મરણ નોંધ

હિન્દુ મરણ

સ્વ. હીરજીભાઇ ભગવાનજી વલોટીયા ગામ વલોટી મંગળવાર તા. ૨૧-૫-૨૪ના દેવલોક પામ્યા છે. ઉત્તરક્રિયા સોમવાર, તા. ૩-૬-૨૪ના ૧૦.૩૦ કલાકે નિવાસસ્થાને રાખેલ છે. શામજીભાઇ ભગવાનજી વલોટીયાના મોટાભાઇ. વાસંતીબેન હીરજીભાઇ વલોટીયાના પતિ. વિનોદભાઇ હીરજીભાઇ વલોટીયા, પ્રમોદભાઇ હીરજીભાઇ વલોટીયા, રેખાબેન રાજેન્દ્રભાઇ મીઠાઇવાલાના પિતાજી. ઠે. એ-૮૦૬, ૮મા માળે, પ્રથમેશ પેરેડાઇસ, ફાયર બ્રિગેડ ઓફિસની બાજુમાં, ડોન બોસ્કો સ્કૂલની સામે, લિંક રોડ, બોરીવલી (પશ્ર્ચિમ).

કપોળ
ભેરાઈવાળા હાલ કાંદિવલી રમણલાલ (ઉં.વ. ૯૨), તે ગોમતીબેન અમીદાસ વોરાના પુત્ર, રમાબેનના પતિ, નીતિન, સ્વ. અતુલ, વિજયના પિતા, વર્ષા, બીનાના સસરા. સ્વ.વિમળાબેન સ્વ. શામળદાસભાઈ, સ્વ. હીરાબેન – સ્વ. અંદરજીભાઈ, સ્વ.ભાનુમતીબેન, સ્વ. વિઠ્ઠલદાસભાઈ, સ્વ.વસુમતીબેન, સ્વ. ગંભીરભાઈ, સ્વ.પ્રભાબેન, સ્વ. જેઠાલાલ ગાંધી, સ્વ. સવિતાબેનના ભાઈ. અમરેલીવાળા સ્વ. ત્રિવેણીબેન છગનલાલ કાનજી મહેતાના જમાઈ. તા.૨૯.૫.૨૪ બુધવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૨-૬-૨૪ રવિવારે ૫ થી ૭. હાલાઈ લોહાણા મહાજનવાડી, પહેલે માળે, એસ.વી.રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી (વે). લૌકિક વ્યવહાર બંધ છે.

આજક ગિરનારા બ્રાહ્મણ
બામણાસા હાલ કાંદિવલી – મુંબઈ, દિલીપકુમાર જયસુખલાલ જોશી (ઉં. વ. ૭૪) તે ૩૦-૫-૨૪, ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે નીતાબેનના પતિ. તે વિરલ, શ્રદ્ધા, કૃષિના પિતા. તે સ્વ. રૂતુલ ભટ્ટના સસરા. પિયરપક્ષે મોતીબા પોપટલાલ પંડયાના જમાઈ. તે સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. મધુસુદનભાઈ, સ્વ. દિનેશભાઈ, નિર્મળાબેન, સરયૂબેન, દક્ષાબેનના ભાઈ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૩-૬-૨૪ના સાંજે ૫ થી ૭. સ્થળ: બી-૧૧૦૪, સ્કાયલોન સ્પેસીસ, ઈરાનીવાડી, રોડ નં. ૪, કાંદિવલી (પશ્ર્ચિમ).

