હિન્દુ મરણ
શેરડીના ચિ. તારાચંદ મારૂ (ઉં.વ. ૬૨) માંડવી આશ્રમમાં તા.૬-૬-૨૪ના અવસાન પામેલ છે. પુરબાઇ વેલજીના પૌત્ર. હીરબાઇ હરખચંદ વેલજીના સુપુત્ર. વિપીન, નીના, હંસાના ભાઇ. હમલા મંજલના સોનબાઇ ટોકરશીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિપીન હરખચંદ મારૂ, મોહનપુરમ સો., કાનસાઇ રોડ, ગુરૂકુલ કોલેજની બાજુમાં, અંબરનાથ (ઇ.) ૪૨૧૫૦૧.
શી. સં. ઔ. અ. બ્રાહ્મણ
મૂળ ગામ પસવી હાલ ઘાટકોપર નિવાસી સ્વ. ચંદ્રિકાબેન ઇચ્છાશંકરભાઇ પંડયાના પુત્ર ગીરીશભાઇ (ઉં. વ. ૮૧) તે સ્વ. ભાવનાબેનના પતિ. અનીશ, શીતલ કલ્પેશકુમાર જોશીના પિતા. નીવના નાના. સ્વ. જયંતભાઇ, સ્વ. દિનેશભાઇના ભાઇ. સસુર પક્ષે મૂળગામ માંડવી હાલ કાંદિવલીના નિવાસી સ્વ. કનકબેન રસિકભાઇ વ્યાસના જમાઇ. સ્વ. મુંજાલભાઇ, જનાર્દનભાઇ અને ગં. સ્વ. નમ્રતાબેન બકુલભાઇ શાહના બનેવી તા. ૭-૬-૨૪ શુક્રવારના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
સિહોર સંપ્રદાય અગિયારસે બ્રાહ્મણ
પ્રતાપરાય વિશ્ર્વનાથ ત્રિવેદી (ઉં. વ. ૮૬) ગામ કુકડ હાલ કાંદિવલી તા. ૭-૬-૨૪ના દેવલોક પામ્યા છે. તે પુષ્પાબેનના પતિ. હરગોવિંદ કેશવજી જોશીના જમાઇ. પરસનબેન, રવિભાઇ, કુંદનબેન, વામનભાઇના ભાઇ. તરલા, આશા, સંજય, અસ્મિતા, રક્ષાના પિતા, ગિરીશભાઇ, મહેન્દ્ર, મુકેશ, કશ્યપ, ભક્તિના સસરા. વિવાનના દાદા. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. વેલબાઇ કરસનદાસ રણછોડદાસ સોમૈયા (ભગત)ના પુત્ર સ્વ. હંસરાજભાઇ (ઉં. વ. ૮૫) તે સ્વ. મંજુલાબેનના પતિ તા. ૬-૬-૨૪ ગુરુવારે શ્રીરામશરણ પામેલ છે. તે સ્વ. કાશીબેન કરસનદાસ મનજી અનમ (આટાવાળા)ના નાના જમાઇ. તે રોહિત, અભયના પિતાશ્રી. તે સ્મિતા, ભાવનાના સસરા. તે સ્વ. શામજીભાઇ, સ્વ. લક્ષ્મીકાંતભાઇના ભાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
વાલણ બ્રાહ્મણ ધંધુકા
ગં. સ્વ. અનસુયાબેન બળવંતરાય જોશી (ઉં. વ. ૯૭) મૂળ બોડિયા નાગનેશ નિવાસી હાલ ચારકોપ, કાંદિવલી તે છલાળા નિવાસી સંતોકબેન મોહનલાલ મહેતાના સુપુત્રી. તે ગિરીશભાઇ, અરવિંદભાઇ, ક્રિષ્ણકાંતભાઇ, જયેન્દ્રબાલા, મંદાકિનીના માતુશ્રી. તે વિપુલ, હિરેન, શ્યામ જોશી, કવિતા ચંદા, તુલસી જોશીના દાદી શુક્રવાર, જૂન ૦૭, ૨૪ના અક્ષરનિવાસી થયેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, જૂન ૧૦, ૨૪ના સાંજે ૫થી ૭. ઠે. બીએપીએસ શ્રી સ્વામીનારાયણ સંસ્કાર ધામ, ગોરસવાડી, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ડાઇબેન વેલજી ઠક્કર (રવાણી)ના સુપુત્ર રવિલાલ, (ઉં.વ. ૮૫), કચ્છ ગામ ભુજ હાલે મુલુંડ મુંબઇ, તા. ૦૮-૦૬-૨૪ ના શ્રી રામશરણ પામેલ છે, લીલાવતીબેન પતિ. વિરેન, અનીશ તથા સંદિપના પિતાશ્રી, સ્વ. પ્રાગજી રાધવજી પવાણી ગામ ગોણીયાસરના જમાઈ, કાશ્મીરા, પૂજા તથા જ્યોતીના સસરાજી, સ્વ. બાબુભાઈ, ગં. સ્વ વિજયાબેન પ્રાગજી પવાણી. સ્વ. મનજીભાઈ તથા ઘનશ્યામભાઈના ભાઈ. બને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૦-૬-૨૪ ને સોમવારે સાંજે પ થી ૭ કાલિદાસ મેરેજ હોલ , પી. કે. રોડ , મુલુંડ-વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ છે
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
મુંબઈ નિવાસી હાલ ઉંમરગામ સ્વ. રતિલાલ રણછોડદાસ જોગીના ધર્મપત્ની ગં. સ્વ. સવિતાબેન રતિલાલ જોગી ( ઉં. વ. ૯૪ ). તે શુક્રવાર, તા. ૭/૬/૨૪ ના રોજ શ્રીજીચરણ પણ પામેલ છે. તે સ્વ. સમીર રતીલાલ જોગી, કમલેશ રતિલાલ જોગી અને વિભા શૈલેષ ગરાચના માતુશ્રી. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
લુહાર સુથાર
સાયલા નિવાસી હાલ જોગેશ્વરી ગં. સ્વ સવિતાબેન જેન્તીભાઇ પરમાર (ઉં.વ.૮૮) તા. ૬/૪/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. જેન્તીભાઇ શિવલાલ પરમારના ધર્મપત્ની, શશીકાંત, ધર્મેન્દ્રભાઈ, શોભનાબેન, સ્વ. ગીતાબેનના માતુશ્રી, નાનાલાલ, ચંદુલાલ, ગીતા તથા હંસાના સાસુ, દિશના દાદી. તેમની પ્રાર્થનાસભા તા.૧૦/૬/૨૪ ના રોજ ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ
રાખેલ છે.