા સોહમના કાકા. પ્રાર્થનાસભા ૮/૭/૨૪ના ૫ થી ૭ અમૃતબાગ, બજાજ રોડ, વિલેપાર્લે વેસ્ટ.
દશા સોરઠિયા વણિક
સરસાઈ નિવાસી હાલ કાંદિવલી અરવિંદભાઈ ગગલાણી (ઉં.વ. ૬૮) તે જયશ્રીબેનના પતિ. સ્વ. શાંતાબેન તથા ભાઈચંદ ગગાલાણીના દીકરા. સ્વ. મનસુખભાઇ, રજનીભાઇ, પ્રમોદભાઈ, સ્વ. તારાબેન, સ્વ. રમાબેન, મધુબેનના ભાઈ. ભવનતિકા રોહન પિંટોના પિતા. સ્વ. બાબુભાઇ સાંગાણીના જમાઈ. તે ૪/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
કમળેજ નિવાસી (હાલ તળાજા) નીલાબેન (ઉં.વ. ૬૮) તે નટવરલાલ પ્રતાપરાય જોષીના ધર્મપત્ની. તે સ્વ. કુંદનબેન પ્રતાપરાય જોષીના પુત્રવધૂ. ધવલભાઈ, માધવીબેન, ઝરણાબેન અભિષેકકુમાર ઓઝાના માતુશ્રી. મિત્તલબેન ધવલકુમાર જોષીના સાસુ. સ્વ. હરગોવિંદભાઈ મયાશંકરભાઈ દેસાઈના પુત્રી. તા. ૩૦/૬/૨૪ના કૈલાસવાસી થયેલ છે. ઉત્તરક્રિયા તથા સરવણી તા. ૧૧/૭/૨૪ ગુરૂવારના ૧૦.૩૦ શ્રી વારાહીમાતાના મંદીરે તળાજા.
નવગામ ભાટીયા
સાગરવાળા હાલ મુંબઈ ગં.સ્વ. ગુણવંતી ભગવાનદાસ (ભાવનાબેન) વેદ (ઉં.વ. ૭૯), તે નિરંજનાબેન ગુણવંતરાય, અશ્ર્વિન નારણદાસ, કિરણ મથુરાદાસ તથા નીતા વિજયના ભાભી. ગોંડલવાળા ગો.વા. હરિદાસ ગોકળદાસ સંપટના પુત્રી. ભામિની સુધીર ઉદેશી, કામિની કેતન આશર, કમલેશ, જાગૃતિ દેવ રાજદા, જ્યોતિ કિરણ સનયે અને શૈલેન્દ્રના માતાશ્રી. રોશની, પરિતા, ઉજ્વલા, જેનીતના નાની. તા. ૫ જુલાઇ ૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તેમનું ઉઠમણું તા. ૮ જુલાઈ સોમવારે ૪ થી ૫. યોગીનગર એસોસિએશન હોલ, યોગી પ્રેસ્ટીજ ટાવરની સામે, યોગીનગર, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઈડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
ઇન્દુમતી ઠાકર – ઉમેદગઢ, (પિયર કુકડીયા, જગન્નાથ કિરપારામ ત્રિવેદીની પુત્રી) (ઉં.વ. ૯૩), તે અક્ષરનિવાસી ચંદુલાલ હરગોવિંદ ઠાકરનાં પત્ની. પંકજ, યોગેશ, પિનાકીન, સ્મિતા, દિના, સોનલનાં માતૃશ્રી. વર્ષા, કિરણ, પર્ણા, અક્ષરનિવાસી રાજેન્દ્રકુમાર, પંકજકુમાર તથા શૈલેષ કુમારનાં સાસુ. અક્ષરનિવાસી શ્રેયસ, દર્શનનાં દાદી. કીર્તન, જયદીપનાં નાની. પ્રાર્થનાસભા ૮/૭/૨૪ સોમવારે ૫ થી ૭. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, અજમેરા સ્કૂલની સામે, યોગીનગર, બોરીવલી પશ્ર્ચિમ.