મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
નીતિન ગણાત્રા (ઉં.વ. ૫૭) તે સ્વ. દમયંતી અને સ્વ. હંસરાજ જાદવજી ગણાત્રા ગામ ગઢશીશા હાલે મુલુંડના પુત્ર. દિવ્યા અને સ્વ. પ્રવીણ ટી. મડિયારના જમાઇ. મમતા ગણાત્રાના પતિ. શૈલેશ ગણાત્રા, સ્વ. ભારતી અરવિંદ કોઠારી, માલતી હેમંત શેઠિયા, કલ્પના રમેશ ઠક્કરના ભાઇ. ચેતના શૈલેષ ગણાત્રાના દિયર રવિવાર, તા. ૩૦મી જૂન ૨૪ના રામશરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા બુધવાર, તા. ૩જી જુલાઇ ૨૪ના ૫.૩૦થી ૭. ઠે. પરમેશ્ર્વરી સેન્ટર, અચીજા હોટેલની સામે, ટેલિફોન એકસચેન્જ નજીક, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
તળાજા નિવાસી હાલ સામટા (દહાણુ) નટવરલાલ ચત્રભુજ દાણી (ઉં. વ. ૯૧) રવિવાર, તા. ૩૦-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. સવિતાબેનના પતિ. ચેતના, દેવાન્શુ, જસ્મીન તથા રૂપલના પિતાશ્રી. રીટા, પૂજા અને સંજયભાઇ મોદીના સસરા. સ્વ. જયાગૌરી, સ્વ. શશીકાંતભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ, સુધાબેન જયંતભાઇ અજમેરા તથા જયેશના ભાઇ. સ્વ. મોહનલાલ વનમાળીદાસ શાહના જમાઇ. કિંજલ, પ્રિયલ, રાજ તથા જશના દાદા-નાના. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હાલાઇ લોહાણા
બાલકૃષ્ણ ભોજાણી (ઉં. વ. ૬૯) તે કાકુભાઇ જેઠાલાલ ભોજાણી અને સ્વ. ચંપાબેન ભોજાણીનો દીકરો. તે ઉષા ભોજાણીના પતિ. તે પરિતા દેવન તથા કિંજલના પપ્પા. તે ગુલાબ કિરણ સેજપાલ, કુસુમ વિજયકુમાર નંદાણી, સ્વ. હંસા નવીનચંદ્ર રાઇચુરા તથા કુમારી જયશ્રી ભોજાણીના નાનાભાઇ. તે તુલસીદાસ સોમૈયાના જમાઇ તા. ૩૦-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૪-૭-૨૪ના ૪.૩૦થી ૬. ઠે. હિન્દુ સેવા સમાજ હોલ, ગંજ મલ, ઝંકાર હોટેલની બાજુમાં, નાશિકમાં રાખેલ છે.

કપોળ
જાફરાબાદ (વાંઢ) વાળા સ્વ. સરસ્વતીબેન વ્રજલાલ દુર્લભદાસ ગોરડિયાના સુપુત્ર રમણીકલાલ (ઉં. વ.૭૪) શનિવાર, તા. ૧-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે અ. સૌ. ઇલાબેનના પતિ. તે સ્વ. મધુસુદન, સ્વ. નરેન્દ્ર હરેન્દ્ર, ઇંદિરાબેન તુલસીદાસ સંઘવી તથા પદમાબેન નવીનચંદ્ર મહેતાના ભાઇ. શ્ર્વસુર પક્ષે સાવરકુંડલાવાળા સ્વ. શાંતિલાલ ભાઇચંદ મોદીના જમાઇ. તે શોભનાબેનના દિયર અને હર્ષાબેનના જેઠ. લૌકિક પ્રથા તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

ઘોઘારી મોઢ વણિક
જીંજુવાડા નિવાસી હાલ સાંતાક્રુઝ દિલીપ ચંપકલાલ પરીખ (ઉં. વ. ૭૬) તે ગીતાબેનના પતિ. શ્રદ્ધાના પિતાશ્રી. મનીષ ગાંધીના સસરા. ખુશીના નાના. કિરીટ, સ્વ. ભરત અને સ્વ. મહેન્દ્રના ભાઇ. સુશીલાબેન પ્રકાશભાઇ શાહના જમાઇ. સુનિલનાં બનેવી. તા. ૩૦-૬-૨૪ના રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૪-૭-૨૪ના ૫થી ૭. ઠે. જુહુ તારા રોડ, એસ. એન. ડી. ટી. વુમન યુનિવર્સિટી, એમ. આર. સોસાયટી, દૌલતનગર, સાંતાક્રુઝ (વેસ્ટ).

