મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ ખરસાડ (ઓળી ફરિયા) હાલ નાલાસોપારા સ્વ. દેવીબેન રતનજી પટેલના સુપુત્ર તથા સ્વ. કીકીબેન સુખાલાલ પટેલના જમાઇ હરિલાલ પટેલ (ઉં. વ.૭૪)નું અવસાન મંગળવાર તા. ૧૮-૬-૨૪ના દિને થયું છે. તે પુષ્પાબેનના પતિ. અંકુર, હેમાલી, પૂનમના પિતા. મિનાક્ષી, ભરત, અનિલના સસરા. સૌરભ, સાનિકા, ધનશ્રી, નિધિના નાના. બારમાની પુચ્છપાણીની ક્રિયા શનિવાર, તા. ૨૯-૬-૨૪ના ૩થી ૫. ઠે. ખરસાડ (ઓળી ફરિયા)એ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ
સિહોરવાળા (હાલ મુંબઈ), સ્વ. પ્રિયંવદા મધુસદન મહેતાના પુત્ર રાજેન (ઉં.વ.૬૦) તા.૨૩/૬/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે બીનાના પતિ. પૂજા અને તીર્થના પિતા. હેમંત અને હિતેનના ભાઈ. સસરાપક્ષે ગુંદરણવાળા સ્વ.મનસુખલાલ દુર્લભદાસ મેહતાના જમાઈ લૌકિક વ્યવહાર બંધ છે.

દશા દિશાવળ વૈષ્ણવ વણિક
સુરત નિવાસી હાલ મલાડ સ્વ. હરબાળાબેન તથા સ્વ. રમેશચંદ્ર દલાલના સુપુત્ર રોહિતભાઈ (ઉં.વ.૭૯) સોમવાર તા.૨૪/૬/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સુધાબેનના પતિ. સ્વ. નિખિલભાઈ, સ્વ. કિરીટભાઈ, વિજયભાઈ, વીણાબેન અને સ્વ. યતીનભાઈના ભાઈ. અવની અને ચિરાગના પિતા. કેયુરીના સસરા. સ્વ. પ્રભુલાલભાઈ શાહ (ખંભાત)ના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર તા.૨૭/૬/૨૪ના ૫થી૭. વિશ્ર્વ લાડ પરિષદ (લાડવાડી), લિબર્ટી ગાર્ડન, ક્રોસ રોડ નંબર-૪, આયોજન નગર, મલાડ (વેસ્ટ).

માંગરોળ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ગં. સ્વ. રમીલાબેન (ઉં. વ. ૮૭) તે સ્વ. રમણીકલાલ દામોદરદાસ ભગતના ધર્મપત્ની તથા શેઠ સ્વ. હરખચંદ હીરાચંદ શેઠના દીકરી. ધીરેન્દ્ર, સ્વ. સુશીલા, વિશાખા, નીતાના માતુશ્રી. જશમીનાના સાસુ. સિકંદ્રાબાદ મુકામે ૨૪/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સદ્દગતની સાદડી ૨૭/૬/૨૪ના ગુરુવાર ૪ થી ૪.૩૦. ગુજરાતી સેવા મંડળ, બલદેવ હોલ, આર. પી રોડ, સિકંદરાબાદ મુકામે રાખેલ છે.

સંબંધિત લેખો

માધવપુર ગિરીનારાયણ બ્રાહ્મણ
ડોલર સેવક (ઉં. વ. ૭૯) તે હાલ અંધેરી બિપીનચંદ્ર કાંતિલાલ સેવકના ધર્મપત્ની. રમા નરસિંહ પ્રસાદના દીકરી. લલિતભાઈ પુરોહિત, સ્વ.પ્રબોધભાઈ, સ્વ.લીલાવતીબેન, સ્વ. શારદાબેન, સ્વ. નિર્મળાબેન (ઇલાબેન), સ્વ. રસીલાબેન, સ્વ.ભાવનાબેનના બહેન. દર્શના, અર્ચના, વંદના, બીના તથા વાણીના માતુશ્રી. ચેતન, રાજેશ જીજ્ઞેશ, આશિષ તથા રિતેશના સાસુ. વ્યોમાં, ચિરાગ, દેવશ્રી, અક્ષત, ધ્યેયના બા ૨૪/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
બાબરાવાળા હાલ વિદ્યાવિહાર પ્રવિણચંદ્ર આશરા (ઉં. વ. ૮૩) તે સ્વ.માણેકબેન અને રામજી હીરજી આશરાના પુત્ર. સ્વ. કુંદનબેનના પતિ. સ્વ.નર્મદાબેન પડિયા. સ્વ.ઝવેરચંદ, સ્વ.નટવરલાલ, સ્વ. મહેન્દ્રભાઈના ભાઈ. સ્વ. પ્રાણલાલ દયાલજી છાંટબારના જમાઈ. ગોંડલવાળા સ્વ.ભગવાનજી અને હરિલાલ રૂઘનાથ નિર્મળના ભાણેજ. શૈલેષ, પરેશ, અજયના કાકા. તે ૨૩/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી લોહાણા
ગં.સ્વ.પુષ્પાબેન (ઉં. વ. ૮૮) તે ધરમપુર નિવાસી હાલ મુંબઈ સ્વ.જયંતીલાલ કાનજી બુદ્ધદેવના ધર્મપત્ની. સ્વ.રમણીકલાલ કુબેરદાસ વસાણીના દીકરી. સુનિલ, હેમા, હિતેશના માતુશ્રી. સ્વ. હસમુખભાઈ, સ્વ.વિપિનભાઈ, મધુકરભાઈ, સ્વ.શારદાબેન વિનોદરાય પોંદા, સ્વ. ઇન્દુબેન રમણીકલાલ કક્કડના બહેન ૨૩/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એ ૬, ૨૦૫, યોગી નગર, એક્સર રોડ, બોરીવલી વેસ્ટ.

