મરણ નોંધ

હિન્દુ મરણ

સુરતી વિશા લાડ વણિક
અજય ઈશ્ર્વરલાલ દલાલ, તે કિર્તી દલાલના પતિ. આનંદ દલાલ અને અનુપા શાહના પિતા. તે સ્વ. રંજન અને ઈશ્ર્વરલાલ દલાલના પુત્ર. સ્વ. અશ્રુમતી અને ઈન્દ્રવદન મારફતિયાના જમાઈ. કવિતા અને સોહિલના સસરા. નેઈશા અને આરવના દાદા. મહેશ દલાલ અને પૂર્ણિમા કાપડિયાના ભાઈ તા. ૨૧/૬/૨૪ના મૃત્યુ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા રવિવાર,
તા. ૨૩-૬-૨૪ના સવારે ૧૦ થી ૧૨ રાખવામાં આવી છે. ઠે: ચોથો માળ, વાય.બી. ચવાણ સેન્ટર, જે. ભોસલે માર્ગ, નરીમાન પોઈન્ટ, મુંબઈ-૪૦૦૦૨૧.

કપોળ
દેલવાડાવાળા હિતેનભાઇ હર્ષદરાય મહેતાના પત્ની, અમીષાબેન (ઉં. વ. ૬૦) તા. ૨૧-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ચિ. મિલૌની અને ચાર્મીના માતા. હર્ષદરાય – સ્વ. નિરંજનાબેન મહેતાના પુત્રવધૂ. હેમંતભાઇ-પ્રજ્ઞાબેનના તથા પૂર્વીબેન-રાકેશભાઇ ગાંધીના ભાભી. રાજવી, ધન્વીનના કાકી. પિયરપક્ષે મહુવાવાળા સ્વ. જસવંતરાય -સ્વ. નિર્મળાબેન મહેતાના સુપુત્રી. સર્વ લૌકિક પ્રથા બંધ છે.

હાલાઇ લોહાણા
મૂળ ગામ રાજકોટ હાલ કાંદિવલી નિવાસી વિનોદભાઇ (ઉં. વ. ૭૨) તે સ્વ. રાધાબેન તથા સ્વ. વ્રજલાલ ત્રિભોવનદાસ ભીમજયાણી (ઠક્કર)ના સુપુત્ર. તે રૂપાબેનના પતિ. તથા કરિશ્મા, નીશિતા, સૌરભ દત્તાણી તથા હર્ષના પિતાશ્રી. તે રાજેશભાઇ તથા હિતેશભાઇના મોટાભાઇ. તે સ્વ. ગોપાલદાસ મોનજી પાબારી (જામનગર)ના જમાઇ. તા. ૧૯-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૨-૬-૨૪ના ૪થી ૬. ઠે. પાવનધામ, ૧લે માળે, એમ. સી. એ. ગ્રાઉન્ડની બાજુમાં, મહાવીર નગર, સત્ય નગર, કાંદિવલી (પશ્ર્ચિમ).

સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ભડી ભંડારીયા હાલ ભાવનગર નિવાસી ચંદ્રકાંત દયાશંકર જોશીના પત્ની વિદ્યાગૌરી (ઉં. વ. ૮૭) તા. ૧૯-૬-૨૪ના કૈલાસવાસી થયેલ છે. તે વળાવડ નિવાસી હાલ મુંબઇ સ્થિત દિલીપકુમાર વૃજલાલ મહેતાના મોટાબેન. નરેન્દ્રભાઇ જસ્મીનભાઇના માતુશ્રી. ભારતીબેન અને રક્ષાબેનના સાસુ. સ્વ. ભૂપતભાઇ, સ્વ. અજવાળીબેન, સ્વ. કાંતાબેનના નાનાભાઇના પત્ની. કિર્તીભાઇ, સુરેશભાઇ, ગિરીશભાઇ તથા ગં. સ્વ. જયોત્સનાબેનના ભાભી. સાદડી તા. ૨૨-૬-૨૪ના શનિવારે ૪.૩૦થી ૬.૩૦. ઠે. દિપક હોલ, સંસ્કાર મંડળ, ભાવનગર ખાતે છે. બન્ને પક્ષની સાદડી સંયુક્ત રાખેલ છે.

