મરણ નોંધ

હિન્દુ મરણ

તરેડવાળા હાલ કાંદિવલી સ્વ. મથુરભાઈ ગાંધીના ધર્મપત્ની વિનોદાબેન ગાંધી (ઉં. વ. 83) 16-6-24ના રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. જાગૃતિ હિતેશ સંઘવી, નીલમ સતીશ મોદી, નીતા ચંદ્રેશ વળિયા, ઉર્વશી મયુર પારેખ, જીગ્નેશ અને હિતેશના માતા. જીગ્ના અને આરતીના સાસુ. ઈંદુરાય ચંદુલાલ દેસાઈના દીકરી. આસીર અને કૃતિક અને દ્રોણના દાદી. હિરેન, દીપલ, સાગર, સંકેત, વૈદેહિ, પાર્થ, જશ, શિવાનીના નાની. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
નાગેશ્રીવાળા સ્વ. લિલાવતી મથુરાદાસ ગોરડિયાના પુત્ર જયેન્દ્ર (ઉં. વ. 82) તા. 13-6-24ને ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે હંસાબેનના પતિ. તે મયૂર-પારૂલ, હિતેશ-કરિશ્મા, ચિરાગ-શીતલના પિતા. તે સ્વ. ગંગાદાસ, કિશોરભાઇ, સ્વ. ધીરજલાલ, સ્વ. સાવિત્રીબેન, સ્વ. રમાબેન, સ્વ. મંજુબેન, સ્વ. શશીબેનના ભાઇ. તે નાગેશ્રીવાળા સ્વ. જયંતીલાલ ગોવિંદજી મહેતાના જમાઇ. તે શ્વેતા, ખુશી, અર્પિતા, નિર્માન, મંથીકાના દાદા. લૌકિક પ્રથા બંધ છે.
દશા પોરવાલ
બુરહાનપુર નિવાસી હાલ દહીંસર સ્વ. ચંપકલાલ શ્રોફ તથા ગં. સ્વ. કુલબાળાબેનની સુપૌત્રી તથા નીતિન શ્રોફ અને સંજના નીતિન શ્રોફની સુપુત્રી ડો. ભક્તિ ન શ્રોફ તા. 15-6-24ના શ્રીજીચરણ પામી છે. ભરત ચં. શ્રોફ અને સુનીતા શ્રોફની ભત્રીજી અને ઇશિતા, તન્વી ભગત, હાર્દિકની બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. લક્ષમીબેન મોરારજી દયાળજી ઠક્કર (ભાટે) કચ્છ ગામ ભદ્રેશ્વર હાલે મુલુંડના પુત્ર શ્રી રાજેન (ઉં. વ. 69) રવિવાર 16-6-24ના શ્રી રામશરણ પામેલ છે. શોભનાબેનના પતિ. સ્વ. જમનાબેન મથુરાદાસ પધાન ધિરાવાણી કચ્છ કોઠારા હાલે મુલુડના જમાઈ. સ્વ. લલિતાબેન હિરાલાલ, ભારતીબેન હરિશભાઈ, સ્વ. પ્રભાવતિબેન (પપીબેન) જમનાદાસ જોબનપુત્રા તથા માયાબેન અરવિંદભાઈના ભાઈ. હેમંત તથા વિનયના બનેવી. મિલિંદ તથા દીપ્તિબેન જીજ્ઞેશ ગણાત્રાના પિતાશ્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર 18-6-24ના શ્રી જીવરાજ ભાણજી શાહ સ્મારક ટ્રસ્ટ (અશોક હોલ) અશોક નગર, નાહુર રોડ, મેહુલ ટૉકીઝની બાજુમાં, મુલુંડ વેસ્ટ ખાતે સાંજે 5.30 થી 7 દરમિયાન રાખેલ છે. બહેનોએ એજ દિવસે આવી જવું, લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
ઘોઘારી લોહાણા
સ્વ. જયંતીલાલ પુરુષોત્તમદાસ કારીઆના પત્ની જ્યોત્સ્નાબેન (ઉં. વ. 87) હાલ મહુવા, તે સ્વ. ગોવિંદજી ગાંડાલાલ સૂચકની દીકરી. નિર્મળાબેન જસવંતરાય કારીઆ તથા અનસુયાબેન નટવરલાલ ઠક્કરના ભાભી. હર્ષાબેન ભરતકુમાર હરયાણી, કીર્તિબેન વિજય ગઢીયા, વર્ષાબેન મનોજકુમાર રૈયારેલા, ડો. દશાબેન તથા માનસી મનોજ કારીઆના માતુશ્રી. મનાલી, મૈત્રીના દાદી. ગૌરાંગ, ખ્યાતિ તથા જયશ્રી, અલ્કા, તૃપ્તિ, શીતલના મોટામમ્મી 15.6.24 શનિવારના શ્રીજીચરણ પામ્યા છે.
હાલાઇ ભાટિયા
દેવાભાણજીવાલા હાલ બોરીવલી ગં. સ્વ. જ્યોતિ સંપટ (ઉં. વ. 82) તે સ્વ. મહેન્દ્રભાઈ સંપટના ધર્મપત્ની, સ્વ. ગુણવંતિબેન ગોપાલદાસ સંપટના પુત્રવધૂ. સ્વ.ચંદાબેન લક્ષ્મીદાસ આશરના પુત્રી. ધર્મેશના માતુશ્રી. પ્રિયાના સાસુ તે 16/6/24ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા 19/6/24ના 4 થી 6. શ્રી વર્ધમાન સ્થા જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ.
દશા સોરઠિયા વણિક
બગસરા નિવાસી હાલ બોરીવલી જયંતીલાલ ભુપતાણી (ઉં. વ. 84) તે હેમકુંવરબેન રવજીભાઈ ભુપતાણીના પુત્ર. હેમલતાબેનના પતિ. ભાવેશ તથા મીતેષના પિતાશ્રી. મીરા તથા ફાલ્ગુનીના સસરા. ગં.સ્વ. કંચનબેન કલ્યાણદાસ મોતીપરા, ગં.સ્વ. લાભુબેન વલ્લભદાસ મોતીપરા તથા સ્વ. હસમુખભાઈ ભુપતાણીના ભાઈ. સ્વ. સુશિલાબેન નગીનદાસ ધોળકિયાના જમાઈ તા. 15-6-2024ના શ્રીજીચરણ પામેલ છે, પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?