કપોળ
ડેડાણવાળા હાલ બોરીવલી સ્વ. વજુભાઇ નાગરદાસ મેહતાના ધર્મપત્ની ગં.સ્વ.લીલાવતી (ઉં. વ. ૯૪) તા. ૨૩-૦૬-૨૪ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે ભરત, સ્વ. ઉપેન્દ્ર, શૈલેષ, અ.સૌ. ભામિની કિરણ પારેખના માતુશ્રી. અ.સૌ. નલિની, સ્વ. દામિની, અ. સૌ. ઈલા, કિરણ ગુણવંતરાય પારેખના સાસુ. અમરેલીવાળા સ્વ.પ્રભુદાસ દ્વારકાદાસ, સ્વ.ગીરધરલાલ, સ્વ. રમણલાલ, દિલીપભાઈ, સ્વ. વિમળાબેન કરસનદાસ, સ્વ. કમળાબેન પુરષોત્તમદાસ, સ્વ. તારાબેન લક્ષ્મીચંદ. સ્વ.ક્રિષ્નાબેન મંગળદાસ, સ્વ.નલીનીબેન ગુણવંતરાયના બહેન. મનીષ – રાખી, મેહુલ – રીટા, મિતેન, દીપલ અમિત સંઘવી, ઈશા દીપ સોની, હર્ષ – હિરલ, પાયલ પ્રણવ દોશીના દાદી/નાની. પ્રાર્થનાસભા તા. ૨૭-૬-૨૦૨૪ના ૫ થી ૭, સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી હોલ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ.

કચ્છી સારસ્વત બ્રાહ્મણ
કચ્છ ગામ અંજાર હાલ મુંબઇના સ્વ. છોટાલાલ ધરમશી જોશીના પુત્ર સ્વ. કમલાકાંત જોશીના પત્ની કાશ્મીરાબેન (ઉં. વ. ૮૪) તે સ્વ. હંસરાજ જોશીના સુપુત્રી. તે સ્વ. આરતી પુલીન ચંદેરિયા, સ્વ. શિલ્પા હિરેન ઝવેરી અને મીનાક્ષી રાજ ચંદેરિયાના માતુશ્રી. સ્વ. તિલોતમાબેન, સુશીલાબેન, ગીરીશભાઇ, સ્વ. નલીનીબેન, ઇન્દિરાબેનના ભાભી. અંકેશ, ઇશા, અવની, અમલ, રુચિ, મલ્લિકાના નાની. રવિવાર, તા. ૨૩ જૂન ૨૪, ના વડોદરા ખાતે સ્વર્ગવાસ થયેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી અને લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ વૈષ્ણવ જ્ઞાતિ
મહુવાવાળા હાલ કોલકાતા સ્વ. કમળાબેન ધીરજલાલ શેઠના પુત્ર ભૂપેન્દ્રભાઇ (ઉં. વ. ૭૯) દીનાબેનના પતિ. દિપાલીબેન (ગોપી) મનીષભાઇ, ભાવેશભાઇના પિતા. તેજલબેન-રશ્મિબેનના સસરા. સ્વ. નિરૂપમાબેન શિવલાલ મહેતા, મૃદુલાબેન અજીતરાય મહેતા, હર્ષનાબેન જીતેન્દ્રભાઇ શેઠ, હસમુખભાઇ અને સુધીરભાઇના ભાઇ. સ્વ. મંજુલાબેન મંગલદાસ સંઘવીના જમાઇ. તા. ૨૪-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તા. ૨૭-૬-૨૪ના ૪થી ૬. લોહાણા મહાજનવાડી, કોલકાતા-૧, પ્રાર્થનાસભા રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button