સંબંધિત લેખો

હાલાઇ લોહાણા
મુંબઇ નિવાસી વ્રજલાલ ગીરધરદાસ રાજાણી (ઉં. વ. ૮૫) તે સ્વ.મણીબેન તથા ગીરધરદાસ મથુરાદાસ રાજાણીના પુત્ર. તે સ્વ. રંજનબેનના પતિ. તે રૂપાલી શ્રીકાંત શર્મા, નીપાલી હરીશ શેટ્ટીનાં પિતાશ્રી. તે સ્વ. મગનલાલ, સ્વ. જયંતીલાલ, સ્વ. દયાબેન, સ્વ. લલિતાબેન, સ્વ. કાંતાબેન, ગં. સ્વ. નિર્મળાબેન ચંદ્રકાંત સાંગલાણી (જૂનાગઢ)ના ભાઇ. તે સ્વ. રામદાસ નથુભાઇ સોનૈયાના જમાઇ. તે જેની, તનિસ્કા, દિનેશના નાના. બુધવાર, તા.૧૯-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૨-૬-૨૪ના ૪થી ૬. ઠે. પુષ્ટિકર સોસાયટી હોલ, ગ્રાઉન્ડ ફલોર, જોગેશ્ર્વરી (વેસ્ટ), બીજા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ
ભાવનગરવાળા હાલ-દહીંસર સ્વ.મંગળાબેન છગનલાલ ગીરધરલાલ મહેતાના સુપુત્ર જીતેન્દ્ર મહેતાના પત્ની અ.સૌ.લતાબેન (ઉં. વ. ૭૦) ગુરૂવાર તા.૨૦.૦૬.૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે બીનલ તથા સાગરના માતા. સ્વેતા તથા સૌરભ હરેશભાઇ મહેતાના સાસુ. મુકુંદભાઇ, સ્વ.રમણીકભાઇ, સ્વ.સુભાષભાઇ, ગં.સ્વ.હંસાબેન રસીકલાલ ભુતા. સ્વ. સરસ્વતીબેન નાગરદાસ સંઘવી, સુરેશભાઇના ભાભી. પિયરપક્ષે રાજુલાવાળા સ્વ. બચુભાઇ અમરસી કાણકિયાના દિકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

કપોળ
વાંઢવાળા હાલ સાનપાડા સ્વ.પ્રેમકુંવરબેન મુળજીભાઈ ગોરડીયાના જયેષ્ઠ પુત્ર હરકીશનદાસ (ઉં. વ.૯૫), સ્વ. રંજનબેનના પતિ, તા. ૧૯-૬-૨૦૨૪ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે તુષાર, ચેતન, રક્ષા મયુર મહેતા, ભાવના રાજુ વોરા, પારૂલ પરેશ મહેતાના પિતાશ્રી. સ્વ. ધીરજલાલ, સ્વ. વૃજલાલ, મનસુખલાલ, સ્વ. નિર્મળાબેન, સ્વ. ભાગીરથીબેન, સ્વ.કાન્તાબેન, સ્વ. દીન્તાબેન, શાન્તાબેનના મોટાભાઈ, અમરેલીવાળા સ્વ. બિહારીલાલ દ્વારકાદાસ દેસાઈના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૩-૬-૨૦૨૪ને રવિવારે, ૫.૦૦ થી ૭.૦૦. ઠે. સૌરાષ્ટ્ર પટેલ સમાહ ભવન, પ્લોટ નં. ૬, સેક્ટર -૨, સાનપાડા, નવી મુંબઈ-૪૦૦૭૦૫.

