હિન્દુ મરણ
કચ્છી ભાટિયા
વલ્લભદાસ (બાબાભાઈ) ઉદેશી ગામ લખપત હાલ પાર્લા તે લક્ષ્મીબાઈ શામજી ઉદેશીના પુત્ર. ભૃજકુંવરબાઈ ભગવાનદાસ નેણશી બકુસાંપવાળાના જમાઈ. સ્વ. પ્રભાબેનના પતિ. ધર્મેન્દ્ર-તેજલ, શૈલેષ-વૈશાલી, રાજેશ-બીનાના પિતાશ્રી. બબીબેન, મધુરીબેન, સલુબેન, પુષ્પાબેન, જયવંતીબેન, મંગલભાઈ, રમેશભાઈ, ભરતભાઈ, અજીતભાઈના ભાઈ તા. ૨-૭-૨૪, મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૪-૭-૨૪, ગુરુવારના ૫ થી ૭ વિશ્ર્વેશ્ર્વર ભવન, સન્યાસ આશ્રમ, વિલેપાર્લે વેસ્ટ. પ્રાર્થનાસભા પછી લૌકિક વ્યવહાર બંધ છે.
દશા મેવાડા વણિક
સ્વ. હીરાલાલ ચંપકલાલ ચોખાવાલા તથા સ્વ. ભાનુબેન ચોખાવાલાના પુત્ર પરેશભાઈ ચોખાવાલા (ઉં.વ. ૬૮) તે નીતાબેનના પતિ. રોહન, હર્ષના પિતા. અનુપમભાઈ, હેમંતભાઈ, રાજીવભાઈના ભાઈ. સ્વ. રસિકલાલ જગમોહનદાસ ચોકસી તથા સ્વ. હંસાબેન રસિકલાલ ચોકસીના જમાઈ તા. ૨-૭-૨૪, મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ધરણગામ ભાટિયા
બોરીવલી નિવાસી રામચંદ્ર ભાટિયા (ઉં.વ. ૯૦) તે સ્વ.પાર્વતીબેન કેસરલાલ ભાટિયાના પુત્ર, સ્વ.ગુલાબદાસ કિસનદાસ ભાટિયાના જમાઈ, સાધનાબેનના પતિ, મિલન તથા સ્વ.શર્મિલાના પિતા, લીના તથા પ્રવીણભાઈ સંપટના સસરા. તે ૩/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સઇ સુથાર
ગામ મુળી નિવાસી હાલ કાંદિવલી ઘનશ્યામભાઈ ગોવિંદજી ચાવડા (ઉં.વ.૮૭) તે ૨૯/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે નિર્મળાબેનના પતિ, વીરેન્દ્ર તથા ભરતના પિતા, હર્ષા તથા તોરલના સસરા, ખુશ્બૂ, રાજ, યશ, રુદ્રના દાદા, પ્રાર્થનાસભા ૪/૭/૨૪ના ૪ થી ૬. સુહાસમોદી સોસાયટી, ૮માં માળે, રેફ્યુજી હોલ, રામનગર, કાંદિવલી ઈસ્ટ.
દશા સોરઠિયા વણિક
મોટા દેવળીયા નિવાસી હાલ મીરારોડ જયશ્રીબેન મલકાણ (ઉં.વ.૮૧) તે ૨૯/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સ્વ.વલ્લભદાસ સાકરચંદ મલકાણના ધર્મપત્ની, પિયુષ તથા હિતેશના માતુશ્રી, ધવલના દાદી, દીપ્તિ તથા અલકાના સાસુ, સ્વ.નવલચંદ, સ્વ. કાંતિલાલ, સ્વ.નંદલાલ, તથા હિમ્મતભાઈ, મનસુખલાલ, જમનાદાસના ભાભી, સ્વ. હંસાબેન ચુનીલાલ સાંગાણીના બહેન, પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા મોંઢ ગોભવા વણિક
કાંદિવલી નિવાસી સ્વ.નિરંજન રમણલાલ મહેતા (ઉં.વ.૭૫) તે ૨૯/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.ભારતીબેનના પતિ. અલ્પા આનંદ વર્મા તથા કાજલ અંકિત દેસાઈના પિતા. જયંતભાઈ, કુમુદબેન, ઇલાબેન, હિમાંશુભાઈના ભાઈ. સ્વ.બાબુભાઇ ઝીણાભાઈ ગઢીયાના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૫/૭/૨૪ના ૪.૩૦ થી ૬.૩૦. વર્ધમાન સ્થાનાકવાસી હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ.
શ્રીમાળી બ્રાહ્મણ
માળિયા હાટીના નિવાસી સ્વ.ધીરજરામ હરિશંકર ત્રિવેદીના પુત્રી જ્યોતિબેન દેસાઇ(ઉ.વર્ષ ૭૯) ૨૯/૬/૨૪ને શનિવારે કેલગરી, કેનેડા ખાતે સ્વર્ગવાસ થયેલ છે. તે દિપકભાઇ શરદચંદ્ર દેસાઇના પત્ની. સ્વ.રજનીભાઇ, સ્વ.રમેશભાઇ, સ્વ.ઇન્દુભાઇ, સ્વ.જશવિદ્યાબેન અને સ્વ.હંસાબેનના નાનાબહેન, પ્રકાશ અને પુજાના મમ્મી, હેતલ પ્રકાશ દેસાઇ અને ચિંતન રોહિતભાઇ ઓઝાના સાસુ. લૌકિક ક્રિયા બંધ છે.
