મરણ નોંધ

હિન્દુ મરણ

ઔદીચ્ય બ્રાહ્મણ
કચ્છ અંજાર નિવાસી હાલ મુંબઈ ઘાટકોપર હરીશ કૂલશંકર પંડ્યા (ઉ.વ.૭૨) તેઓ ઉર્મિલાબેનના પતિ, હેમેન અને સચિનના પિતા,જાગૃતિ અને શીતલના સસરા ,સ્વ. હરસુખરામ વલ્લભરામ પંડ્યાના જમાઈ, તારાબેન મધુબેન ,પ્રકાશભાઈ, દિલીપભાઈ, કનુભાઈ, ના ભાઈ તા ૨૯/ ૬/૨૪ શનિવારે કૈલાશવાસી થયેલ છે. તેઓની પ્રાર્થનાસભા તા. ૧/ ૭/ ૨૪ સોમવારે સાંજે ૫ .૦૦ થી ૬:૩૦ રાખેલ છે. ઠે. સુભમ બેન્કવીટ ૫, નીલકંઠ કોર્પોરેટ પાર્ક, પ્રીમિયર રોડ, વિદ્યાવિહાર (વેસ્ટ). મુંબઇ-૮૬.
દશા મોઢ માંડલિયા વણિક
સરસીયા નિવાસી હાલ અમદાવાદ રસીકલાલ ભગવાનજી મૂછાળા (ઉં. વ. ૯૪) સોમવાર, તા. ૨૪-૬-૨૪ રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ચંદુભાઇ, ચંપકભાઇ, ચીમનભાઇ, સુરેશભાઇ, ગં. સ્વ. ધીરજબેન, ગં. સ્વ. ઇંદુબેનના ભાઇ. તે સાધના શૈલેષ શાહ, સ્મિતા અનિલ નોતરીયા, પલ્લવી કિરીટ પારેખ, દક્ષા તુષાર ગઢીયાના પિતાશ્રી. સાદડી તથા લૌકિક પ્રથા બંધ છે.
મુળી નિવાસી હાલ વિરાર મુંબઇ નલિનીબેન (નીતાબેન) પરમાર (ઉં. વ. ૭૧) તા. ૨૯-૬-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે હિંમતલાલ ચમનભાઇ પરમારના પત્ની. યોગેશ, કમલના મમ્મી. ધ્રુવીકા, ફાલ્ગુનીના સાસુમાં. હર્ષ, ફિયોના, તનુષના દાદી. ચુડા નિવાસી દુર્લભદાસજી ગોવિંદભાઇ કાપડિયાના દીકરી. બન્ને પક્ષની સાદડી તા. ૧ જુલાઇ સોમવારે ૪થી ૬. ઠે. તેરાપંત ભવન, લક્ષ્મી કુટિર બિલ્ડિંગની સામે, જૈન મંદિર રોડ, વિરાર (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. અશોકભાઈ નારાણજી કતીરા તથા સ્વ. અરૂણાબેન (રેણુકાબેન) કતીરા કચ્છ ગામ કોટેશ્ર્વરવાળાની સુપુત્રી અ.સૌ. પિંકીબેન (ઉં. વ. ૩૨) હાલે ડોંબીવલી તે સંજયકુમાર નારાયણજી ગજરા (ભાનુશાલી) કચ્છ ગામ બુટ્ટાના ધર્મપત્ની. તે ગં.સ્વ. શાંતીબેન નારાયણજી ભાનુશાલી તથા નારાયણજી ભાનુશાલીના પુત્રવધૂ. તે સ્વ. પ્રભાબેન કેશવજી પ્રેમજી કોટક કચ્છ ગામ કોજાચોરાવાળાની દોહિત્રી. તે ચિ. રૂદ્રાના માતાશ્રી. તે અ.સૌ. હીનાબેન હર્ષલ મોરનકર, વનિતા વિપુલ દાવડા તથા અક્ષયભાઈના બહેન ૨૬-૬-૨૪ના રોજ શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા સોરઠિયા વણિક
ઝરિયાવાળા (હાલ મલાડ, મુંબઈ) સ્વ. કરસનદાસ દામોદરદાસ માવાણીના સુપુત્ર રમેશભાઈ કરસનદાસ માવાણી (ઉં. વ. ૭૫) તે રંજનબેનના પતિ. દિનેશભાઈ અને સૌ. કૃપાબેન હર્ષદકુમારના પિતાશ્રી. કાંતિલાલ માવાણીના ભાઈ. લોએજવાળા સ્વ. ધારશી રવજીભાઈ શાહના જમાઈ. દક્ષ, વેનિશાના દાદા-નાના. તે સૌ. નેહાબેનના સસરા શનિવાર, ૨૯-૬-૨૪ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ગામ ગઢશીશાના હાલે મુલુન્ડ સ્વ. પરસોત્તમ દામજી ચોથાણીના પુત્રવધૂ. સ્વ. પ્રતાપભાઈના ધર્મપત્ની મુક્તાબેન (દેવીબહેન) (ઉં. વ. ૮૦) તા. ૨૯-૬-૨૪ શનિવારના રોજ શ્રીરામશરણ પામેલ છે. તે સ્વ. પાર્વતિબહેન ગોરધનદાસ પોપટ ગામ નલિયાવાળાના સુપુત્રી. તે સ્વ. વીરબાળાબેન તથા સ્વ. શ્રીકૃષ્ણકાંતભાઈના બહેન. તે સ્વ. માધવજીભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. જગદીશભાઈ, સ્વ. ભગવાનભાઈ, સ્વ. જયકુમાર તથા જયસિંહભાઈ તથા અ.સૌ. ઉર્મિલાબહેનના ભાઈના પત્ની. તેમની પ્રાર્થનાસભા સોમવાર, ૧-૭-૨૪ના સાંજે ૫ થી ૭ સુધી કાલિદાસ મેરેજ હોલ, પરસોત્તમ ખેરાજ રોડ, મુલુન્ડ (વેસ્ટ) ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
બાલાશિનોર દશાનિમા વણિક
સ્વ. મહેશકુમાર નટવરલાલ મોદી (ઉં. ૭૩) તે સોમવાર, ૨૫-૪-૨૪ના રોજ ગોલોકવાસી થયા છે. તે રીટાબેનના પતિ. સ્વ. તારાબેન તથા સ્વ. નટવરલાલ સાકરલાલ મોદી (શહેરાવાળા)ના પુત્ર. સ્વ. લીલાબેન તથા સ્વ. બાબુલાલ ઓચ્છવલાલ કડકિયાના જમાઈ. અનિતાબેન, રક્ષાબેન, સ્વ. દિનેશના ભાઈ. સૌમિલ, રૂનિતના પિતાશ્રી. હેતલ, માનસીના સસરા. તેમની પ્રાર્થનાસભા સોમવાર, ૧-૭-૨૪ના રોજ ૫ થી ૭ કલાકે પાટીદાર સમાજ હોલ, ૧લે માળે, ફ્રેન્ચ બ્રીજ, ઓપેરા હાઉસ મુકામે રાખેલ છે. (લૌકિક પ્રથા સદંતર બંધ છે.)
લુહાર સુથાર
મૂળગામ મોણપુરવાળા હાલ ચર્નીરોડ સ્વ. કાનજીભાઈ કેશવજીભાઈ મિસ્ત્રી (પરમાર)ના ધર્મપત્ની ગં.સ્વ લલિતાબેન મિસ્ત્રી (પરમાર) (ઉં.વ.૮૧) તા. ૨૮/૬/૨૪ ના રોજ રામશરણ પામેલ છે. તે અનિલ, સુનિલ, નીતાના માતુશ્રી, નિશા, પ્રિતી તથા અશ્વિન ભાનુભાઇ પરમારના સાસુ, પિયરપક્ષે સ્વ. રામકુંવરબેન કાનજીભાઈ કારેલીયા સાવરકુંડલાના દીકરી, સ્વ. મગનલાલના બહેન. તેમની પ્રાર્થનાસભા તા. ૧/૭/૨૪ ના રોજ ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ, રાખેલ છે.
હાલાઇ લોહાણા
જામ સલાયાવાળા હાલ મુંબઈ કાંદિવલી દ્વારકાદાસ (દ્વારકેશભાઈ) (ઉં.વ.૭૩) તા. ૨૯/૬/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. શ્યામકુંવરબેન તથા સ્વ. ગંગાદાસ ખેરાજ પંચમતીયાના પુત્ર. શોભનાબેનના પતિ, નીરવ તથા પ્રિયંકાના પિતા, ચાંદની તથા સિદ્ધાર્થના સસરા. સ્વ. રસીલાબેન, સ્વ. ગુણવંતિબેન, નિરંજનાબેન દત્તાણી, રંજનબેન સવાણી, સુરેશભાઈના ભાઈ, ગં.સ્વ સવિતાબેન તથા સ્વ. ડાહ્યાલાલ મથુરાદાસ બાટાવીયા ગણોદવાળાના જમાઈ. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા.૧/૭/૨૪ ના રોજ સાંજે ૫ થી ૭ કલાકે હાલાઇ લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી વેસ્ટ.