કચ્છી લોહાણા
સ્વ. ગોમતીબાઈ માવજી દયાળજી ગણાત્રા ગામ મથલ હાલે મુલુન્ડના પુત્ર કૃષ્ણકુમાર (ઉં.વ.૭૯) તે સ્વ. જયશ્રીબેનના પતિ. ભાવેશ અને અમિતના પિતાશ્રી. તે કસ્તુરબેન, સ્વ.કુસુમબેન, જ્યોતિબેન, હેમલતાબેન, સ્વ.જયશ્રીબેન, સુરેશ તથા પ્રતાપના ભાઈ. તે સ્વ. મથુરાદાસ ખટાઉ ભંગદે ગામ મથલના જમાઈ. તે મીરા અને પૂનમના સસરા. તા.૧૯/૬/૨૪ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થના સભા તા.૨૨/૬/૨૪ શનિવારના ૫.૩૦થી ૭. ઠે. ગોપુરામ હોલ એન.એસ.રોડ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુન્ડ(વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.

કડવા પાટીદાર
ગામ મોરબી રવાપર નિવાસી હાલ કાંદીવલી પૂર્વ, અ.સૌ જબુબેન પટેલ (ઉં.વ.૮૧) તા.૨૦/૬/૨૪ ગુરુવારના અવસાન પામેલ છે. ડૉ. લાલજીભાઈ પીતાંબર પટેલના પત્ની. ચંદ્રકાંત, દક્ષા, જ્યોત્સના, સુશીલા, સ્મિતા અને મનીષાના માતા. બબીતા, મયુર, કલ્પેશ પટેલ જીતેન્દ્ર, કલ્પેશ, અને જયના સાસુ. સ્વ.જીવરાજભાઈ પંચોટીયાના પુત્રી. સ્વ.ઓધવજી, ચકુભાઈ, ગોદાવરીબેન, શાંતિબેન, અને ચતુરાબેનના બેન. પ્રાર્થનાસભા સોમવાર તા.૨૪-૬-૨૪ના ૫ થી ૭. ઠે. દેસાઈ દરજીવાડી, સ્વયંભૂગણેશ મંદિર સામે, અશોકનગર, અશોક ચક્રવર્તી રોડ નં.૪, કાંદીવાલી પૂર્વ.

કપોળ
અમરેલીવાલા સ્વ. લીલાવતી કાનજી મહેતાના સુપુત્ર નગીનદાસ (ઉં.વ.૮૫). તે ચંદ્રાબેનના પતિ. તે કૌશિક અને સુરભીના પિતા. માનસી અને અતુલકુમાર ગુલાટીના સસરા. તે છબીલભાઈ, જીતેન્દ્રભાઈ, પ્રકાશભાઈ, સ્વ.ગીતાબેન શિરીષ વોરા અને પન્નાબેન શરદકુમાર વોરાના મોટાભાઈ. ગ્વાલિયરવાલા (મુળવતન મહુવા) સ્વ. પ્રભાવતી દુર્લભદાસ મોદીના જમાઈ તે ૨૦/૬/૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૨૨/૬/૨૪ શનિવારે ૪.૩૦થી ૬.૩૦. સ્થળ: શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ, એલ.ટી.રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ).

દસા દિસાવળ
વડોદરા નિવાસી હાલ ઘાટકોપર ચંદ્રકાન્ત ગુજરાતી (ઉં. વ. ૮૦) તે સ્વ. ચીમનલાલ અને સ્વ. ગોપીબેન ગુજરાતીના સુપુત્ર. સુધાબેનના પતિ. આકાશ અને ધરતીના પિતાશ્રી. દિલિપભાઈ, કિરણભાઈ, શિરીષભાઈ, સ્વ. મુકુંદભાઈ, સ્વ.શશીકાંતભાઈ, પદમાબેન, હંસાબેન, સાધનાબેન તથા સ્વ. વંદનાબેનના ભાઈ. સોનાલી તથા ક્ષિતિજના સસરા. તા. ૧૯ જૂન, ૨૦૨૪, બુધવારના શ્રીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવારે તા. ૩૦ જૂન ૪ થી ૬ના સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર, ૯૦ ફીટ રોડ, ગરોડીયા નગર, ઘાટકોપર પૂર્વ.

