હિન્દુ મરણ
નથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
ઉના નિવાસી હાલ દહિસર અ.સૌ. નિર્મળાબેન કિશોરચંદ્ર ઓઝા, (ઉંં. વ. 71) તા.24/6/24ને સોમવાર કૈલાશવાસી થયેલ છે. કલ્પેશ, અખિલ, હેતલ, ફાલ્ગુનીનાં માતૃશ્રી. નાથીબેન નાગજી ભટ્ટ (હિંડોરડા)ની દીકરી. પ્રાર્થનાસભા તા. 25/6/24ને મંગળવારના 4 થી 6. સ્થળ :- ડાઈમોડા બીએપીએસ સ્વામીનારાયણ સંસ્કાર કેન્દ્ર, પેટ્રોલ પંપની બાજુમાં, દહિસર (ઈસ્ટ).
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
જસપરા માંડવા (ભાવનગર) નિવાસી હાલ સુરત પ્રણવભાઈ જોશી (ઉં. વ. 51) તા.23/6/24ને રવિવારના સુરત મુકામે અવસાન થયેલ છે. તે ગં. સ્વ.પદમાબેન સુરેશચંદ્ર જોશીના પુત્ર. નીરવભાઈ તથા રૂપલબેન અજયકુમાર ભટ્ટના મોટાભાઈ. જીલ તથા હેત્વીના પિતા. સ્વ. હસમુખરાય વસનજી, સ્વ.જયંતીભાઈ વસનજી, સ્વ.જયસુખભાઇ વસનજી, સ્વ.નિર્મલાબેન કનૈયાલાલના ભાઈના દીકરા. સ્વ.પ્રતાપભાઈ, સ્વ.દિનકરભાઇ, સ્વ.નરેન્દ્રભાઈ, સ્વ.બિપીનભાઈ, સ્વ.રમાબેન, સ્વ. હેમલબેન તથા બળવંતભાઈ, અંબાશંકર જોશી (પાળીયાદ)ના ભાણેજ. બંને પક્ષની સાદડી તા. 27/6/24 ગુરુવારના 4 થી 6, શ્યામ નગર સોસાયટીની વાડી, વ્રજભુમિ સેક્ટર-2ની સામે, સીમાડા ગામ, સુરત. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળ ગામ નાગલપુર હાલ કાંદિવલી નિવાસી સ્વ.નર્મદાબેન શાંતિલાલ ઉનડકટના પુત્ર પ્રવિણભાઇ (ઉં. વ. 68) તા 23/6/24 રવિવારના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.રેખાબેન તથા ગં.સ્વ.જયશ્રીના પતિ. વિરલ તથા મોસમી રાજેશકુમાર, ભાવિષા લખનજીના પિતા. ભાવિની રજનીકાંત ખંધારના સસરા. તે રાજેશભાઈ હેમંતભાઈ, હરેશભાઇ, ગં. સ્વ. જ્યોતિબેન વિનોદરાય, અ.સૌ.કોકીલાબેન (રૂપા) રમેશકુમાર, ગં.સ્વ. ચંદ્રિકાબેન યોગેશકુમાર, નીમાબેન અનીલકુમારના ભાઈ. પ્રાર્થનાસભા તા. 25/6/24 મંગળવારના 4:30- 6. સ્થળ: હાલાઇ લોહાણા મહાજનવાડી એસ.વી.રોડ, પહેલે માળે, કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
મેઘવાળ
ગામ પાલીતાણા, ભાવનગર, હાલ આર્થર રોડના લીલાવતીબેન અને પ્રેમજીભાઇ અર્જુનભાઈ સોસાના દીકરા દિનેશ (ઉં. વ. 51) તા.22/6/24ના રામશરણ પામ્યા છે. તે નિર્મળાબેનના પતિ. દર્શન, સુજલના પિતા. કિશોર અને આશાબેન કિશોર માહિડાના મોટાભાઈ. રીનાબેનના જેઠ. લાભુબેન અને પાલજી વાલજી હેલિયાના જમાઈ. તેમના બારમાની વિધિ 26/6/24ના સાંજે 5 કલાકે રામદેવપીર મંદિર સભાગૃહ, રામદેવનગર, જે.આર. બોરીચા માર્ગ, કસ્તુરબા હૉસ્પિટલ સામે, આર્થર રોડ જેલ પાછળ, મુંબઈ – 11.