હાલાઇ લોહાણા
મૂળગામ વેરાળ (મોરઝર) હાલ કાંદિવલી ગં.સ્વ. સાધના (દમયંતી) (ઉં.વ.૮૩) તા. ૨૯/૬/૨૪ રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. સુરેશભાઈ ગોવિંદદાસ મોરઝરીયાના ધર્મપત્ની, સ્વ.પોપટલાલ મેંઘજી આટાવાલા થાણાના દીકરી, સ્વ. વિજુબેન વિઠ્ઠલદાસ, સ્વ. જશવંતીબેન ભગવાનદાસ, ઉર્વશીબેન ધીમંતભાઈ, યશોધરા ભગવાનદાસ, સ્વ. જયશ્રીબેન શૈલેષભાઇ, હસમુખભાઈ, ભુપેન્દ્રભાઈના ભાભી, મથુરાદાસ, મનસુખભાઇ, દ્વારકાદાસભાઈ, સ્વ. કાંતાબેન હરિદાસ જટણીયાના બહેન. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ ગુંધિયારી હાલે મુંબઈ રહેવાસી શંભુભાઈ (મથુરાદાસ) શિવજી હરિયાણીના પુત્ર ચેતન (ઉં. વ.૫૯) તે ધરમશી ગાંગજી બારું કચ્છ ગામ ખોભડી વાળાના જમાઈ તે મમતાબેનના પતિ. તે મીનાક્ષી વિજય પવાણી કલકતાવાળા, વર્ષા અજય આથાના ભાઈ તા. ૨૯-૬-૨૦૨૪ શનિવાર રોજ રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ટાણા વરલ હાલ મુંબઇ નિવાસફી પિનાકીન હર્ષદરાય ભટ્ટના ધર્મપત્ની રેખાબેન (ઉં. વ. ૭૨) તા. ૨૯-૬-૨૪ના કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. સુભદ્રાબેન હર્ષદરાય ભટ્ટ (વરલકર)ના પુત્રવધૂ. તે સ્વ. રમાબેન પ્રેમશંકર જોષી (દેવલાલીવાળા)ના પુત્રી. સ્વ. કુસુમબેન, પ્રતિમા, જયશ્રી તથા વિમલભાઇના બેન. તથા સ્વ. જનાર્દન ભટ્ટ, સ્વ. પ્રવીણા ભટ્ટ, સનત ભટ્ટ, કશ્મીરા વિમલ જોશીના ભાભી. ચિ. ભાવેશ ભટ્ટ, અ. સૌ. હેતલ નિખિલ મહેતાના કાકી. લૌકિક પ્રથા બંધ છે.
દશા સોરઠિયા વણિક સમાજ
ગોંડલ નિવાસી હાલ બોરીવલી (મુંબઈ), સ્વ.કાંતિલાલ અમૃતલાલ માંડવીયા, (ઉ.ંવ.૮૯), શુક્રવાર તા. ૨૮-૬-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ.પુષ્પાબેનના પતિ. તેઓ જયેશભાઈ, પરેશભાઈ, રાજેશભાઈ, સ્વ. સુનિલભાઈના પિતાશ્રી. તેઓ સ્વ. જેન્તીલાલ અમૃતલાલ માંડવીયા, સ્વ. છબીલદાસભાઈ અમૃતલાલ માંડવીયા, સ્વ. વિનુભાઈ અમૃતલાલ માંડવીયા, સ્વ. મુક્તાબેન, સ્વ. કમુબેન, સ્વ. જયાબેન, સ્વ.કુંદનબેનના ભાઈ. તેઓ જયશ્રીબેન, લતાબેન, હેમાલીબેનના સસરા. તેઓ ભૂમિકા, ધ્વનિ (ગોપી), રાજ, મૈત્રી, બંટી, રાજા, ધ્રુવ અને સૌરભના દાદા, તેમની પ્રાર્થનાસભા મંગળવાર તા. ૦૨-૦૭-૨૪ને સાંજે ૫ થી ૭, ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ.ટી.રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ.
હાલાઈ લોહાણા
ગંસ્વ.સીમાબેન (ઉં. વ.૬૪) તે સ્વ.જયેશ શાંતીલાલ અમલાણીના ધર્મપત્ની. તે ચી.જીમ્મી તથા નીરા દેવાંગ ઠક્કરના માતૃશ્રી. તે રાજકોટ વાલા સ્વ. નિર્મળાબેન લલીતભાઈ અનળકટના દીકરી. મુળ ગામ પોરબંદર હાલ કાંદીવલી ઈસ્ટ રવિવાર તા. ૩૦/૦૬/૨૪ ના શ્રીજીચરણ પામ્યાં છે. તેમની ટેલીફોનીક પ્રાર્થનાસભા તા. ૦૧/૦૭/૨૪ ના સોમવારે સવારે ૧૦થી ૧૧ વાગ્યા સુધી રાખવામાં આવી છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button