ઔદિચ્ય ગોરવાલ બ્રાહ્મણ
પાડીવ નિવાસી હાલ મીરારોડ ધર્મિષ્ઠાબેન ઇન્દ્રલાલજી ખુત (ઉં. વ. ૮૬) તે ૧૮/૬/૨૪ના અવસાન પામેલ છે. તે શકુંતલા, ગીરૂબાલા, રંજન, વીણા, જ્યોત્સના, કલ્પના, સોનલ, વૈશાલીના માતુશ્રી. ગોલ નિવાસી સ્વ.કાનજી પરમાનંદજી દવેના પુત્રી. પ્રાર્થનાસભા ૨૩/૬/૨૪ના ૪ થી ૭. આધાર હોલ, દોલત નગર રોડ નં ૧૦, બોરીવલી ઈસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.

ઘોઘારી મોઢ વણિક
સડલા નિવાસી હાલ ભાયંદર ગીરીશ કાંતિલાલ મહેતા (ઉં. વ. ૫૩) તે ૧૭/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે યથાર્થના પિતા. સ્વ. હસુમતિ કાંતિલાલ દામોદરદાસ મહેતાના પુત્ર. રાજેશ, દિલીપ, ઇનાના ભાઈ. બીના, હિનાના દિયર. ખંજન, ખ્યાલી, હાર્દી, હિરલના કાકા. સાદડી તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

દશા સોરઠિયા વણિક
મૂળ ભાવનગર હાલ બોરીવલી નિવાસી, ચંદ્રિકાબેન જયંતભાઈ શ્રીમાંકર (ઉં. વ. ૭૪) તે સ્વ. જયંતભાઈ રમણીકલાલ શ્રીમાકરના પત્ની. સ્વ.નાનજી અમરશી બાબરીયાના પુત્રી. રસેશ, કલ્પેશ તથા જીજ્ઞેશના માતુશ્રી. હરીશભાઈ, સ્વ. યોગેશભાઈ, અજયભાઈ તથા વિજયભાઈના મોટાભાભી. સ્વ. મુકુંદભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ.નિર્મલાબેન તથા સ્વ. વસંતભાઈના બહેન. તા.૨૦.૦૬.૨૪ ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રૈકવ બ્રાહ્મણ
યોગેન્દ્રકુમાર પ્રવિણચંદ્ર પંડ્યા (ઉં. વ. ૬૨) તા. ૧૪-૦૬-૨૪ શુક્રવારે કૈલાસવાસી થયેલ છે. જે હંસાબેન પંડ્યાના પતિ. યકીનભાઈ તથા હાર્દિકભાઈ પંડ્યાના પિતાશ્રી. હેમેન્દ્રભાઈ, કમલેશભાઈ પંડ્યા તથા રક્ષાબેન મધુસુદન પાઠકના ભાઈ. શારદાબેન જયંતિલાલ દવે (પીપરલા)ના જમાઈ તથા વિજયભાઈ, મુકેશભાઈ, હિતેશભાઈ, ભરતભાઈ અને નરેશભાઈ દવેના બનેવી. તેમની સાદડી તા. ૨૨ ૦૬-૨૦૨૪ને શનિવારે ૪ થી ૬. ઠે. સરદારનગર ભાવનગર ખાતે રાખેલ છે. સાસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે.

