મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઇ લોહાણા
કરાચીવાળા હાલ મુંબઇ ગામ ટીક્કરના સ્વ. સુરેશભાઇ કાકુભાઇ કારિયાના ધર્મપત્ની હંસાબેન કારિયા (ઉં. વ. 72) શનિવાર, તા. 22-6-24ના શ્રીજીચરણ પામેલ છે. તે રાજીવ અને અલ્પાના માતા. કલ્પા અને હિતેશ ઠક્કરના સાસુ. અભિષેક અને રાહુલના દાદી. યશ અને પરમના નાની. સ્વ. ભગવતીબેન જમનાદાસભાઇ વડેરાની દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ તેરા હાલ મુલુંડના સ્વ. મંગલદાસ ભીમજી આઇયાના પૌત્રી. સાધના નિરંજન આઇયાના સુપુત્રી ફાલ્ગુની (ઉં. વ. 47) તા. 22-6-24ના શનિવારના રોજ રામચરણ પામેલ છે. તે વિજય, નિલેષ, ભાવેશ, રૂપા, છાયાના ભત્રીજી. સ્વ. વસનજી ગોવિંદજી ધુધરિયા (હાલ સાંગલી)ના દોહિત્રી. પ્રાર્થનસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ રાજકોટ હાલ મલાડ સ્વ. કનૈયાલાલ અમૃતલાલ બોરિયા (કમલ) (ઉં.વ.64) તે સ્વ. મંજુલાબેન અમૃતલાલ બોરિયાના સુપુત્ર. મહેશભાઈ, નીતિનભાઈના ભાઈ, ઈશા સચિનકુમાર કાંબળેના પિતા, કુસુમબેનના પતિ. તે તા. 22/6/24 ના રોજ શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
તરીયાધર નિવાસી હાલ પનવેલ સ્વ. રૂપચંદ કાનજી શાહ (કારાવડિયા)ના ધર્મપત્ની નિર્મલાબેન (ઉં.વ.86) તે તા. 22/6/24 ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. રંભાબેન કાનજી શાહના પુત્રવધૂ, ગં. સ્વ રંજનબેન, સ્વ. પ્રફુલભાઇ, હસમુખભાઈ, અશોકભાઈ, શૈલેષભાઇના માતુશ્રી, સ્વ. અણાબેન પ્રજ્ઞાબેન, દિપ્તીબેન, સંગીતા, તથા સ્વ.દિનેશભાઇ પોપટલાલ સાંગાણીના સાસુ, રમણીકલાલ વલ્લભદાસ ધાબડીયા, સ્વ. કાંતાબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. હંસાબેનના મોટાબેન. પ્રાર્થનાસભા તા. 24/6/24 ના રોજ 4 થી 6 કલાકે જયેષ્ટ નાગરિક સભાગૃહ, ઓલ્ડ થાણા નાકા રોડ, ઓલ્ડ પનવેલ ખાતે રાખેલ છે.
દશા સોરઠીયા વણિક સમાજ
બગસરા નિવાસી, હાલ અંધેરી (મુંબઈ) સ્વ. રમણીકલાલ તથા ગં. સ્વ. ધીરજબેન ભુપતાણીના સુપુત્ર રાજેશભાઈ રમણીકલાલ ભુપતાણી (ઉં. વ. 68) તેઓ હર્ષીદાબેનના પતિ. કમલ, પરિતા, દિશાના પિતાશ્રી. કલીબેન અમૃતલાલ માંડવીયા, રેખાબેન ધનસુખલાલ શાહ, બકુલાબેન વિજયભાઈ ઝવેરી, હેમંતભાઈ રમણીકલાલ ભુપતાણી, બિંદુબેન ઉદયભાઈ મોતીપરાના ભાઈ, વિહાન, રિવાનના દાદા. ભુપતભાઈ પારેખ અમરાવતીવાળાના જમાઈ , શુક્રવાર, તા. 21/06/2024 ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
પરજીયા સોની
મૂળગામ રાજકોટ હાલ વસઈ સોની નટવરલાલ મુળજીભાઈ ધોરડાના ધર્મપત્ની અ. સૌ રંજનબેન (ઉં.વ.72) તે 22/6/24 ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે દીપકભાઈ, ભાવેશભાઈ, બીના કેતન સતિકુંવરના માતુશ્રી, ગીતા, મમતાના સાસુ, જયરાજ, ભવ્યરાજ, વંશિકા, વેદાંત, શ્લોકના બા, પિયરપક્ષે મોટા દડવા નિવાસી સોની ખીમદેમાં જીવાભાઈ ચલ્લાના દીકરી તેમની પ્રાર્થનાસભા તા. 24/6/24 ના રોજ 4 થી 6 કલાકે સોની વાડી, શીમ્પોલી રોડ, બોરીવલી વેસ્ટ ખાતે રાખેલ છે.
નાઘેર દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
નાગેશ્રી નિવાસી હાલ વાશી નવી મુંબઈ સૌ. રમીલાબેન (ઉં.વ. 69) તા.22/6/24 ને શનિવારના શ્રીજી ચરણ પામેલ છે. તે બિપીનચંદ્ર ભોગીલાલ મહેતાના ધર્મ પત્નિ. કેતન ભાઈ અને શીતલબેનના માતુશ્રી, જીગ્નાબેન અને અમીતકુમારના સાસુ. ઘાંટવડ નિવાસી હાલ બોરીવલી ભગવાનદાસ કાનજી ચૌહાણના દિકરી, કુમુદબેન, હર્ષાબેન, સ્વ.પંકજભાઇ, કિરણબેન, જયેશભાઈના ભાભી. તેમની પ્રાર્થનાસભા તા.24/6/24 ને સોમવાર ના રોજ સાંજે 4.30 થી 6.00 રાખેલ છે. સ્થળ:- આર્ય સમાજ હોલ, પ્લોટ નંબર – 6 ,સેક્ટર -9 એ, ગુદ્વારા ની બાજુમાં, વાશી,નવી મુંબઈ.400703.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button