ખેડવાજ બ્રાહ્મણ સમાજ
તૃપ્તિ પંડ્યા(ઉ.વર્ષ ૫૮), તે વડાલીવાળા હાલ જોગેશ્ર્વરી સ્વ.ભસ્માબેન મૂળશંકર પંડ્યાના પુત્રવધૂ. તે સ્વ. ઉરેશ પંડ્યાના પત્ની, તે શિલ્પ પંડ્યાના માતુશ્રી. તે પૂજા શિલ્પ પંડ્યાના સાસુ. તે સંદીપ પ્રદ્યુમ્ન અધ્યારૂ, પ્રમોદિની વિનોદરાય વ્યાસ, મીના સનત વ્યાસ, પ્રતિભા કિરિટ પંડ્યા અને ભારતી અતુલ પાઠકના બહેન. તે નિલમ હસમુખ વ્યાસ તથા કલ્પના ધ્રુપદ જાનીના ભાભી. તા. ૨/૭/૨૪ના શ્રીજીચરણ પામ્યાં છે. સર્વ પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તારીખ ૪/૭/૨૪, ૪ના થી ૫.૩૦. સ્થળ:- પુષ્ટિકર કલ્યાણ કેન્દ્ર હોલ,જોગેશ્ર્વરી-વેસ્ટ.
હાલાઈ લોહાણા
કાંતિલાલ જેઠાલાલ અભાણી (ઉં.વ. ૮૬), રંગપૂર (સૌરાષ્ટ્ર) ખપોલી,તે જસુમતીબેનના પતી. સંજયભાઈ, જયેશભાઈ, હંસાબેન હેમંતકુમાર, પન્નાબેન સ્નેહલકુમાર, મીનાબેન નયનકુમારના પિતા. સ્વ.વેલજીભાઈ શામજીભાઈ ઠક્કર (પનવેલ)ના જમાઈ. સ્વ.પ્રભુલાલ, સ્વ.સવિતાબેન નાથાલાલ, સ્વ.નિમુબેન નવનિતલાલના ભાઈ, મમતાબેન તથા દિપ્તીબેનના સસરા. ધારા, ધૈર્ય, યશ,ઈશના દાદા. મંગળવાર તા. ૨/૭/૨૪ના શ્રીજીચરણ પામેલ છે, બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તા.૪/૭/૨૪ના ૩:૩૦ થી ૫. શાંતાબેન જમનાદાસ રાયઠઠ્ઠા સભાગૃહ, ગો.વા.પ.ભ. સરસ્વતીમાં લોહાણા મહાજનવાડી, સેંટ્રલ બેંક ઓફ ઇંડિયાની સામે, ખપોલી.
પરજીયા સોની
બગસરા નિવાસી બોરીવલી શ્રીમતી વિલાસબેન અને વસંતભાઈ હમીરભાઇ સાગરના સુપુત્ર શ્રી વિરેનભાઈ (વિનુભાઈ) (ઉં. વ ૬૨) તે મીનાબેનના પતિ. મહેશભાઈ, યોગેશભાઈના મોટાભાઈ. વિશાલભાઈ, અમિતભાઇના પિતા. જયસિંહ, સમ્રાટ, યેષાબેન કૃણાલકુમાર ધકાણ, હેતાક્ષીબેન જયનીલકુમાર સંઘવીના મોટાબાપુ. સિદ્ધાર્થ, જેની, કાયરા, દેવઆદિત્યના દાદા. બુધવાર તા.૩.૭.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૪.૭.૨૪ના ૪ થી ૬, સ્થળ : લોટસ બેન્કવેટ હોલ, રઘુલીલા મોલ, ૪ થે માળે, બોરીવલી વેસ્ટ.
કપોળ
કાંદિવલી નિવાસી સરોજ ભાવેશભાઈ મહેતા (ઉં.વ.૬૦), તે સ્વ. વીણાબેન ગોરધનદાસ ટોપરાણીના સુપુત્રી, મીતા (શોભના) મધુ આશર, સ્વ.ઉષા જયસિંહ સંપટ, સ્વ.પ્રદિપ ટોપરાણી, જીતેન્દ્ર ટોપરાણી, ચેતન ટોપરાણી, રાજેશ ટોપરાણીના બહેન. તે પૂજા, સોનલ તથા કુંદનના નણંદ. મંગળવાર તા. ૨-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. (લોકિક વ્યવહાર બંધ છે)
કપોળ
મહુવા નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. હરગોવિંદદાસ વૃજલાલ પારેખ (નાણાવટી)ના પુત્ર હસમુખરાય (ઉં.વ. ૮૬) તે સ્વ. દીનાબેનના પતિ. અજય તથા વિજયના પિતાશ્રી. મોસાળ પક્ષે અમરેલીના સ્વ. ધીરજલાલ હરીલાલ સંઘવીના ભાણેજ. શ્વસુર પક્ષે શિહોરના સ્વ. જયંતિલાલ કરસનદાસ મહેતાના જમાઈ. ૨૯-૬-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. ત્વચાદાન તથા દેહદાન કર્યુ છે. લોકિક વ્યવહાર બંધ છે.