મોઢ બ્રાહ્મણ
મૂળ ગામ પિઠાઇ હાલ મુંબઇ-શશીકાંત કાંતિલાલ ત્રિવેદી (ઉં.વ. ૭૬) તા. ૩૦-૫-૨૪ના દેવલોક પામ્યા છે. તે સ્વ. હસુબેન કાંતિલાલ ત્રિવેદીના પુત્ર. રેખાબેનના પતિ. ધવલ તથા શ્રુતિના પિતા. કિંજલબેન તથા સુરેશકુમારના સસરા. પ્રફુલભાઇ, અનિલભાઇ ત્રિવેદીના મોટાભાઇ. સાસરા પક્ષે સ્વ. પ્રફુલભાઇ મુળજીભાઇ ત્રિવેદીના જમાઇ. બન્ને પક્ષની સાદડી તા. ૩-૬-૨૪ના સોમવારે, સાંજે ૫થી ૭. ઠે. ૧લો માળ, વિશ્ર્વેશ્ર્વર ભવન, સન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિલેપાર્લે (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
સ્વ. ભાલચંદ્ર દવેના પત્ની ગં. સ્વ. ભારતીબેન દવે (ઉં. વ.૮૪) તે સિદ્ધપુરવાળા: શમુબેન શંકરલાલ વ્યાસના પુત્રી. તે જયકુમાર, રાજનીલ, મેહુલના અને નમ્રતા દિવ્યેશ ત્રિવેદીનાં માતુશ્રી. તે દિવ્યેશ કાંતિલાલ ત્રિવેદીના અને જયશ્રી, વંદના, જયોત્સનાનાં સાસુજી. તે દેવપ્રિયા, ઉન્નતી, ફાગુનનાં દાદી. ગુરુવાર, તા. ૩૦-૫-૨૪ના રોજ બોરીવલી સ્થિત દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ
ભાદરોડ નિવાસી વિનોદભાઇ પંડયા (હાલ વસઇ) (ઉં. વ. ૭૬) સ્વ. વેણીશંકર ભુરાભાઇ પંડયા અને સ્વ.સવિતાબેન પંડયાના પુત્ર, તા. ૩૦-૫-૨૪ના ગુરુવારના સ્વર્ગવાસ થયા છે. તે દિવ્યાબેનના પતિ. ઉત્કર્ષભાઇ, કૌસ્તુભભાઇ અને ઉર્વિબેન મનિષકુમાર જોશીના પિતાશ્રી. સ્વ. જીતેન્દ્રભાઇ (મુલુંડ), જયોતિન્દ્રભાઇ, કિશોરભાઇ, શારદાબેન મનસુખલાલ જોશી, સ્વ. રંજનબેન હર્ષદકુમાર જોશીના ભાઇ. સ્વ. અમૃતલાલ ભુરાભાઇ પંડયા અને સ્વ. રેવાશંકર ભુરાભાઇ પંડયાના ભાઇના પુત્ર. સ્વ. પ્રભુરામ કાળીદાસ જોશીના ભાણેજ. સ્વ.લીલાધર કાશીરામ જોશી (નાગપુર)ના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તિર્થ સ્થળે રાખેલ છે. સાદડી પ્રથા બંધ છે.

કચ્છી લોહાણા
સ્વ. શીવજી કુંવરજી દૈયા (અંજારિયા) ગામ દુધઇના પુત્ર કિશોરકુમાર (ઉં. વ. ૭૯) તા. ૨૮-૫-૨૪ના (હાલે મસ્કત ઓમાન) ભગવતીના પતિ. અભય તથા હેતલ મોહનકુમાર ચૌધરીના પિતા. રોહનના દાદા. ભાવિકાના નાના. અનિલ શીવજી, સ્વ. પ્રદીપ શીવજીના ભાઇ. સ્વ. મેઘબાઇ લક્ષ્મીદાસ ચંદ વિઝાળવાળાના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧-૬-૨૪ના મહાજન વાડી, બાલમંદિર હોલ, ૧લે માળે, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ), ૫-૩૦થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા મોઢ વણિક
ભરૂચ હાલ મુંબઇ નિવાસી સ્વ. ચંપકલાલ અને સ્વ. હસમુખબેન ઝવેરીની સુપુત્રી ગં. સ્વ. ઉષા પારેખ (ઉ. વ. ૮૫) બુધવાર તા. ૨૯-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. રશમીકાંત ઠાકોરદાસ પારેખના પત્ની. પ્રેમલ, સ્નેહલના માતુશ્રી. નેહા, પરીના સાસુ. અંશ, ઇશાન, આન્યા, આર્યના દાદી. સ્વ. મૃદુલા વકીલ અને ગં. સ્વ. દિવ્યા કૌશિક મજમુદારના બહેન. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨-૬-૨૪ના વિશ્ર્વેશ્ર્વર ભવન, સંન્યાસ આશ્રમ, વિલેપાર્લે (વેસ્ટ), સાંજે ૫થી ૭. લૌકિક પ્રથા બંધ છે.

