મરણ નોંધ

હિન્દુ મરણ

રાજપરા (ખોડીયાર) ભાવનગર હાલ મુંબઈ ગીતાબેન તથા રાજેશભાઈ નાનજી સોલંકીના દીકરા સ્વ. યોગેશભાઈ રાજેશ સોલંકી (ઉં. વ. ૨૬), ગુરુવાર તા. ૧૩-૬-૨૪ના રામચરણ પામ્યા છે. તેમના બારમા-કારજની વિધિ ગુરુવાર તા. ૨૦-૬-૨૪ના ૫-૦૦ કલાકે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે. સ્થળ- નવરત્ન કો. સો. (એસ.આર.એ.બિલ્ડિંગ) સી વિંગ, ૭ મે માળે, રૂમ નં-૭૦૩, જે. આર. બોરીચા માર્ગ, મુંબઈ-૪૦૦૦૧૧, બેસવાનું સ્થળ: રામદેવ પીર મંદિર, રામદેવ નગર હોલ.

ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય
મૂળ વાંકાનેર નિવાસી, હાલ વિલેપાર્લા ગં. સ્વ. લીલાબેન જોશી (ઉં. વ. ૮૪) તે સ્વ. મનુભાઈ જટાશંકર જોશીના ધર્મપત્ની. સ્વ. વખતબેન રતિલાલ મહેતાના દીકરી. નિલેશ અને રશ્મિકાના માતુશ્રી. સચિન શાહ અને જાગૃતિ મહેતાના સાસુ. રૂચિ અને રોનિતના દાદી ૧૪-૬-૨૪ના સ્વર્ગવાસી થયેલ છે. રહે. ૨, મનુભુવન, ભગતસિંહ રોડ, વિલેપાર્લા (વે.).

ઘોઘારી લોહાણા
બળવંત (ઉં. વ. ૭૩) સ્વ. મંગળાબેન લક્ષ્મીદાસ (ઠક્કર)ના પુત્ર ૧૮-૬-૨૪ના દેવલોક પામેલ છે. વસંત, અનુભાઈ, સ્વ. લતા પ્રવિણચંદ્ર તન્નાના ભાઈ તથા મીનાબેનના દેવર તથા હીમાંશુ, પ્રિયા તેજશ, પુનમ તેજશ ઠક્કરના કાકા. માધવી રીકીશ ઠક્કર, રાધિકા કારમેધમના મામા. (લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.) સરનામું: હીમાંશુ વસંત ઠક્કર, ૬૦૩, બી-વીંગ, મેટ્રો હાઈટ, બિલ્ડીંગ નં. ૧૮, મહાવીર નગર, સુખસાગર હોસ્પિટલ પાસે, લીન્ક રોડ, કાંદીવલી (વે).

હાલાઈ લોહાણ
મૂળ વતન જામ ખંભાળીયા, હાલ મુંબઈ રસીલાબેન પ્રવિણભાઈ ઠક્કર (દત્તાણી) (ઉં. વ. ૭૮) તે ગો. વા. પ્રવિણભાઈ ઠક્કર (દત્તાણી)ના ધર્મપત્ની. નીરવ અને આનંદના માતુશ્રી. અ. સૌ. સ્નેહા અને અ. સૌ. સેજલના સાસુ. ધ્વની, વીરાજ, બંસી અને દેવના દાદી. મહેન્દ્રભાઈ, હરેશભાઈ, પ્રેમલતાબેન જીવરાજાની, રમાબેન સચદે, મીનાબેન મજીઠીયાના ભાભી. ગો. વા. જયાબેન, ગો. વા. બાલુબાઈ રૂપારેલીયાના પુત્રી સોમવાર, ૧૭-૬-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૦-૬-૨૪ ને ૫ થી ૭. સ્થળ: સેવા સદન સોસાયટી, ૩૦/૩૧, પંડીતા રમાબાઈ રોડ, પપનસ વાડી, ગામદેવી પોલીસ સ્ટેશનની બાજુમાં, મુંબઈ-૩૬.