દિવેચા બ્રહ્મક્ષત્રિય
ગં. સ્વ. શશીકલા દિવેચા (ઉં. વ. 90) તે સ્વ.હીરાબેન હરીવદન વનદેવના દીકરી. તે સ્વ. વેણીબેન અમૃતલાલ દીવેચાના પુત્રવધૂ. તે સ્વ. જગમોહનદાસ દિવેચાના ધર્મપત્ની. તે સ્વ. પંકજ, સ્વ. બેલા, શૈલેશ અને સોનલના માતુશ્રી. તે વિભા, નિલમના સાસુ. તે સુમુખ, યશ, અવિનાશ, કેલીના દાદી. તા. 23-6-24ના રવિવારના વૈકુંઠવાસી થયા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. નર્મદાબેન માધવજી પ્રેમજી કોટેચા કચ્છ-તુણા રામપરવાળાના પુત્ર સ્વ. હરિશભાઈ (ઉં. વ. 75) 26-6-24ના રામશરણ પામેલ છે. તે સ્વ. જશોદાબેન ડુંગરશી ઠક્કર ગામ અંજારવાળાના મોટા જમાઈ. તે વનિતાબેનના પતિ. રિતેશ અને સચીનના પિતાશ્રી. રોમિના અને સુચિતાના સસરા. સ્વ. દામજીભાઈ, સ્વ. લક્ષ્મીદાસભાઈ, સ્વ. મોહનભાઈ, વિનોદભાઈ, ગં.સ્વ. કોકિલાબેન પ્રભુદાસ ભીંડે, દક્ષા નિલેશ કોઠારીના ભાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 25-6-24ના 5.30 થી 7 ઓબેરોય એટરનિયા કલ્બ હાઉસ, સાતમા માળે, એલ.બી.એસ. માર્ગ, મુલુંડ (વે). લૌકિક વ્યવહાર સદંતર બંધ છે. બૈરાઓએ તેજ દિવસે આવી જવું.
નાઘેરી દશાશ્રીમાળી વણીક
મોઠા નિવાસી હાલ ઘાટકોપર વિજયભાઈ તારાચંદ હિરાચંદ પારેખ (ઉં. વ. 58) તે સ્વ. વીણાબેન પારેખના પુત્ર. હર્ષાબેનના પતિ. ધ્વની જીમીતકુમાર તથા જયના પિતા. પ્રેમલબેન હિતેશકુમારના ભાઈ. સ્વ. અમૃતલાલ રતીલાલ કોઠારીના જમાઈ તે રવિવાર, 23-6-24ના મુંબઈ મદ્યે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા મંગળવાર 25-6-24ના 4.30 થી 6 શ્રી સ્વામીનારાયણ મંદિર, (બીએપીએસ), 90 ફીટ રોડ, સરીતા પાર્ક, ઘાટકોપર (ઈસ્ટ).
કપોળ
સાવરકુંડલાવાળા હાલ વસઈ સ્વ. ભાગીરથીબેન રતિલાલ પારેખના પુત્ર ચંદ્રકાંતભાઈ (ઉં. વ. 76) તે ભાવનાબેન (ભારતીબેન)ના પતિ. વૈશાલીબેન તથા ચિરાગભાઈના પિતાશ્રી. સંદીપભાઈ પારેખ તથા કિરણબેનના સસરા. સ્વ. પ્રતાપરાય, સ્વ. રમાબેન કાણકિયા, અરૂણભાઈના ભાઈ. સાણંદવાળા સ્વ. જયંતીલાલ ચુનીલાલ મહેતા (બેન્કર)ના જમાઈ રવિવાર 23-6-24ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર 25-6-24ના 5 થી 7માં સ્થળ: ખરકજ્ઞાતિ હોલ, એવરશાઈન સીટી, જે.પી. લુધાની સ્કૂલની સામે, વસઈ (ઈસ્ટ).