મરણ નોંધ

હિન્દુ મરણ

કંઠી ભાટિયા
મહેન્દ્ર પારેખ (ઉં.વ. ૮૭) તે કુમુદના પતિ. તે સ્વ. લાડકાબેન લક્ષ્મીદાસ પારેખ, કાલીકટવાળાના પુત્ર. તે નીના, નીતા, નીલા અને અનુપમાના પિતાશ્રી. તે સંજય, મિનેશ તથા આશિષના સસરા. તે સ્વ. કનકસિંહ આણંદજી આશરના જમાઈ. તે સ્વ. દમયંતિ આશરના નાનાભાઈ તા. ૨૬-૬-૨૪ના કોચીન મુકામે શ્રીજીનાચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૬-૨૪ના ૪.૩૦. સમૃદ્ધિ સદન, પેલેશ રોડ, કોચીન-૨, લૌકિક વ્યવહાર બંધ છે.

પાટણ દશા પોરવાડ વૈષ્ણવ
પાટણના (કલકત્તા નિવાસી) દીપક શાહ (ઉં.વ. ૭૧) તે સ્વ. કળાબેન પનાલાલ શાહના પુત્ર. તે દિપ્તીબેનના પતિ. પ્રતિકના પિતા. સ્વ. હેમાક્ષી અજીતભાઈ મહેતા અને પલ્લવીના નાનાભાઈ. સ્વ. શારદાબેન કિશોરચંદ્ર મહેતાના જમાઈ. ગૌતમ, પારુલ, આરતી અને મયૂરીના બનેવી તા. ૨૬-૬-૨૪, બુધવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

અનાવિલ બ્રાહ્મણ
કાંદિવલી સ્થિત મેહુલ જીતેન્દ્ર દેસાઇ (ઉં. વ. ૪૫) મંગળવાર, તા. ૨૫ જૂન ૨૪ના દિને અવસાન પામેલ છે. તે અ. સૌ. પન્નાબેન અને જીતુભાઇનાં દીકરા. તે મીરાબેનના પતિ. તે માલવ અન મનનનાં પિતાશ્રી. તે સ્વ. બટુકભાઇ અને ગં. સ્વ. સુલક્ષણાબેન ભગતનાં જમાઇ. તૈ ગૌરાંગના નાનાભાઇ. તે ચૈતાલીનાં દિયર. પ્રાર્થનાસભા તથા લૌકિક રિવાજ બંધ રાખેલ છે.

દેસાઇ સઇ સુતાર દરજી સમાજ
ગામ મહુવા હાલ મુંબઇ મલાડ સ્વ. ચકુભાઇ જાદવભાઇ ચાવડાના પુત્ર. સ્વ. રતિભાઇ ચાવડા (ઉ. વ. ૯૧) તે ૨૬-૬-૨૪ના રામચરણ પામેલ છે. તે સ્વ. જમનાબેનના પતિ. ભાયલાલભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. શાંતિભાઇ, રસિલાબેન હિમંતલાલ, ભારતીબેન ધનેશકુમાર, લતાબેન મુકેશકુમારના પિતાશ્રી. તે સ્વ. પ્રેમજીભાઇ બાધાભાઇના બનેવી. તે સ્વ. ભારતીબેન, મંજુબેન, આશાબેનના સસરા. તે ધર્મેશભાઇ, મિતેષભાઇ, રિતેશભાઇ, પ્રતિકભાઇ, દેવાંગભાઇ, જાગૃતિબેન અભિશેક કુમાર, જલ્પાબેન હિમાંશુકુમાર, બીનાબેન અક્ષયકુમાર, ભાગ્યશ્રીબેન શીવકુમાર, રિયા, અનવેશા, જેનીલ, કાવ્યા, જીયાના દાદા. પ્રાર્થનાસભા તા. ૨૮-૬-૨૪ના શુક્રવારના ૪થી ૬. ઠે. દેસાઇ દરજી વાડી, અશોક ચક્રવર્તી રોડ, નં.૪, સ્વયંભુ ગણેશ મંદિરની સામે, અશોક નગર, કાંદિવલી (ઇસ્ટ).

દશા સોરઠિયા વણિક સમાજ
બગસરા નિવાસી હાલ કાંદીવલી સ્વ.મહેન્દ્રભાઈ માણેકચંદ વખારીયાના ધર્મપત્ની ઇલાબેન (ઉં. વ. ૭૬) મંગળવાર, તા.૨૫/૬/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે નિલેશભાઈ તથા ચેતનાબેન મહેતાના માતૃશ્રી. ચેતનાબેન તથા ચેતનકુમાર છોટાલાલ મુંજ્યાસરાના સાસુ. સ્વ. સવિતાબેન તથા સ્વ.મણીલાલ શેઠ (મેંદરડા)ના દીકરી. સ્વ. ગોપાલભાઈ, ભારતીબેન વિનોદરાય, સ્વ.કાંતિભાઈ તથા મધુકાંતભાઇના ભાઈના પત્ની. સાદડી પ્રથા બંધ છે.