સંબંધિત લેખો

કપોળ
કતપરવાળા સ્વ. દમયંતીબેન અને સ્વ. વ્રજલાલ જાદવજી સંઘવીના પુત્ર મધુસુદન (ઉં. વ. ૮૫) તે કૌમુદિનીના પતિ. જિજ્ઞેશ-રોમાના પિતા. જયશ્રી અને હરેશના મોટા ભાઈ. જયશ્રીના જેઠ. સ્વ. હરિલાલ ગણેશ બુસાના જમાઈ ૧૮ જૂન ૨૦૨૪ મંગળવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

કપોળ – વૈષ્ણવ
દેલવાડાવાળા હાલ મુંબઈ કિરિટભાઈ (ઉં. વ. ૮૧) તે સ્વ. કમળાબેન દ્વારકાદાસ ગોરડીયાના સુપુત્ર. દેવયાનીબેનના પતિ. રાજીવ-ચૌલા, રાકેશ-વૈશાલીના પિતા. સ્વ. ભૂપેન્દ્રભાઈ, સુરેશભાઈ, દિલીપભાઈના ભાઈ. ઠાકોરદાસ વોરાના જમાઈ. આશના-આશીષ, નીરવના દાદા બુધવાર, ૧૯-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

ઝાલાવાડી સત્તર તાલુકા ઔદિચ બ્રાહ્મણ
મૂળ હળવદ, હાલ વલસાડ નિવાસી જિજયભાઈ (વિનુ) તે શાંતાબેન વસંતભાઈ આચાર્યના પુત્ર. તે સ્વ. હંસાબેનના પતિ. સ્વ. બિપીન, પુષ્કર, જ્યોત્સના દવે, હર્ષિદા રાવળના ભાઈ. દેવયાની, જયશ્રી, પ્રભા, તરલાના બનેવી. તે સ્મિતા, દિલિપ, રોહિત, રૂપા, ભાવેશના કાકા. તે મુકેશ, દિપ્તી, પ્રતિક, ઉન્નતિના મામા ૧૫-૬-૨૪, શનિવારે કૈલાશવાસી થયા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક ક્રીયા બંધ છે.

હાલાઈ ભાટિયા
જ્યોતિ રાજડા, કૃષ્ણરાજ રાજડાના પત્ની તે સ્વ. પદમાબેન પદમશી રાજડાના પુત્રવધૂ. સ્વ. સરલાબેન મનિકાંતભાઈ પટેલના પુત્રી. કેવિનના માતાશ્રી. અનુપમા, ચેતન, જયશ્રી, નીરલિપિકા, તત્વમસી, સ્વ. કપિલ, હેમાંશુના બેન તે ૩૧ મે ૨૦૨૪ના (શિકાગો)માં શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
આકોલા નિવાસી હાલ અમદાવાદ સ્વ.મણિલાલ ભગવાનજી જોગીના પુત્રવધૂ પ્રવિણાબેન (નયનાબેન) તે મધુસૂદન જોગીના ધર્મપત્ની. ચિરાગ અને ધર્મેશના માતુશ્રી. સ્વ.ભાણજીભાઇ સુંદરજી પડિયાનાં દીકરી. સ્વ.વ્રજલાલ પીતાંબર દયાણીના ભાણેજ. ૧૬-૬-૨૪ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તેમની મોસાળપક્ષ (પિયર પક્ષ)ની સાદડી તારીખ :- ૨૦/૬/૨૪ને ગુરુવાર સમય: ૫ થી ૬. સ્થળ: શ્રી પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ, એસ. વી. રોડ, મલાડ વેસ્ટ.