કપોળ
મહુવાવાળા હાલ નાલાસોપારા નિવાસી સ્વ. શાંતાબેન ચીમનલાલ ગાંધીના પુત્ર જિતેન્દ્રભાઈ (ઉં. વ. ૭૪) તે સ્વ. ચંદ્રિકાના પતિ. પ્રશાંત અને છાયાના પિતા. સ્વ.રાજેન્દ્ર અને જયશ્રી જયંત સંઘવીના ભાઈ. સાસરીપક્ષે જાફરાબાદ વાળા વલ્લભદાસ ખુશાલદાસ ગોરડિયાના જમાઈ. ગુરુવાર તા ૨૦/૬/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. સર્વે લૌકિક પ્રથા બંધ છે.

હાલાઈ લોહાણા
પૂના નિવાસી સ્વ. ઈશ્ર્વરલાલ જમનાદાસ માલાણીનાં ધર્મપત્ની જયશ્રીબેન (ઉં. વ. ૬૮) તે સચિન, અર્ચના દિલીપકુમાર રાયઠઠ્ઠા તથા ઝંખના સાગર અગ્રવાલનાં માતુશ્રી. જીજ્ઞાનાં સાસુ. કલ્યાણ નિવાસી સ્વ. કમળાબેન મનુભાઈ મસરાણીનાં સુપુત્રી. શંભુભાઈ, છાયાબેન હરેશભાઈ માવાણીનાં બહેન. કલ્યાણ નિવાસી જયશ્રીબેન વિનોદચંદ્ર તન્નાનાં વેવાણ તા. ૨૦/૦૬/૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૩/૦૬/૨૦૨૪ રવિવારના ૪.૦૦ થી ૬.૦૦. આર.સી.એમ. ગુજરાતી હાયસ્કૂલ, પરમાર હૉલ, કસબા પેઠ, ફડકે હૌદ, પૂના-૪૧૧૦૦૨.

હાલાઇ લોહાણા
મૂળ જામખંભાળિયા, હાલ મુંબઈ નિવાસી સુરેન્દ્રભાઈ, (ઉં. વ. ૬૬) તે સ્વ.ભાનુમતીબેન સ્વ. મંગળદાસ મૂળજી રાજાના સુપુત્ર. શીલાબેનના પતિ. સ્વ. સરલા દિલીપકુમાર તન્ના, સ્વ.જીતેન્દ્ર, સ્વ. અરવિંદ, હસમુખ, ભરતના ભાઈ. આકાંક્ષા ચરિતકુમાર મેહતા, ખુશ્બુ અમારકુમાર કોલસાવાલા, ઉમંગના પિતાશ્રી. સ્વ.જમનાદાસ કરસનદાસ મશરું થાણાવાળાના જમાઈ. ૨૧/૦૬/૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૨/૦૬/૨૦૨૪ શનિવાર ૫ થી ૭. શ્રી હાલાઈ લોહાણા મહાજનવાડી, ૧લે માળે, ઠાકુરદ્વાર. મુંબઈ. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા સોરઠિયા વણિક
બાબરા નિવાસી હાલ કલ્યાણના કિરીટકુમાર ભુરાલાલ મહેતાનાં ધર્મપત્ની ભાનુબેન (ઉં. વ. ૮૦) તે હર્ષદભાઈ, દિનેશભાઈ, સુમિત્રાબેન તથા જયશ્રીબેનનાં માતૃશ્રી. અલ્પાબેન, સ્વ.ભરતકુમાર ભૂપતાણી, હિતેનકુમાર શાહનાં સાસુ. બગસરાવાળા સ્વ.પોપટલાલ મોરારજી માધાણીનાં દિકરી. સ્વ.ચંદુભાઈ, રમણીકભાઇ, મગનભાઈ, સ્વ. હસમુખભાઈ, સ્વ.અનસુયાબેન, જસવંતીબેનનાં બહેન. ચંપકભાઈ ગાદોયા, ચંદ્રકાન્તભાઈ ભૂપતાણી, વિરેન્દ્ર શાહનાં વેવાણ. ગુરુવાર તા. ૨૦/૦૬/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button