કચ્છી ભાટિયા
અરવિંદ જીવણદાસ આસર (રંગવાલા) (ઉં. વ. ૬૯) તે માયાના પતિ. તે સ્વ. કુસુમબેન તથા સ્વ. જીવણદાસ કરસનદાસના સુપુત્ર. સ્વ. જીતેશ, સ્વ. કિશોર તથા પારુબેન નરેશ પાલેજાના ભાઇ. સ્વ. વિધાબેન તથા સ્વ. સુંદરજીભાઇ કોઠારીના જમાઇ. મંજુલા પલન, વીણા ઠક્કર, મહેશ કોઠારી તથા હેમા રૂપારેલના બનેવી. રાહુલ તથા સ્નેહાના કાકા. તા. ૨૯-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.

ખંભાત દશા શ્રીમાળી વણિક
અ. સૌ. ડો. કીર્તિદા (ઉં. વ. ૭૬) તે દીપક મફતલાલ આણંદવાળાના ધર્મપત્ની. સ્વ. ચંદ્રપ્રભાબેન તથા સ્વ. મફતલાલ ચીમનલાલ આણંદવાળાના પુત્રવધુ. સ્વ. મૃદુલા ચંદ્રકાંત ભગત, સ્વ. પન્ના હરેન્દ્ર શાહ, વાસંતી શાહ, ભારતી પંકજ કાંટાવાળા, ભરત તથા સ્વ. વ્યોમેશના ભાભી. સ્વ. ચંદ્રમણીબેન તથા સ્વ.લક્ષ્મીકાંત માણેકલાલ કાપડિયાની દીકરી. તા. ૩૦-૫-૨૪ના ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી રાજગોર બ્રાહ્મણ
સ્વ. મણીબેન શિવલાલ પ્રાગજી ભટ્ટના જમાઈ તથા રેખાબેનના પતિ ભરત ઠાકર (ઉં. વ. ૬૭) તે હાલ લંડન સ્વ. ગોદાવરીબેન કામેશ્ર્વર ઠાકરના પુત્ર. ગામ લતીપુર હેમલ ભાવિનીના પિતા. મુલચંદ, ચંદન પ્રકાશ પંડ્યા, હિના હરેશ ખોખાણી તથા સ્વ. કિરણના બનેવી.તે ૧૮/૫/૨૪ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧/૬/૨૪ના ૧૦.૩૦ થી ૧૨.૦૦. વસઈ અચલ ગચ્છ જૈન ઉપાશ્રય, બીજે માળે, ૧૦૦ ફિટ રોડ, બિકાનેર સ્વીટ અને ફરસાણ માર્ટની બાજુમાં, વસઈ વેસ્ટ.

મેઘવાળ
ગામ શિયાનગર, હાલ ભાયંદર સ્વ. મીઠીબેન અને સ્વ. વાલજીભાઈના પુત્ર, દીપકભાઈ વાલજીભાઈ વાઘેલા, (ઉં. વ. ૪૮), તે તારીખ ૨૭/૫/૨૪ના રામચરણ પામ્યા છે. તે નીરુબેન, જયાબેન, નંદાબેન, સ્વ. ઉષાબેન, લક્ષ્મીબેન અને કુસુમબેન, વિકી, મોહનભાઈ અને મહેંદ્રભાઈના ભાઈ. કવિતાબેનના પતિ. કૌશિકના પિતા. તે પાલુંબેન રતનશી શીનોળના જમાઈ. વિનોદભાઈ, રતિલાલભાઈ અને દિનેશભાઈ પરમારના ભાણેજ. બારમું તારીખ ૨/૬/૨૪, રવિવારના ૫ વાગે. ૨૧૧, બીજો માળ નર્મદાકુંજ, સી બ્લોક, રાવલ નગર, કેબિન રોડ, ભાયંદર ઈસ્ટ.

સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
મુંબઈ (દહિંસર) નિવાસી સ્વ. લલિતકુમાર નરભેરામ ગરાચના ધર્મપત્ની ગં.સ્વ. નિર્મલાબેન (ઉં .વ. ૭૬) તા. ૨૯/૫/૨૪ના બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ગં. સ્વ. પુષ્પાબેન પોપટભાઈ જગડ, સ્વ. ધનશ્યામભાઈ, જયંતિભાઈ, કીર્તિભાઇ, રંજનબેન જયેશકુમાર બોસમિયાના ભાભી. જાગૃતિબેન શાંતિલાલ નિર્મલ, બિના હરેશકુમાર પાડિયા, શીતલબેન રાજેશકુમાર નિર્મલ, અલ્પેશભાઈના માતુશ્રી. કાંતિલાલ દેવશી મેરના દીકરી. જાગૃતિબેન અલ્પેશભાઈ ગરાચના સાસુ. લૌકિક પ્રથા બંધ છે.

નાઘેર દશા શ્રીમાળી વણિક
ગાંગડા નિવાસી હાલ ઘાટકોપર અ. સૌ. કૃપાબેન (ઉં. વ. ૩૯) જે હિતેનભાઈ રસિકલાલ શાહના ધર્મપત્ની. મીનાક્ષીબેન રસિકલાલ દુર્લભદાસ શાહના (હબસાણી) પુત્રવધૂ, ઈશા અને દ્રષ્ટિના માતુશ્રી. હેમાલીબેન પરેશકુમાર શાહ અને મિતલબેન કૌશિકકુમાર શાહના ભાભી. નિશાબેન જીજ્ઞેશકુમાર મહેતા, કૌશિકભાઈ પ્રવીણચંદ્ર ઝાટકિયાના બેન. ઘાટવડ નિવાસી અનસૂયાબેન પ્રવિણચંદ્ર ચુનીલાલ ઝાટકિયાની દીકરી ગુરુવાર તા.૩૦-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, ૫.૦૦ થી ૬.૩૦, સ્થળ: લાયન્સ કોમ્યુનિટી હોલ, ગરોડિયા નગર, ઘાટકોપર પૂર્વ.

કચ્છી ભાટીયા
ગં. સ્વ. મંદાકિની આશર (મહાજની) (ઉં.વ.૮૮), તા. ૩૦-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે માનસિંગ ત્રિકમદાસના ધર્મપત્ની, કસ્તુરબાઈ કરસનદાસ નથુના પુત્રી. મિલનભાઈના માતુશ્રી, અ.સૌ. મીનાબેનના સાસુ. અ. સૌ. રૂચિકા ધવલ કાપડીયા, આદિત્ય તથા સિદ્ધાર્થના દાદી. અ. સૌ. હિનલના દાદીસાસુ. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧-૬-૨૪ના ૪ થી ૬. ઠે. ભાટીયા ભાગીરથી, દાદી શેઠ અગિયારી લેન, મુંબઈ-૪૦૦૦૦૨. લૌકિક પ્રથા બંધ છે.

દશા નિમા વૈષ્ણવ વણિક
ઝાલોદ નિવાસી હાલ અતુલભાઈ મોદી, ગજેન્દ્ર અને સુરબાલા મોદીના દીકરા. દર્શનાબેનનાં પતિ. જતિનના ભાઈ. અમિતાના જેઠ. સાહિલ અને દેવલના પિતા. શકુંતલા અને ચીનુભાઈ આશરના જમાઈ ગુરુવાર, ૩૦-૫-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૧-૬-૨૪ના ક્લબ હાઉસ, પી-૧, વાસ્તુશિલ્પ બિલ્ડિંગ, બી. એન. ગામડીયા કોલોની, તારદેવ રોડ, મુંબઈ – ૪૦૦૦૦૭. લૌકિક પ્રથા
બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો