હિન્દુ મરણ
કચ્છી લોહાણા
સ્વ. દમયંતી (ત્રિવેણી) નારાયણજી રતનશી પલણ (ઠોડા) ગામ અંજાર-કચ્છના જ્યેષ્ઠ પુત્ર હેમંતભાઈ તે મીનાબેનના પતિ. સ્વ. વિશનજી દેવજી માણેક વરસામેડીવાળાના જમાઈ ૧૩ જૂનના રોજ પરમધામ વાસી થયેલ છે. તે જગદીશભાઈ, હર્ષાબેન હર્ષદભાઈ પુજારા અને રીટાબેન ભરતભાઈ રાજલના મોટા ભાઈ. મિતલ દેવેશ ગંગવાની અને દિપીકાના પિતાશ્રી. દેવાંશના નાના. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૧૬ જૂનના સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ, પશ્ર્ચિમ, ૫ થી ૬.૩૦.
નાઘેર દશા શ્રીમાળી વણિક
ઉના નિવાસી, હાલ કાંદિવલી લલિતકાંત જમનાદાસ શાહ (ઉં. વ. ૮૪) સ્વ. સવિતાબેનના પતિ. જાગૃતિ, ભાવેશ, પરેશ અને માયાના પિતા. દિલીપભાઈ, શ્રુતિબેન, હેમાલીબેન અને મયુરભાઈના સસરા. સ્વ. ધનસુખભાઈ તથા સ્વ. ભાનુમતીબેનના ભાઈ. સ્વ. દામોદરદાસ ઝાટકિયાના જમાઈ. જયશ્રીબેન, હરેશભાઈ અને સ્વ. ઉમેશભાઈના કાકા ૧૪ જૂન રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
ખડકાળાવાળા હાલ બરોડા, તે રામકોરબેન ધનજીભાઈ મહેતાના પુત્ર હિમંતભાઈના ધર્મપત્ની દમયંતીબેન (ઉં. વ. ૭૭) સોમવાર ૧૦-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે જય, પારુલ અને રૂપલના માતા તથા શીતલ, કેતન અને ચિરાગના સાસુ. હેનાના દાદી. તે ઉમરાળાવાળા સ્વ. ચીમનલાલ જમનાદાસ મહેતાના દીકરી. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા મોઢ માંડલીયા વણીક
ચોરવાડ નિવાસી હાલ પ્રાર્થનાસમાજ મુંબઈ સ્વ. પ્રવિણચંદ્ર ગુલાબચંદ દામાણીના ધર્મપત્ની ગં.સ્વ. હંસા દામાણી (ઉં. વ. ૮૬) ૧૪-૬-૨૪ના શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. તેઓ યજ્ઞેષ, રીલેષ તથા બીના (બિજલ)ના માતુશ્રી. અદિતી, વંદીની, નિરવના સાસુશ્રી. મૈત્રીય અને હિતીષાના દાદાજી. નિશ્કા અને નિશિતાના નાનીજી તથા સ્વ. ગોવિંદજી અમીચંદ રૂપાણી સુપુત્રી. લૌકિક પ્રથા બંધ છે.
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
ગામ તરકવાડા, હાલ વસઈ નિવાસી ગં.સ્વ. મહાલક્ષ્મી (મીનાક્ષી)બેન શાંતિલાલ ત્રિવેદી (ઉં. વ. ૭૮) જે ૭-૬-૨૪ના એકલિંગજી શરણ પામેલ છે. તે ભાવિક ત્રિવેદીના માતા. તે નેહલના સાસુ. તે સ્વ. હસમુખભાઈ ગુલાબરામ, સ્વ. અનસુયાબેન હસમુખભાઈ, સ્વ. ભાનુમતીબેન દેવપ્રસાદ, સ્વ. હીરાબેન પ્રહલાદરાયના ભાભી. તે બાકરોલ નિવાસી સ્વ. સુખદેવ જીવતરામ જોશીના પુત્રી. બેસણુ ૧૬/૬/૨૪ને રવિવારના ૫ થી ૭. વિશ્ર્વકર્મા હોલ, વીરસાવરકર નગર, આનંદ નગર, વસઈ (વે). પિયરપક્ષનું બેસણું સ્વ. શ્રી સુખદેવ જીવતરામ જોશી (મહાદેવગ્રામ-બાકરોલ) તરફથી સાથે સ્થળ અને સમયે રાખેલ છે.