વિસા સોરઠિયા વણિક
લોએજવાળા હાલ કાંદિવલી બાબાભાઈ માધવજી શાહના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. ૭૪) તે ૧૭/૬/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. નાથાલાલ અને મહેન્દ્ર વિઠ્ઠલદાસ શાહ હાલ બહેરીનના બહેન. સમીર, રાકેશ અને સંદીપના માતુશ્રી. રેખા સંદીપના સાસુ. શૈલેષ કપૂરચંદ શાહ, પ્રતાપ રતનશી શાહ, નીરેન ભરત શાહના ભાભી. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ
મહુવા હાલ મલાડ ઉર્મિલાબેન મકવાણા (ઉં. વ. ૫૩) તા.૧૮/૬/૨૪, મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે જેન્તીભાઇના ધર્મપત્ની. સંકીતના માતાશ્રી. પદમાબેન ભીમજીભાઈ સરવૈયાના સુપુત્રી. રાજેન્દ્રભાઈ, રાજેશભાઈ, અતુલભાઈ અને સરોજબેનના બહેન. રાહુલભાઇ કાંતિભાઈ મકવાણાના કાકી. સવિતાબેન નરેન્દ્રભાઇ રાઠોડના ભાભી. નર્મદાબેન જગદીશભાઈ મકવાણાના દેરાણી. પ્રાર્થનાસભા તા. ૨૦/૬/૨૪, ગુરુવારના ૫ થી ૭. સ્થળ: શ્યામવાડી, ઓબેરોય મોલની સામે, મલાડ (ઇસ્ટ) લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

શ્રીમાળી સોની
રાજેશ ભુવા (ઉં.વ.૫૦), તે સ્વ. ચંદ્રિકાબેન ગીરીશચંદ્ર અમૃતલાલ ભુવાના પુત્ર અને ઈલાબેનના પતિ. પલક અને કિંજલના પિતા. મુકેશ, જુગલ, પ્રિતી જીતેન્દ્રકુમાર પારેખના ભાઈ. સસરા પક્ષે સરોજબેન વિજયકુમાર ધીણેજાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૦-૬-૨૪ ગુરુવારના ૪ થી ૬. પ્રાર્થનાસભા સ્થાન- પ્રેમવલ્લભ સભાગૃહ, વિરાટનગર, વિઠ્ઠલ મંદિરની સામે, વિરાર વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

પુષ્કર્ણા બ્રાહ્મણ
જામનગરવાળા હાલ મુંબઈ સ્વ.પાર્વતીબેન તથા સ્વ.નાથાલાલ આચાર્યના પુત્ર અર્જુનભાઈ (ઉં. વ. ૭૭) તા. ૧૮-૬-૨૪ના રોજ શિવલોક પામ્યા છે. તે આરતીબેનના પતિ. સ્વ. નરહરિભાઈ, સ્વ. ગૌરીશંકરભાઈ, કુસુમબેન, સ્વ.વીણાબેન (નીમુબેન), ભારતીબેન, ઉષાબેનના ભાઈ. પૂર્વી ગૌતમ શુક્લના પિતા. ચંપાવતી પુરુષોત્તમ ઓઝાના જમાઈ. દેવવ્રતના નાના. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૦-૬-૨૪ સાંજે ૪થી ૬. ઠે.: ગુરુદ્વારા, સાંઈબાબા નગર, બોરીવલી (વેસ્ટ).

ઝાલાવાડ સત્તર તાલુકા ઔદીચ્ય બ્રાહ્મણ
હળવદના (હાલ દહિસર) રાજેશભાઈ (ઉં. ૬૧) ૧૭મીએ સોમવારે કૈલાશવાસ પામ્યા છે. તે સ્વ.ચંદ્રિકાબેન શિવકુમાર આચાર્યના પુત્ર. પરેશ, દિનેશ, સ્વ. રક્ષાબેન, ગીતાબેનના ભાઈ. રૂપાલીબેન, ભાવનાબેનના જેઠ. ઈશ્ર્વરકુમાર પટેલ અને કિરણકુમાર જોશીના સાળા. આરતી, તનુશ્રી, યશના મોટાબાપુજી. પ્રાર્થનાસભા ૨૧મીએ શુક્રવારે ૫.૦૦થી ૭.૦૦. ઠે.: લુહાર સુતાર જ્ઞાતિ હિતચિંતક મંડળ. કાર્ટર રોડ નં. ૩, અંબાજીમંદિર પાસે, બોરીવલી (પૂર્વ).