કપોળ
નાના માચીયાળાવાળા હાલ પાર્લા સ્વ.કાંતાબેન મગનલાલ મહેતાના પુત્ર નવીનભાઈ (ઉં. વ. ૭૭) તે રોહિણીબેનના પતિ. ઉદય-નિશા તથા જીજ્ઞા પાર્થિવ મહેતાના પિતા. સ્વ. ધીરજલાલ, રાજેન્દ્રભાઇ, સ્વ.હંસાબેન, જ્યોતિબેન, અરુણાબેન, રક્ષાબેનના ભાઈ. સાસરાપક્ષે સ્વ.સરલાબેન બાબુલાલ પારેખના જમાઈ. તે ૨૬/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા
ગામ રવાપર હાલે ડોમ્બિવલી ગં.સ્વ.કાન્તાબેન ખેરાજ ખીમજી ચંદનના પુત્ર વસંતભાઈ (ઉં. વ. ૫૭) તે જ્યોતીબેનના પતિ. માનસીના પિતા. શંકરલાલ, સ્વ.જીતેન્દ્રભાઇ, હરેશભાઈ, જતિનભાઈ, સ્વ.તારાબેન લિલાધર, ગં.સ્વ.મધુબેન હરીલાલ, મૈયાબેન ગોવિંદજી, મંજુબેન મહેન્દ્રભાઈ, જ્યોતીબેન વસંતભાઈ ભાનુશાલીના ભાઈ. ગં.સ્વ.દમયંતીબેન જેઠમલ મંગલદાસ તન્ના ગામ મઉવાલાના જમાઈ. જશોદાબેન,ગં.સ્વ.આરતીબેન, કલ્પનાબેન, સોનલબેનના દિયર, તા.૨૬/૬/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર તા.૨૮/૬/૨૪ના ૫.૦૦ થી ૭.૦૦. હૉરીઝોન બેન્ક વેટ હૉલ, માનપાડા રોડ,ડી માર્ટની બાજુમાં, ડોમ્બિવલી ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

હરસોલા વૈષ્ણવ વણિક
મૂળ વતન તલોદ (હાલ ડોમ્બિવલી) સમીરકુમાર સુરેશભાઈ શાહના ધર્મપત્ની વૈશાલીબેન (ઉં. વ. ૪૫) તે વિમલાબેન અને સ્વ.સુરેશભાઈ નાથાલાલ શાહના પુત્રવધૂ. પ્રતીકના માતુશ્રી. ચિરાગ અને સ્વ. મયંકના ભાભી. નેહાબેનના જેઠાણી. વિધીના કાકી અને જ્યોતિબેન અને બિપીનભાઈ ચીમનલાલ શાહના પુત્રી. તા.૨૫.૬.૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. ચક્ષુદાન કરેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩૦-૬-૨૪ને રવિવારે ૪.૦૦ થી ૬.૦૦.- સ્વામિનારાયણ હૉલ, રાજાજી પથ રોડ, રેલવે સ્ટેશન નજીક, ડૉમ્બીવલી (ઈસ્ટ).

કચ્છી લોહાણા
ગામ મીઠીરોહર, હાલ અંધેરી ચંદ્રકાન્ત ઠકકર (બાબાશેઠ) (ઉં. વ. ૮૯) તે રંજનબેનના પતિ. ગોદાવરીબેન ઓઘવજી ઠકકરના પુત્ર (દાણાવાળા). સોની અને જતીનના પિતા. તે લક્ષ્મીદાસ ઓઘવજી ઠકક અને નર્મદાબેન વિઠ્ઠલદાસ ભમરીયાના ભાઈ. કૃપાના સસરા. દેશલપર કંઠીના ઝવેરબેન ઠાકરશી ઠક્કરના મોટાજમાઈ. તા. ૨૬ જૂન ૨૪ના પરમધામ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર તા.૨૯ જૂન ૨૪ના આઈ.એમ.એ. હોલ, પી.વી.આર. સિનેમા પાસે, ગુરુનાનક રોડ, જુહુ, મુંબઈ – ૪૦૦૦૫૮, ૪ થી ૫:૩૦. બૈરાંઓ એ તે જ દિવસે આવી જવુ. લૌકિક વ્યવહાર બંઘ છે.

લુહાર સુથાર
ગામ (ઉપલેટા) હાલ ભાયંદર સ્વ.લાભુબેન જગજીવનદાસ પીઠવાના પુત્ર અરિંવદભાઈ (ઉં.વ. ૬૯) તા.૨૪/૬/૨૪ના શ્રીરામચરણ પામેલ છે. તે સ્વ.ગીતાબેનના પતિ. ભરતભાઈ, નિમેષભાઈ, નીતાબેનના પિતાશ્રી. જયેશકુમાર, ધરિતાબેન, ભાવિકાબેનના સસરા. સ્વ. કંચનબેન, સ્વ. મૂળજીભાઈના ભાઈ. સ્વ. જેન્તીભાઈ, સ્વ. મનસુખભાઈ, શાંતિભાઈ કુળજીભાઈ ચૌહાણના ભાણેજ. પ્રાર્થનાસભા તા. ૨૮/૬/૨૪ ૫ થી ૭. ઠે: લુહાર સુથાર વેલ્ફર સેન્ટર, બીજે માળે, અંબાજીમાતાના મંદિરની બાજુમાં બોરીવલી ઈસ્ટ .

કપોળ
દેલવાડા નિવાસી હાલ મુંબઈ સ્વ.રેખાબેન તથા શશીકાંતભાઈ લક્ષ્મીદાસ સાયરના સુપુત્ર સંજયભાઈ (ઉ.વ. ૫૬) તે લીનાબેનના પતિ, મનનના પિતા, લાઠી નિવાસી સ્વ.મહેન્દ્રભાઈ મણીલાલ મહેતાના જમાઇ, રાધિકાબેન રિકિનભાઈ મહેતા, સ્વ. હેમંતભાઈ, પંકજભાઈ વિઠલદાસ સાયર તથા ભાવનાબેન દિલીપભાઇ મહેતાના ભાઈ, નિરાલી, િંકજલ, વૈદેહી તથા પુણ્યના કાકા, તા ૨૬-૬-૨૪ના બુધવારના શ્રીજીચરણ પામ્યા છે, પ્રાથનાસભા તા ૨૯-૬-૨૪ના શનિવારે ૧૦ થી ૧૨, યોગીસભાગૃહ, દાદર (ઈસ્ટ) સ્ટેશનની બાજુ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો