મરણ નોંધ

હિન્દુ મરણ

બાલાસિનોર દશાનીમા વણિક
સ્વ. રમણલાલ ગોરધનદાસ મોદી (ચૌધરી) તથા સ્વ. મણીબેનના પુત્ર રસિકલાલ (ઉં. વ. ૯૪)તે સ્નેહલતાબેનના પતિ. કિરણ, જયેશ, છાયાનાં પિતા. સ્વ. શૈલિની તથા સીમાનાં સસરા. સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. મુકુંદભાઇ તથા શોભનાબેનનાં ભાઇ. સ્વ. ડો. ચીમનલાલ સાકરલાલ દેસાઇ તથા શાંતાબેનના જમાઇ. તા. ૨૬-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.

ઔદિચ્ય સહસ્ત્ર ૪૫૦ ઝાલાવાડી જ્ઞાતિ
વડોદરા હાલ મુંબઇ સ્વ. હરગોવિંદ કાશીરામ આચાર્યના સુપુત્ર અમૃતલાલ (ઉં. વ. ૮૩) તા.૨૭-૬-૨૪ના અવસાન પામેલ છે. તે વસુબેનના પતિ. તૃપ્તી ગૌરાંગ શાહ અને મોનાલી નિર્મલ શાહના પિતાશ્રી. સ્વ. મનુબેન, સ્વ. બાલકૃષ્ણભાઇ, મુકુંદભાઇ અને પ્રહૃલાદભાઇના ભાઇ. રમાબેન અને સ્વ. અરુણાબેનના દિયર. ઉષાબેનના જેઠ. પ્રાર્થનાસભા તા. ૨૯-૬-૨૪ના ૪થી ૫.૩૦.ઠે. નારાણજી શામજી વાડી, ભાઉદાજી રોડ, માટુંગા (ઇ).

ભદ્ર કનોજીયા બ્રાહ્મણ (બ્રહ્મભટ્ટ)
મૂળ મેધપુર નિવાસી સ્વ. હરસુખલાલ વેણીરામ કેલૈયા તથા રમણીકલાલ વેણીરામના મોટાભાઇ હાલ મુંબઇ મીરારોડ સ્વ. પરસોતમભાઇ વેણીરામભાઇ કેલૈયા (ભટ્ટ) (ઉં. વ.૯૨) તા. ૨૬-૬-૨૪ના બુધવારે રામશરણ પામેલ છે. તે ચિરાગભાઇ ભટ્ટ, મીનાબેન, નિરૂબેન, ભાવનાબેન, ધર્મિષ્ઠાબેન, પ્રતિમાબેનના પિતાશ્રી. વિશાલભાઇ ભટ્ટ તથા અનિષભાઇ ભટ્ટના નાના. પ્રાર્થનાસભા શનિવાર તા. ૨૯-૬-૨૪ના ફલેટ નં.૬૦૧,નંબી-૧ સાઇ સૃષ્ટી બિલ્ડિંગ, સીએચએસએલટીડી, સાઇ કોમ્પ્લેક્સ, જોગર પાર્કની બાજુમાં, મીરારોડ (ઇસ્ટ)માં.

સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
સિહોર નિવાસી હાલ ભાઈંદર વિજયભાઈ મહેતા (ઉં.વ. ૬૭) તે સ્વ. ભદ્રાબેન અને સ્વ.રમણીકલાલ માઉજીભાઈ મહેતાના સુપુત્ર. દક્ષાબેનના પતિ. સુનિલ તથા જસ્વીનના પિતાશ્રી. અ.સૌ.ઉર્વી તથા અ.સૌ.વંદનાના સસરા. અ.સૌ.શોભનાબેન રામકુમારના ભાઈ. ઉસરડ નિવાસી સ્વ.ચંદ્રપ્રભાબેન અને મહિપતલાલ અમૃતલાલ જાનીના જમાઈ, તા.૨૬-૦૬-૨૪ બુધવારના ભાયંદર ખાતે અક્ષરનિવાસી થયેલ છે. બંનેે પક્ષ તરફથી પ્રાર્થનાસભા તા. ૧-૭-૨૪ સોમવારના ૪ થી ૬. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, સેક્ટર ૧૦ શાંતિ નગર, મિરા રોડ (ઇસ્ટ),

સંબંધિત લેખો

કચ્છી ગુર્જર સુથાર
કચ્છ ગામ રાયણ હાલ વિલેપાર્લે નિકુંજ પ્રવીણભાઈ ખીમજી વડગામાના ધર્મપત્ની કૃતિકાબેન (ઉં.વ.૩૪) તે ૨૬/૬/૨૪ના શ્રી રામચરણ પામેલ છે. તે કચ્છ વાગોરા હાલ મોડાસાના જશુભાઈ ભગવાનજી જોલાપરાના દીકરી, માન્યના માતુશ્રી. હર્ષલ, જય, ભવ્ય, નેન્સી, નિધિના ભાભી, વિશાલના બહેન. પ્રાર્થનાસભા રાખેલ નથી લૌકિક વ્યવહાર બંધ છે.

બાલાસિનોર દશા નીમા વણિક
હાલ સાંતાક્રુઝ ગં.સ્વ.હસુમતીબેન ગાંધી (ઉં.વ. ૮૨) તે સ્વ કનુભાઈ હરજીવનદાસ ગાંધીના ધર્મપત્ની. સચિન, પિંકી, યલોના માતુશ્રી. સેજલ, તુષારકુમાર, મનીષકુમારના સાસુ. સ્વ. શાંતાબેન ચીમનલાલ પરીખના દીકરી, વિરાજ, આર્યન, સ્વ. આકાશ, અવિષા, નીલ, ખુશી, યશ કોઠારી, નિશિતા પટેલના દાદી /નાની. મંગળવાર ૨૫/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૯/૬/૨૪ના ૫ થી ૭. હીરાવતી હોલ, સ્ત્રી મંડળ સાંતાક્રુઝ ટ્રસ્ટ પોદાર સ્કૂલની બાજુમાં, ટાગોર રોડ, સાંતાક્રુઝ વેસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.

માધવપુર ગિરીનારાયણ બ્રાહ્મણ
અ.સૌ.મૃદુલાબેન (ઉં.વ.૭૩) તે કિરણભાઈ અમૃતલાલ ઠાકરના ધર્મપત્ની, નયન તથા નેહલના માતુશ્રી,શિલ્પાના સાસુ, સ્વ.મોરારજી કાલિદાસ ભટ્ટના દીકરી. ૨૭/૬/૨૪ના અમદાવાદ મુકામે શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

સગર ક્ષત્રિય સમાજ
ગં.સ્વ.દિવાળીબેન રામજીભાઇ મારૂ હાલ વિલેપાર્લે (ગામ સાવરકુંડલા) તા. ૨૬/૦૬/૨૪ના શ્રીજીશરણ પામ્યા છે. બેસણું તા. ૩૦/૦૬/૨૦૨૪ને રવિવાર – ૫ થી ૭. ચેતવણી બાગ, ૭ ગોખલે રોડ, રેલવે સ્ટેશન પાસે, વિલે પાર્લે (ઇસ્ટ). તેઓ બચુભાઇ આણંદભાઇ મારૂના ભાભી. લાલજીભાઈ તથા નીતિનભાઇ રામજીભાઈ મારૂના માતુશ્રી. હસ્મિતા મિતેશ શાહ તથા ભાવિન, નીશીત તથા રવિના દાદી.

વિસા સોરઠિયા વણિક
વેરાવળ હાલ બોરીવલી, સ્વ.પ્રફુલા શાહ, (ઉં.વ. ૫૫) ૨૬-૬-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે અનિલ જે. શાહના પત્ની. વૈશાલી હર્ષ વાળાના માતુશ્રી. ધીરજલાલ, પૂર્ણાના દેરાણી. રમેશભાઇ, વર્ષાબેન જયેશના ભાભી, સ્વ. નારણદાસ જુઠાભાઇ શાહ, સ્વ. ગુણવંતીબેનના પુત્રી. દીપક, કીરણ, સોનલના બહેન. પ્રાર્થનાસભા ૩૦-૬-૨૪ રવિવાર ૪ થી ૬. ઠેકાણુ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી સ્ટેશન રોડ, બોરીવલી વેસ્ટ.

કપોળ
અમરેલીવાળા (હાલ ચેન્નાઇ) સ્વ. રમાબેન રતિલાલ મોદીના સુપુત્ર અશ્ર્વિનભાઈના ધર્મપત્ની અ. સૌ. ઇલાબેન (ઉં.વ. ૬૭) ૨૭-૦૬-૨૪ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેઓ અ. સૌ. મધુ સંદીપ અને નેહા મિહિર મહેતાના માતુશ્રી, આદોનીવાળા સ્વ. પુષ્પાબેન હિંમતલાલ મોદીના સુપુત્રી, અ. સૌ. જયશ્રી રાજેશ, અ. સૌ. ભક્તિ ભરત તથા અ. સૌ હંસા પ્રકાશ વોરાના ભાભી અને ચિ. વૈષ્ણવી અને મહિતાના દાદી થાય. લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઈ લોહાણા
સ્વ. ઉર્મિલાબેન તથા સ્વ. લાભચંદ અમરશી પુજારાની યુકે નિવાસી સુપુત્રી હાલ અંધેરી ભાવનાબેન (ઉં.વ.૬૧) તે સ્વ. જયેશભાઈ, મીતા (મીના) ધીરેનભાઈ સોમૈયા, બીના (ચકુ), અલ્પાની બહેન. તે ભાવિક, ચાર્વી, પ્રન્યા, સોમૈયાની, નિધી, રૂષભ, યુવાન છેડાની સાળી. તે છોટાલાલ રાઘવજી કોઠારીની પૌત્રી તે મુંબઈમાં તા.૨૬.૬.૨૪ બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. ઠે.૨-કૃષ્ણકુંજ, વિશ્ર્વભારતી સોસાયટી, જુહુલેન, અંધેરી (વેસ્ટ). પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button