બાલાસિનોર દશાનીમા વણિક
લીલાબેન કાડકીઆ (ઉં.વ. ૯૨) તા.૧૭-૬-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. રસિકલાલના પત્ની. શૈલેશ, અતુલ, ઇલેશ, જ્યોતિ, રીટાના માતુશ્રી. સ્વાતિ, પૂનમ, નીતિનકુમાર, રાજેશકુમારના સાસુ. સ્વિટી, વિવેકકુમાર પરીન, કુનાલ, શેરલ, પૂજા, વિરલકુમાર, ક્રિસ્ટલ, જેરેમી મિત, નિધિ, શિવાંગના દાદી-નાની. પ્રાર્થનાસભા: ૨૧-૬-૨૪ શુક્રવાર ૫ થી ૭. લોહાણા બાલાશ્રમ હોલ, અતુલ ટાવર પાસે, ઈરાનીવાડીની આગળ, કાંદિવલી વેસ્ટ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

સુરતી દશા મોંઢ માંડલિયા વણિક
કિલ્લા પારડી હાલ બોરીવલી સ્વ. વિમળાબેન તથા સ્વ.નવનીતલાલ હરિલાલ મોદીના પુત્રવધૂ અ. સૌ. નીતાબેન (મૃદુલાબેન) અનિલભાઈ મોદી (ઉં. વ. ૮૧) તે ૧૮/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે આશિષ, અનીશના માતુશ્રી. રીના, પૂર્વીના સાસુ. સ્મિતાબેન (સરલાબેન) અશ્ર્વિનભાઇ શેઠ, રમેશભાઈ, સુધાબેન, રાજેશભાઈ, અશોકભાઈના ભાભી. પિયરપક્ષે અમદાવાદવાળા સ્વ. લીલાવતીબેન, સ્વ.સાકળચંદ જીવણલાલ શાહના દીકરી. પ્રાર્થનાસભા ૨૦/૬/૨૪ના ૪ થી ૬. વર્ધમાન સ્થા. જૈન સંઘ (સર્વોદય હોલ) ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ બોરીવલી વેસ્ટ. ચક્ષુદાન કરેલ છે.

હાલાઇ લોહાણા
ધ્રાફા નિવાસી હાલ ભાયંદર પ્રવીણભાઈ ઈશ્ર્વરલાલ તન્નાના ધર્મપત્ની. અ. સૌ. પ્રીતિબેન તન્ના (ઉં. વ. ૬૦) તે સ્વ.ભગવાનદાસ હરિદાસ મસરાણી પોરબંદરના દીકરી. લલિતભાઈ, અરૂણાબેન, ઉષાબેન, શોભાબેનના બહેન, મધુભાઈ, સુનિલભાઈ, ઉષાબેનના ભાભી તે ૧૬/૬/૨૪ના અમદાવાદ મુકામે શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૦/૬/૨૪ના ૪ થી ૬. સુભદ્રાબેન વિનયચંદ બાવચંદ દોશી હોલ, જી ૧, પલ્લવી એપાર્ટમેન્ટ, નાકોડા હૉસ્પિટલની સામે, ૬૦ ફિટ ક્રોસ રોડ, ભાયંદર વેસ્ટ.

લુહાર સુથાર
મહુવા નિવાસી હાલ બોરીવલી ગં. સ્વ. ચંદ્રિકાબેન કિશોરભાઈ કવા (ઉં. વ. ૬૦) તે ૧૬/૬/૨૪ના વૈકુંઠવાસ થયેલ છે. તે સ્વ. કિશોરભાઈ કલ્યાણજીભાઈ કવાના ધર્મપત્ની. ધર્મેશ, અનિલ, ચેતનાબેન કિર્તીકુમાર હરસોરાના માતુશ્રી. સ્વ.ત્રિભોવનભાઈના ભાઈના પત્ની. દેવીલાબેન, પ્રેમિલાબેન, જયાબેન, નિર્મળાબેન, રમેશભાઈ, સ્વ.મીનાબેનના ભાભી. સ્વ.ભીખાભાઇ વનમાળીભાઈ મકવાણાના દીકરી. નવીનભાઈના બહેન. પ્રાર્થનાસભા ૨૦/૬/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.