કપોળ
મહુવાવાળા હાલ વિલેપાર્લે- સ્વ. રણછોડદાસ વ્રજલાલ પારેખ તથા સ્વ. ભાનુમતી રણછોડદાસ પારેખના પુત્ર મહેન્દ્ર પારેખ (ઉં.વ. ૮૬) તા. ૧-૭-૨૪ સોમવારના શ્રીજી ચરણ પામેલ છે. તે સ્વ. કુંદનબેનના પતિ. અજય, નીલા, પ્રીતિના પિતા. તે તેજલ, ઉદય, દીપકના સસરા. તે રિધ્ધિ, વંશીના દાદા. તે સ્વ. હંસા નરેન્દ્ર વોરા, ગં.સ્વ. ઇંદુ જશવંત દેસાઈ, પ્રવીણ, પ્રફુલ, રમેશ, સ્વ. મુકેશના મોટાભાઈ. તે ડેડાણાવાળા સ્વ. ગોકળદાસ હરગોવિંદદાસ દોશીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઈ લોહાણા
સ્વ. તુલસીદાસ ધરમશી લાલજીના ધર્મપત્ની ગં.સ્વ. ઉષાબેન (ઉં.વ. ૮૮) તે ભાવના, દેવાંગ, જીજ્ઞાના માતુશ્રી. અ.સૌ. શ્ર્વેતાના સાસુજી. સ્વ. સુંદરબેન રામદાસ કાપડીયા (અમલાણી)ના દીકરી. સ્વ. પદમાબેન, સ્વ. ઇન્દુબેન, ગં.સ્વ. રસીલાબેન, સ્વ. દિપકભાઈના ભાભી. સ્વ. હરકીશનભાઈ, રમાબેન મીરાણી, નરેન્દ્રભાઈ, શાંતીકુમારભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. અરૂણાબેન દાવડાના મોટાબેન તા. ૩૦/૬/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર પ્રથા બંધ રાખેલ છે.

લુહાર સુથાર
ગામ રાજુલા હાલ દહિસર, ગં.સ્વ. રમાબેન શામજીભાઈ પરમાર (ઉં.વ. ૮૨), ૩૦/૬/૨૪ના રામચરણ પામેલ છે. તેઓ સ્વ. શામજીભાઈ ઓધવજીભાઈ પરમારના પત્ની. સ્વ. મણીબેન લખમણભાઇ કવાના પુત્રી. જીતેન્દ્ર, લાભુબેન અને નીલાબેનના માતુશ્રી. નીતાબેન, પ્રવીણભાઈ ડોડીયા અને જીતેન્દ્રભાઇ ચિત્રોડાના સાસુ. સાદડી તા. ૪/૭/૨૪ ગુરૂવારના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ નં. ૩, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી (ઈસ્ટ).

લોહાણા
મૂળ ગામ ઉમરેઠ, હાલ કોન – કલ્યાણના ઠા.જગદીશભાઈ દ્વારકાદાસ લાખાણી (ઉં.વ. ૬૫). સોમવાર, તા. ૧-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ગીતાબહેનના પતિ. તે સ્વ. નરોત્તમદાસ, વનિતાબહેન, વૈશાલીબહેન, કુસુમબહેન, દિપકભાઈના ભાઈ. હિમાંશુભાઈ, દિવ્યેશભાઈના પિતાશ્રી. પ્રાર્થના સભા ગુરુવાર, તા. ૪-૭-૨૪ના સાંજે ૪ થી ૬ના સમયે જલારામ હૉલ, મહાજન વાડી, કલ્યાણ (પ).

સુરત વિસા ઓસવાલ
સુરત નિવાસી હાલ માટુંગા સ્વ. અમીચંદ ઝવેરચંદ ઝવેરીના પુત્ર દિલીપભાઈ ઝવેરી (ઉં.વ. ૮૧) તા. ૨-૭-૨૪ને મંગળવાર અરિહંતશરણ પામેલ છે. દીનાબહેનના પતિ. ક્રિંના અને જીજ્ઞાના પિતા. જવાહર અને રાકેશના સસરા. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી ભાટીયા
ઘાટકોપર નિવાસી ઉર્વશી ઝવેરી (ઉં.વ. ૭૯), તે જયા ચતુર્ભુજ સુંદરદાસ ઝવેરીના સુપુત્રી. પૂજા પ્રદિપ ટોપરાણીના માતુશ્રી. ચિ. હસીતના નાનીમા. તા. ૧-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

કચ્છી ભાટીયા
સુંદરદાસ ગોરધનદાસ દુતીઆ (કનુભાઈ), તે અ.સૌ. શોભાબેન (કબીબેન)ના પતિ. ચિ. હિતેન, હેમંત, કામિની હેમંત જેસરાણીના પિતાશ્રી. અ.સૌ. કંજના, પ્રિતીના સસરા. હિરલ, હર્ષલ, લક્ષ્ય, દેવાંશી, આયુષીના દાદા-નાના. ગં.સ્વ. મણીબાઈ લાલજી આશરના જમાઈ. સ્વ. વનરાજ, દામોદર, ચત્રભુજ, ભગવાનદાસ, મહેશ, વિજયસિંહ, કૃષ્ણકાંત તથા ગં.સ્વ. શાંતીબેનના ભાઈ. મસ્કત-ઓમાન મુકામે તા. ૩૦-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો