મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ

ગામ એરૂ (નવસારી) હાલ વિલેપાર્લે સ્વ. સુખાભાઇ બુધાભાઇના પત્ની ગં. સ્વ. અંબાબહેન (ઉં. વ. ૭૭) તા. ૨૪-૬-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે વિનોદભાઇ, દિનેશભાઇ, સુરેશભાઇ, પ્રવીણભાઇના માતુશ્રી. સ્વ.જશુબહેન (મીનાબહેન), મિનાક્ષીબેન, ભારતીબેન, નયનાબહેનના સાસુ. કિરણ, રીતેશ, દિપેન, ભાવેશ, દિપીકા, દિવ્યા, જીજ્ઞા, અંજલિ, ઇશાનાં દાદી. જયેશ, ધર્મેશ, અમિત, મિતાલી, રંજિતા, સ્વાતીનાં દાદીસાસુ. બારમું તેમ જ પુચ્છપાણી શનિવાર, તા. ૬-૭-૨૪ના બપોરે ૩થી ૫. નિવાસસ્થાન: સુરેશભાઇ સુખાભાઇ પટેલ, રૂમ. નં. ૨, અમીનાબાઇ ચાલ, અક્ષય સોસાયટીની સામે, કોલડુંગરી, જીવન વિકાસ કેન્દ્ર રોડ, વિલેપાર્લે (પૂર્વ), લૌકિક રિવાજ બંધ છે.
કચ્છી લોહાણા
ગામ દુધઈ, હાલ-માટુંગાના જયશ્રીબેન ઠક્કર (ઉં.વ. ૮૧) તા. ૨૮મી જૂન શુક્રવારે અક્ષરનિવાસી થયા છે. સ્વ. મટુબાઈ લાલજી ઠક્કરના પુત્રવધૂ. સ્વ. રસિકલાલ લાલજી ઠક્કરના પત્ની. નિખિલના મમ્મી. નીતાના સાસુ. સ્વ. રમાબેન કમલાકાંત લોહાણાની પુત્રી. પ્રાર્થનાસભા ૩૦મી જૂન ૫.૦૦થી ૭.૦૦ સ્થળ: રામબાગ, લક્ષ્મીનારાયણ લેન, માટુંગા (પૂર્વ). લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
વેલજી ઠક્કર (ઉં.વ. ૭૬) તે સ્વ. કેસરબેન નારાયણ કાનજી સોમૈયાના સુપુત્ર ગામ કેરા (બેરાજા) હાલે વડાલા (મુંબઈ) તે સ્વ. લક્ષ્મીબેન મુલજી લાલજી કારિઆ ગામ કોટેશ્ર્વરવાળાના નાના જમાઈ. તે જયશ્રીબેનના પતિ. તેજસ અને કિરણના પિતા. તે વૈશાલી અને સોનલના સસરા. તે સ્વ. પ્રતાપભાઈ, ચંદ્રકાંત, જયેશ, ગોદાવરીબેન, ભાનુબેન, સ્વ. દમયંતીબેન, ઈન્દિરાબેન, સરલાબેન, શાંતાબેન, ચંદનબેનના ભાઈ શનિવાર, તા. ૨૯-૬-૨૪ના રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧-૭-૨૪ના ૫થી ૬.૩૦ સ્થળ: શ્રી રામબાગ સેવા મંડળ, લક્ષ્મીનારાયણ લેન, માટુંગા (સે.રે.), મુંબઈ-૪૦૦૦૧૯. બૈરાઓએ તેજ દિવસે આવી જવું લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. છોટાલાલ પ્રાગજી સોમૈયાના ધર્મપત્ની રમાબેન (ઉં.વ. ૮૪) તે સ્વ. મણીબેન નારાયણજી જોબનપુત્રાની પુત્રી. ગામ કલ્યાણપર હાલે (દેવલાલી) નાસિક, તા. ૨૬-૬-૨૪ બુધવારના રામશરણ થયેલ છે. તે અરુણભાઈ અને સુનિતાબેનના માતૃશ્રી. તે પ્રીતિબેન અને સુભાષ કાનજીભાઈ ઠક્કરના સાસુજી. તે કાંતિભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, મહેશભાઈ, સ્વ. કસ્તુરબેન, સ્વ. સુશિલાબેન, સ્વ. તારાબેન, દયાવંતીબેન અને સ્વ. વિમળાબેનના બહેન. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટિયા
મહેન્દ્ર મર્ચંટ (ઉં.વ. ૬૭) તે સ્વ. તારાબેન ગોપાલદાસના પુત્ર. સ્વ. વિજયસિંહ દૂતિયાના જમાઈ. તે જયશ્રીબેનના પતિ. તે હેમલતા મૂળરાજ, સુશીલ, સ્વ. જ્યોતિ સંતોષ તથા અરુણા હરેશના ભાઈ. તે ઈશા કુણાલ ઝવેરી તથા ઉષ્મા આદિત્ય શર્માના પિતા શુક્રવાર, તા. ૨૮-૬-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧-૭-૨૪ના ૫.૦૦થી ૬.૩૦ સ્થળ: ઘાટકોપર લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (પૂર્વ). લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છ વાગડ લોહાણા
સ્વ. વર્ષાબેન દક્ષિણી (ઉં. વ. ૬૩) મૂળ ગામ કુંભારડી હાલે મુલુંડ સ્વ. નેણશી માધવજી ચંદે (ભચાઉ) હાલ પનવેલના સુપુત્રી સ્વ. વિજયકુમાર દલીચંદ દક્ષિણીના ધર્મપત્ની. શૈલેષભાઇ દલીચંદ દક્ષિણીના ભાભી. અ. સૌ.ગોપી (ઉન્નતિ) મેહુલભાઇ દૈયા, અ. સૌ. ભક્તિ પરાગભાઇ બાટવીયા, અ. સૌ. રુચિ ધર્મેશભાઇ કક્કડ અને શીતલના માતુશ્રી. અ. સૌ. હંસાબેન, અ. સૌ. પ્રીતી, ગં. સ્વ. મમતા પ્રકાશભાઇ ગાંધીના ભાભી. તા. ૨૮-૬-૨૪ના શ્રીજીશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૩૦-૬-૨૪ના ૫થી ૬.૩૦. ઠે. પવાણી હોલ, ૧લે માળે, કચ્છી લોહાણા મહાજનવાડી, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
બાબરીયાધાર વાળા હાલ કાંદિવલી સ્વ. કમળાબેન અમૃતલાલ પારેખના પુત્ર ગુણવંતરાય (ઉં. વ. ૮૧) તે જસુમતીબેનના પતિ. શરદભાઇ તથા ભાવેશભાઇના પિતાશ્રી. જીજ્ઞાબેન તથા દક્ષાબેનના સસરા. સ્વ. ચંદ્રકાંતભાઇ, કિરીટભાઇ, સ્વ. મુકેશભાઇ, દમયંતીબેન મથુરદાસ મોદી તથા સ્વ. રમાબેન હરેશભાઇ વોરાના મોટાભાઇ. રાજુલાવાળા સ્વ. દિવાળીબેન જમનાદાસ ગાંડાલાલ શેઠના જમાઇ. બુધવાર, તા. ૨૬-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સર્વ પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧-૭-૨૪ના સાંજે ૫થી ૭. ઠે. શ્યામ સત્સંગ ભવન, એકતા નગર, કાંદિવલી વેસ્ટ મેટ્રો સ્ટેશનની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી ભાટીયા
પ્રવિણ ગોકલદાસ રામૈયા (ઉં. વ. ૮૩) તે સ્વ. જયોતિબેન રામૈયાના પતિ. અ. સૌ. જીજ્ઞા ક્ધિનર આશરના પિતા. સ્વ. નવીન, સ્વ. હિંમત, પ્રતાપ, રમેશ, ઉર્મિલા, શંકુતલા અને વિણા શેષકુમાર વેદના મોટા ભાઇ. સ્વ. વિઠ્ઠલદાસ જીવણલાલ વેદના જમાઇ. સ્વ. ભાવેશ, સ્વ. મુકેશ, અનુપ, આશીષના કાકા. તા. ૨૮-૬-૨૪ના શુક્રવારના શ્રીજીનાચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
રાજુલાવાળા હાલ મુંબઇ સ્વ. વસંતબેન દ્વારકાદાસ અમૃતલાલ ગાંધીના પુત્ર રાજેશભાઇ (ઉં. વ. ૬૪) તા. ૨૮-૬-૨૪ને શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કૃષ્ણકાન્તભાઇ, ઊમા બિપીન ગોર અને હંસા સુન્દરૂ મનસુખાનીના ભાઇ. ગં. સ્વ. પ્રતિભાબેનના દીયર. તે કોમલ કૈતવ અધ્વર્યુના કાકા. સર્વે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
મુળ ગામ ધોલેરા હાલ કાંદિવલી પ્રભાબેન સી. વકીલ (ઉં. વ. ૧૦૧) તે સ્વ. દામોદર હેમરાજ અઢિયાના દીકરી. ચંદ્રકાંત વકીલના ધર્મપત્ની. સ્વ.ઉર્મિલાબેન, સ્વ.રસિકલાલ, સ્વ.મહિપતરાય, સ્વ. જયંતીલાલના બહેન, તા.૨૮-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષના લૌકિક વ્યવહાર બંધ છે.