મોચી
સરસઈ નિવાસી હાલ મલાડ પ્રાગજીભાઈ મોહનભાઈ ચુડાસમા (ઉં. વ. ૭૧) તે ૧૮/૬/૨૪ના રામચરણ પામેલ છે. તે કૈલાશબેનના પતિ. કેતન, અલ્પેશ, ધર્મેશના પિતા. હેતલ, સરોજ, કાજલના સસરા. વૃશાલી, દર્શિલ, શિવ, વીરના દાદા. સાદડી ૨૦/૬/૨૪ના ૪ થી ૬. બી એમ સી હોલ, સરદાર પટેલ ગાર્ડનની બાજુમાં, ખેતકૂવા રોડ, ધનજીવાડી, મલાડ ઈસ્ટ.

ઇડર પિંપાવંશી દરજી સમાજ
ગામ સબલવાડ હાલ કાંદિવલી પ્રેમીલાબેન ચૌહાણ (ઉં. વ. ૫૨) તે સ્વ. કમળાબેન અને નારણદાસ યાદવના સુપુત્રી. દિલીપભાઈના પત્ની. ઉમંગ, હિરલના માતા, પરમેશ્ર્વરી અને અક્ષયના સાસુ. નાયશાના દાદી, નયનાબેન અને પ્રવિણાબેનના દેરાણી. આશાબેન અને મીનાબેનના ભાભી. તા-૧૨-૬-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા- ૨૦-૬-૨૪ના ૩ થી ૪. સ્થાન- ઠઠ્ઠાઈ ભાટિયા વાડી, હોલ નં-૪,બીજા માળે, શંકરગલી કોર્નર, કાંદિવલી પશ્ર્ચિમ.

હાલાઈ લોહાણા
પોરબંદરના હાલ વસઈ ગં. સ્વ. વિમળાબેન (ઉં. વ. ૯૩) ૧૮-૬-૨૪, મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. જમનાદાસ પ્રાગજી રાઈમુગીયાના પત્ની. મીનાક્ષી અશોકકુમાર સૌવજાણી, હીના હર્ષદકુમાર કોઠારી તથા હરીશના માતુશ્રી. નીતાબેનના સાસુ. વિધી શોભીતકુમારના દાદી. કૃણાલ અંકુરના નાની. પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

નવગામ વિશા દિશાવાળ મંડળ
નવીનચંદ્ર કાંતિલાલ શાહ (ઉં. વ. ૭૪) (પોટલી) પાનસર નિવાસી હાલ મુંબઈ રવિવાર, ૧૬-૬-૨૪ના નિકુંજવાસી થયા છે. તેઓ વિણાબેનના પતિ. નરેન્દ્રભાઈ, સ્વ. અરવિંદભાઈ, જિતેન્દ્રભાઈ, સ્વ. જયેન્દ્રભાઈ, પદમાબેન, સ્વ. હંસુબેન અને સ્વ. ઈન્દુબેનના ભાઈ. ચિરાગ અને ભૈરવીના પિતાજી. કાનન અને હેમલકુમારના સસરા. વૃષ્ટિ અને યષ્ટીના દાદા. પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૦-૬-૨૪ના ૫ થી ૭. શ્રી મુંબઈ પાટીદાર સમાજ હોલ, ધરમ પેલેસ અને કેનેડી બ્રીજ નજીક, શાંતિ સદન બિલ્ડીંગની સામે, ગામદેવી, મુંબઈ-૭. પિયર પક્ષે સ્વ. ચિનુભાઈ મણીલાલ શાહ, કોલવડા હાલ અમદાવાદની પણ પ્રાર્થનાસભા સાથે રાખી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button