હિન્દુ મરણ
કચ્છી લોહાણા
ગામ નાના વાલકાના હાલ તિલકનગર સ્વ. સાવિત્રીબેન પ્રવીણભાઈ સચદે (ઉં. વ. 78) શનિવાર તા. 29.06.24ના કૈલાશ નિવાસી થયેલ છે. સ્વ.દામજી મુળજી સચદેના પુત્રવધૂ. બિમલ અને ધર્મેશના માતા. કલ્પા અને ડૉ.વીણાના સાસુ. ધ્રુવેશ અને ડૉ.અક્ષયના દાદી. સ્વ.ગોદાવરીબેન તુલસીદાસના રાયકુંડલિયાના સુપુત્રી. પ્રાર્થનાસભા તા. 2.07.2024ના 5 થી 7. સ્થળ:- લાયન્સ કોમ્યુનિટી હોલ, ગરોડિયા નગર, ઘાટકોપર પૂર્વ – લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
શિહોર નિવાસી હાલ કાંદિવલી સ્વ.મહેશભાઈ હરગોવિંદદાસ મહેતાનાં ધર્મપત્ની કુસુમબેન (ઉં. વ. 85) તે દેવાંગ, વંદના તથા જીગિષાના માતા. જુલી, ચંદ્રેશ તથા મયંકના સાસુ. જશના દાદી. શરદભાઈ તથા સ્વ. દિલિપભાઈનાં ભાભી. સ્વ. વિઠ્ઠલદાસ વિશ્રામ વોરાના દિકરી, રવિવાર તા. 30/06/2024ના શ્રીજી ચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
હાલ કાંદિવલી નિવાસી સ્વ.ભવાનીદાસ હરિદાસ રાયચુરાના ધર્મપત્ની લીલાબેન (ઉં. વ. 85) તે વિક્રમભાઇના માતુશ્રી. તે શ્રુતિબેનના સાસુ. ગાયત્રી રાજન મહેતા અને કરણના દાદી. સ્વ.નંદુબેન ભવાનભાઈ શિંગાડાના પુત્રી તા.30/06/2024 રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 02/07/2024 મંગળવારના 5.00 થી 7.00. લોહાણા મહાજનવાડી, સ્વામી વિવેકાનંદ રોડ, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
હાલાઇ લોહાણા
મુંબઈ હાલ વસઈ નિવાસી સ્વ.જયસુખભાઇ મોહનલાલ રાયઠઠ્ઠાના ધર્મપત્ની ગં.સ્વ. રમાબેન (ઉં. વ. 85) તે ગં.સ્વ.ભારતીબેન નિકેશ અનડા, નીતાબેન કમલેશભાઈ શાહ, હિતેશ તથા રિટા અરવિંદ રાડીઆના માતુશ્રી. સ્વ.સુંદરજી તલસી સાતાના દીકરી, દર્પન, ભૂમિકા, રિતેશ, સચિન, પ્રતીક્ષાના નાની. 29/6/24ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 204, એ વિંગ, જેલમ એવરસાઈન એસ્ટેટ, 100 ફિટ રોડ, બિકાનેર સ્વીટની સામે, વસઈ વેસ્ટ.
વડનગરા નાગર
શ્રીમતી ઈલાબેન (લલીતાબેન) જનાર્દન માંકડ (ઉં. વ. 94) એ લોપા ભૂમિત્ર ધોળકિયાના માતુશ્રી. હીના પ્રકાશ માંકડના સાસુ. રિષભ, રુત્વીના દાદી અને મૌર્વી, મૃગા, નૃપાંગના નાની 29-6-24ના સ્વર્ગવાસ કરેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કપોળ
અમરેલીવાળા હાલ વિલે-પાર્લે સ્વ. દમયંતીબેન અને સ્વ. નંદલાલ મોતીલાલ મહેતાના સુપુત્ર અજય (ઉં. વ. 66) રવિવાર, 30-6-24ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ માધવીના પતિ. અ.સૌ. અદિતી અને ચિ. કરણના પિતા. હિરલ દોશી અને અ.સૌ. સંજનાના સસરા. વિજય, સ્વ. સુધા સતીશ પારેખ અને અ.સૌ. બીના રાજેશ શાહના ભાઈ. અમરેલીવાળા સ્વ. મહેન્દ્રભાઈ મુળજીભાઈ પારેખના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, 4-7-24ના 5 થી 7. જલારામ હોલ, વિલે-પાર્લે (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. હેમલતાબેન મંગલદાસ માખીસોતા (કચ્છ ગામ લાખાપર) હાલે અંધેરીવાળાના સુપુત્ર કિશોરભાઈ (ઉં. વ. 69) 29-6-24 શનિવારના અક્ષરવાસી થયેલ છે. તે સરલાબેનના પતિ. સ્વ. ડાઈબેન કરસનદાસ અનમ (નારાયણ સરોવર હાલે મુલુંડવાળાના જમાઈ). પેરાજભાઈ, જશોદાબેન મથુરાદાસ ગણાત્રા, રમીલાબેન મનોજભાઈ કોટકના ભાઈ. મંજુલાબેનના દેર. પ્રાર્થનાસભા 2-7-24 મંગળવારના 4 થી 5 મુલુન્ડ લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, આર.આર.ટી. રોડ. બહેનોએ તેજ દિવસે આવી જવાનું. (લૌકિક વ્યવહાર સદંતર બંધ છે).
કપોળ
વડિયા નિવાસી લીલાવંતીબેન પરમાણંદદાસ મોદીના પુત્ર હાલ અમેરિકા નિવાસી પિયુષ (ઉં. વ. 68) તા. 22-6-24ના શ્રીજીચરણ પામેલ છે. તે અલકાના પતિ. સ્વ. જીતેનભાઇ, ચીમનભાઇ, સ્વ. કાન્તીભાઇ, છોટુભાઇ, મનુભાઇ, સ્વ. અશોકભાઇ, સ્વ. શારદાબેન, રસીલાબેન, સ્વ. કાનુબેન, ભારતીબેન, રેખાબેન, રીતાબેનના ભાઇ. સિદ્ધાર્થ-શિવાંગીના પિતા. હરિના અજયના સસરા. શ્વસુર પક્ષે નિલમ હરિદાસ દેવીદાસ સંઘવી. લૌકિક પ્રથા બંધ છે.