ચિચણ તારાપુર ઘોઘારી દશા પોરવાડ વૈષ્ણવ વણિક
ગિરીશભાઈ શાહ (ઉં. વ. ૭૬) (હાલ ભાયંદર), તે મીનાક્ષીબેનના પતિ. સ્વ. ચંદ્રકાંતાબેન અને સ્વ.જમનાદાસ ઠાકોરદાસ શાહના સુપુત્ર. સ્વ.મંગળાબેન અને સ્વ.મદનલાલ પ્રાણજીવનદાસ શાહના જમાઈ. સ્વ. જયંતીલાલભાઈ, રણધીરભાઈ, ઉમેશભાઈ, ઉદિતભાઈ, ઉષાબેન કાંતિલાલ ઠાકર અને જ્યોત્સ્નાબેન હરિશ્ર્ચંદ્ર શાહના ભાઈ. સ્વ.જ્યોતિબેન જયંતીલાલ, પારૂલબેન રણધીર, સ્વ.કિરણબેન ઉમેશ, વંદનાબેન ઉદિતના દિયર. બુધવાર તા. ૨૬/૬/૨૦૨૪ના રાજકોટ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
વેરાવળ નિવાસી, હાલ મુંબઈ; શ્રી દિનકરરાય હરિદાસ જોગી (ઉં. વ. ૮૬) તે જ્યોતિબેનના પતિ. સ્વ.મૂળશંકર પડિયાના જમાઈ. સ્વ. પ્રવિણભાઇ તથા ગં. સ્વ. રંજનબેન, સ્વ.તારાબેન, ગં. સ્વ. જયાબેનના ભાઈ. કૌશિક – માનસી, મેધા – સ્વ.સેતુ, રાજીવ – વાસ્તવિ, કમલિની – કિરીટ, દિપ્તી, રાધિકા – નિકુંજના વડીલ. ખુશ્બૂ, ધ્યેય, ઋત્વિજ, ભાર્ગી, યક્ષપ તથા તન્મયના દાદા. તા. ૨૯-૦૬-૨૦૨૪, શનિવારના શ્રીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૩૦-૦૬-૨૦૨૪, રવિવારના સાંજે ૫ થી ૭, ઠે – વનિતા વિશ્રામ હૉલ, પ્રાર્થના સમાજ, મુંબઈ – ૪. લૌકિક વ્યવહાર બંધ છે.
પુષ્કર્ણા બ્રાહ્મણ
બાંદ્રા નિવાસી ગં.સ્વ. શ્રીમતી કૌશલ્યાબેન જોશી (ઉં. વ. ૮૪) સ્વ. મુરલીધર જોશીના ધર્મપત્ની શુક્રવાર, તા. ૨૮-૬-૨૦૨૪ના શ્રીજી ચરણ પામેલ છે. શોકાતુર કુટુંબીજનો : ચિ. ભારતી, હર્ષદ, ઉમાના માતુશ્રી. ચિ. અજય નિખીલ રશ્મીના સાસુજી. ચિ. ધનુષ, તનય, નીલના નાની. ચિ. પ્રિતિકા અંચિત તેલંગના દાદી. પ્રાર્થના સભા : તા. ૧-૭-૨૦૨૪ના રોજ સાંજે ૫ થી ૫.૩૦. આર્ય સમાજ, સાંતાક્રુઝ, લીકીંગ રોડ પર રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ રતનાલ હાલે નાસિકવાળા સ્વ.લીલાધર ધરમશી પોપટના વહુ (ઉં. વ. ૭૨) તે હીરજીભાઈના ધર્મપત્ની. સુનિલભાઈ, વિનોદભાઈ, દમયંતીબેન મુકેશભાઈ, સોનલબેન શેખરભાઈ, વિભૂતિબેન જીગ્નેશભાઈના માતુશ્રી. હેમલબેન, દિપાલીબેનના સાસુમાં. સ્વ.ભગવાનભાઈ, રામદાસભાઈ, નવીનભાઈ, દિપકભાઈ, હરીશભાઈ, ગં. સ્વ. જયશ્રીબેન, કાશ્મીરાબેન, આરતીબેન, જ્યોતિબેન, ઇલાબેનના ભાભી. સ્વ.ભવાનજી ભાઈ સચદેના પુત્રી. શનિવાર તા. ૨૯/૬/૨૪ના શ્રીરામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર તા. ૩૦/૬/૨૪ના ૪.૩૦ થી ૬. નીલકંઠ સભાગૃહ, બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરની પાછળ, ડેન્ટલ કોલેજ રોડ, પંચવટી, નાસિક ખાતે રાખેલ છે.
પુષ્કરના બ્રહ્મણ
ગં. સ્વ. મંજુલાબેન રામચંદ્ર બોડા (ઉં. વ. ૭૬) તે ગં.સ્વ.જયાબેન પરસોત્તમ બોડાના પુત્રવધૂ. ગં. સ્વ.નર્મદાબેન અંબાશંકર નાકરના પુત્રી. સ્મિતાબેન ધર્મેન્દ્ર જોશી, કલ્પેશ, સ્વર્ગ. આશુતોષના માતા. સવિતા કલ્પેશ બોડાના સાસુ. સ્વ.જયેન્દ્રભાઇ, સ્વ.કિશનભાઇ, પુષ્પાબેનના બેન. તા.૨૬/૦૬/૨૪ના સ્વર્ગ સિધાવ્યા છે. પ્રાર્થનાસભા તા.૩૦/૦૬/૨૪ના ૫ થી ૬. એડ્રેસ. ૫૦૧, પ્રથમ ટાવર, કવીન્સ બેકરીની બાજુમાં, કવિન્સ પાર્ક, રામદેવ પાર્ક મિરારોડ ઈસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button