ઇડર ઔદીચ્ય પિસ્તાલીસ બ્રાહ્મણ
ગામ બ્રહ્મપુરી, હાલ મુંબઈ હરકિશન વ્યાસ (ઉં. વ. ૭૮) તા. ૧૩/૬/૨૪નાં મુંબઈ મુકામે દેવલોક પામ્યા છે . તે સ્વ.કમળાબેન નરોત્તમદાસના પુત્ર, તે છાયાબેનના પતિ, ચિ.હાર્દિકના પિતા, સ્વ.હસમુખ, સ્વ.હરીશ, રાજેન્દ્ર , સ્વ.દીપક, નિર્મળાબેન, સ્વ. હંસાબેન અને ચંદ્રિકાબેનના ભાઈ. મનોરમા, હસુમતિ, પ્રતિમા,અનીતા, બિપીન અને યતીનનાં બનેવી. સંયુક્ત પ્રાર્થનાસભા તારીખ ૧૭/૬/૨૦૨૪ સોમવારે ૫ થી ૭. પિયર પક્ષ : સ્વ.પદમા પોપટલાલ મહેતા અને સ્વ. ડાહીબેન નરહરિ પ્રાર્થના સ્થળ: માધવબાગ વાડી,ગ્રાઉન્ડ ફ્લોર એ.સી. હોલ,લક્ષ્મીનારાયણ મંદિરની સામે, સી.પી.ટેક રોડ. મુંબઈ-૪. કોઠારી હોસ્પિટલ નજીક.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગ્યારસે બ્રાહ્મણ
સિહોર નિવાસી, હાલ મુંબઈ પદમાબેન (ઉં. વ. ૭૩) તા: ૧૪-૬-૨૪ને શુક્રવાર સ્વર્ગવાસ થયેલ છે. જે ભરતભાઈ ચંપકલાલ જાનીના ધર્મપત્ની. સ્વ. હીરાબેન હિમ્મતભાઈ દવે (ગોવા)ના પુત્રી. સ્વ.કિરીટભાઈ, અશોકભાઈ દવે, રાજુભાઈ તથા મીનાબેન ભટ્ટના બેન. બિનાબેન રામચંદ્ર કામટેકર અને તેજલબેન સંદેશકુમાર એડવનકરના માતૃશ્રી. સ્વ.પ્રફુલાબેન અરવિંદકુમાર ભટ્ટના ભાભી. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ઉતરક્રિયા ધાર્મક સ્થળે રાખેલ છે.
લુહાર સુથાર
લિખાળાવાળા હાલ મુંબઈ હીરાબેન ચુડાસમા (ઉં. વ. ૭૯) તે ૧૪/૬/૨૪ના સ્વર્ગવાસી પામેલ છે. તે સ્વ.નાનુભાઈ વેલજીભાઇ ચુડાસમાના ધર્મપત્ની. જીતેન્દ્રભાઈ, વિનોદભાઈ, કૈલાશબેન નરેશકુમાર મકવાણા, રમીલાબેન અરૂણભાઈ સિધ્ધપુરાના માતુશ્રી. રસીલાબેન બાબુભાઇ, ગં.સ્વ. મુક્તાબેન ગોરધનભાઈ, અંજવાળીબેન બાલુભાઇના ભાભી. છાયા, નિમીષા, પ્રવીણા, ભાવના, રિટા, હેતલ, જયશ્રી, સ્વ.ચંદ્રિકાના સાસુ. સ્વ.આણંદજીભાઈ રામજીભાઈ કવા ડેડાણવાળાના બહેન. પ્રાર્થનાસભા ૧૭/૬/૨૪ સોમવારના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
હાલ શિહોર નિવાસી ગુણવંતરાય ભગવાનજી નિર્મળના ધર્મપત્ની ગીતાબેન નિર્મળ તે ૧૩/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે જગજીવન વાઘજી જાજલના દીકરી. સ્વ.શશીકાંત ભગવાનજી નિર્મળના ભાભી. કાનજી જેરામ પડિયાના ભાણેજ. લૌકિક પ્રથા બંધ છે.